વેદ અને પુરાણોમાં થયેલ ઉલ્લેખ પ્રમાણે સૃષ્ટિના સર્જનકાર વિશ્વકર્મા છે. તેમજ દેવ અને દાનવના સર્જક પણ વિશ્વકર્મા છે, પરંતુ તેવું માનવમાં આવે છે કે દાનવ એટ્લે અસુરના સ્થપતિ મય દાનવ છે. જેને મયાસુર તરીખે પણ ઓળખવામાં છે. તે ખૂબ શક્તિશાળી અને પ્રપંચી શક્તિઓથી સંપન્ન હતાં. તેમના પિતાનું નામ વિપ્રચિત્તિ હતું. મયાસુરને બે રાણીઓ હતી.જેમાં બીજી રાણી દ્વારા તેમને બે પુત્ર અને એક પુત્રી હતી. પુત્રીનું નામ મંદોદરી હતું જેને લંકા પતિ અને અશુરોના રાજા રાવણ સાથે પરણવામાં આવી. આમ મયાસુર એ રાવણના સસુર હતાં. મયાસુર અથવા મય એ હિંદુ ધર્મના મહાગ્રંથ રામાયણમાં દર્શાવ્યા અનુસાર દાનવોના રાજા તથા એક મહાન શિલ્પી પણ હતાં. તેમની રાજધાનીનું નામ મયરાષ્ટ્ર હતું. જેને પાછળથી માઈ-દંત-કા-ખિરા તરીકે અને પછી મેરાથ અને અંતે હાલમાં ઉત્તર ભારતમાં આવેલ મેરઠ તરીકે ઓળખવામાં આવે છે.
રામાયણના ઉત્તરાકાંડ અનુસાર, રાવણનું સુંદર શહેર લંકા વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું, પરંતુ તે પણ માન્યતા છે કે લંકા પોતે જ રાવણના સસુર અને મંદોદરીના પિતા મયાસુર દ્વારાં રચવામાં આવ્યું હતું તથા હનુમાનજી પ્રભુ શ્રીરામની આજ્ઞાથી માતા સિતાજીને શોધવા લંકામાં ગયા અને પછી ત્યાં આખી લંકાને પોતાની પૂછ દ્વારાં સળગાવી વિનાશ આચર્યો અને તેને રાખ કરી ત્યારે લંકા પતિ રાવણે મયાસુરની મદદથી લંકા નગરીની પુનઃ રચના કરી હતી.
મયાસુરે તારકાસુર માટે ત્રિપુરા નામના ત્રણ સોના, ચાંદી અને લોખંડના અપ્રતિમ અને વિશાળ નગરની રચના કરી હતી જે ઉડી઼ પણ શકતા હતા. આ ત્રણે નગરો સમૃદ્ધ, શક્તિશાળી તથા દુનિયા પર પ્રભુત્વ ધરાવતા હતા. તારકાસૂરે આ ત્રણ રાજ્યો તેમના ત્રણ પુત્રો તારકક્ષા, કમલાક્ષ અને વિદ્યુનમાલીને સોંપી દીધા. આ નગરોમાં પાપાચાર વધતા ભગવાન શિવે ત્રિપુરાનો નાશ કર્યો હતો. ભગવાન શંકરે ત્રિપુરાને અગવા કરી લીધો અને અસૂરોનો નાશ કર્યો, ત્યારે મયાસુરએ અમૃતકુંડ બનાવીને બધાને જીવંત કરી દીધા હતાં, પરંતુ ભગવાન વિષ્ણુ દ્વારા આ પ્રયત્નને નિષ્ફળ કરવામાં આવ્યો પણ મય દાનવને શિવભક્ત હોવાના કારણે જીવનદાન આપવામાં આવ્યું.
એવું માનવમાં આવે છે કે એક વાર મય દાનવ હસ્તિનાપુર નિકટ ખાંડવવનમાં વસતો હતો ત્યારે અગ્નિ દેવે તેમની ભૂખ સમાવવા વન ખાવા માંડ્યું - ભસ્મ કરવા માંડ્યું ત્યારે અર્જુન એ મય દાનવની રક્ષા કરી. તદુપરાંત ખાંડવપ્રસ્થના નિર્માણ વખતે જ્યારે મયાસુરનું યુદ્ધ ભગવાન શ્રીકૃષ્ણ તથા અર્જુન સાથે થયું ત્યારે તે પરાજિત થયો. ભગવાન શ્રીકૃષ્ણ એ તેને અભય વરદાન આપ્યું, તથા ભગવાન શ્રીકૃષ્ણ એ તેને યુધિષ્ઠિર માટે ઇન્દ્રપ્રસ્થ નગરમાં એક ભવનનું નિર્માણ કરવા માટે આજ્ઞા કરી. આમ, પાંડવોએ જ્યારે સ્વતંત્ર રાજ્ય સ્થાપી ઇન્દ્રપ્રસ્થ રાજધાની બનાવી ત્યારે મય દાનવે તેમને ભવ્ય ચમત્કારી મહેલ બાંધી આપ્યો. તે બાંધતાં મયને ૧૪ મહિના થયા. મહેલની રક્ષા માટે લગભગ ૮000 અસુરોની સેના પણ આપી. તદુપરાંત અર્જુનને દેવદત્ત નામે શંખ તથા ભીમસેનને વૃષપર્વા રાજાના સમયની નામાંકિત ગદા ભેટ આપ્યાં. મયાસુરે તે વખતનો મોટામાં મોટો અને અત્યંત સુંદર તથા બેજોડ ભવન નિર્માણ કર્યો, જે મયસભા તરીકે વિખ્યાત થયો. તેણે દ્વારકાના નિર્માણમાં વિશ્વકર્માની પણ મદદ કરી હતી. તેમાંથી, ત્રિપુરાસુર શહેરનું નિર્માણ થયું અને ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિ લઈ મય દાનવ બિંદુ સરોવર ગયા. દૈત્યરાજ વૃષપર્વન યજ્ઞ નિમિત્તે બિંદુ સરોવર નજીક એક અનોખું સભાગૃહ બનાવીને માયાસૂરે ખ્યાતિ મેળવી.
બ્રહ્મપુરાણ મુજબ, ઇન્દ્રએ શુમ્ભ અને નિશુંભના ભાઈ નમુચીની હત્યા કર્યા પછી, મયાસુરએ ઇન્દ્રને પરાજિત કરવા માટે તીવ્ર તપસ્યા કરીને અસંખ્ય માયાવી વિદ્યા પ્રાપ્ત કરી. ઈન્દ્ર ભયાનક રીતથી ગભરાઈ ગયા હતાં અને તેણે બ્રહ્મષનો વેશ ધારણ કરી મયાની પાસે પહોચ્યાં અને મિત્રતાની કેફિયત માટે તેને ફસાવી અને છેવટે તેનું સાચું સ્વરૂપ જાહેર કર્યું. મૈત્રીના બંધનમાં હોવાથી મય રાક્ષસે ઇન્દ્રને અભય વરદાન આપી તેને પણ માયાવી વિધ્યા શીખવી તથા પ્રપંચી શિસ્ત પણ શીખવી.
જૈમીન જોષી.
.
No comments:
Post a Comment