- માનશિક વૃતિઓ જ્યારે એક હદ કરતાં વધી જાય છે ત્યારે તે મોટા ગુનાહનું રૂપ ધારણ કરી લેતી હોય છે.
શારીરિક રીતે સશક્ત હોવાનો અર્થ આપણે પોતાની મરદાનગી સાથે સરખાવી છીએ. જ્યારે કોઈ સ્ત્રી પુરુષના થાકી જતાં શરીર કે નબળાઈ દ્વારાં પોતાને જાતીય રીતે અસંતોષ રાખવાના કારણરૂપ સતત ટોકયા કરે છે ત્યારે પુરુષનો ઇગો સાતમા આસમાને પોહચીને ગુના કરવા માટે પ્રેરાય જાય છે. માનવની દરેક વિકૃતિઓ માટે કાયદો હોતો નથી. કેટલાક ગુનાઓ માટે કાયદામાં કલમ બનાવી પણ ના શકાય. માનશિક ગુનાઓ વાયરસ જેવા હોય છે તેની દવા શોધીએ ત્યાં સુધીમાં તે નવા વેરિયન્ટમાં પરિવર્તિત થઈ જતો હોય છે. જ્યારે માનશિક રોગીને સંભોગતા સાથે સરખાવી ત્યારે ?
મનોવિકૃતી અને સંભોગ : -
આપણાં સમાજમાં ઘણાં પ્રકારની મનો - વિકૃતિ અને તેને લઈને સંભોગ કરવાના જુદા જુદા પ્રકાર છે અને તેનો ઉપયોગ થતો જોવામાં આવે છે પરંતુ સજાની કોઈ જ જોગવાઈ ક૨વામાં આવેલ નથી , તેમાંથી એક પ્રકાર એટલે “ મેસોચીઝમ ' ' ઈજા– પહુંચાડવી અને બીજો પ્રકાર એટલે “ ટ્રાન્સવેરાટીઝમ ” યાને ક્રૂ૨ પ્રકારે સંભોગ ક૨વો ( માનવતા વિહોણો ), ' ' સેકસ્યુઅલ લો ' ' સંબંધેના કાયદામાં (સંભોગ અંગેના અપરાધ કે જે શ્રી આર.પી.કટાટીયા અને જીદ્વછ – નકની , લેખકો દ્વા૨ા લખવામાં આવેલ છે , તેનાં પાના નં . ૧૯૧ માં મજકૂરનાં મેસોચીજમ અને ટ્રાન્સવેસમેન્ટ અંગે નીચે મુજબની માહિતી આપેલ છે.
( ૧ ) “ મેસોચીઝમ ” :- એટલે કે એ ખૂબ જ ભયાનક પ્રકારનો મનોવિકૃતિ અને સંભોગનો પ્રકાર છે , જેમાં સંભોગ કરનાર વ્યકિત કે સંભોગ ક૨વા માંગનાર વ્યકિત તેનાં સહભાગીદાર પાસેથી શારીરીક સતામણીનાં અધારો / શારીરીક હેરાન પરેશાન કરીને સંભોગનો આનંદ લેવા માંગે છે. તે સ્ત્રીને મારઝૂડ કરે છે તેને ગમે તે ખવડાવે છે , તે ને ગમે તે જગ્યાએ દબાવે છે. તેને ચોળી ચગદાળી નાખે છે, ખુબ દુ:ખ આપે છે . યાનેકે શારીરીક સતામણી કરીને સ્ત્રી સાથે સંભોગ કરે છે અને આમ કરીને સંભોગ કરનાર સંતોષ અનુભવે છે . ધણાં ખરા તો આની કરતાં પણ વધુ ભયજનક પ્રકા૨થી સંભોગ કરતા હોય છે અને ધણાં ખરા તો માત્ર સ્ત્રીને હે૨ાન - પરેશાન કરીને સંભોગનો આનંદ મેળવતા હોય છે .
