Saturday, August 8, 2020

રસીકરણ પ્રક્રિયા(Process of vaccination)

 



vaccine images hd

Process of vaccination:


  આધુનિક ચિકિત્સા પદ્ધતિઓએ આપણને જીવનરક્ષક પદ્ધતિઓનો કાફલો આપ્યો છે.સમગ્ર માનવજીવે વિવિધ સૂક્ષ્મજીવોનો પડકાર ઝીલી અને સામનો કર્યો છે.આપણે પેથોજેન્સ સાથે લડતાં શીખી લીધું છે અથવા તો આપણા શરીરે અનુકૂલન સાધી લીધું છે તેમ કહી શકાય, પરંતુ સૂક્ષ્મ જીવાણુઓ પણ ઘણીવાર ફેરફાર પામ્યા છે જેને 'મ્યુટેશન્સ' કહે છે જે માનવીની રોગપ્રતિકારક શક્તિ ઉપર ભારે પડ્યા છે. માનવીની રોગપ્રતિકારક શક્તિ પેથોજેન્સ સાથે લડવા સક્ષમ હોય છે પણ જ્યારે સૂક્ષ્મજીવ તદ્દન નવા જ ચેપ વાહકના સંપર્કમાં આવે છે ત્યારે આપણી રોગ પ્રતિકારક પદ્ધતિઓ તેની સામે લડી શકતી નથી રોગપ્રતિકારક શક્તિનો ઉંમર સાથે વધઘટ થતું હોય,માટે નાના બાળકો અને વૃદ્ધોની અંદર ઓછી રોગપ્રતિકારકશક્તિ હોવાથી તેમના ઉપર રોગ ઝડપથી હાવી થઈ જાય છે.ગર્ભવતી સ્ત્રી,માદક દ્રવ્યોનું  નિયમિત સેવન કરતો માનવી,કુપોષણનો શિકાર બનેલ માનવી આ તમામ  ઝડપથી સંક્રમિત થઈ જાય છે. કેન્સરના દર્દીઓ કે ટી.બી.ના લક્ષણ ધરાવતા દર્દીઓ તથા એઈડ્સથી પીડાતા દર્દીઓને ચેપનું જોખમ વધુ હોય છે.જે તેમને રોગપ્રતિકારક શક્તિને ન હોવા બરાબર કરી નાખે છે.

  દર્દીઓને સૂક્ષ્મ જીવાણુંના રોગથી બચાવવા અથવા તો તેમને રોગનો ઉપચારરુપ રસી આપવાની પદ્ધતિને 'રસીકરણ' અથવા 'વેક્સિનેશન' કહે છે. એવું માનવામાં આવે છે કે જૂના જમાનાનાં લોકો વિવિધ રોગોથી પીડાતા હતા ત્યારે જીવન ટકાવી રાખવા નિત નવા પ્રયોગો કરતા હતા. પ્રાચીન રોગોનો ઈલાજ કરનારા વૈદ્ય તરીકે ઓળખાતા હતા.જંગલી વનસ્પતિઓ દ્વારા કે ઔષધીઓ દ્વારા વ્યક્તિનો ઈલાજ કરવામાં આવતો.વ્યક્તિ ઈલાજ દરમિયાન પ્રયોગ સફળ રહ્યો તો તે પદ્ધતિનો ઉપયોગ અન્ય પર કરવામાં આવતો અને ચોક્કસ પ્રકારની ખાતરી થયા બાદ બહાર અન્ય સાથે માહિતી દ્વારા અન્ય ગામડાઓમાં જ્ઞાન પહોંચાડમાં આવતું,પરંતુ ચોક્કસપણે કયા કારણોસર ઇલાજ શક્ય બન્યો તેથી માહિતગાર ન હતા.

