IPC 376 બળાત્કારી ગુનેગારોનો અંતિમ અંજામ.
[ કલમ ૩૭૬ - એ ]: - ભોગ બનનારનું મૃત્યુ નિપજાવવું અથવા નિરર્થક સ્થિતિમાં રહેવાની શિક્ષા :-
જે કોઈ કલમ -૩૭૬ ની પેટાકલમ- ( ૧ ) અથવા પેટાકલમ- ( ૨ ) પૈકીની શિક્ષાને પાત્ર ગુનો કરે તેવા કાર્ય દરમ્યાન કરેલ ઈજાથી સ્ત્રીનું મૃત્યુ થાય અથવા સ્ત્રીને નિરર્થક સ્થિતિમાં રહેવું પડે તે માટેની સ્થિતિમાં સખત કેદની સજા જે વીસ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદની શિક્ષા જેનો અર્થ વ્યક્તિની બાકીની કુદરતી જિંદગી સુધીની અથવા મૃત્યુદંડની થશે
સજા - :સખત કેદ ૨૦ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદ જેનો અર્થ વ્યક્તિની કુદરતી બાકી જિંદગીના વર્ષો સુધીની કેદ અથવા મૃત્યુદંડ - પોલિસ અધિકારનો - બિનજામીનપાત્ર - સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર.
[ કલમ ૩૭૬ - એબી ]: - ૧૨ વર્ષથી નીચેની ઉંમરની સ્ત્રી ઉપર કરેલ બળાત્કાર માટે સજા :
જો કોઈ ૧૨ વર્ષથી નીચેની ઉંમરની સ્ત્રી ઉપર બળાત્કાર કરે તો તેને ૨૦ વર્ષથી ઓછી નહીં તેટલી સખત કેદની સજા કરવામાં આવશે , જે સજા આજીવન કારાવાસ સુધી વિસ્તારી શકાશે . આજીવન કારાવાસનો અર્થ વ્યક્તિના મૃત્યુપર્યત સુધીની સજા થશે અને દંડને પાત્ર અથવા મૃત્યુપર્યંતની સજાને પાત્ર થશે. જોગવાઈ કરવામાં આવે છે કે આવો દંડ ભોગ બનનારની તબીબી સહાય અને પુનરુત્થાન મેળવવા માટે ન્યાયી અને વ્યાજબી રહેશે . વધુમાં જોગવાઈ કરવામાં આવે છે કે આ કલમ હેઠળ કરાયેલ કોઈ દંડ ભોગ બનનારને ચૂકવવામાં આવશે.
સજા-: જેને ૨૦ વર્ષથી ઓછી નહીં તેવી સખત કેદની સજા પરંતુ તે દંડ સાથે આજીવન કેદ સુષી થઈ શકશે જેનો અર્થ વ્યક્તિની બાકી રહેલ કુદરતી જીવન સુધી થશે અથવા દેહાંત દંડ સાથે પોલીસ અધિકારનો - બિન - જામીની - સેશન્સ કોર્ટ .
[ કલમ ૩૭૬ - બી ]: - જુદા રહેવાના સમય દરમ્યાન પતિએ પત્ની સાથે કરેલ જાતીય સંભોગ .
જો કોઈ તેની પોતાની પત્ની જે જુદા રહેવાના હુકમનામા અનુસાર કે અન્ય કોઈ રીતે જુદા રહેતી હોય તેની સાથે તેન્નીની સંમતિ વિના જાતીય સમાગમ કરે તેને વિલ મધની ૬ બે વર્ષ કરતાં ઓછી નહીં પરંતુ સાત વર્ષ સુધીની કેદની શિક્ષા અને દંડને પાત્ર થશે . ]
સ્પષ્ટીકરણ : - આ કલમમાં “ જાતીય સંભોગ ” એટલે કે , કલમ -375ની પેટાકલમ ( એ ) થી ( ડી ) પૈકીનું કોઈ પણ કૃત્ય .
સજા - :બે વર્ષથી ઓછી નહીં પરંતુ ૭ વર્ષ સુધીની શિક્ષા અને દેઢ- પોલીસ અધિકારનો ( પરંતુ ભોગ બનનારની ફરીયાદ પરથી માત્ર ) -જામીન - સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર . "
[ કલમ - ૩૭૬ ] - સીઃ- સત્તામાં હોય તેવા વ્યકિતએ કરેલ જાતીય સમાગમ .
