Sunday, October 4, 2020

ભારત અને બળાત્કાર(India and Rape)

 

જ્યાં સ્ત્રીનું શિયળ(ઇજ્જત) જોખમમાં હોય ત્યાં ચોક્કસ પુરુષત્વ અપ્રાગટ્ય હોય તેમ સમજવું: 


rape image wekimedia


   2013 નિર્ભયા બળાત્કાર અને હત્યાકાંડનો ગુસ્સો હજુ સમ્યો નથી ત્યારે હાથરસ ગેંગરેપનો ચોંકાવનારો કિસ્સો આવી ગયો.એવું નથી કે 2013 પછી બળાત્કારના કિસ્સાઓ બંધ થઈ ગયા છે કે તેનો રેસીઓ ઘટી ગયો છે. 14 સપ્ટેમ્બર 2020 ના રોજ 19 વર્ષની દીકરી ઉપર ચારથી પાંચ લોકોએ બળાત્કાર કર્યો. તેના શરીરમાં કેટલાય ફ્રેક્ચર થયા,તેની જીભ કાપી નાખવામાં આવીકમર અને પગના હાડકા ઉપર ઈજા પહોચાડવામાં આવી. આ ગુનાની FIR 22 સપ્ટેમ્બર સુધી નોંધવામાં આવી હતી, પરંતુ  જ્યારે છોકરીએ મેજિસ્ટ્રેટની સામે ગેંગરેપ થયાનું બયાન આપ્યું ત્યારે તેનો ગુનો નોંધી પોલીસે ગુનેગારોને ઝડપી લીધાં. આ ગુનામાં યુપી સરકાર, પોલીસ તંત્રની નિષ્કાળજીમિલાવટ અને જાતિવાદ જેવા મુદ્દાઓને લઈને કેસે મોટી આગ પકડી છે.સરકાર અને પોલીસ તંત્રએ ગુંડાગીરી અપનાવી લીધી છે અને તંત્ર કાયદાની વિરુધ્ધમાં જઇને કાર્ય કરી રહ્યું છે તેવી વાતો પણ સામે આવી રહી છે.

 બળાત્કારના ગુના વાળા કિસ્સાઓ અવારનવાર આવતા જ રહે છે, જેમ કે જયંતિ ભાનુશાલી કેસ અને તેની વિડીયો.થોડા સમય પેહલા એક અપાર્ટમેન્ટમાં 11 વર્ષની બાળકી સાથે 18 લોકોએ સાત મહિના સુધી બળાત્કાર કર્યો હતો, કાલોલની પરિણીત મહિલા સાથે ચાર લોકોએ સામૂહિક બળાત્કાર કરીને અને નગ્ન ફોટા પાડ્યા હતા, બી.જે મેડિકલ કોલેજના ભણતી વિદ્યાર્થિની પર બળાત્કાર કરવામાવા આવ્યો હતો. સુરતની શાળામાં શિક્ષકે વોશરૂમમાં વિધાર્થિની સાથે બળાત્કાર કરી તેનો  વિડીયો બનાવામાં આવ્યો, ગીર સોમનાથમાં છોકરીને પ્રેમજાળમાં ફસાવી ચાર લોકો દ્વારાં બળાત્કાર થયો. તાંત્રિક દ્વારા કાળી વિધ્યાના ડરના માધ્યમથી સાત વર્ષ સુધી માતા પુત્રી ઉપર ગુજારેલા બળાત્કારની હેડલાઇન હજી તાજી જ મગજમાં ફરે છે.કંઠૂઆ  ગેંગરેપ અને હત્યા, મિત્ર પર બળાત્કારનો આરોપ લગાવવાથી શ્રીલંકન ઓપનર દનુસ્કાને તો સસ્પેન્ડ  કરાયા હતા. વલસાડમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર હોય કે હૈદરાબાદ રેપ કેસ. બોટાદ સગીરાનો રેપ કેસ કે પાટણમાં પુત્ર દ્વારાં માતા પર ગુજારેલ બળાત્કાર, રાજકોટમાં તરુણી પર પ્રેમી દ્વારા રેપ... આવા તો કેટકેટલાએ કેસો સામે આવ્યા છે અને હજુ આવી રહ્યા છે.પરંતુ આટલી જાગૃતિ છતાં પરિસ્તીતિમાં કોઈ પરીવર્તન જોવા મળતું નથી.

 હાલમાં બનેલ કિસ્સામાં સપ્ટેમ્બર 19 ના રોજ પાયલ ઘોસ નામક અભિનેત્રીએ ટ્વીટ કર્યું હતું: શ્રી કશ્યપે મારી જાતને ખૂબ જ ખરાબ રીતે દબાણ કર્યું છે.  નરેન્દ્ર મોદીજી માયાળુ રૂપે પગલાં લે અને દેશને આ સર્જનાત્મક વ્યક્તિની પાછળનો રાક્ષસ જોવા દે.  હું જાણું છું કે તે મને નુકસાન પહોંચાડી શકે છે અને મારી સુરક્ષા જોખમમાં છે.  પ્લીઝ  મદદ...!

