- કોઈ પણ ગુનેહગારની પાછળ પ્રેરણાદાઈ તરીકે કોઈ ચહેરો ચોક્કસ હોય છે, પછી તે ભલે આડકતરી રીતે કેમ ન હોય.
ભારતવર્ષમાં 2018
માં દર 15 મિનિટમાં એક બળાત્કારની ઘટના નોંધાઈ છે અને 2019 માં દર 16 મિનિટએ એક
વ્યક્તિ બળાત્કારનો ભોગ બને છે. બળાત્કારનો ભોગ બનનારની ઉંમરનો ચોક્કસ ઉલ્લેખ એટલા
માટે નથી કરી શકાતો કારણ કે તેના માટે યોગ્ય શબ્દ શું વાપરી શકાય તે કોઈના સમજણમાં
નથી આવતું. કોર્ટ માટે તે એક પીડિતા, વકીલ માટે ક્લાયન્ટ, સરકાર
માટે જનતા, નેતા માટે મુદ્દો, પોલિસ
માટે ફાઈલો, અધિકારીઓ માટે બોજો, સમાજ
માટે બેઆબરૂ સ્ત્રી અને પરિવાર માટે લાંછન. કોર્ટને તેમાં કામ જોવાય છે,તો વકીલને
પૈસા કમાવવાનો સ્ત્રોત. સરકાર માટે આંકડો તો નેતાઓને વોટબૅંક,
પોલિસ માટે ફાઈલોનું વધતું નામ તો અધિકારીઓને પોતાના જીલ્લામાં થયેલ દુષ્કર્મનો બોજ. સમાજને ઉદાહરણ સ્થાપવા વ્યક્તિ અને પરિવારને તેમાં જન્મ
આપવા માટે થયેલ પસ્તાવો, જે જીવનભર મને કમને જીવનનો એક ભાગ
તરીકે સ્વીકૃત કરવાનો છે. કોણ હોય છે આ પીડિતા ..? ક્યાંથી
આવે છે આવા લોકો..? લાંછન તરીકે જોવાતી આ સ્ત્રીઓને જન્મ કોણ
આપે છે..? તેના માટે જવાબદાર કોણ હોય છે..?
કેવી રીતે ઓળખીએ તેમને ? 5,6 વર્ષની આંગણમાં રમવાની
માંડ છૂટ મળી હોય તેવી બાળકી કે તરુણાવસ્થામાં માંડ પ્રવેશેલ દીકરી. હજૂતો માંડ નવી મળેલ સ્કૂટીનો હૈયામાં હરખ પણ ન સમાયો હોય તેવી
વિધાર્થીની કે હજૂતો હાથની મેહંદી પણ ન ઉતરી હોય તેવી પરિણીતા. પ્રથમ પ્રેમના બે
પળ વિષે પણ જેને સહજ જ્ઞાન ના હોય તેવી છોકરી કે માંડ ઘરસંસાર ચલાવતા શીખી હોય
તેવી સ્ત્રી. કોઈના પ્રેમમાં પત્ની બનવાનું સપનું જોતી પ્રેમિકા કે રસોડામાં
પરિવારને ગમતું ભોજન બનાવતી વહુ. બે સંતાનનો ઉછેર કરતી માતા કે પરિવારના પોષણ માટે
સંઘર્ષ કરતી યુવતી. શું કહીશું આ નારી જાતને..?
ભીડમાં ચાલતા
માણસને પોતાનામાં રહેલ પશુને સંતાડીને રાખવું પડે છે,
પરંતુ જ્યારે જ્યારે તેને બહાર નિકલવાનો
અવસર મળે ત્યારે તે ભૂખ્યા કુતરાઓની જેમ મોઢું ફાડીને સુફેડો નાખે છે. કોઈ પણ
બળાત્કાર માટે હલકી માનસિકતા કે વિકૃતિઓ જવાબદાર છે. તેને સમજવા મનોવિજ્ઞાનનો પણ
સમાવેશ થાય છે અને સમાજ દ્વારા કરાયેલ કાર્યો કે વારસામાં મળેલ સંસ્કાર કે આસપાસનું
વાતાવરણ. બળાત્કારીત વ્યક્તિ ચોક્કસ ગુનેહગાર જ હોય અને દરેક ગુનેહગારની જેમ તેની
પણ કહાની હોય. આવી હલકી માનશીકતા ઉત્પન થવાના સ્રોત વિષે થોડીક માહિતી મેળવીએ.