( એ ) સત્તાની સ્થિતિમાં અથવા જે કોઈ વ્યક્તિ કે , જે વિશ્વાસજન્ય સ્થિતમાં હોય , અથવા
( બી ) જાહેર સેવક , અથવા
( સી ) જેલ , રીમાન્ડ હોમ અથવા તત્કાલીન અસરમાં હોય તેવા કાયદા નીચે સ્થપાયેલ સંભાળ રાખવા માટેનું સ્થળ અથવા સ્ત્રીઓ અને બાળકો માટેની સંસ્થાના મેનેજર અથવા અધિક્ષક , અથવા
( ડી ) દવાખાનાના વહીવટમાં હોય અથવા દવાખાનાના કર્મચારી હોય અથવા વિશ્વાસજન્ય સંબધનો દુરૂપયોગ કરી કોઈપણ સ્ત્રી તેના તાબામાં અથવા તેને સોંપાયેલ હોય અથવા જગ્યામાં માજર હોય તેની સાથે જાતીય સમાગમ કરવા લલચાવે અથવા ભ્રષ્ટ કરે જે જાતીય સમાગમ બળાત્કારનો ગુનો ગણાતો ન હોય તેમાં વર્ણન કર્યા મુજબની પાંચ વર્ષથી ઓછી નહીં પરંતુ દસ વર્ષ સુધીની સખત કેદની શિક્ષા અને દંડને પાત્ર થશે.
સ્પષ્ટીકરણ -૧ : - આ કલમ અનુસાર “ જાતીય સમાગમ ' ' માં કલમ -૩૭૫ ની પેટા કલમ ( એ ) થી ( ડી ) માં દશવિલ કોઈપણ કૃત્ય
સ્પષ્ટીકરણ - ર : - આ કલમના હેતુ માટે કલમ -૩૭૫ નો ખુલાસો -૧ પત્ર લાગુ પડશે .
સ્પષ્ટીકરણ -3: - “ અધિક્ષક " જેલ , રીમાન્ડ હોમ અથવા સ્ત્રીઓ અને બાળકો માટેની સંસ્થા અથવા અન્ય સંભાળ માટેનું સ્થાનના સંબંધમાં જે કોઈ વ્યકિત આવી જેલ , રીમાન્ડ હોમ, સ્થાન અથવા સંસ્થામાં હોદાની રૂએ આવી વ્યકિત તેમાં રહેનાર ઉપર સત્તા કે અંકુશ વાપરી શકતી હોય તેનો સમાવેશ થાય છે .
સ્પષ્ટીકરણ -૪ : - શબ્દો ‘ હોસ્પિટલ ’ અને ‘ સ્ત્રીઓ તથા બાળકોની સંસ્થા'નો અનુક્રમે અર્થ કલમ -૩૭૬ ની પેટા કલમ- ( ૨ ) ના ખુલાસામાં દર્શાવ્યા પ્રમાણેનો ગણાશે . ]
સજા-:સખત કેદની શિક્ષા પ વર્ષથીઓછી નહીં પરંતુ ૧૦ વર્ષ સુધીની અને દંડ - પોલીસ અધિકારનો બિનજામીન સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર , '
[ કલમ ૩૭૬ - ડી - : - સામૂહિક બળાત્કાર :
જયાં એક અથવા વધુ વ્યક્તિઓના બનેલા સમૂહ દ્વારા સામાન્ય ઈરાદો પાર પાડવાની મદદગારીમાં સ્ત્રી પર બળાત્કાર કરવામાં આવે તે વ્યકિતઓ પૈકીના દરેકે બળાત્કાર કર્યો હોવાનું ગણાશે . અને તેઓ વીસ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન સખત કેદ જેનો અર્થ તે વ્યકિતની કુદરતી બાકી જીંદગી સુધીની કેદ અને દંડને પાત્ર થશે .
પરંતુ આવો દંડ ભોગ બનનારની સારવાર અને પુનર્વસન માટે જરૂરી હોય તેટલો વ્યાજબી અને યોગ્ય હશે.
પરંતુ વધુમાં આ કલમ નીચે કરવામાં આવેલ દંડ ભોગ બનનારને ચુકવવામાં આવશે . ]
સજા - :સખત કેદની શિક્ષા ૨૦ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદ જેનો અર્થ વ્યક્તિની બાકીની કુદરતી જિંદગી સુપી કેદ અને દેડ જે ભોગ બનનારને આપવો - પોલિસ અધિકારનો બિન જમીન - સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર , '
[કલમ ૩૭૬ - ડીએ ]:- ૧૬ વર્ષથી નીચેની ઉંમરની સ્ત્રી ઉપર સામૂહિક બળાત્કાર કરવા માટે સજા :
જે કોઈ એક અથવા વધુ વ્યક્તિઓ એક સમૂહમાં ભેગા થઈને કે સામાન્ય ઈરાદાને પ્રોત્સાહન આપવામાં કાર્ય કરતા ૧૬ વર્ષથી ઓછી વયની સ્ત્રી ઉપર બળાત્કાર ગુજરે તો તે વ્યક્તિઓને દરેકના વિશે એવું માનવામાં આવશે કે તેણે બળાત્કારનો ગુનો કર્યો છે અને જેને આજીવન કારાવાસની જૈનો મતલબ તે વ્યક્તિની બાકી રહેલ કુદરતી જિંદગીની જેલની સજા દંડ સાથે કરવામાં આવશે .