  21 સપ્ટેમ્બરના રોજ શ્રી કશ્યપની વકીલ પ્રિયંકા ખીમાનીએ એક ટ્વિટર નિવેદનમાં, ફિલ્મ નિર્માતાએ કહ્યું કે, “મારા અસીલ, અનુરાગ કશ્યપને જાતીય દુષ્કર્મના ખોટા આક્ષેપોથી ખૂબ દુખ થયું છે, જે હાલમાં જ તેમની વિરુદ્ધ સામે આવ્યું છે.  આ આક્ષેપો સંપૂર્ણપણે ખોટા, દૂષિત અને બેઇમાની છે.  તે દુખદ છે કે # ME TOO આંદોલન જેટલું મહત્વનું એક સામાજિક ચળવળ  હિતો દ્વારા સહકાર આપવામાં આવ્યું છે અને પાત્ર હત્યાના સાધન સુધી ઘટાડવામાં આવ્યું છે.  આ પ્રકૃતિના કાલ્પનિક આક્ષેપો ચળવળને ગંભીરપણે નબળા પાડે છે અને જાતીય સતામણી અને દુર્વ્યવહારના અસલી પીડિત લોકોની પીડા અને આઘાત પર નિશંકપણે વેપાર કરવાનો પ્રયાસ કરે છે.  મારા ક્લાયંટને કાયદામાં તેના હક અને ઉપાયો વિશે સંપૂર્ણ સલાહ આપવામાં આવી છે અને સંપૂર્ણ હદ સુધી તેનો પીછો કરવાનો ઇરાદો છે.

  બોલીવુડમાં ઘણા સમય પહેલા બળાત્કાર અને સેક્સ્યુયલ હરેશમેંટના કેટલાએ કિસ્સાઓ #ME TOO મૂવમેન્ટ ચાલાવામાં આવી હતી. જેમાં  કેટકેટલી અભિનેત્રીઓ એ પોતાના ઉપર થયેલ સેક્સુઅલ હરેશમેંટ  વિષે ખૂલીને વાત કરીને વિરોધ પણ પ્રદર્શિત કર્યો હતો. મહિલાઓ સાથે થતાં અત્યાચાર વિષે હવે કોઈ જાહેરમાં સમજાવટ હોતી નથી કારણ કે   દરેક વ્યક્તિ તેના વિષે જાણતો હોય છે,તેનો ભાગ હોય છે તથા આંખ આડા કાન કરનાર હોય છે. છતાં કેટલાક  કિસ્સાઓ એવા સામે આવી જાય છે કે જે માનવ વિકૃતિઓને ઉગાડી પાડી નાખે છે.

  નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના 2018 ના વાર્ષિક અહેવાલ મુજબ, દેશભરમાં બળાત્કારના 33,356 કેસિસ છે, જેમાં દૈનિક સરેરાશ 91 બળાત્કારો નોંધાયા છે. જેમાથી 31,320 પીડિતને ઓળખાયેલા ગુનેગારો દ્વારાં કરવામાં આવ્યા છે. વર્ષ 2015 માં 24,651 , વર્ષ 2016માં 38,947 , વર્ષ 2017 માં 32,559 છે. 2019માં રોજના સરેરાશ 87 રેપ થાય છે.મદ્રાશ હાઈકોર્ટેના કહેવા પ્રામાણે દર 15 મિનિટમાં એક રેપ થાય છે. હાલમાં NCRB નાં આકડાં દર્શાવે છે કે દેશભરમાં ખૂન સાથે બળાત્કારના 278 કેસમાથી મહારાસ્ટ્રમાં સૌથી વધુ 47 નોંધાયા છે,જેમાં બે કેસ મૂંબઈમાં નોંધાયા છે. એમ.પી માં 37 અને યુ.પી. માં 34 છે.આતો માત્ર એ આંકડાઓ છે જેના કેસ નોધાયાં છે પરંતુ હકીકત તો કઈક અલગ જ હોય છે જે આ આકડાંઓથી 10 કે 50 ગણી વધુ હોય શકે છે.  

 અલગ અલગ દેશમાં બળાત્કારની સજા(Punishment of rape in different countries):

My_Trusty_Gavel



1)  ભારત: આજીવન કેદને મૃત્યુદંડની સજા

 એપ્રિલ 2013 નાં એન્ટી રેપ બિલ પછી, ગુનેગારોને આજીવન કેદ (જે ખરેખર 14 વર્ષ છે), આખા જીવન માટે કેદ અને દુર્લભ કેસોના ભાગ્યે જ મૃત્યુદંડની સજા પણ છે.  આ સુધારણામાં બળાત્કારની જેમ અન્ય ઘણા પ્રકારના જાતીય હુમલાનો સમાવેશ કરવા માટે વિસ્તૃત કરવામાં આવ્યું છે.