- બળાત્કાર થવાના કારણો:(
Causes of Rape)
1)બાળપણનું
વાતાવરણ: બાળકના જન્મ પછી તેનો કરેલ ઉછેર વધુ જવાબદાર હોય છે તેની પ્રગતિ અને
દુર્ગતિ માટે. 20 થી 25 ટકા બાળકો ચાઇલ્ડ
અબ્યુસના શિકાર થતાં હોય છે. જે મોટા થઈને
બીજા લોકોને મોલેસ્ટ કરવાની શરૂઆત કરી દેતા હોય છે, તદુપરાંત જે બાળકને ઇમોશનલી સપોર્ટ કરવા વાળું કોઈ ન હોય તથા પોતાની
ફેમિલીમા થતાં વાઇલન્સને જોઈને તે પણ વાઈલન્ટ બની જતાં હોય છે જે તેમણે રેપિસ્ટ
બનાવી શકે છે.
2)જાતીય સંતોષ: આ પ્રકારના વ્યક્તિઓને પોતાની કામેચ્છા ઉપર
નિયંત્રણ નથી હોતું. કોઈ પણ સુંદર યુવતીને જોતાની સાથે તેઓ પોતાની ઇન્દ્રિયો ઉપરથી કાબૂ
ગુમાવી બેસે છે અને પોતાના આવા આવેગોને સંતોષવા તે બળાત્કાર કરે છે.
3) સંસ્કૃતિ : કેટલીક સંસ્કૃતિ એવી હોય છે જે મહિલાઓનું
સન્માન કરવાના પક્ષમાં નથી હોતી તથા તેમની રહેણી કહેણી અને સ્વતંત્ર વિચારું વાળું
જીવન જીવવા પર પ્રતિબંધ લાદે છે. આવા મુદ્દાઓમાં મહિલાઓએ કેવા કપડાં પહેરવા, ક્યાં જવું ના જવું, ઘરની બહાર જવુ કે નહીં તથા અભ્યાસ
કરવો કે નહીં, કોઈ ચોક્કસ પ્રકારનું વર્તન કરવું અને પોશાક
પહેરવો જેવી મર્યાદાઓ લાદી દેવામાં આવે છે અને જો તે પ્રકારે તેમનું વર્તનના હોય
તો સજા કરવામાં આવે છે જેમાં બળાત્કાર પણ છે. અમુક જગ્યા એવી પણ છે જ્યાં મહિલાઓને
સજા આપવા સામૂહિક દુષ્કર્મ કરવામાં આવે છે. 2013માં નિર્ભયા હત્યા અને બળાત્કારના
એક આરોપી એ કહ્યું હતુ કે તે સારા ઘરની છોકરી હોત તો મોડી રાત્રે કોઈ છોકરા સાથે
બહારના ફરતી હોત. તેનું આવું વલણ જોઈને અમને ગુસ્સો આવ્યો અને અમને જે કર્યું
તેનો કોઈ અફસોસ નથી.
4) ડ્રગ્સ અને આલ્કોહોલ : વધારે પડતાં મદાર્ક દ્રવ્યોનું સેવન
કરવાથી વ્યક્તિ ભાન ભુલાવી બેસે છે અને પોતાના આવેગોને શાંત કરવા બળાત્કાર કરે છે.