( ૨ ) "ટ્રાન્સવેરાટીઝમ" :- એ પણ ભયાનક પ્રકારનો સંભોગ કરીને આનંદ માણવાનો પ્રકાર છે , અત્રેનાં પ્રકા૨થી સંભોગ ક૨તી વખતે માણસનું વર્તન અને રિતીરિવાજ ખૂબજ ભયાનક અને અતિશય વિકૃત પ્રકારનાં હોય છે અને ઈન્ડીયામાં અત્રેનાં પ્રકાર સામાન્ય છે હિજડાઓ ( ઈયુનુચ ) એ માણસો સાથે પોતાના ગુહ્યંગમાં સંભોગ કરાવે છે ( કુદરત વિરુધ્ધનું કૃત્ય કરાવે છે ) આપણે જોયેલું હશે કે મજકૂરનાં હિજડાઓ બૈરાનો ડ્રેસ / પહે૨ણ ૫હે૨ીને આ પ્રમાણે ગો૨ખધંધો ક૨તાં હોય છે. તેઓ પોતાના શ૨ી૨ ઉ૫૨ લોભામણો અને ખોટો વેશ ધા૨ણ કરે છે . જેવા કે મહિલા જેવાં મોટા વાળ રાખવા , શ૨ી૨ ઉપ૨ ખોટા સ્તન તેમજ તેઓ બાઈ માણસ લાગે તે માટેનાં સૌદર્ય પ્રસાધનોનો વપરાશ કરે છે અને આપણા ઈન્ડીયામાં આના વિરુદ્ધમાં કોઈ કાયદા – કાનૂનની જોગવાઈ ક૨વામાં આવેલ નથી અને અત્રેનો પ્રકાર ખૂબ જ પ્રચલિત છે. હાલના નવા યુગમાં આપણે જોયું છે કે ઘણી મહિલાઓ પોતાના વાળ કપાવી નાંખે છે , વાળ નાના રાખે છે .શરી૨ ઉ૫૨ શર્ટ પહેરે છે , નાની ઘૂંટણ સુધીની પેન્ટ પહેરે છે. અત્રેની ચાલચલત એટલે બીજુ કાંઈ જ નથી પરંતુ સૂચિત મહિલાઓ દ્વારા આચરાતી ભયાનક પ્રકારની મનોવિકૃતિ છે ફેન્ટીસીઝમ / આકર્ષવાની પ્રવૃત્તિ , પ્રદર્શન કરવું , તેમજ ક્રૂરતામાંથી સંભોગનો આનંદ માણવો પણ સંભોગની મનોવિકૃતિનાં ભયાનક પ્રકા૨ છે અને ઘણાં વિકૃત માણસો આ પ્રમાણેની સંભોગ પ્રવૃત્તિ ક૨ીને મનોવિકારી પ્રવૃત્તિ કરીને માનસિક આનંદ કે સંતોષ મેળવતા હોય છે. ડૉકટર શ્રી બી.આર . શર્માએ પોતાના “ ફોરેન્સીક સાયન્સ ઈન ક્રિમીનલ ઈન્વેસ્ટીગેશન એન્ડ ટ્રાયલ ” નામનાં પુસ્તકમાં મજકૂરના પ્રકારો અંગેની નીચે પ્રમાણેની માહિતી આપેલ છે.
( ૧ ) ફેન્ટીસીઝમઃ- અત્રેનાં પ્રકા૨માં યાને કે વિકૃતિના પ્રકારમાં વિકૃત વ્યકિત પછી તે મહિલા તેઓ કૃત્રિમ કપડાં પહેરીને, બાઈનાં દાગીના પહેરીને, કે બાઈનાં બુટ પુરૂષ ,પહેરીને અત્રેનાં પ્રકરણે પ્રદર્શન કરે છે . આપણે જોઈએ તો આ પ્રકાર કોઈ ગુનાહિત પ્રકાર નથી , પરંતુ અત્રેનાં આરોપીઓ મોટા ભાગે મજકૂરની ચીજ વસ્તુઓ મેળવવા માટે ચો૨ી-ચકારી કરતાં હોવાનું માલૂમ પડેલ છે – અને પરીણામ સ્વરૂપે તેવા માણસો ગુનેગાર બની જાય છે.
