આજથી લગભગ 500 થી 600 વર્ષ પહેલાં ઇ.સ. 1398 માં રૈદાસનો જન્મ થયા નો ઉલ્લેખ મળે છે. એક ચમાર કામ કરનાર કુટુંબમાં જન્મેલ બાળક જે બાળપણથી પ્રભુ ભજન અને ભક્તિમાં ગરક રહેતો. રૈદાસનો જન્મ કાશીમાં થયો હતો અને કાશીમાં સાધુ સંગત ન મળે તે તો અશક્ય છે, જેથી તેમણે સાધુ સંતોનો સંગ મળ્યો પરંતુ તે સમયે લોકો જ્ઞાતિવાદ જેવી પ્રથાઓથી પ્રભાવિત હતા પરિણામે રૈદાસ ચમાર કામ કરતો હોવાથી તેમને કોઈ શિષ્ય તરીકે સ્વીકૃત કરવા તૈયાર ન હતું જેથી તેમણે કોઈ ગુરુ મળતા ન હતી. તદુપરાંત ગુરુનું સ્થાન ઈશ્વરથી પણ ઊચું માનવામાં આવતું હતું અને યોગ્ય ગુરુ મળે તો જીવન તરી જાય પરંતુ તે તેટલું સરળ ન હતું.
તે સમયે ગુરુ રામાનંદ થઈ ગયા જે સંત કબિરનાં ગુરુ પણ હતાં તેમણે રૈદાસને શિષ્ય તરીકે સ્વીકાર કર્યો. ઈતિહાસમાં સંત કબીરનું નામ ખૂબ ઊંચા સ્થાને છે. સંત કબીરના દોહા આજે પણ લોકો દ્વારાં કંઠસ્થ સાંભળવા માળતા હોય છે. રૈદાસજી પોતાના ઘરમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા પણ રાખતા હતા. જોડા સીવતાં સીવતાં, ચામડા પર યંકા લેતાં લેતાં તેઓ ભજન ગાતા ત્યારે તેમની આંખોમાંથી આંસુની ધાર વહી જતી. તે પ્રભુ ભક્તિમાં એટલા લીન રહેતા હતાં કે તેમણે આશપાશનું કોઈ ભાન ન રહેતું. તે સતત ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતાં રહેતાં હતાં. રૈદાસજીનું નામ લોકોમાં વિષ્ણુ ભક્ત તરીકે પ્રચલિત થતું જતું હતું અને કાશીમાં તેમનાં નામનો ડંકો વાગવા લાગ્યો, ઈર્ષાવશ બ્રાહ્મણો તેમના ઉપર બળવા લાગ્યા. તેમણે કાશીના રાજાને ફરિયાદ કરી કે અસ્પૃશ્ય ચમાર થઈને રૈદાસ ઘરમાં ભગવાનની મૂર્તિ રાખે છે ને એની પૂજા પ્રાર્થના કરે છે તે અનર્થ છે. રાજા જો આ અનર્થ નહિ અટકાવે તો એનું પાપ રાજાને લાગશે !
રાજાએ રૈદાસને બોલાવી આજ્ઞા કરી કે તારું ઘર કંઈ મંદિર નથી, માટે તારા ઘરમાંથી ઈશ્વરની મૂર્તિ કાઢી નાખ અને બ્રાહ્મણોને આપી દે ! બ્રાહ્મણો એની પૂજા કરશે ! '
રૈદાસે કહ્યું : “ મને એનો વાંધો નથી , બ્રાહ્મણો લઈ જાય એ મૂર્તિ ! આ મૂકી અહીં ! 'તેમ કહી એણે ભગવાનની મૂર્તિ એક આસન પર મૂકી. પછી બ્રાહ્મણોને કહ્યું : ‘ આપ સૌ તો ભગવાનના વહાલા ભક્તો છો; ભગવાનને એક પુકાર કરશો તો તરત મૂર્તિ તમારી પાસે દોડી આવશે , ને તમારા ખોળામાં બિરાજશે ! માટે ભગવાનને પોકારવા માંડો.