2)  અફઘાનિસ્તાન: માથામાં ગોળી અથવા ફાંસીને મોતને ઘાટ ઉતારી

 અહીં દોષી ઠરેલા બળાત્કાર કરનારાઓને 4 દિવસની અંદર માથામાં ગોળી મારવામાં આવે છે અથવા અદાલતે સોંપેલા ચૂકાદાના આધારે ફાંસીની સજા આપવામાં આવે છે.. 

 3)  ઇઝરાઇલ: જીવન માટે 16 વર્ષ

 જો કોઈને મહિલા પર બળાત્કાર કરવા બદલ દોષી ઠેરવવામાં આવે છે, તો તેને 16 વર્ષની જેલની સજા ફરજિયાત છે.  તેમની બળાત્કારની વ્યાખ્યા તદ્દન સમાવિષ્ટ છે અને જાતીય હુમલાના અન્ય પ્રકારોને ધ્યાનમાં લે છે.

4) યુએસએ: આજીવન માટે જેલ

 અહીં દોષિત બળાત્કારી માટે સામાન્ય સજા એ સુનાવણી રાજ્ય અથવા સંઘીય કાયદા હેઠળ આવે છે કે કેમ તેના પર નિર્ભર છે.  સંઘીય કાયદા હેઠળના કેસોમાં, બળાત્કાર કરનારના જીવનકાળની સંપૂર્ણતા માટે સજા થોડા વર્ષોથી કેદ સુધીની હોઈ શકે છે.

5) નોર્વે: 4 થી 15 વર્ષ

 તેઓ બળાત્કાર સંદર્ભે સૌથી કડક સ્થળો છે.  સંમતિ વિના કોઈપણ પ્રકારનું જાતીય વર્તન અહીં બળાત્કારની કેટેગરીમાં આવે છે, અને ગુનો કેટલો ભયંકર હતો તેના આધારે ગુનેગારને 4-15 વર્ષની મુદત માટે જેલમાં ધકેલી શકાય છે.  તેમની પાસે આવી સરસ જેલ છે.

6) રશિયા: 3 થી 20 વર્ષ

 રશિયામાં બળાત્કારીઓને સામાન્ય રીતે 3-6 વર્ષની જેલની સજા કરવામાં આવે છે.  જેલની અવધિ પરિસ્થિતિને આધારે 10 વર્ષથી વધુનો સમયગાળો થઈ શકે છે, જેમ કે જો વ્યક્તિને કોઈ નુકસાન થાય છે અને જો તે ભાગ્યે જ કેસ હોય તો તે વધારે (20 વર્ષ) પણ હોઈ શકે છે.

7) ચાઇના: મૃત્યુ સજા અથવા મતદાન

 ચાઇનામાં બળાત્કારની સજા એ મૃત્યુ છે, જે કેટલાક તેમની ઝડપીતા માટે પ્રશંસા કરી શકે છે.  જો કે, યોગ્ય અજમાયશ વિના ફાંસીની જેમ જ ક્રૂરતા છે.  તેમની નિરંકુશ નેતૃત્વનો પુરાવો એ હકીકત બતાવે છે કે ફાંસી અપાયેલા કેટલાક દોષિત બળાત્કારીઓને બાદમાં નિર્દોષ જણાયા હતા.  કેટલાક કિસ્સાઓમાં કાસ્ટરેશનનો ઉપયોગ પણ થાય છે.

8)  ઉત્તર કોરિયા: ફાયરિંગ ટુકડી દ્વારા મોત

 આ સરમુખત્યારશાહી ફાયરિંગ ટુકડી દ્વારા બળાત્કારીઓને મોતની સજા આપે છે.  તેમની ન્યાયની લાઇનો અસ્પષ્ટ છે કે આપણે જાણીએ છીએ તે બધા માટે, તેઓ અસંતુષ્ટને ચલાવવા માટે આનો ઉપયોગ કવર તરીકે કરે છે.

9)  ઇજિપ્ત: ફાંસી દ્વારા મૃત્યુ

 ઇજિપ્ત પણ તે સ્થાનોમાંથી એક છે જે હજી પણ ફાંસી દ્વારા મૃત્યુના સહેજ જૂના મોડને અનુસરે છે.  જોકે બળાત્કારીઓના કિસ્સામાં, મને લાગે છે કે તે બરાબર છે.

10) ફ્રાન્સ: જીવન માટે 15 વર્ષ

 ફ્રેન્ચ લોકો તેમના બળાત્કારના કાયદા અંગે ખૂબ કડક છે.  બળાત્કાર બદલ તેઓએ 15 વર્ષની સજા સંભળાવી છે, જે નુકસાન અને નિર્દયતાની હદના આધારે 30 અથવા જીવન સુધી વધારી શકાય છે.. 