( ૨ ) “ એકઝીબીશોની ઝમ" "પ્રદર્શન કાટીતા" :- અત્રેનો પ્રકાર એટલે, અમુક પ્રકા૨નાં માણસો અત્રેનાં મનોવિકૃતિનો આનંદ મેળવવા માટે , પોતના શ૨ી૨માં ગુપ્તાંગોનું પ્રદર્શન ક૨ીને જાહે૨ જનતામાં તેનું પ્રદર્શન દેખાવ કરીને કે અમુક ખાસ વ્યકિત માટેનો તેવો દેખાવ કરીને / બીજી વ્યકિતને આકર્ષવા માટે વિકૃત પ્રકારની હાલ ક૨ીને, વિકૃત પ્રકારનો આનંદ લેવાનો પ્રયત્ન કરે છે . તેઓનામાંથી ઘણાં એ અત્રેની હ૨કત જેવી કે પોતાનાં ગુપ્તાંગો જાહે૨માં ચોળીને પ્રદર્શિત કરતાં હોય છે. એ રીતે આ પ્રકારનાં માણસો જાહેરમાં પોતાની મનોવિકૃતિ પ્રગટ કરીને ગુનાહિત કૃત્ય કરતાં હોય છે . સબબ “ ભારતીય દંડ સંહિતાની કલમ ( I.P.C.) ૨૯૪ ની જોગવાઈ મુજબ સમાજને ઉપાધી પહોંચાડીને તેવા ગુના માટે સજાને પાત્ર બની જાય છે.
( ૩ ) સેડીસમ / ક્રૂરતાભર્યો સંભોગ માણવાની પ્રવૃત્તિઃ- અત્રેનો સંભોગ ક૨વાની પ્રવૃત્તિ એટલે એક દૂરભાગ્યપૂર્ણ ઘટના છે . જેનાં દ્વારા પુરૂષ વ્યકિત ભયાનક / ભયંકર પ્રકારની મનો- વિકૃતિનો ઉપયોગ આનંદ માણીને તેવો પ્રકાર કરતો હોય છે. અત્રેનો માણસ તેના સહભાગીદાર મહિલા સાથે મનોવિકૃતિની અધમતઃચ૨મ સીમાએ લઈ જાય છે. અત્રેનાં પ્રક૨ણે મજકૂરની મહિલા સાથે સંભોગનો આનંદ / સંતોષ માણવા માટે અત્રેનો માનવી ઘાતક બની જાય છે અને આક્રમક બની જાય છે. આટલું જ નહિ પરંતુ સૂચીત મહિલા સાથે સંભોગ ક૨વા માટે અત્રેનો માનવી મનોવિકૃતિની ચ૨મસીમાએ પહોંચી જઈને તે મજકૂ૨ની સ્ત્રીનું ખુન પણ કરી નાંખે છે. અત્રેનાં પ્રકારમાં મહિલાને ત્રાસ આપવો , સિતમ ગુજારવો , તેને બચકા ભરવાં , માર મારવો, સોટી / ચાબૂક મારવાં , મહિલાને ઈજા પહોંચાડવી વિગેરે જેવા પ્રકારનો સમાવેશ થાય છે અને અત્રેનાં પાશવી કૃત્યો કરવાથી તેવી વ્યક્તિને સંભોગ કરવામાં આનંદ આવે છે અને તેવી વ્યકિત આમ ન કરે તો તેને સંભોગનો આનંદ મળતો જ નથી વિકૃતિએ પણ એક પ્રકારનો કુદરત વિરુધ્ધનો સંભોગ માટેનો પ્રકા૨ છે બીજી કોઈ વ્યકિતનો સંભોગ, સ્નાન પ્રક્રિયા, કપડાં બદલતી વખતે છાની છૂપી રીતે જોવાની પ્રક્રિયા અને ''ફ્રોટેજ '' એ પણ મનોવિકૃતિનાં ભયંક૨ પ્રકારો છે અત્રેનાં પ્રકારે કોઈ વ્યકિત બીજાની સંભોગ પ્રક્રિયા ચોરી છૂપીથી જુએ છે અને આનંદ માણે છે. કોઈ મનોવિકૃતિ વ્યકિત બીજી કોઈ પુરૂષ / બાઈ વ્યકિતના ગુપ્તાંગો ઉપર છળ– કપટથી કે ચોરી છૂપીથી હાથ ફેરવે છે તે તેની ' ફ્રોટેજ ' પ્રકારની મનોવિકૃતિ છે અત્રેની બંને પ્રકારની મનોવિકૃતિની માહિતી ડૉકટર બી.આર.શર્માએ તેઓની પુસ્તીકામાં નીચે પ્રમાણેની આપેલ છે.