આમાં માત્ર જાતીય આવેગ એકલો નથી હોતો પરંતુ રોજબરોજના કંટાળા ભરેલા જીવનના ગુસ્સાઓ, ચિંતાન, ધૃણા વગેરે પણ જવાબદાર હોય છે. છોકરીઓ જ્યારે મદાર્ક તથા આવા કોઈ
ડ્રગ્સનું સેવન કરે છે ત્યારે તેમનો ફાયદો ઉઠાવવામાં આવે છે અને તેમના પર બળાત્કાર
કરવામાં આવે છે. આવા કિસ્સામાં છોકરીને બળાત્કારનો ભોગ બન્યાનો એહસાસ મોડો થાય છે
અને ઘણી વખત વ્યક્તિનો ચહેરો પણ યાદ નથી હોતો. દેશમાં ડ્રગ્સ લેવો કાયદાકીય રીતે ગુનો
હોવાથી પીડિતા કોઈ કાર્યવાહી કરતી નથી અને પરિણામે આવા કેટલાયે કિસ્સાઓ બેહોશીમાં
ઘટિત થતાં હોય છે જેના આંકડા બહાર આવતા નથી.આમાં માત્ર બળાત્કાર એકલું નથી પણ હિંસા પણ અને એક અલગ પ્રકારની વિકૃતિઓ જોવા મળે છે. કેટલાક પતિઓ તો પોતાની પત્ની સાથે જ આવું વર્તન કરે છે જે ચોક્કસ પ્રકારે અયોગ્ય છે પરંતુ સ્ત્રીઓ અંદરો અંદર સહન કરતી હોય છે.
5)ગુસ્સો : આવા કિસ્સામાં કોઈ વ્યક્તિને કોઈ મુદ્દે પીડિતા
સાથે થયેલ ઝગડો કે મતભેદ જવાબદાર હોય છે. જેમાં તેની સાથે બદલો લેવાની ભાવના અને
સેલ્ફ ઇગોના સેટિસફેક્સન માટે બળાત્કાર કરવામાં આવે છે અને તેની હત્યા પણ કરવામાં
આવે છે.આવા લોકો ઝનૂની અને અત્યંત ગુસ્સાથી ભરેલા અને આક્રમક હોય છે.
6)ગરીબાઈ : આવા કિસ્સાઓમાં મહિલા તથા પુરુષો કઠિન પરિસ્થિઓનો
સામનો કરતાં હોય છે. જેમાં બંને ગરીબી રેખા હેઠળ જીવતા હોવાથી એક બીજા કરતાં વધુ
પૈસા કમાવામાં અને બીજાને નીચું દેખાડવાનાં ઈરાદાઓમા ગુસ્સો ઉત્પન થાય છે અને
બળાત્કાર થાય છે.
7) કૌટુંબિક ગૌરવ : કેટલાક પરિવાર મહિલાઓ પર હાવી થવા અને
આક્રમક વલણ ધરાવનારને ગૌરવ માને છે.જેમા ઝગડા, હત્યા, ચોરી, મર્ડર કરનારને પુરુષત્વ માને
છે અને તેને પરિવાર સમાજ અને કુટુંબનું ગૌરવ માને છે.કેટલાક સમાજમાં તો જો કોઈ પુરુષ આવા કોઈ ગુનામાં સંડોવાયો ના હોય અથવા જેલમાં ન ગયો કોઈ તો તેવા પુરુષને કોઈ પોતાની દીકરી પણ નથી પરણાવતું, જે એક પ્રકારનું અજ્ઞાન જ છે. પહેલાના જમાનમાં રાજાઓ પોતાના
બળથી સ્ત્રીઓનું હરણ કરતાં અને રાણીઓ બનાવતા તથા સ્ત્રીઓ પણ વધુ બળશાળી પુરુષ સાથે
લગ્ન કરવાનું ગૌરવ અનુભવતી.
8)યુદ્ધ : ઘણા સમય પહેલા ડાકુઓ ગામને લૂટવા આવતા અને સ્ત્રીઓનુ
બળજબરી પૂર્વક હરણ કરતાં. એક રાજા જો યુદ્ધમાં અન્ય રાજાને હરાવે તો તેમના પ્રદેશની
મિલકતને લૂટી લેતા અને તેમની સ્ત્રીઓનો બળાત્કાર કરતાં. જ્યારે બે દેશ વચ્ચે યુદ્ધ
થાય છે ત્યારે સૈનિક જેતે જગ્યાની યુવતીઓનો બળાત્કાર કરે છે જેથી તેમનો ડર બની રહે.