11)  સાઉદી અરેબિયા: દિવસની અંદર શિરચ્છેદ

 સાઉદી અરેબિયામાં બળાત્કારની સજા એ બળાત્કારીને શામક દવા આપીને જાહેર શિરચ્છેદ કરે છે.  તેઓ માદક દ્રવ્યોની હેરફેર માટેની સમાન સજાને પણ નબળા પાડે છે તે હકીકત એ સાબિત કરે છે કે તેમની સિસ્ટમમાં કંઇક ખોટું કંઇક ગર્ભિત છે.

12) ઈરાન: ફાંસીને મોતને ઘાટ ઉતારી

 ઈરાનમાં બળાત્કાર કરનારાઓને ફાંસીની સજા આપવામાં આવે છે, કેટલીક વાર ફાંસી દ્વારા લગાવી દેવામાં આવે છે પરંતુ કેટલીક વખત કથિત રૂપે પથ્થરમારો પણ કરવામાં આવે છે, જે એક ભયાનક પદ્ધતિ છે.  દુર્ભાગ્યે, પર્યાપ્ત, અહીંની સંસ્કૃતિ પણ બળાત્કાર ગુજારનાર વ્યક્તિનો ભોગ બને છે.


Rape in India


  બળાત્કાર એ એક સૌથી અપમાનજનક ગુના તરીકે માનવામાં આવે છે જે માણસ કરી શકે છે.  બળાત્કારનો ભોગ બનેલા લોકોની ઘણી વાર સમાજમાં નિંદા કરવામાં આવે છે અને માનસિક ત્રાસ સહન કરવો પડે છે.  સમાજ ગુનેગારના જીવનને જીવંત નર્કમાં ફેરવે છે.

   તેની અસર ભયાનક છે કારણ કે તે પીડિત પર અલોકિત શારીરિક, ભાવનાત્મક અને માનસિક ઘાવ લાવે છે.  પરંતુ ગુનેગારનું શુંપીડિતની આત્માને વેરવિખેર કરનાર શેતાનનું શું કરવું જોઈએ?

  વિશ્વના વિવિધ સરકારો જાતીય અત્યાચાર સામે સખત કાયદાઓ લઈને તેમના દેશને તેમના નાગરિકો માટે સુરક્ષિત સ્થાન બનાવવા માટે આવ્યા છે.તેઓએ ખાતરી કરી કે જેણે આ ઘોર ગુનામાં વ્યસ્ત રહે છે તે મુક્ત ભટકતો નથી.  કેટલીક સજાઓ એટલી નિર્દય હોય છે કે તે તમને ગુનેગારો માટે પણ દયા અનુભવી શકે છે.


                                                                                                            જૈમીન જોષી. 

Saturday, September 26, 2020

સત્યનું ધ્વનિ મુદ્રણ (Sound printing of truth)


  • સત્યને જાણ્યા વગર કોઈ ખુશ  તો થઈ  શકે,આનંદ તો જાણ્યા પછી જ આવે:  




  શિયાળાના જતા મિજાજ અને ઉનાળાના ઉમળકા ભેર આવવાની ઋતુ હતી. બપોરનો સમય હતો અને આળસ પરમ સખા બની બેઠી હતી. હું લોબીમાં આંટો મારવા નીકળ્યો. પગ છુટા કરવાના હેતુથી ચાલવા લાગ્યો ત્યાં મન જ છૂટું પડી જાય તેવો અવાજ સંભળાયો. વર્ગખંડની બારીમાંથી નજર કરી તો એક શિક્ષિકા વિષયની વિપરીત ભગવાન શ્રી રામ અને માતા સીતાની સંઘર્ષ ગાથા  કહેતા હતા. વિદ્યાર્થીઓની આંખે નિંદ્રા અને મુખે મસમોટા બગાસા હતા. છેક છેલ્લી પાટલીએ બેઠેલા વિદ્યાર્થીઓએ માથા પડતા મૂક્યાં અને આગળ બેઠેલા વિદ્યાર્થીઓ મેડમને માઠું ન લાગે તે માટે તેમના વાક્યો સાથે આલાપસહ  માથું હલાવતા હતાં. પરિસ્થિતિ સમજાય તેવી હતી.  દિવસના છેલ્લા બે તાસ તો માત્ર નામના જ હોય છે. બંને પક્ષે એક પણમાં ઉત્સાહ બચતો નથી. મેં એક ડગલું આગળ વધાર્યું ત્યાતો પૂર્ણ ઉત્સાહ સાથે મેડમે દીકરીઓને સલાહ આપવાની શરૂઆત કરી.   

