Tuesday, December 15, 2020

ઈસા મસીહ- મેરી ક્રિસમસ (Jesus Christ - Merry Christmas)


યુ આસમાન મે બાદલો કે બીચ તલાશ મત કર, એ દોસ્ત...
ઇસ ભીડમે નજર લગા કે દેખ, કિસીકે ચહેરે કી મુસ્કાન પે સ્વર્ગ નજર  આયેગા..!!! 


Jesus Christ - Merry Christmas image




   ક્રિસમસ ઈસાઈ ધર્મનો સૌથી મહત્વપુર્ણ અને વિશ્વનો સૌથી લોકપ્રિય તહેવાર છે. પ્રતિ વર્ષે ૨૫ ડિસેમ્બરના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે. રપ ડિસેમ્બરે ઉજવાતો આ તહેવાર આજે દરેક જાતિ અને ધર્મમાં સમાન લોકપ્રિયતા હાંસલ કરી ચુક્યો છે. આ તહેવારની રંગારંગ, ધુમધામ અને મનોરંજનને જોઈને વધુમાં વધુ લોકો આ તહેવાર તરફ આકર્ષાઈ રહ્યા છે. ક્રિસમસ ભગવાન ઈસા મસીહ ( જેને ઈસુ ના નામથી પણ બોલાવવામાં આવે છે ) ના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. ક્રિસમસ શબ્દ કાઈસ્ટ્સ અને માસ બે શબ્દોના મેળથી બનાવાયો છે, જે મધ્યકાળના અંગ્રેજી શબ્દ ક્રિસ્ટેમસે અને પુરાની અંગ્રેજી શબ્દ ક્રિસ્ટેસમૈસેથી નકલ કરવામાં આવ્યો છે. ઈ.સ. ૧૦૩૮ થી તેને ક્રિસમસ કહેવામાં આવે છે. તેમાં ક્રિસ નો અર્થ ઈસા મસીહ અને મસ નો અર્થ ઈસાઈયાં નો પ્રાર્થનામય સમુહ અર્થાત માસ છે. ઈસુના જન્મ સંબંધક નવા ટેસ્ટામેંટ અનુસાર વ્યાપક રૂપથી સ્વીકારાયેલ  ઈસાઈ પૌરાણિક કથા છે. આ કથા મુજબ પ્રભુએ મૈરી નામની એક કુંવારી છોકરી પારો ગેબ્રિયલ નામના દેવદુતને મોકલ્યો ગ્રેબિયલએ મૈરીને કહ્યું કે તે એક પ્રભુના પુત્રને જન્મ આપશે તથા પુત્રનું નામ ઈસુ રાખવામાં આવશે. તે મોટો થઈને રાજા બનશે તથા તેના રાજ્યની કોઈ સીમા નહી હોય. જે રાત્રીએ જીસસનો જન્મ થયો તે સમયે લાગેલ નિયમમુજબ પોતાના નામ પંજીકૃત કરાવવા માટે મેરી અને જોરોફ બેથલેહેમ જવા માટે રસ્તામાં હતા. તેમને કે અસ્તબલમાં શરણ લીધુ જ્યાં મેરી એ અડધી રાત્રીએ ઈસુને જન્મ આપ્યો. આ પ્રકારે ઈસુનો જન્મ થયો .
  
christmas image

   બાળક ઈસુના જન્મની સૌથી પહેલા ખબર આ દુનિયાના સૌથી નિર્ધન વર્ગના લોકોને મળી હતી. તે સખત મહેનત કરવાવાળા ગડરિયા હતા. ઠંડીની રાત્રે જયારે તેમને ખબર મળી તે ખુલા આકાશ નીચે ખતરાઓથી બેખબર સુતા પોતાની બકરી ( ઘેટાં ) ની રખવાળી કરી રહ્યા હતા. એક તારો ચમક્યો અને સર્વદૂતોના દળને ગડરિયોને ખબર આપી કે તમારા વચ્ચે એક એવા બાળકે જન્મ લીધો છે જે તમારા રાજા  થશે. પુરી દુનિયાના ગરીબો આ સાંભળીને ખુશ થયા ત્યાં જ ગરીબો પર અત્યાચાર કરનાર રાજા હેરેદિસ  નારાજ થઇ ગયો. તેણે પોતાના રાજ્યમાં ૨ વર્ષની ઉંમર સુધીના દરેક બાળકનું નિર્દયતા પુર્વક કતલ કરી નાખ્યું જેથી તેની સત્તાને ભવિષ્યમાં કોઈ એવાથી ખતરો ન રહે, ઈસુ આ શેતાનિયત ને ખતમ કરવા આવી ગયા હતા. આ કથા મહદઅંશે ક્રુષ્ણ જન્મે મળતી આવે છે.

   ઈસા મસીહએ માનવરૂપમાં જન્મ માટે કોઈ સંપન્ન વ્યકિતનું ધર પસંદ નહોતું કર્યું પણ તેમણે તો ગરીબ વ્યક્તિની ગૌશાળામાં ઘાસ પર જન્મ લીધો હતો. ખરેખર તે ગરીબ, ભોળા તથા શોષિત લોકોના ઉધ્ધાર કરવા માટે આવ્યા હતા. તે માટે જ તેમણે જન્મથી જ આવા લોકોની વચ્ચે તેમનું સ્થાન નક્કિ કર્યું જે ખરેખર મોટો સંદેશ પ્રદાન કરી રહ્યું  હતું. 

