- માનવ પ્રકૃતિના સામાજિક પાસા શૈક્ષણિક પ્રથાને વિભિન્ન રીતે પ્રદર્શિત કરે છે.
ઈશ્વરે માનવીની અંદર વિવિધ શક્તિઓનું સંચય કર્યું છે. આધ્યાત્મિકતા તેમાંની એક છે. વ્યક્તિ ઉછેર, સ્વભાવ, કેળવણી, વાતાવરણ સંસ્કાર અને વંશાનુક્રમ વચ્ચે રહેલ ભેદ અલગ તારવી તેને સમજવો જરૂરી છે. માનવી સ્વભાવગત ક્રિયાશીલ છે. આદર્શવાદીઓ મનના કાર્યને પદાર્થમાં જુએ છે, તો કર્મવાદી ક્રિયામાં, વાસ્તવવાદીઓ શરીર સુખમાં વધુ માને છે. ઈંદ્રિયોના ભોગવિલાસ એ વ્યક્તિમાં બે રીતે ઉતરી આવે છે. એક અનુભવમાંથી અને બીજું આનુવંશિક રીતે. આનુવંશિકતા ઉપર વ્યક્તિ નિરુપાય હોય છે પરંતુ અનુભવોને વિવિધ દ્રષ્ટિથી જોઈ શકાય.
બાળક જન્મ પછી માતા પાસેથી શીખે પછી શાળા, કુટુંબ, સમાજ અને મિત્રો પાસેથી શીખે અને અંતે અનુભવથી શીખે. શીખવું એ ગુણધર્મ છે. અનુભવએ એક ક્રિયા છે. તેમાંથી દરેકે પસાર થવું જ પડે. અનુભવ દ્વારાં મેળવેલ જ્ઞાન વ્યક્તિને નિખારે છે. અબોલા પશુઓ માટે જ્ઞાનનો માર્ગ તેજ છે તે શ્રવણ જ્ઞાન કુદરતી રીતે જ અફળ હોય. મનની દોર વ્યક્તિ હસ્તગત હોવી અતિ આવશ્યક છે. મનને કેળવી શકાય, મનને પઢાવીએ તેટલું પઢે. વ્યક્તિ જ્યારે શીખવાની અવધિમાં હોય ત્યારે તેના શરીર સ્નાયુઓ ક્રિયાશીલ હોય છે. કોઈ પણ અધ્યયન પ્રત્યક્ષ રીતે અનુભવીત હોવું જોઈએ તે જ બોધ.. તે જ જ્ઞાન. આવિષ્કાર અલગ વસ્તુ છે તેના માટે ઊંડો અભ્યાસ, તર્ક અને વિશેષ જ્ઞાનની સાથે સાથે માનવી માનશિક રીતે સક્રિય હોવો જરૂરી છે.આળસ અને સ્થૂળતા વ્યક્તિઉર્જાને નષ્ઠ કરતી હોય છે.
આપણે માનવ પ્રકૃતિ અને પ્રાણી-પશુ પ્રકૃતિનો અભ્યાસ કરીએ તો મોટા ભાગની ક્રિયાઓ મળતાવડી નીકળે. પશુઓ પાસે મર્યાદિત શક્તિઓ છે જે તેમનું જીવન ટકાવી રાખવા પુરતી હોય છે. તે અનુકૂલન સાધી તેમનું અસ્તિત્વ જાળવી રાખે છે. માનવમાં અલગ અલગ પશુઓની વૃત્તિ જોવા મળતી હોય છે. વાઘ શિકાર કરી શકે, હાથી સૂંઢથી પાણી ભરી શકે, સિંહ જંગલમાં રાજ કરી શકે તો શિયાળ બુદ્ધિ ચાતુરાય વાપરી શકે, ચિત્તો ઝડપી દોડી શકે. મગર કલાકો શુદ્ધિ પાણીમાં સ્થિર અવસ્થા જાળવી શકે તો દેડકો છો મહિના સુધી જમીનમાં શ્વાસ માત્રથી જીવી શકે. દરેક પશુમાં કોઈને કોઈ ખાસ ચાતુર્ય હોય જ છે. જે પોતાની જાતને અલગ પ્રજાતિ પ્રદર્શિત કરતું હોય છે. હાથી કદાવર અને શક્તિશાળી જ હોય, વાગના નખ અને જીભ ઘાતક અને બરછટ જ હોય, જિરાફની ડોક લાંબી જ હોય, સાબરના શિંગડા વાંકા જ હોય, ગધેડા એક સ્થાને ઊભા રહી ઊંગ મેળવતા હોય, રીંછના સમગ્ર શરીરે વાળ જ હોય વગેરે વગેરે... પણ માનવમાં આ તમામ ગુણો જોવાતા હોય છે. તેને ઈશ્વરે વધુ આપ્યું છે, તે વિશેષ છે માટે પશુઓથી શ્રેષ્ઠ છે, છતાં તે દુઃખી છે. મનુષ્ય પ્રકૃતિમાં સ્વાભાવિક રીતે શક્તિઓ કોટી ક્રમે રહેલી છે. માનવ તેના અનુકૂળન માટે ઉપયોગી શક્તિનો સંચાર કરી શકે છે. તેનામાં નિર્માણ વૃત્તિ ઈશ્વર જન્મથી સાથે જ આપી છે. વ્યક્તિએ શક્તિનો ઉપયોગ કરવા કેળવાવું જોઈએ. તાલીમને અવગણી ન શકાય.
હિંસક મનોવલણ એ સમાજ માટે શ્રાપ છે. પ્રાણીઓ માટે હિંસા જરૂરી છે, પશુ માટે નથી પરંતુ માનવ માટે ચોક્કસ કહી ન શકાય. માનવ હિંસા શોખ માટે કરતો થયો છે. પ્રભાવ અને અન્ય પર હાવી થવાના ખોટા આડંબરમાં તે માનવ લક્ષણથી વિપરીત વર્તન કરે છે. હાથી સૌથી શક્તિશાળી પ્રાણી છે પરંતુ તે તેની શક્તિનું પ્રદર્શન ક્યારેય કરતો નથી. સ્વભાવે તે પ્રેમાળ અને ભોળો છે. શરીરશાસ્ત્રનું એક અલગ વિજ્ઞાન છે, તે જટિલ છે પરંતુ તેને સમજ્યા વગર પણ માનવ તેના કાર્યો પાર પાડી શકે છે. દેહ ધાર્મિક છે કે નહીં પરંતુ સ્વભાવ ધાર્મિક હોય તો દેહ ચંદન સુગંધ ફેલાવે. વૈચારિક રીતે માનવ સક્ષમતા ન કેળવી શકે પરંતુ જ્ઞાનની દિશામાં તો તે યંત્રવાદી ન જ બનવો જોઈએ. જ્ઞાનવેગો બદલી શકાય છે પરંતુ તેનાથી ભાગી શકાતું નથી. જીવ છે તો જીવન છે એવું નહીં અધ્યયન છે તો જીવન છે તેવી માનસિકતા ખીલવવી અને કેળવવી ખૂબ જ આવશ્યક છે. ફક્ત વખતો વિતાવવાથી જ્ઞાનના વાયરા ઊંચા ઉડતા નથી.
જૈમીન જોષી.
very interesting, its a real fact of human attitude, I think to travel in the mind is like a voyage in the space.
ReplyDeleteThank you..
ReplyDelete