  પતિવ્રતા પત્ની કોને કહેવાય..? સતી એટલે શું? આદર્શ દીકરી અને પત્ની કોને કહેવાય? સ્ત્રી ધર્મ શું હોય છે... સતી ક્યારે કહેવાયઈ એ ? તેનું વર્તન કેવું હોવું જોઇએ.! બધી મસમોટી વાતોનો ટોપલો ખંખેરવા લાગ્યા. વિદ્યાર્થીઓ એ મેડમને ઉત્સાહમાં આવેલા જોઇ સ્થિર બેસીને જોઈ રહ્યા.છોકરાઓ મિત્રછોકરીઓ સામે ટીખળ સ્વરૂપે કહેવા લાગ્યાં કે શીખો....! આવું બનવાનું... આને કહેવાય સ્ત્રી...અને અંદરો અંદર હસવા લાગ્યાં. સમય પસાર થયો અને હું પણ...  શાળા છૂટવાનો સમય થયો હતો. મેડમને લેવા માટે તેમના પતિ આવવાના હતા જે રોજ કરતાં પાંચ મિનિટ મોડા પડયાં. મેડમ પણ વિદ્યાર્થીઓ સાથે જ ગેટ પાસે ઊભા રહી પતિની લાલ આંખે  રાહ જોતા હતા. તેટલામાં પતિનું આગમન થયું. પત્નીની થયેલ ઝીણી લાલ આંખ જોઈ તેમને સામેથી કહ્યું સોરી.. ટ્રાફિકના કારણે જરા.... 

  ટ્રાફિક...? શાનું ટ્રાફિક..? બધા બહાના છે. રસ્તામાં ઓછાં ડાફેરા મારતા હોવ તો કોઈ ટ્રાફિક ના નડે.  કોઈ શરમ જેવું છે કે નહીં હું અહી ક્યારની રાહ જોઉં છું.એવું હોય તો ઘરેથી વહેલું નીકળાય,એકતો અખો દિવસ અહી માથા ચડાવવાના અને ઉપરથી.. ઘણી છો કે ધૂળ? ઘરે ચાલો બતાવું તમને હું..! તમારું સોરી અવળું ન કાઢું તો મને કહેજો. મેડમે એક સાથે આટલું બોલતામાં હાથમાં પકડેલ  પસૅનો  સીધો ઘા કર્યો. વિદ્યાર્થીઓ જોતા રહ્યા અને પત્ની ધર્મના ફુગાવેલા દડા એક ઝાટકે ફૂટી ગયા.

  અહલ્યા, દ્રૌપદી, સીતા, મંદોદરી, તારા જેવી સતી કહેવાયેલ નારીની કથાઓ દરેકે સાંભળી અને સંભળાવી હોય છે. માતા અનસૂયાના પતિવ્રતનો ભંગ કરવા તો સ્વયં ત્રિદેવને પૃથ્વીલોક પર આવવું પડ્યું હતું. એક બાજુ રામ અને બીજી બાજુ આખું ગામ છતાંયે  સીતા ફરે પરધામ. એવી સ્થિતિ ઘરે ઘરે છે. પત્ની ધર્મને અનુસરો  તો જ આજ્ઞાકારી, તો જ પતિવ્રતા. પતિ જ પરમેશ્વર તેવું માનનારી  સ્ત્રીઓ આજે સમાજમાં ભાગ્યે જ જોવા મળે. પતિ સેવા અને પત્નીધર્મ બંને અલગ વસ્તુ છે. રાજા રામ મોહનરાય એ સતિપ્રથા બંધ કરાવી પણ હવે તો પત્નીપ્રથા જ બંધ થઈ જવા આવી છે.

  આપણને હસવું આવશે પણ આપણે પણ જે શીખ્યા તે જ શીખવ્યું.જે સમજ્યા તે જ સમજાવ્યું તફાવત માત્ર એટલો કે દરેકને પોતાના અર્થ કાઢતા આવડે છે.ઉમેરો કરીને સ્વસમજણ પ્રમાણે પોતાનું કામ કાઢીલેતા આપણને બહુ સારી રીતે આવડે  છે. માનવ અસ્તિત્વના હજારો ઉકેલાયા વગરના પડ્યા રહે છે અને જે ખૂલે છે તેને પણ સાચું માનવું સકયા નથી કોઈ માણતું પણ નથી.વ્યકતીની લાગણી સરકારી ફાઇલોની જેમ એક ખૂણામાં ધૂળ ખાય છે,તેને પણ કોઈ હાથ લગાવતું નથી. જે સમજે તે પીડાય જે ન સમજે તે અણસમજુ ગણાયને છૂટી જાય.. હાલત કોની કફોડી? કોઈપણ ધર્મ સન્માન શીખવે છે પછી તે સ્ત્રી તરફથી હોય કે પુરુષ તરફી, બાળક તરફથી હોય કે વૃધ્ધ તરફી. ધર્મની શિક્ષા અધર્મી આપે, જ્ઞાનની વાત અજ્ઞાની કરે, મહિલાઓને ઢોરમાર મારનાર સ્ત્રી સન્માનની વાત કરે. આવા કિસ્સામાં જેના નસીબે અત્યાચાર છે તે તો જાગૃત થતાં જ નથી પરંતુ જે સ્ત્રી સન્માન વાળું જીવન જીવતી હોય તે પોતાને સ્વપીડિતાસમજી બીજાની હાલત કફોડી કરી દે છે. જ્યારે કોઈ પુરુષ પીડિતની વાત શુદ્ધા કરતું નથી.

