Saturday, August 1, 2020

ઇચ્છાઓ -અવૈચારિક માંગણીઓ (Desires -Involuntary demands)



Desire

                                Desire




माया मरी न मन मरा , मर मर गये शरीर ।
आशा तृष्ना ना मरी , कह गये दास कबीर ॥
— कबीर


     ઇન્દ્રિયોને  આધીન વ્યક્તિ સહજ પણે ઈચ્છાઓનું પટારુ માથે લઈને ફરતો હોય છે. માનવ રાગ, ભય, લોભ અને જડતા ભર્યા ક્રોધને વશ થઈ જાય છે. તે હંમેશા ઇચ્છાદ્રવ્યનો ભોગી બને છે. દ્રવ્ય સંબંધી કર્મ મનુષ્યને ક્ષણ બેક્ષણનું સુખ ચોક્કસ આપે છે પરંતુ સંતોષ આપી શકતો નથી. માંગવું અને મેળવો બંનેમાં ગગન ધરતી નો ફરક છે. યોગી અને ભોગી બંને માટે ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણો સાથે સંગઠીત ક્રિયાઓને પ્રજ્વલિત કરવા જ્ઞાન આવશ્યક માર્ગ છે.માનવીને ગળથૂથીમાંથી માગવાનું શીખવેલ જ હોય છે. ઈચ્છાઓની પૂર્તિ માટે જાગૃત મન, અજાગૃત મન અને અર્ધજાગ્રત મનનું એક અલગ વિજ્ઞાન છે 'એઝ અ મૅન થિંકેથ' ની થિયરી સમગ્ર જગ્યાએ સ્વીકારાય ચૂકી છે અને તેના ઉપર અમલીકરણ પણ થઈ ચૂક્યું છે. પોતાના સપના પુરા કરવા એક ચોક્કસ કલ્પનાના સહારે તેના ચિત્રને  વાસ્તવિકતા તરફ ખેંચતા લોહી ચુંબક તરંગોનો  પણ એક આખો અલગ પ્રભાવ પડતો રહ્યો છે. ઈચ્છા,દ્વેષ, સુખ-દુઃખ, સ્થૂળ શરીર આ બધું જીવનના ક્ષેત્રમાં ફરતા આવેગો જ માનવને ક્યાંકને ક્યાંક જીવન જીવવાનો આનંદ પ્રદાન કરતો હોય છે.

મનુષ્યની ઇચ્છાઓનું પેટ કોઈ ભરી  શકતું નથી~વેદવ્યાસ

      માંગવાની ક્રિયાઓના દ્રષ્ટિને દિશા આપતું એક ઉદાહરણ  સ્કંદપુરાણમાં શિવજીની ઉદારતાનું એક સુંદર દૃષ્ટાંત છે.તામસ પ્રકૃતિના જીવો જ્યારે શિવજી પાસેથી કાંઈક માગવાની ઇચ્છા કરે છે,ત્યારે માગનારનો દ્રસ્તિકોણની  સજ્જતાની એક કથા છે.'એક વાર  ભગવાન કુબેરે ભગવાન શંકરને પ્રાર્થના કરતા કહ્યું કે ,હે : - ‘ પ્રભો ! મારી પાસે ઘણું ધન છે , એ ધનથી હું આપની યત્કિંચિત દેવ - દેવીની સેવા કરવા ઇચ્છા રાખું છું.

      ”શિવજીએ કહ્યું : - ‘ મને  તમારા ધનની સેવાની જરૂર નથી . જગતનું તમામ ધન તો મારી વિભૂતિ છે કે વિભૂતિજ છે એમ જાણવું. તમે કોઈ અન્ય દેવી દેવતાની સેવા કરો.
    પરંતુ  કુબેરે એ જ પ્રકારે માતા પાર્વતીજીની પ્રાર્થના કરી .સ્ત્રી સહજ સ્વભાવને આધીન થઈ  પાર્વતીજીએ કુબેરને આજ્ઞા કરી : - “ કૈલાસની નજીકમાં એક સુવર્ણનો રત્નજડિત મોટો રાજમહેલ ઊભો કરી દેવો. તરત જ ભગવાન કુબેરે કૈલાસની નજીકમાં જ એક રત્નજડિત રાજમહેલ તૈયાર કરવી દીધો. હવે આ સુવર્ણમહેલનું વાસ્તુ કરવા માટે કોઈ મહાન વિદ્વાન બ્રાહ્મણને બોલાવવા માતા પાર્વતીજીએ પતિ શિવજીને પ્રાર્થના કરી. મહાદેવને પ્રથમ તો મનમાં સંચય થયો પણ પત્નીનું મન રાખવા અને જગતને એક લીલા બતાવવા તેમણે ઇચ્છા  થઈ. 
       શિવજીએ આજ્ઞા કરી : -‘ લંકાપતિ રાવણ પુલસ્ય કુલનો મહાન વેદવેત્તા બ્રાહ્મણ છે . કર્મકાંડ કરવામાં એ ખૂબ કુશળ છે.તેની ગણના જ્ઞાની પુરુષમાં થાય છે, અનેક ઋષિ - મુનિઓ યજ્ઞના આચાર્ય તરીકે એનું જ વરણ કરે છે તથા તે મારો પરમ ભક્ત છે માટે આપણે આપણા આ મહાલય - સ્વર્ણમંદિરની વાસ્તુશાંતિના આચાર્ય તરીકે રાવણનું વરણ કરીએ.
     જેવી આપની ઇચ્છા પ્રભુ તેમ કહીને માતા પાર્વતીજીએ પોતાના દૂતને લંકામાં મોકલીને વાસ્તુશાંતિના આચાર્ય તરીકે રાવણને આમંત્રણ મોકલ્યું.
     રાવણે એ આમંત્રણનો સ્વીકાર કર્યો . અનેક ઋષિમુનિઓ સહિત રાવણે આ વાસ્તુશાંતિનું કાર્ય સંપન્ન કર્યું.પૂજાની પૂર્ણાહુતિ કર્યા પછી દક્ષિણા આપવાનો વખત થયોએ એટલે  ભગવાન સદાશિવે યજમાન તરીકે રાવણને દક્ષિણા માગવાની આજ્ઞા કરી : - પરંતુ રાવણ આટલો ઉચ્ચ કક્ષાનો વેદવેત્તા હોવા છતાં તેની ચિત્તવૃત્તિ સ્થિર ન હતી . એની દષ્ટિ મહાદેવી શિવપ્રિય પાર્વતીના ઉપર હતી . આથી તેણે ભગવાન શંકર પાસેથી દક્ષિણાના રૂપમાં મહાદેવી પાર્વતીની યાચના કરી.
 આ જોઈ ભગવાન મહાદેવએ પાર્વતીજી સામે જોયું.રાવણની આવી અયોગ્ય માગણી પાર્વતીજીને ગમી નહિ.
      આ તરફ આ વાસ્તુશાંતિના પ્રસંગે તમામ દેવી દેવતા ત્યાં  આવ્યા હતા , તેમને પણ ચિંતા થઈ કે આ બ્રહ્મવિદ્યા કુપાત્રના હાથમાં જશે , તો અર્થને બદલે અનર્થ થઈ જશે !
    ત્યારપછી બધા દેવોએ શ્રીકૃષ્ણનું સ્મરણ કર્યું . આ તરફ પાર્વતીને હાથ પર ઊઠાવીને રાવણ ચાલતો થયો.ત્યાં વચ્ચે જ એક અગિયાર વર્ષનો ગોવાળ તેને સામો મળ્યો . ગોવાળે હસીને રાવણને પૂછ્યું : - ‘ અરે , આ કોને લઈ જાય છે ? ' “ આ પાર્વતી છે.ભગવાન શંકરે મને દક્ષિણામાં આપી છે . ” રાવણે ઉધ્ધતાઈ પૂર્વક જવાબ આપ્યો . ‘અરે મૂર્ખ  આવો વિશ્વાસ તને કેવી રીતે આવ્યો કે આ તારા ખભે બેઠેલ સાક્ષાત માતા પાર્વતિ છે? ' હસતાં હસતાં ગોવાળે કહ્યું : ‘જરા વિચાર તો કર કે  કોઈ પોતાની પત્નીને દક્ષિણામાં આપે ખરૂ ? 
      'ત્યારે આ કોણ છે ? ' રાવણે આશ્ચર્યથી પૂછ્યું . - 
     ‘અરે હું તો રોજ ભગવાન શંકરનાં દર્શને જાઉ છું,શિવપાર્વતીની યુગલજોડીની સેવા કરનારી આ તો પાર્વતીની દાસી છે ! ' ગોવાળે જવાબ આપ્યો.
     ‘તારી વાત નાના બાળકના જેવી છે , એને હું કેવી રીતે માનું ? ' રાવણે શંકા કરી , 