  એવું માનવામાં આવે છે કે પ્રાચીન ભારતના ઋષિઓએ બળિયા જેવા રોગનો ભોગ બનેલા દર્દીના પરુવાંળું પૂમડું અન્યને સુંઘાડવાથી સાજા વ્યક્તિને ચેપ સામે રક્ષણ મળતું. અગિયારમી સદીમાં ભારતની શોધ ચીનમાં ગઈ. તેઓએ જોયું કે અમુક રોગ દર્દીને વારંવાર થાય છે પરંતુ અમુક રોગ માત્ર એક જ વાર થાય છે.

  વર્ષો પહેલા ચીનના આખા વિસ્તારને બળિયા થયા હતા. લોકોને તાવ,માથું,ગળું,અસહ્ય વેદના સાથે લોહીની ઊલટી થઈ જીવ ગુમાવવાનો વારો આવતો હતો. શરીરની અંદર રક્તસ્ત્રાવ થતો અને શરીરના

chickenpox image

chickenpox 

બાહ્ય ભાગ ઉપર મોટા લાલ કે કાળા ચાઠાંથી ભરાઈ જતો. આ રોગ ચેપી હોવાથી અન્ય સાથે વ્યક્તિની જાણ બહાર ફેલાઈ જતો.દર્દીને લાંબા સમયે તેના ભોગ બન્યાની જાણ થતી અને પરિણામે દર દસમાંથી ત્રણ વ્યક્તિનું મૃત્યુ થતું હતું. તે દરમિયાન ત્યાંના વૈજ્ઞાનિકોએ જોયું કે બચી ગયેલા દર્દીને પુનઃરોગ લાગ્યું પડતો નથી.વર્ષોના નિરીક્ષણ પછી ચીની વૈધોએ એક  લાંબી પદ્ધતિની રચના કરી જેમાં એક નળી દ્વારા બાળકો પોતાના નસકોરાના ભાગે એક ચૂર્ણને સૂંઘતા. આ ચૂર્ણ જે લોકોએ સૂંગ્યો તે બળિયાના બહુ થોડાંક ચિન્હો સાથે માંદા પડ્યા હતા. આ ચૂર્ણ એ બીજું કઈ નહીં પરંતુ તેમના શરીર પર થયેલા ચાઠાં પરનાં પોપડાંનો વાટીને કરેલો ભૂકો હતો.આ ભુક્કાને સૂંઘ્યા પછી થોડાક દિવસોમાં આ બાળકોમાં પણ બળિયાની માંદગી શરૂ થઇ ગઇ પરંતુ ત્રણ-ચાર દિવસના સામાન્ય તાવ પછી આ બાળકો સ્વસ્થ થઈ ગયા અને એ વાત તો નક્કી હતી  કે આ રોગ ફરી તેમના જીવનમાં આવવાનો ન હતો.

  આમ રોગપ્રતિકારક શક્તિના શબ્દથી અજાણ વૈધોએ જાણે-અજાણે રસીની શોધ કરી. આવી જ એક પદ્ધતિ આફ્રિકાના વૈદ્યોએ પણ બળિયા માટે શોધી હતી અને ત્યાર પછી તુર્કીમાં પણ તેનો પ્રયોગ થયો.આમ રોગપ્રતિકારક શક્તિને કુત્રિમ રીતે ઉત્તેજિત કરવાની પદ્ધતિ વિકસાવવામાં આવી.પુરાણોમાં અને ઇતિહાસમાં સાપના ઝેર થી બચવા તેના ઝેરનો નાનો જથ્થો ગળી જતાં અથવા ખોરાકમાં લેતાં હતા. જેથી શરીર ધીમે ધીમે સાપના ઝેર સાથે પ્રતિકારશક્તિનો વિકાસ કરે પરંતુ આ પ્રયોગમાં કેટલાક લોકો મૃત્યુ પામતા હતાં. બળિયાના કિસ્સામાં મૃત્યુ પામનારની સંખ્યા નહિવત્ હતી પરિણામે આ પ્રયોગ સફળ થયો.