  દુર્ગુણ અને સગુણની વ્યાખ્યા ઉપર ચર્ચા કરનાર પાસે આવગુણોના ભંડારો હોય. લોકોના અનુભવને  સ્વજ્ઞાન માની લેવામાં આવે. જેણે જીવનમાં એક મેણુ પણ ન સાંભળ્યું હોય તે સ્વયં પીડિત હોવાની તગડી સહાનુભૂતિ મેળવી જાય. ગધેડા ગોળ ખાય અને ગાયો ભૂખી મરે. પુરુષોની લપસી જવાની સહજ વૃત્તિનો લાભ  અલગ જ સ્વરૂપે પડદાં ઉપર દુર્ગુણો તરીકે પ્રગટ કરવામાં આવે. આમ પણ તેમનું સાભળે કોણ..? 

  શું દરેક સ્ત્રીએ સતી થવા માટે પતિ સેવા જ એક માર્ગ છે? શું ખરેખર પતિને પરમેશ્વર માનવાની પ્રથા સંપૂર્ણ યોગ્ય છે? આવા કેટકેટલા સવાલો તો ઉભા હતા અને રહેશે પરંતુ કોઈ વસ્તુને માની લેવું તેના કરતાં વધુ યોગ્ય તેને જાણી લેવું. માન્યતાઓ  ઘણી ખતરનાક હોય છે. જો સ્ત્રી ધર્મ હોય તો પુરુષ ધર્મ પણ હોય. સ્ત્રી અસહાય હોય તો પુરુષ પણ હોય. સ્ત્રી ઉપર અત્યાચાર થતો હોય તો પુરુષ પર પણ થતો જ હોય. કોઈપણ ગુનો વ્યક્તિની જાતિ આધારિત નથી હોતો.કોઈ પીડા ભેદભાવ નથી કરતી તે તો સ્વતંત્ર રીતે તેનું કામ કરતી જ હોય છે,પરંતુ અસહાયતા અને નબળાઈની સહાનુભૂતિ થકી કેટલીય નારીઓ નારાયણ ને જ નાથવા લાગી જાય છે. 

  આપણે બધા જીવીએ છીએ, પણ આપણે જેવા છીએ તેવા સ્વયં પોતાને જ સ્વીકારવા તૈયાર નથી હોતા તો અન્યને તો દૂરની જ વાત રહી. આપણું વર્તન અને શબ્દ પરફેક્ટ મેચ થતા નથી. ગીતા વાંચનાર બીજી જ ક્ષણે છાતીમાં છૂરો ભોંકી શકે. કુરાન વાંચનાર હમણાં જ શરીરથી માથું અલગ કરી શકે. પશુનો જીવ બચાવનાર બળાત્કાર કરી શકે. ધાર્મિક વ્યક્તિના દરેક  કાર્ય ધર્મને લગતા હોય તે માની લેવું મૂર્ખામી છે. આશા પણ ન જ રખાય. જે કરીએ તે જ ધર્મ અને તે જ સત્ય આવી માનસિકતા પૃથ્વી ઉપર નીતનવા માનવધર્મની વ્યાખ્યાનું અલગ અર્થઘટન  કરે છે. ત્રિકાળજ્ઞાની ઋષિઓએ પણ ક્રોધે થઈ શ્રાપ આપ્યાના ઉદાહરણો છે. ધર્મની શિક્ષા કે શિક્ષાનો ધર્મ બંને વચ્ચે મસમોટો ભેદ છે. આખી દુનિયાનું જ્ઞાન ભેગું કરવું પડે છતાં કરી શકતું નથી. આપણે જ્ઞાન લઈ એ તેવું કહેવાય છે અજ્ઞાનતા શીખવવામાં નથી આવતી તે તો અંદરથી જ આવી જાય છે. કૃષ્ણએ તો માતા  કુંતીને પણ જ્ઞાન આપ્યું અને તેમણે સહજ સ્વીકાર્યું.કોઈ મોટાઈ નહીં કોઈ અભિમાન નહીં. મોટાં એ પણ સતત શિખવું પડે અને છતાં પણ  વર્તન તો જેતે જગ્યાના વાતાવરણને ધ્યાનમાં રાખી ને જ કરાય. સમજણ સફાળે ન આવે તેને કેળવી પડે. બાકી છેલ્લે તો સફળા એકાદશી જ કરવી પડે છે.અન્યમાં સંસ્કારોમાંનું સિંચન કરવા ઈશ્વરના જીવનના ઉદાહરણોની જરૂર નથી માત્ર આપણું  વર્તન સંસ્કારિત હોય તે પૂરતું છે તેજ સાચાં અર્થમાં અન્ય માટે પ્રેરણરૂપ છે.બાકી  છેલ્લે તો "જય સિયા રામ".   