કાશ્મીરમાં આવાં કિસ્સાઓ ખૂબ જોવા મળ્યા હતા જ્યાં કાશ્મીરી પંડિતો અને તેમની મહિલાઓ
પર બળાત્કાર કરવામાં આવતા હતા અને તે લગભગ નિત્યક્રમ બની ગયો હતો.
9)શરણાર્થી : યુદ્ધ વખતે અથવા કપરી પરિસ્થિતિમાં લોકો સ્થળાંતર
કરે છે. અન્ય શહેર કે દેશ જતાં હોય છે. તેવા કપરા સમયે કાયદો લગભગ મૃત્યુ પામ્યો હોય
છે અને તે સમયે જેતે શહેર કે દેશના લોકો બહારથી આવેલા અને વસવાટ કરતાં લોકોની મજબૂરીનો
ફાયદો ઉઠાવી બળાત્કાર કરતાં હોય છે.
10)લૈંગિક ઉધ્યોગ : આજના સમયમાં ઇન્ટરનેટના વધતાં જતાં ઉપયોગમાં વિવિધ
વેબ સાઈડ દ્વારા દેહ વ્યાપાર કરતી મહિલાઓને વધુ મહત્વ આપવામાં આવે છે. અલગ અલગ વિકૃતિઓ
ધરાવતી અશ્લીલ વિડિયો બનાવી તેનો વ્યાપાર કરવામાં આવે છે. સમાજમાં સ્વીકૃત નથી તેવા
અને જે સમ્માનીય સબંધો છે તેને પણ ખૂબ ખરાબ રીતે બતાવવામાં આવે છે, પરિણામે
વ્યક્તિની અંદર હલકી માનસિકતા અને વિકૃતિઓ ઉત્પન થાય છે. કામ
સૂત્રમા પણ ઉલ્લેખના હોય તેવા ચિત્ર વિચિત્ર આસનોનું પ્રદર્શન કરવામાં આવે છે અને આ
સમાજને દૂષિત કરે છે, પરિણામે વ્યક્તિ આવાં પ્રયોગો કરવા માટે પ્રેરાય
છે અને બળાત્કાર જેવા ગુનાઓ થાય છે.
11) નબળી પરિસ્થિતિઓ : માનવને પોતાનું ગુજરાન
ચલાવવા માટે કેટકેટલા સંઘર્ષો કરવા પડતાં હોય છે. શેહરોના શહેરો બદલવા પડતાં હોય છે
તેવી પરિસ્થિતિમાં વ્યક્તિની જરૂરિયાતોનો સોદો કરવામાં આવે છે અને તેનો લાભ લઈ બળાત્કાર
કરવામાં આવે છે.
11) માનસિક અસ્વસ્થતા : કેટલાક કિસ્સામાં માણસ માનસિક રીતે અસ્વસ્થ હોય છે અને તે પોતાના વૈચારિક આવેગોને કાબુમાં રાખી શકતો નથી, અલબત્ત માનસિક બીમારી ઉત્પન થવાના ઘણા કારણો છે અને તેનું આખું એક અલગ વિજ્ઞાન છે અને તેમાંથી અમુક કારણ તો ઉપર જણાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે વ્યક્તિ જોવામાં સ્વથ્ય હોય છે, પરંતુ તે સમય આવે આ પ્રકારના કૃત્યો કરતાં ખચકાતો નથી.
12) ધાર્મિક અજ્ઞાનતા : ક્યારેક જીવનની કપરી પરિસ્થિતિથી થાકી હારીને વ્યક્તિ કાળા જાદુ, મંત્ર તંત્ર, વશીકરણ જેવી ક્રિયાઓનો સહારો લેતાં છે. આવા સમય એ ધર્મ અને દેહશુદ્ધિનાં નામ પર શારીરિક સંબંધ બાંધવામાં આવતો હોય છે. શરમની વાત તો તે હોય છે કે આવું અયોગ્ય અને અવૈચારિક પગલું ભરનાર પોતે એક શિક્ષિત વ્યક્તિ હોય છે. આમ સામે વાળાને ખબર પણ નથી હોતી અને તે બળાત્કારનો ભોગ બની જતાં હોય છે.