 કોઈપણ રસી કે વેક્સિનને તૈયાર કરવાનો હેતુ એ હોય છે કે શરીરની અંદર એન્ટીબોડી તૈયાર કરવી.પેથજેન્સને લઈને શરીરની અંદર પ્રવેશ કરવા માટે ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.કોઈપણ વાઈરસ કે બેક્ટેરિયાનો નાનો અને નિષ્ક્રિય કરેલ જથ્થાને શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. જેની સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ યુધ્ધે ચડે છે અને તેમનો નાશ કરે છે. તે દરમિયાન જે તે પેથોજેન્સ સાથે લડવા શરીરના આંતરિક ભાગમાં એક પ્રકારના પ્રોટિન્સ જેને એન્ટીબોડી કહે છે તેનું નિર્માણ થાય છે.જે કાયમી તે પ્રકારના વાયરસ કે બેક્ટેરિયા સાથે લડવા સક્ષમ હોય છે અને પરિણામે વ્યક્તિ સ્વસ્થ બને છે.

 બીજી એક પદ્ધતિ એ પણ છે કે જેમાં કોઈ પ્રાણીની અંદર રહેલ એન્ટીબોડી લઈ દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવે અને દર્દી સ્વસ્થ થાય છે,પરંતુ તે કાયમી અસર કરતું નથી.માટે તેને પેસિવ એન્ટીબોડી કહે છે.વેક્સિનને એક્ટિવ એન્ટીબોડી કહે છે, જે વધુ યોગ્ય અને કાયમી રોગ નિવારક હોય છે. 

Process of vaccination:

  દરેક વેક્સિન બનાવતી કંપનીની વેક્સિન તૈયાર કરવાની પદ્ધતિ આમ તો અલગ અલગ જ હોય છે,પરંતુ દરેક કંમ્પની સામાન્ય તબક્કાવાર પધ્ધતિને ચોક્કસ સ્વરૂપે અનુસરતી હોય છે. 

Step 1 : Production 

  આ તબક્કામાં કોઈપણ વાઈરસ કે બેક્ટેરિયાને ઉગાડવામાં અથવા તેનું પાલન કરવામાં આવતું હોય છે. જેમાં તેમનું એસિડિક લેવલ એટલે કે Ph. લેવલ,તાપમાન લેવલ ઓક્સિજન લેવલ દરેકનું ધ્યાન રાખવું પડતું હોય છે.જો કોઈ કારણસર ભૂલ જણાય તો સમગ્ર જથ્થાને ફેકવું પડે છે.

Step 2: Purification 

  તૈયાર થયેલ પેથોજેન્સ માંથી અશુદ્ધિ દૂર કરવામાં આવે છે અને બેક્ટેરિયાને વધુ સુદૃઢ બનાવવામાં આવે છે.

Step 3: Inactivation

  વિકસિત પામેલ પેથોજેન્સને  એક લેવલ સુધી નિષ્ક્રિય કરવામાં આવે છે પરંતુ તે માનવ શરીરમાં જાય ત્યારે રિએક્શન ઉત્પન્ન કરી શકે તેવી સ્થિતિમાં રાખવામાં આવે છે જેને વેલેન્સ કહે છે.

Step 4: formulation

   એક વેક્સિન એક અથવા એકથી વધુ પ્રકારના પેથોજેન્સથી બચાવી શકે છે. જે વેલેન્સ પર આધાર રાખે છે.અલગ અલગ રોગ સામે રક્ષણ આપતી વેક્સિનને મિશ્ર કરવું તે સામાન્ય ઘટના નથી હોતી. તેમાં વૈજ્ઞાનિકોને વર્ષો લાગે છે અને હજારો પરીક્ષણો કરવા પડે છે. ઉદાહરણ તરીકે ડી.પી.ટી રસી ત્રણ પ્રકારના રોગ સામે રક્ષણ કરે છે. અહીં એકબીજા સાથે રિએક્શન ન થાય તે પણ ધ્યાન રાખવામાં આવે છે.