આ સાંભળી બ્રાહ્મણો એક બીજા સામે જોવા લાગ્યા
પરંતુ પીછે હઠ કરે તેવું પોસાય તેમ ન હતું માટે બ્રાહ્મણોએ વૈદઘોષ આરંભ્યો. ઉપરા ઉપરી મંત્રો બોલાવા માંડયા. એક થાકે એટલે
બીજો બોલે , બીજો થાકે એટલે
ત્રીજો ! આમ કેટલોય વખત ગયો , પણ મૂર્તિ ત્યાંની ત્યાં રહી. જરા પણ ખસી નહીં તે
જોઈ રાજાએ કહ્યું : ' હવે રૈદાસનો વારો !
રૈદાસે કહ્યું : ‘ મને ક્યાં વેદમંત્ર આવડે છે ? ભક્તિમાંયે હું જાણું ? જેવું તેવું...
પ્રભુજી , ચંચલ હૈ મતિ મેરી , કૈસે ભગતિ કરું મેં તેરી ?
તૂ મોહિં દેખૈ , હોં તોહિ દેખું , પ્રીતિ પરસ્પર હોઈ ,
તૂ મોહિં દેખૈ , તોહિં ન દેખું , યહ મતિ સબ બુધિ ખોઈ
!
મૈં તેં તોરિ મોરિ અસમઝિ સોં કેસે કરિ નિસ્તારા?
કહ રૈદાસ કૃષ્ણ
કરુણામય જૈ જૈ જગત - અધારા !
જૈ જૈ જગત - અધારા
! જૈ જૈ જગત - અધારા !
ક્રિષ્ના, કરીમ, રામ, હરિ, રાઘવ, જબ લગ એક પેખા,
વેદ કતેબ, કુરાન, પુરાન, સહજ એક નહીં સો દેખા,
ચાર વેદના કરે ખંડોટી, જન રૈદાસ કરે દંડૌતી..!!
ખૂબ પ્રખ્યાત માં એક,
પ્રભુજી , તુમ ચંદન , હમ પાની ,
જાકી અંગ અંગ બાસ સમાની !
પ્રભુજી, તુમ દીપક, હમ બાતી,
જાકી જોતિ બરૈ દિન રાતી !
પ્રભુજી , તુમ સ્વામી , હમ દાસા ,
ઐસી ભગતિ કરે રૈદાસા !
તેમના જીવનની નાની ઘટનાઓ સમય અને વચનનું પાલન કરવા સંબંધિત તેમના ગુણોને પ્રગટ કરે છે. એકવાર, કોઈ ઉત્સવ પ્રસંગે, પડોશના લોકો ગંગા-સ્નાન માટે જતા હતા. જ્યારે રૈદાસના એક શિષ્યે તેમને પણ ચાલવાની વિનંતી કરી, ત્યારે તેણે કહ્યું, મારે ગંગામાં સ્નાન કરવા જવું જોઈએ.? જ્યારે તન ગંગા સ્નાન કરવા જાય છે, મન અહીં રહે તો પુણ્ય કેવી રીતે પ્રાપ્ત થાય ? અંત:કરણ દ્વારા મન જે કંઇ કરવા તૈયાર છે તે કરવાનું સલાહ આપવામાં આવે છે. જો મન બરાબર છે તો તે કહુતાના જળમાં જ ગંગાસ્નાનનો ગુણ પ્રાપ્ત કરી શકે છે.
મીરાબાઈએ રૈદાસને પોતાના ગુરુ કર્યા હતા. એમનાં ઘણાં ભજનોમાં ગુરુ તરીકે રૈદાસનો ઉલ્લેખ જોવામાં આવે છે. જેમ કે –
મીરાં સદ્દગુરુ
દેવકી કરે વંદના ખાસ ,
ચિત્ત ચેતન આતમ
કહ્યા ધન્ય ભગત રૈદાસ !
તેમણે ઉચ્ચ કક્ષાની ભાવના અને ધર્મનિષ્ઠાના નામે થયેલા વિવાદને અવ્યવસ્થિત અને અર્થહીન ગણાવ્યો અને દરેકને પ્રેમાળ રીતે સાથે રહેવા માટે ઉપદેશ આપ્યો.
જૈમીન જોષી.
No comments:
Post a Comment