( ૧ ) વાર્યાયૂરીઝમ / છાનીમાની રીતે બીજાની સંભોગ ક્રિયા જોવી:- વાયો ૨ીઝમતી મજકૂરની પ્રક્રિયા એટલે કે કોઈ વિકૃત માનઅર્થે માનવી , બીજા કોઈ સ્ત્રી કે પુરૂષના સંભોગ ક્રિયા ચોરીછૂપીથી કે છાની – માની રીતે જુએ અને માનસિક આનંદ કે સંતોષ મેળવે તેને વાયોરીઝમની પ્રક્રિયા કહેવામાં આવે છે અત્રેના પ્રક૨ણેતો ઘણાખરા માણસોને, મજકૂરનો આનંદ કે સંતોષ / મનોવિકારી સંતોષ મેળવવા માટે બીજાની ઘ૨માં ચો૨ી છૂપીથી કે છાની માની રીતે ઘૂસણખોરી કરતાં પણ જોવામાં આવેલા છે અને આમ કરવાની સાથે તેની સામે કાયદેસરની કાર્યવાહી માટેનાં ભોગ બનતાં પણ જોવામાં આવેલા છે પરંતુ જયારે મજકૂર મનોવિકૃતિ માનીવ આ પ્રકારની પ્રક્રિયા જયારે પોતાના ઘરમાં બેસી ક૨તો માલૂમ પડે તો તેની સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરી શકાય નહિ. એક વસાહતની જીવનશૈલી દ૨મ્યાન એક વાંઢો માણસ ( બ્રીટીશ ડેપ્યુટી કમીશન૨ ) કે જે સંભોગ બાબતે બીજાને હરીજાતી લેવામાં ખૂબજ માહેર હતો તેણે જનાવરોના દવાખાનામાં ખાસ સૂચના આપી હતી કે જયારે કોઈ જનાવરો / ઘોડાઓ દવાખાનામાં સંભોગ કરાવવા માટે લાવવામાં આવે ત્યારે તેને બોલાવી લેવો અને તેને તે વખતે જયારે બોલાવવામાં આવે ત્યારે તે જનાવરોની સંભોગ ક્રિયાનું ખૂબ જ બારીકાઈથી નિરિક્ષણ કરતો. તે તેની એક પ્રકારની વિકૃત માનસિકતા હતી.
( ૨ ) ફ્રોટેજ / ગુપ્તાંગો સાથે ચેન ચાળા ક૨વાની પ્રક્રિયા:- અત્રેનાં પ્રકારની વિકૃત માનસિકતામાં એટલે કોઈ વ્યકિત માણસ કે મહિલા , બીજી વ્યકિત સામે જોઈને અને જાણીને , જાણનાં અને પરોક્ષ ૨ીતે પોતાના શરીરના ગુપ્તાંગો સાથે ચેન ચાળા કરીને પોતાની મનો - વિકૃતિ પ્રગટ કરે અને સામાવાળી વ્યકિતને શ૨મમાં નાખે તેવી પ્રક્રિયા અથવા તો જાહે૨માં પાર્ટીમાં , મેળામાં , બજા૨માં કે ગિર્દીવાળી કોઈ પણ જગ્યા ઉપ૨ કોઈ મહિલાનાં ગુપ્તાંગો સાથે ચેડા કરે , કે ચેન ચાળા કરે ત્યારે તેવી પ્રક્રિયાને “ ફ્રોટેજ ' નામની માનસિક પ્રક્રિયા કહેવામાં આવે છે અને આ પ્રકારનો વિકૃત માનવી આવા પ્રકા૨ની ઘટીયા હ૨કતો મોટે ભાગે ભરચક ભરેલી બસમાં , ટ્રેનમાં મુસાફરી કરતી વખતે , સિનેમાં હોલમાં ક૨તો હોવાનું જોવામાં આવેલ છે અને આમ કરીને તે વ્યકિત સ્થળ ઉ૫૨થી ભાગી જાય છે, ઘણીવા૨ તો તેવી વ્યકિતી પકડાઈ પણ જાય છે અને તેને સારી રીતે પાઠ પણ ભણાવવામાં આવે છે.
જૈમીન જોષી.