Step 5: Stabilization

  તૈયાર થયેલ વેક્સિનને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાની હોવાથી તેમને ખાસ પ્રકારના ટેમ્પરેચર કંટ્રોલ કંટેન્ડરથી લઇ જવામાં આવે છે.તેમની સાથે સાથે કંપનીની અંદર એક ટેમ્પરેચર ટ્રેકિંગ ડિવાઇસ પર મૂકે છે. જ્યાં સુધી જથ્થો જે તે જગ્યાએ પહોંચી ન જાય ત્યાં સુધી તેમનું સંપૂર્ણ અવલોકલ થતું હોય છે. તેમને ૨ થી ૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાને જાળવી રખાય છે.જો કોઈ કારણસર વેક્સિનમાં ભૂલ જોવાય તો સંપૂર્ણ જથ્થાને જ નાબૂદ કરવો પડતો હોય છે. તૈયાર થયેલ વેક્સિન ઉપર પણ ૧૨૦૦થી ૧૫૦૦ જેટલા ટેસ્ટ હોય છે. 
 એક સામાન્ય ડીશમાં ઉત્પન્ન થયેલા જીવાણુમાંથી કંપની મિલિયન્સમાં તેનું ઉત્પાદન કરતી હોય છે.જે ખૂબ નફો કરાવનાર સાબિત થતું હોય છે.
   અમુક વેક્સિનને પાઉડર સ્વરૂપે રાખવામાં આવે છે. તેને ફ્રીઝ ડ્રાય કરવામાં આવે છે.આ પ્રકારની
vaccine information
વેક્સિન ત્યારે કામ આવે છે જ્યારે કોઈ પ્રકારનું એપિડેમિક કે પેન્ડેમિક ફેલાઈ જાય છે. આ શુષ્ક સ્વરૂપે રાખેલ પાવડરને ઘણા સમય સુધી હોસ્પિટલમાં રાખી શકાય છે અને જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય છે. તેમાં ફ્રીઝ દ્રાઇસ સાથે ડાઈલ્યુટ મેળવીને તૈયાર કરવામાં આવે છે અને લેબોરેટરીમાં પરિક્ષણ કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવે છે.
  રસીની અસરકારકતાની પણ ચકાસણી કરવામાં આવે છે.જેમાં નીચે મુજબના સવાલોનું પરીક્ષણ કરવામાં આવે છે.


1) શું ઉમેદવારની રસી રોગને અટકાવે છે? 

2) શું તે રોગકારક ચેપને અટકાવે છે?

3)શું તે એન્ટિબોડીઝ અથવા પેથોજેન સંબંધિત અન્ય પ્રકારની રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓનું ઉત્પાદન તરફ દોરી જાય છે?

ત્યાર પછી આગળનાં પગલાંમાં  મંજૂરી અને લાઇસન્સર મેળવવું પડતું હોય છે.સફળ ત્રીજા તબક્કાની અજમાયશ પછી,રસી વિકાસકર્તા એફડીએને (

Food and Drug Administration)

બાયોલોજિક લાઇસન્સ એપ્લિકેશન સબમિટ કરશે.ત્યારબાદ એફડીએ ફેક્ટરીનું નિરીક્ષણ કરશે જ્યાં રસી બનાવવામાં આવશે અને રસીના લેબલિંગને મંજૂરી આપવી.

  લાઇસન્સ પ્રાપ્ત કર્યા પછી, એફડીએ રસીના ઉત્પાદન પર દેખરેખ રાખવાનું ચાલુ રાખશે,જેમાં સુવિધાઓનું નિરીક્ષણ કરવું અને શક્તિ, સલામતી અને શુદ્ધતા માટે ઉત્પાદકોની ઘણી બધી રસીના પરીક્ષણોની સમીક્ષા કરવી.એફડીએ પાસે ઉત્પાદકોની રસીનું પોતાનું પરીક્ષણ કરવાનો અધિકાર છે.