જોગવાઈ કરવામાં આવે છે કે આવો દંડ ભોગ બનનારની તબીબી સહાય મેળવવા અને પુનરુત્થાન મેળવવા માટે ન્યાયી અને વ્યાજબી રહેશે .
વધુમાં જોગવાઈ કરવામાં આવે છે કે આ કલમ હેઠળ કરવામાં આવેલ દંડની રકમ ભોગ બનનારને ચૂકવવામાં આવશે . ]
સજા-: આજીવન કેદની સખ્ત સજા થશે . આજીવન કારાવાસનો અર્થ વ્યક્તિના કુદરતી મૃત્યુપર્યત સુધિનો થશે અને દંડને પાત્ર ઠરશે . - પોલીસ અધિકારનો - બિન - જામીની સેશન કોર્ટ.
[ કલમ ૩૭૬ - ડીબી ] – ૧૨ વર્ષથી નીચેની ઉમરની સ્ત્રી ઉપર સામૂહિક બળાત્કાર કરવા માટેની શિક્ષા : જે કોઈ એક અથવા વધુ વ્યક્તિઓ એક સમૂહમાં ભેગા થઈને કે સામાન્ય ઈરાદાને પ્રોત્સામાન આપવામાં કાર્ય કરતા ૧૨ વર્ષથી ઓછી વયની સ્ત્રી ઉપર બળાત્કાર ગુજારે તો તે વ્યક્તિોને દરેકના વિશે એવું માનવામાં આવશે કે તેણે બળાત્કારનો ગુનો કર્યો છે અને જેને આજીવન કારાવાસની જેનો મતલબ તે વ્યક્તિની બાકી રહેલ કુદરતી જિંદગીની જેલની સજ દંડ સાથે અથવા ફાંસી સાથે થશે .
જોગવાઈ કરવામાં આવે છે કે આવો દંડ ભોગ બનનારની તબીબી સહાય મેળવવા અને પુનરુત્થાન મેળવવા માટે ન્યાયી અને વ્યાજબી રહેશે .
વધુમાં જોગવાઈ કરવામાં આવે છે કે આ કલમ હેઠળ કરવામાં આવેલ દંડની રકમ ભોગ બનનારને ચુકવવામાં આવશે . ].
સજા-: આજીવન કેદની સખ્ત સજા થશે , આજીવન કારાવાસનો અર્થ વ્યક્તિના કુદરતી મૃત્યુપર્યંત સુધીનો થશે અને દંડને પાત્ર ઠરશે અથવા મૃત્યુ દંડ - પોલીસ અધિકારનો બિનજામીની - સેશન્સ કોર્ટ.
[ કલમ ૩૭૬ - ઈ ] :- વારંવાર ગુના કરનારાઓ માટેની શિક્ષા :
જે કોઈને ક્લમ -૩૭૬ અથવા કલમ -૩૭૬ ( એ ) અથવા ' ક્લિમ -૩૭૬ ( એબી ) અથવા કલમ ૩૭૬ ( ડી ) અથવા કલમ -૩૭૬ ( ડીએ ) અથવા કલમ -૩૭૬ ( ડીબી ) ] હેઠળના શિક્ષાપાત્ર ગુનામાં પહેલા ગુનેગાર ઠરાવેલ છે અને ત્યાર પછી આમાંની કોઈ પણ કલમો હેઠળના શિક્ષાપાત્ર ગુનામાં ગુનેગાર ઠરે તો તે આજીવન કેદની શિક્ષાને પાત્ર ઠરશે , જેનો મતલબ વ્યક્તિની બાકી રહેલ કુદરતી જિંદગી સુધીની કેદ થશે અથવા દેહાંત દંડ થશે . ]
સજા -: આજીવન કેદની શિક્ષા જેનો અર્થ વ્યક્તિની કુદરતી જિંદગીનો બાકીનો સમય અથવા મૃત્યુ દંડ - પોલિસ અધિકારનો - બિન - જામીન - સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર.
[કલમ ૩૭૭]:- સૃષ્ટિકમ વિરુદ્ધના ગુના -:
જે કોઈ વ્યક્તિ , કોઈ પુરુષ , સ્ત્રી કે પશુ સાથે સૃષ્ટિક્રમ વિરુદ્ધ સ્વેચ્છાપૂર્વક શરીર સંભોગ કરે તેને આજીવન કેદની અથવા દસ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
સ્પષ્ટીકરણ : - આ કલમમાં વર્ણવેલો ગુનો બનવા માટે જે શરીર સંભોગ થવો જોઈએ તે માટે લીંગ પ્રવેશ થવો એ પુરતું છે.
સજા -: જન્મટીપ અથવા ૧૦ વર્ષ સુધીની કેદ અને દેડ - પોલિસ અધિકારનો - બિન - જામીની - પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ - બિન - સમાધાન લાયક.
જૈમીન જોષી.
No comments:
Post a Comment