  ૩૦ વર્ષની ઉંમરમાં ઈસા મસીહ એ સામાજીક અવ્યવસ્થાના વિરુદ્ધ પોતાનો  અવાજ બુલંદ કરી તેમણે પ્રજાને દીન દુખિયા તથા લાચારોની સહાયતા કરવા, પ્રેમ ભાવથી રહેવા, લાલચ ન કરવા તથા લાલચથી દૂર રહેવા અને રાજ્ય તથા ઈશ્વરના પ્રતિ કર્તવ્યનિષ્ઠ રહેવા, જરૂરમંદ લોકોની સહાય કરવા, પોતાની જરૂરીયાત કરતા વધુ ધન સંગ્રહ ન કરવા જેવા ઉપદેશો આપ્યા. આજે ઈસા મસીહના આપેલ સંદેશાઓની પ્રાસંગિકતા ખુબ જ વધુ અને મહત્વપૂર્ણ છે, કારણ કે ભલે સામાજીક બૂરાઈઓએ પોતાનું રૂપ બદલી નાખ્યું હોય પરંતુ તે આજે પણ સમાજમાં હાજર છે અને ગરીબો, લાચાર, શોષિતો, પીડિતો અને દલિતોને તેનો શિકાર થવો પડતો હોય છે. ઇસા મસીહએ સમાજને સમાનતાના પાઠો ભણાવ્યા હતા તેમને વારંવાર કહ્યું કે તે ઈશ્વરના પુત્રો છે અને હવે આ દુનિયામાં ક્રૂરતા, અન્યાય અને બુરાઈઓ, તકલીફો છે પણ ઈશ્વરના ઘરમાં બધા બરાબર છે તેમને નવો જ સમાજ બનાવવા માટે પ્રયત્નો કર્યા અને તેને મહત્વ આપ્યું. જેમાં ક્રૂરતા તથા અન્યાય માટે જગ્યા જ ન હોય અને બધા જ પ્રેમ અને સમાનતાની સાથે રહે. 
 
   આવી જ એક કહાની બાઈબલમાં આવે છે જે એક સામરી સંપ્રદાયની સ્ત્રીની છે. જ્યારે ઈસા મસીહએ તે સ્ત્રી પાસે પીવા માટે પાણી માંગ્યુ ત્યારે તે સ્ત્રીએ કહ્યુ કે તુ યહુદી થઈને એક સામરી સ્ત્રી પાસે પીવા માટે પાણીની માંગણી કરે છે ?  ખરેખર તો યહુદી લોકો સામરિયોની સાથે કોઇ પણ પ્રકારનો વ્યવહાર રાખતા ન હતા અને તેમને કમતર ( ઉતરતા ) માનતા હતા પરંતુ ઈસાએ તે સ્ત્રીના હાથનું પાણી પીધું. ઈસા મસીહ એ દલિત, દમિત અને અસહાય લોકોને આશા અને ઈવનનો સંદેશ આપ્યો છે.  તેમણે તેમનું પુરૂ જીવન માનવ કલ્યાણમાં લગાવી દીધું આ જ કારણ હતું કે તેમણે ક્રોસ પર મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો, પરંતુ બીજાના કલ્યાણ માટે કામ કરવાવાળા મૃત્યુદંડથી ક્યારેય ભયભીત થાય છે ખરા? તેમણે હસતા હસતા પોતાના મૃત્યુદંડનો સ્વીકાર કરી પોતાના પ્રાણ અન્ય માટે ત્યજી દીધા. તેમના મૃત્યુનો પણ એક આખો પીડાદાઈ અને કરૂણ પ્રસંગ છે.

   ક્રિસમસનો તહેવાર ભૌતિક વસ્તુ અને આનંદ માટે પણ ખાસ હોય છે જેમકે ક્રિસમસ ટ્રી, સ્ટાર, ગિફ્ટ વગેરે અને  હા કેટલાક લોકો માને છે કે, ક્રિસમસના દિવસે સાંતા ક્લોઝ બાળકો માટે ઉપહાર લાવે છે . સાંતા ક્લોઝને યાદ કરવાનું ચલન શતાબ્દીથી શરૂ થયું હતું અને તે સંત નિકોલસ હતા જે તુર્કિસ્તાનના મીરા નામના શહેરના હતા. સાંતા કલોઝ લાલ તથા સફેદ ડ્રેસ પહેરીને એક વૃધ્ધ મોટો પૌરાણિક ચરિત્ર જે રેન્ડિયર સવાર થઈને તથા સમારોહમાં વિશેષ કરીને બાળકો માટે મહત્વપુર્ણ ભૂમિકા નિભાવે છે . 

christmas image



   ક્રિસમસ ખુશીઓ જેવી ઉમ્મીદો જગાવવાનો તહેવાર છે. ઈસા મરીહના જીવન અને અનેક ઉપદેશ આજે પણ એટલા પ્રાસંગિક છે કેમકે આજે પણ અમીરી ગરીબી, જાતિવાદ અને સામાજીક વિસંગતતા સમાજમાં હાજર છે. જ્યારે આપણે આપણી આસપાસ નજર ફેરવીશુ અને ગરીબ તથા લાચાર લોકોના દુઃખ દર્દ તકલીફને સમજી શકીશું અને ઈસા મસીહની જેમ પોતાના પ્રયત્ન દ્વારાં  કેટલાક ચહેરા પર થોડી  હસી લાવીશુ, બીજાના ચહેરા પણ થોડા ખુશીના આંસુ લાવીશુ તેના દુઃખના વાદળોને દૂર કરવામાં મદદ કરીશું ત્યારે આપણે ક્રિસમસની વાસ્તવિક ખુશીઓને પ્રાપ્ત કરીશું તથા તેનું મહત્વ સમજી શકીશું.

                                                                                                                               જૈમીન જોષી.

1 comment:

  1. Its a meaningful as well as expressive blog Mr.Joshi
    Good Job

    ReplyDelete

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...