     'તને વેદશાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન છે ખરું?” ગોવાળ બોલ્યા: -આ જગતના અને દેવોના કર્તધર્તા પલનકારી મહાદેવ સાક્ષાત બ્રમ્હ છે  અને દેવી પાર્વતી બ્રહ્મવિદ્યાનું સ્વરૂપ છે, બ્રહ્મવિદ્યાના શરીરમાંથી અગરૂચંદની સુગંધી ફેલાય છે.હવે આ દાસીના શરીરની નજીકમાં જઈને જોઈ લે,કે તેના શરીરમાંથી એવી સુગંધી નીકળે છે? 
       ગોવાળની વાતોથી રાવણના મનમાં ભ્રમમાં ઉત્પન થયો. તેણે પાર્વતીજીની નજીકમાં જઈને જોયું તો તેમાંથી દુર્ગંધ આવી રહી હતી . હવે રાવણને વિચાર આવ્યો કે પોતે છેતરાઈ ગયો છે. હવે આ દક્ષિણામાં આવેલી દાસીને બદલાવવા જઈશ , તો ક્યાંક ભગવાન શંકર આ દાસીને જ સંકલ્પપૂર્વક દક્ષિણામાં આપી છે , એમ કહીને મને ગળે વળગાડી દેશે ! અથવા તો શાપ આપી દેશે,તથા સમગ્રહ દેવી દેવતા સામે હું મૂર્ખ સાબિત થઈસ' આવો વિચાર કરીને રાવણએ દાસીને ત્યાં ને ત્યાં છોડીને કૈલાસમાં ચાલ્યો ગયો. મહાદેવી પાર્વતીને લઈને ભગવાન શ્રીકૃષ્ણ કૈલાસમાં ગયા , અને ભગવાન શંકરને કહ્યું : “લો પ્રભુ,સંભાળો આપની આ બ્રહ્મવિદ્યાને !
    ‘રાવણ આ અલૌકિક બ્રહ્મવિદ્યાને પાત્ર નથી અને કુપાત્રને મળેલી બ્રહ્મવિદ્યા સુગંધને બદલે દુર્ગધ ફેલાવે છે,એ ન્યાયથી મેં આજે રાવણના પાસેથી તેમને મુક્ત કરાવી છે .”
     આ દૃષ્ટાંત એમ સૂચવે છે કે કુપાત્રના હાથમાં જો બ્રહ્મવિદ્યા આવી જાય,તો એ સુગંધ-સુવાસને બદલે દુર્ગધ - અપકીર્તિ અને વિષયવાસના ફેલાવે છે . પાર્વતી સ્વયં બ્રહ્મવિદ્યાનું સાક્ષાત્ સ્વરૂપ છે . ભગવાન સદાશિવ એવા ઉદાર અને ભોળા છે કે તેઓ ભક્તોને પોતાનું સર્વસ્વ આપી દેવામાં પણ જરા સરખો પણ  સંકોચ કરતા નથી.
      અન્ય એક ઉદાહરણ મહાભારતનું પણ છે.દ્રૌપદીના સ્વયંવરમાં કર્ણ જ્યારે ઉભો થાય  ત્યારે સંપૂર્ણ પણે સક્ષમ હોવા છતાં કૃષ્ણના એક ઇશારે દ્રૌપદી તેને લગ્ન કરવા ના કહી દે અને કૃષ્ણ તેમના લગ્ન અર્જુન સાથે કરાવે છે.આખા સ્વયંવરની ચર્ચા એક અલગ વિષય છે પરંતુ મૂળ વાત ઈચ્છાઓની જ છે.સમજણ વગરના સપના,હેતુ વગરનું  જીવન અને અહંકાર ભર્યું જ્ઞાન વ્યક્તિને આશક્ત કરે છે. 
      નરસિંહ,મીરાં,સુરદાશ કે રવિદાશને કૃષ્ણભક્તિ દ્વારાં હરિ મળે છે પણ હૃદયમાં ધારણ કરનાર રાધા તેનાથી વંચિત છે.પત્નીને પિયરમાં મૂકી માથે કાવડ ચડાવી માતા પિતાને હરિદર્શન કરાવા નીકળેલ શ્રવણને ક્યાં ખબર  હતી કે પાણી ભરતા એક તીર હવાને ચિરતું આવશે અને તેના શરીરને વીંધી નાખશે.ખૂણે ખૂણે સંતાતો શરમાતો ગરીબ સુદામો જ્યારે દ્વારિકામાં પગ મૂકે ત્યારે ત્યાંનો રાજા ઢસડાતો પડતો તેને મળવા દોડી આવે.આ બધું હરી કૃપાને આધીન હોય તો જ મળે. 
    ઈચ્છાઓને પગ નહીં પાંખો હોઈ છે.માનવ દેહ તે પાંખો પર બેસી પ્રવાસ કરી શકાતો નથી,તેને તો પગડંડી જ શોભે.ભય અને નિર્ભરતા વચ્ચે ભેદ પારખતા અને આગળ વધતાં આવડે તો જીવન સહજ બનતા વારના લાગે.
                                                                                                                           જૈમીન જોષી.  

No comments:

Post a Comment

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...