Thursday, November 12, 2020

માનવ જીવન અને મૂલ્યો (Human life and values)


  • મૂલ્ય એટલે આપણી  ભાવનાઓ માન્યતા, આદર્શો, સંસ્કાર, સંસ્કૃતિ, સમજણ અને જ્ઞાનની જળવાયેલ એકસૂત્રતા: - 


Human life and values image


   માનવજીવનમાં મૂલ્યોનું આગવું મહત્વ છે. માનવમૂલ્ય તો છે જ પરંતુ માનવ જીવનમાં ઘટિત ઘટનાઓમાં મૂલ્યનો ફાળો મોટો છે. માનવીય મૂલ્યો અને જીવનના મૂલ્યો નો પાયો શૈક્ષણિક મૂલ્યો પર આધારિત છે. શિક્ષણની મહત્વની ફિલસૂફીઓમાં જ્ઞાન તરીકે  પ્રસ્થાપિત માત્ર માહિતી અને ઉપભોગી તરીકે વસ્તુનું જ્ઞાન મેળવી શકાય. માહિતીનું વિતરણ શાબ્દિક છે, અનુભવી જ્ઞાનને  શબ્દોના સ્વરૂપમાં પ્રગટ કરીએ ત્યારે શ્રોતાને શીખ કે પ્રેરણા મળે છે પરંતુ તે અનુભવીત વ્યક્તિ એ ભોગવેલ પીડા, એકાંત, નફરત, ધૃણા અને શીખ તથા ઉત્પન્ન થયેલ લાગણીઓ શ્રોતા અનુભવી શકતો નથી. પીડાને ક્યારે શાબ્દિક રૂપમાં ઢાળી  ન શકાય. તે અનુભવવાતી જ હોય. હા... ચોક્કસ  પીડા ઉપર ચર્ચા થઈ શકે, તેનું અલગ અલગ વિભાવનાઓમાં પ્રદર્શન કરી શકાય. અનુભવને શિક્ષણના કેન્દ્ર સ્થાને મૂકી શકાય. મૂલ્યહીન જીવન અને મૂલ્યહીન શિક્ષણ મૃત શરીર સમાન છે. પૃથ્વી ઉપરથી સૂર્યને દૂર કરી દેવામાં આવે તો પૃથ્વીનું શું થાય તે જ પ્રમાણે જીવનમાંથી શૈક્ષણિક મૂલ્યોને ખસેડી દેવામાં આવે તો પરોક્ષ રીતે તેની અધોગતિ જ કહેવાય.
  
   મૂલ્યોના સ્વરુપ અને પ્રકાર વિશે શિક્ષણવિદ્ શાબ્દિક કે અક્ષરીય છણાવટ થઈ જ છે. શૈક્ષણિક ઉદ્દેશોની પ્રસ્તાવનામાં શૈક્ષણિક મૂલ્યોની અભિવ્યક્તિ છે. શિક્ષણ દ્વારા જ્ઞાનનું વિતરણ થાય છે. વયસ્ક  વ્યક્તિ પાસે અનુભવ છે... મૂલ્યસહ કે મૂલ્યવિહીન માટે તેમની પાસેથી લીધેલી જ્ઞાનની છણાવટ કરવી જરૂરી છે અને તે છણાવટ માટે બૌદ્ધિક મૂલ્યોની આવશ્યકતા છે. સમજણ હોવી, સમજવું, સમજાવી લેવું, સમજાવી દેવું, સમજવું કે સમજી જવું આ છોએ શબ્દોની વ્યાખ્યા કરવા જઈએ તો જીવનનો અડધો બોધ પ્રાપ્ત થઈ જાય. મૂલ્યોનો વિચાર કરતાં મૂલ્ય આંકવું અને અન્ય ને મૂલવવું બંને શબ્દો ના અર્થ ઘટનો અલગ છે. વૈયક્તિક આકાંક્ષા એ મૂલ્યનું સ્વતંત્ર પાસું છે અને તે આવશ્યક પણ છે. કેટલાક મુદ્દાઓને અવગણી નાખવું તે મૂર્ખામી છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે વાસ્તવિક અર્થ જુદા જુદા હોય તેનું કારણ શૈક્ષણિક મૂલ્યોનો કેળવાવું તેઓ થતો હોય છે. મનમાં ઉઠતી ઈચ્છાઓને મૂલ્યવિહીન રથમાં સવાર કરીએ તો તેનો પ્રવાસ ટૂંકો જ હોય. 

   મૂલ્યોમાં સ્વીકૃતિ છે. મૂલ્ય જીવનના હેતુઓની છણાવટ કરતાં શીખવે છે. આચાર, વિચાર, મૂલ્યાંકન,  શિક્ષણ, જ્ઞાન, સામાજિકતા, સ્વીકારતાં, મૂલ્યનિષ્ઠતા, અર્થ, અનર્થ, રુચિ, ઈચ્છાઓ, અનૈચ્છાઓ, એકસૂત્રતા, એકશબ્દતા, નિંદા, સુંદરતા, વર્તન, વાણી, વલણ, અભિમાન, હેતુ, વિચારભેદ, મનભેદ, મતભેદ, અનુભવ, અમલીકરણ, અલગીકરણ, એકવાક્યતા, પ્રત્યક્ષીકરણ, પૃથક્કરણ, પ્રવિધિઓ, પદ્ધતિઓ, પ્રવૃત્તિઓ-પ્રયુક્તિઓ, સમયબદ્ધતા, સિદ્ધાંત, નિયમ, માપદંડ, ચર્ચા, પરીક્ષણ, પ્રભાવ, મૂલ્યાંકન, આંકલન, માન્યતા, ગેરમાન્યતા, પારંગતતા વગેરે મૂલ્યને આધિન છે. માનવજીવનના સ્વયંના  મત, જ્ઞાન કે સમજણ ન હોય તો તે કોઈ પણ ઘટના, શીખ, અનુભવ કે શાબ્દિક જ્ઞાનનો અર્થઘટન કરી શકતો નથી. જ્ઞાન પ્રાપ્ત કરવાના સ્ત્રોતોના માધ્યમો અલગ અલગ હશે પરંતુ તેને સમજવા વ્યક્તિના સ્વયંમના અર્થો સાથે સાથે મૂલ્યો પણ જરૂરી છે. વ્યક્તિ જ્યારે મનોવલણને વ્યાવહારિક જ્ઞાન સાથે જોડાણ કરે તો શૈક્ષણિક મૂલ્યોની પવિત્રતા જાળવાવવી જરૂરી છે. અલગ અલગ મુદ્દાઓના અલગ અર્થ, અલગ અર્થઘટન અને તેના અનુસંધાનમાં ધર્મ-અધર્મ, સત્ય-અસત્ય, નીતિ-અનીતી, હિંસા-અહિંસા, સકર્મ-અકર્મ જેવા કાર્યો થતાં હોય છે અને તેના આધારે પાપ અને પુણ્યના મુદ્દાઓ ઊકેલતા હોય છે. કોઈ પણ કાર્યના પાયામાં વ્યક્તિના સ્વયં કેળવેલ સુવિચારીત મૂલ્યો હોવા જરૂતિ છે. કોઈને આધીન થઈને લીધેલ નિર્ણય કે કરેલ કાર્ય માનવને નિરાશામાં ધકેલી દેતું હોય છે. 
                            
                                                                                                                                  જૈમીન જોષી.       

1 comment:

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...