                                                                                                                                 જૈમીન જોષી.

Wednesday, September 23, 2020

પુરુષોત્તમ માસ (Purushottam mas)

 




   પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે.તેના અધિષ્ઠતા  પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું  છે. આ માસમાં વ્રત,તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે.આ માસમાં વ્રત,નિયમ,ધ્યાન આદિ કરવાથી તેના પ્રભાવે સુખ,વૈભવ આદિ ફળ સ્વરૂપે મળે છે. 

  સૂર્ય અને ચંદ્રને એક વખત યુતિ થવાનાં સમયથી અર્થાત્ એક અમાસથી ફરીવાર આવી યુતિ થાય અથવા આગળની અમાસ સુધીનો કાળ એટલેકે ચંદ્ર માસ. તહેવાર,ઉત્સવ,લગ્ન, હવન જાપ વગેરે ચંદ્રની ગતિ ઉપરથી નક્કી થતાં હોય છે અને ચંદ્રમાનો તે માસમાં આવનારી નક્ષત્ર પૂતિઁ ઉપરથી પડ્યાં છે.ચૈત્ર માસની પૂર્ણિમાને ચિત્રા નક્ષત્ર હોય છે.તેવી રીતે સૂર્યની ગતિ પરથી ઋતુશાર નક્કી થાય છે.સૂર્ય અશ્વિની નક્ષત્રથી બ્રહ્મણ કરી પાછો આવે તે સ્થાને આવે છે.ચંદ્ર વર્ષનાં 354 દિવસ અને સૂર્ય વર્ષના 365 દિવસ હોય છે.આમ બન્ને વચ્ચે કુલ 11 દિવસ નો તફાવત ઊભો થાય છે. આમ સાડા બત્રીસ માસ કે 27 થી 35 માસ પછી એક અધિકમાસ  આવે છે. 

 અધિકમાસ  એટલે  કે સામાન્ય શબ્દોમાં  "વધારાનો માસ".આ માસની કથા શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહી હતી.
અર્જુને પણ જ્યારે શ્રી ક્રુષ્ણને આ માસ વિષે પૂછ્યું  કે ‘આ અધિક માસ શું છે? તેનું શા માટે વ્રત કરવું,તેનાથી ફળની શી પ્રાપ્તિ થાય એ બધું અમને વિગતે સમજાવો.'શ્રીકૃષ એ જવાબમાં કહ્યું કે,' વર્ષ, માસ , દિવસ , પ્રહર , ઘડી , પળ ને વિપળ બધા કાળના વિભાગો છે, સમુદ્ર , નદી , તળાવ , કૂવા,ઝરણાં વગેરે જળના વિભાગો છે.આ બધા વિભાગોના જુદા જુદા દેવો અધિષ્ઠાતા છે.આ બધા વિભાગોને તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે. એવામાં સંજોગવસાત્ એક વધારાનો માસ ઉત્પન્ન થયો પરંતુ આ માસનો અધિષ્ઠાતા દેવ નહોતો.આથી લોકો આ માસને 'મલમાસ' ના નામે ઓળખવા લાગ્યા,વળી આ માસને મલિન માની ભાવિકો તે માસમાં સત્કાર્ય કરતા નહિ  કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો , તેથી લોકો તેને નિંદાપાત્ર ગણતા.આમ "મલમાસ"  આ રીતે હડધૂત થયેલ હોવાથી  બહુ નિરાશ થયો.કેટલીક વાર તેને આપઘાત કરવાનું મન પણ થતું. દુ:ખ, તિરસ્કારને અપમાનને લીધે મલમાસનું જીવન ઝેર જેવું બની ગયું હતું.સોખગ્રસ્ત તે ભગવાન વિષ્ણુપાસે ગયો. ભગવાન વિષ્ણુના ચરણકમળનો સ્પર્શ કરી તેણે પોતાનાં દુ:ખો કહેવા માંડ્યાં : ' હે દયાસાગર ! કંઈ ન સૂઝવાથી અકળાયેલો , મૂંઝાયેલો હું આપના શરણે આવ્યો છું. લોકોએ મારો તિરસ્કાર કરી હડધૂત કર્યો છે . હું અનાથ છું . આપ મારું રક્ષણ કરો. મલમાસ નામ આપીને મારા ભાઇઓએ મારું ધોર અપમાન કર્યું છે. મારું જીવન અસહ્ય બનાવી દીધું છે. મારો કોઇ અધિષ્ઠાતા નથી. આ ત્રીસ દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ અટકી જાય છે . આથી મને હડધૂત કરવામાં આવે છે. પ્રભુ,આપ શિવાય મારો ઉદ્ધાર કોઈ કરી શકે તેમ નથી. આપ જગતના પાલનહાર છો. આપજ મને માર્ગ બતાવી ,મારા જીવનનો ઉદ્ધાર કરો. આટલું કહી મલમાસ પોકે પોકે રડવા લાગ્યો .
  ભગવાન વિષ્ણુ તેની પ્રત્યે દયા આવી અને તે  બોલ્યા : ' વત્સ , દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઇએ . રડવાથી કંઈ વળતું નથી . મારે શરણે આવેલ કોઇપણ દુખી સંકટમુક્ત થયા વિના પાછો ફરતો નથી . મારા ધામમાં અને મારા શરણમાં દુ:ખ કે શોકનું તેમજ મૃત્યુનું નામનિશાન જોવા નહિ મળે . હું તને દુ:ખમાંથી મુક્ત કરીશ. તારે જે કહેવું હોય તે ધૈર્ય અને  શાંતિથી કહે. ' ભગવાન વિષ્ણુનાં આવાં વચનો સાંભળી મલમાસને  આનંદ થયો . તે બે હાથ જોડી બોલ્યો: ' હે પરમકૃપાળુ, મારું દુખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે. મારો તિરસ્કાર ન થાય ,મારા જેવા અન્ય માસો, પક્ષો અને તિથિઓને જેમ અધિષ્ઠાતા દેવ છે, તેમ મારો અધિષ્ઠાતા સ્થાપિત કરો.આ માસમાં શુભ કાર્યો થઈ શકે તેવી આપ કૃપા કરો . લોકો મને મલમાસ ન કહે, તેને માટે મારું યોગ્ય નામકરણ કરી આપો . આપ દીનદયાળુ છો. મારાં ઉપરનાં આ કષ્ટો મને મરણતુલ્ય લાગે છે. મને તેમાંથી ઉગારો ’આમ કહીને મલમાસ ભગવાન વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો. 