નિષ્કર્ષમાં
  રસીઓ વિકસિત કરવામાં આવે છે,પરીક્ષણ કરવામાં આવે છે અને અન્ય દવાઓ જેવી જ નિયંત્રિત કરવામાં આવે છે. સામાન્ય રીતે,રસી બિન-રસી દવાઓ કરતાં પણ વધુ સારી રીતે પરીક્ષણ કરવામાં આવે છે કારણ કે રસી ક્લિનિકલ ટ્રાયલ્સમાં માનવ વિષયોની સંખ્યા સામાન્ય રીતે વધારે હોય છે.આ ઉપરાંત,રોગ નિયંત્રણ માટેના કેન્દ્રો અને એફડીએ દ્વારા રસીઓના પોસ્ટ-લાઇસન્સર મોનિટરિંગની નજીકથી તપાસ કરવામાં આવે છે.

પ્રથમ પગલાં: પ્રયોગશાળા અને પશુ અભ્યાસ
એક્સ્પ્લોરેટરી સ્ટેજ
  આ તબક્કે મૂળભૂત પ્રયોગશાળા સંશોધન શામેલ છે અને ઘણીવાર 2-4 વર્ષ ચાલે છે.સંઘીય રીતે નાણાં પૂરા પાડવામાં આવતા શૈક્ષણિક અને કુદરતી અથવા કૃત્રિમ એન્ટિજેન્સ ઓળખે છે.જે રોગને રોકવા અથવા તેની સારવાર કરવામાં મદદ કરી શકે છે.આ એન્ટિજેન્સમાં વાયરસ જેવા કણો,નબળા વાયરસ અથવા બેક્ટેરિયા,નબળા બેક્ટેરિયાના ઝેર અથવા પેથોજેન્સમાંથી લેવામાં આવતા અન્ય પદાર્થો શામેલ હોઈ શકે છે.

ગુણવત્તા નિયંત્રણ:
  ક્લિનિકલ વિકાસ એ ત્રણ તબક્કાની પ્રક્રિયા છે.  પ્રથમ તબક્કા દરમિયાન, લોકોના નાના જૂથો ટ્રાયલ રસી મેળવે છે.  બીજા તબક્કામાં, ક્લિનિકલ અભ્યાસ વિસ્તૃત કરવામાં આવે છે અને રસી એવા લોકોને આપવામાં આવે છે જેમની લાક્ષણિકતાઓ છે (જેમ કે વય અને શારીરિક આરોગ્ય) જેમની પાસે નવી રસીનો હેતુ છે.ત્રીજા તબક્કામાં, રસી હજારો લોકોને આપવામાં આવે છે અને અસરકારકતા અને સલામતી માટે પરીક્ષણ કરવામાં આવે છે.
  આમ,વેક્સિન સોધવાની એક ચોક્કસ પધ્ધતિ હોય છે.તેને સોધવામાં લાગતો સમય કોઈ ચોક્કસ હોતો નથી.કેટલીક વેક્સિનને બનાવતા બે માહિ તો કેટલીક બે વર્ષે કે તેથી વધુ પણ સમય લાગી શકે છે.વેક્સિન શોધવાનો ઇતિહાસ આમ તો ઘણો લાંબો છે પરંતુ આ સોધમાં વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી કાર્ય કર્યું છે અને કરવું પડશે કારણ કે પ્રકૃતિ જ્યારે પરિક્ષા લેવાનું નક્કી કરેછે ત્યારે સમગ્ર જ્ઞાન બાજુ એ રહી જતું હોય છે  અને તથ્ય કઈ નવુ જ નીકળતું હોય છે.પરીક્ષા લેવી કુદરતની હાથની વસ્તુ  છે પણ આપણે પ્રયત્ન ચાલુ રાખવા પડસે તે નક્કી છે. 
                                                                                          
                                                                                                                            જૈમીન જોષી.

No comments:

Post a Comment

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...