- આદિવાસીની 29 જાતિમાંની એક જાતિ :-
ત્રેતાયુગ એટલે કે રામાયણકાળથી જાણીતી થયેલી આ જાતિ વર્ષો પછી પણ દરેક જગ્યાએ વસવાટ કરતી જોવાં મળે છે. તેને કોઇ એ સાંભળી નહીં હોય કે જોઈ નહીં હોય તેવું ભાગ્યેજ બની શકે. આમ જોવા જઈએ તો લોકવાણીમાં 'ભીલ' જાતિ અમર થઈ ગઈ છે. ભગવાન શ્રી રામ જયારે અયોધ્યા છોડીને વનવાસી બન્યાં હતાં ત્યારે આ જ્ઞાતિ એ તેમને આવકાર્યા હતાં. રામજી જ્યારે સીતા માતાની શોધમાં દક્ષિણ ભારત તરફ જતાં પ્રવાસ કાપતા હતાં ત્યાં કર્ણાટકના હમ્પી નજીક કોપપાલ જિલ્લામાં એક તળાવ છે જેને પમ્પા સરોવર તરીકે ઓળખાય છે. તુંગાભદ્ર નદીની દક્ષિણ તરફ તે આવેલું છે. તેને હિન્દુઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે અને તે ભારતના પાંચ પવિત્ર સરોવર અથવા તળાવોમાંનું એક છે. હિંદુ ધર્મગ્રંથોમાં પમ્પા સરોવરને તે સ્થાન તરીકે ગણવામાં આવે છે જ્યાં શિવના સાથી પાર્વતીના એક સ્વરૂપ પમ્પાએ શિવ પ્રત્યેની ભક્તિ દર્શાવવા માટે તપશ્ચર્યા કરી હતી. તો ત્યાં બીજી બાજુ તેનો ઉલ્લેખ હિંદુ મહાકાવ્ય રામાયણમાં તે સ્થાન તરીકે થયો છે જ્યાં શબરી રામના ભક્ત રામના આગમનની રાહ જોતા હતા. શબરી ‘ ભીલડીનાં એઠાં બોર રામજીએ ખાધાં ’ એ વિષય પર તો કંઈ કેટલાંય કથાકાવ્ય, ભજનો અને ગીતો રચાઈ ગયાં.
https://www.flickr.com/photos/141515516@N07/with/49692751471/
ભીલ એટલે જંગલમાં વસનારી જૂનામાં જૂની જાતિ. જંગલમાં વસવાટ કરતી જાતિને એમ તો આદિવાસી તરીકે ઓળખાય છે પરંતુ તેમાં જે પ્રકારો કે પેટાજ્ઞાતિ હોય છે તેમાની આ એક છે. ઈતિહાસમાં એક સમયે સમાજમાં આદર અને સન્માન ભર્યું સ્થાન ભોગવતી કેટલીયે જાતિઓએ સમય બદલાતાં પછાતપણામાં સ્થાન પ્રાપ્ત કર્યું. એ જ રીતે કાળક્રમે ભીલ જાતિનો પણ સમાવેશ તેમાં મહદઅંશે થયેલ ખરો. 21 મી સદીમાં આજે ભીલ જાતિ જંગલમાં રહેનારી, તીરકામઠાં રાખનારી, ચોરી, હત્યા અને લૂંટફાટના ધંધામાં પડેલી જાતિ તરીકે ઓળખાય છે. પરાપૂર્વથી તીરકામઠાં એ તેમનું મુખ્ય શસ્ત્ર છે. ભીલોની મોટી વસ્તી આજે પંચમહાલમાં, દાહોદ અને ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર વગેરે જીલ્લામાં વધુ છે . ગાઢ જંગલમાં રહેનારીએ જાતિ હવે સમૂહમાં ગામડાંની સાથે રહેતી થઈ ગઈ છે. ભીલો એ કેટલાક વિસ્તારો આવરી લીધાં છે અને ત્યાં તે મજૂરી પણ કરે છે. છતાં હજી આજના યુગમાં પણ ભીલ પ્રજા પાસે તીર કામઠાં રહ્યાં છે. તીરકામઠાં ચલાવવાની એમની કુશળતા પણ હજી એવી જ છે. ભીલ જાતિમાં કેટલાક ભેદ અને રીતો પણ છે. સામાન્ય રીતે ભીલો તેમના જંગલવાસને કારણે રંગે કાળા હોય છે, પરંતુ તેમનો એક આખો સમૂહ ઘઉંવર્ણ તથા હવે તો સફેદ ચામડી પણ ધરાવે છે. ખાસ કરીને પુરુષ કરતાં સ્ત્રીઓ વધુ સુંદર અને સુડોળ હોય છે. તેમની ચાલ કઠોર પણ કમર લચીલી હોય છે. તે લોકો પોતાને પટેલિયા તરીકે ઓળખાવે છે. ભીલ એક ખાનદાની જાતિ છે. રાજા રામચંદ્રથી ૨જપૂતીનો ઇતિહાસ સર્જનાર રાણા પ્રતાપ સુધીના સૌને ભીલોએ સહાય કરી હતી. ભીલો ભીના વાનના, સામાન્યતઃ બે એક મીટરની ઊંચાઈ ધરાવતા આકર્ષક ચહેરાવાળા હોય છે. દેખાવે લાંબુ કપાળ, પહોળાં જડબાં, અણિયાળું નાક અને પાતળા હોઠવાળું તેમનું વ્યક્તિત્વ તેમને અન્ય આદિવાસીઓથી જુદા પાડે છે. ભીલ નારીઓ સુડોળ અને આકર્ષક હોય તેમનામાં એક પ્રકારની આગવી હિંમત અને ખુમારી હોય છે. તેઓના અલગ ઢંગના પ્રાદેશિક નૃત્ય અને ગીતો પણ હોય છે. ડુંગરો અને જંગલીના નિરુદ્યમી વસવાટથી કોઠે પડી ગયેલી ગરીબી તેમના જીવનમાં સહજ બને છે. ભીલો કંદમૂળ , મકાઈ, બંટી, કોદરા, નાગલી વગેરેની આછી પાતળી ખેતી ઉપર તો ક્યારેક મરઘા - બતકાંના માંસ ઉપર જીવન ગુજારે છે. ડાંગ જિલ્લામાં પાણીની અછતને કારણે ઓછી ખેત - પેદાશ પર આખું વરસ ખેંચે. દુકાળના સમયમાં બે ટંક ખાવાના સાસા પડી જાય ત્યારે આસપાસનાં ઉજળિયાત ગામો પર તીડની જેમ ત્રાટકી પડતાં હોય છે આમ , કુદરતના કોપને આધીન ચોરી - લૂંટફાટનો તેમનો એક બીજો વ્યવસાય બની ગયો.
https://www.flickr.com/photos/141515516@N07/49692751471/
દાહોદ, પંચમહાલ , છોટાઉદેપર, રાજપીપળાના ઉજળિયાત વિસ્તારમાં ભીલોના આવી. હુમલાની દહેશત રહ્યા કરે છે. આવા પ્રસંગે જેલમાં જનારા ભીલોનાં કુટુંબોની સંભાળ ગામ રાખે. આમ અનાયાસે ભીલોનું ખમીર ગુનેગારી જીવન તરફ ફંટાઈ ગયું. ગુજરાતના આદિવાસીઓની 29 જાતિઓ છે. તેમાં સૌથી મોટી જાતિ ભીલ છે. ભીલોની બોલીમાં એકંદરે ગુજરાતી ભાષાનાં સર્વસામાન્ય લક્ષણો છે. ભીલોનાં ગામ છૂટાંછવાયાં હોય છે. તેમનાં ઝૂંપડાં વાંસ, વળી, સરાંડી અને ઘાસપાનનાં બનેલાં હોય છે. રાજપીપળા વિસ્તારમાં તેમની વસ્તી ગીચ છે. ભીલ પુરુષો કેડે લંગોટ, ખભે પછેડી અને માથે ફાળિયું પહેરે છે. ફાળિયામાં એના લાંબા વાળનો ચોટલો હોય છે. એમાં કાંસકી, કાચનો ટુકડો અને ચકમક હોય છે. ભીલ સ્ત્રી આગળથી સહેજ ચીરેલો લાલ પીળો ચણિયો પહેરે છે. એના છેડા પાછળ બાંધે છે . ભીટા, ટાગભગ ઉઘાડાં જ હોય છે. પાંચ વર્ષ થયા પછી છોકરી ઘાઘરી પહેરે છે. ભીલો ઘરેણાંના શોખીન હોય છે . ઘરેણાં પિત્તળ, ચાંદી, કથીર કે કીડિયાનાં હોય છે. સારી સ્થિતિના પુરુષો કાંડે કલ્લી , બાવડે કડું ને કેડે કંદોરો પહેરે છે, સ્ત્રીઓ પગની આંગળીઓએ વીંછિયા, પગમાં તોડા , કાંડે ચૂડી, બલોયાં કે બંગડી પહેરે છે. ગળામાં માળા ને કાનમાં લોળિયાં પહેરે છે. ભીલોના તહેવારોમાં હોળી , દિવાળી ને અખાત્રીજ મુખ્ય છે. ભીલોમાં દેવદેવીઓના પાર નથી પણ રામજી અને હનુમાનજીના ખાસ ભક્ત હોય છે. બલી પ્રથા પણ તેમનામાં હજુ ચાલતી આવી છે. માતાઓની અણઘડ પ્રતિમાઓ ગામના પાદરે ઝાડ નીચે કે ડુંગરની ટોચે હોય છે. પંચમહાલમાં 1922 માં ઠક્કરબાપાએ ‘ ભીલ સેવા મંડળ ’ સ્થાપ્યુ હતું. આમ, ક્યાક મજબૂર તો ક્યાક હિંસક અને મજૂરીયાત વર્ગ તરીકે જાણીતી આ જાતિ અગરમાં આગરા કાર્ય સ્વબળે પૂર્ણ કરતી હોય છે.
જૈમિન જોષી.
No comments:
Post a Comment