  મલમાસની પીડા જોઈ ભગવાન વિષ્ણુંએ પોતાના ગરુડઉપર બેસાડી તેમણે પૂરુંષોત્તમ ભગવાન પાસે લઈ ગયા. આખી વાત સાંભળીને  પુરુષોત્તમ ભગવાને  શ્રી વિષ્ણુજીને કહ્યું કે , ‘તમે મલમાસને લઇને આવ્યા છો , તે ઠીક જ કર્યું છે . હું મારા ગુણો, કીર્તિ,પ્રભાવ,ઐશ્વર્યો , પરાક્રમો એવા બધા ગુણોનું ધન આ મલમાસને આપું છું , તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ’ નામ જાણીતું છે. હું આ મલમાસને તે નામાભિધાન આપું છું. તેનો સ્વામી હું છું. મારી સમાનતા પામી આ મલમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે. વળી તે જગતમાં પૂજ્ય તથા વંદનલાયક થશે. આની જે પૂજા કરશે તે સર્વ દારિદ્રયમાંથી મુક્ત થશે.આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે . જે કોઇ આ માસની યથાવિધ પૂજા કરશે , તેનાં પાપો બળીને ભસ્મ થઈ જશે . યોગી લોકો સંયમમાં રહી તપ કરી ઘણું સહન કરે છે , છતાં તેઓ મારા આ ધમને પામી શકતા નથી , પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે તે જન્મમરણના ભયથી મુક્ત અને આધિવ્યાધિ તથા ધડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી તે મારું પરમ ધામ પામે છે. આ માસનો અધિષ્ઠાતા આજથી હું થાઉં છું અને તેને પ્રતિષ્ઠ આપું છું . તેનું નામ પણ પુરુષોત્તમ માસ ' આપું છું. આમ મલમાસના અધિષ્ઠતા દેવ પુરુષત્તમ દેવ કહેવાયાં.
                                           
  નદીઓમાં ગંગા, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, રત્નોમાં ચિંતામણી, ગાયોમાં કામધેનું, પુરુષોમાં રાજા, શાસ્ત્રોમાં વેદ તેમજ વ્રતો કે પુણ્યમાં પુરુષોત્તમ માસ સર્વશ્રેષ્ઠ છે. આખો માસ એ ધાર્મિક પર્વ જેવો હોય છે. આસો માસ પેહલા આવતા અધિક માસ ને આસો અધિક માસ કહે છે અને પછી આવનાર માસ ને નિજ આસો માસ તરીકે ઓળખાય છે.
   પવિત્ર પુરુષોત્તમ માસ ( અધિકમાસ ) માં શ્રદ્ધાળુ સ્ત્રી - પુરુષોએ ખાન , ધ્યાન , વ્રત , નિયમ , તપ અને કથા શ્રવણનો અવશ્ય લાભ લેવો જોઈએ. 

                                                  જૈમીન જોષી. 

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...