તેવું માની લેવું ભૂલ ભરેલું છે કે બળાત્કાર માત્ર સ્ત્રીઓ પર જ થાય છે. મહિલાઓ દ્વારાં પણ પુરુષો પર થયેલા બળાત્કારના કિસ્સાઓ અને કેસો નોંધાયા છે. પ્રેમક્રીડા એ એક આવેગ છે જે પુરુષ તથા સ્ત્રીઓમાં ભેદ કરતો નથી. હવે તો સમલૈંગિક સબંધોનું પ્રમાણ પણ વધી ગયું છે માટે તેના અલગ કિસ્સાઓ પણ જોવા મળતા હોય છે. ઘણી વખત પુરુષ દ્વારાં પુરુષ પર અને સ્ત્રીઓ દ્વારાં સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવતા હોય છે.તેના માટે પણ ઉપરના કારણ જ જવાબદાર હોય છે. કહેવાય છેને કે પ્રેમ આંધળો હોય છે, અને હવે તો તે જાતિ પણ જોતો નથી. ભલે ગમે તે હોય પણ બદલાતા સમયમાં હજુ કેટકેટલી વિકૃતિઓ જોવાની બાકી છે તે તો સમય જ બતાવશે.
વ્યક્તિ કામુખતાનું દમન કરવાના પ્રયત્નો
કરે છે અને કેટલાક સુધી તે સફળ પણ થયો છે, પરંતુ વ્યક્તિ તે ભૂલે છે કે કોઈ પણ પ્રકારની
ઉર્જાનો નાશ થતો નથી.કામુખતાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે જાતીય જીવન માટે આશીર્વાદ
રૂપ છે. ઈશ્વરે પુરુષ અને સ્ત્રી બનાવ્યા અને માનવોએ લગ્ન વ્યવસ્થા. ઈશ્વર ક્યારેય
કોઈને બંધનમાં રાખતા નથી તેમને હમેશાં સ્વતંત્રતાનું જ યોગદાન કર્યું છે. માનવ શરીરની રચના જ સ્વતંત્રતાને વરેલી છે જે ભાગ્યે જ કોઈને એહસાસ હોય છે, પરંતુ માનવે પોતાની અલગ વ્યવસ્થા ઊભી કરે અને સબંધોનું નિર્માણ કર્યું. સંબંધો અધિકાર ધરાવે છે અને અધિકાર બંધનનું નિર્માણ કરતું હોય છે. પરિણામે વ્યક્તિ સતત જીવનથી
નાખુશ રહેતો હોય છે અને ઘણીવાર અયોગ્ય કૃત્યો કરતો હોય છે, અલબત્ત
આ જ માત્ર ચોક્કસ પણે એક જ કારણ નથી.
બળાત્કારની ઘટના સ્ત્રીઓના મન ઉપર ખુબ જ માઠી અસર પહોંચાડે અને સમાજ પણ તેના ઉપર અન્ય સવાલો ઊભા કરી વારંવાર તેનો બળાત્કાર કરતી હોય
છે. સવાલ ફરી તેજ છે કે કોણ છે આ બધા ક્યાંથી આવ્યા..? અને
જવાબ માત્ર એક જ છે.. ચહેરાઑ તરફ નજર કરશો તો ગણા જોવાશે અને પીડા તરફ નજર કરશો તો
એક જ જોવાશે. દરેક પીડિતાની ઉંમર, નાત, જાત, જ્ઞાનતી, વર્ણ, સંપ્રદાય, વિસ્તાર બધુ અલગ હશે પણ સામ્યતા એક જ કે તે દરેકની પીડાઓ સરખી હશે.
No comments:
Post a Comment