Monday, September 4, 2023

કુશળ થવું છે તો એકાગ્ર ચિત્ત વાળા બનો. (If you want to be skilled, be focused.)

  •  એકાગ્રતા જ છે જે તમને જીવનમાં ઉત્તમ રસ્તાઓ પર ચાલવા માટે પ્રેરિત કરી શકે છે.

Concentration


   જીવનમાં એકાગ્રતાનું મહત્વ કેટલું તેવો વિચાર આવે ત્યારે સહજ રીતે પ્રશ્ન થાય કે એકાગ્રતા જેવું કોઈ તત્વ હોઇ છે પણ ખરું કે માત્ર સામાજિક માળખાઓમાંથી ઉત્પન થયેલો એક માત્ર શબ્દ જે માત્ર કલ્પના પુરતો સીમિત છે. શું મગજની તેવી કોઈ અવસ્થા ખરી કે આસપાસનું ભૂલી માત્ર એક જ વસ્તુ ઉપર આપણું ધ્યાન રહે. કોઈ વસ્તુ પુરતું જકડાઈ રહેવું તે જડતા ન કહેવાય? આમ તો એકાગ્રતા વીશે ન જાણનાર લોકો ભાગ્યે જ હશે. જાત જાતની સલાહો આપનાર મોટે ભાગે એકાગ્ર ચિત્ત, ધ્યાન અને લક્ષ વિશે  ભાત ભાતની શિખામણો આપતા હોય છે. તેમ છતાં એકાગ્રતાની વાસ્તવિકતા વિષે કોઈ ચોક્કસ નિયમો નથી. આમ જોવા જઈએ તો એકાગ્રતાનો સીધો સંબંધ આધ્યાત્મ સાથે છે. તમે આસ્તિક હોવ કે નાસ્તિક પરંતુ મગજની આ અવસ્થા સુધી પોહચવા માટે ધાર્મિક હોવું આવશ્યક નથી ન તો તેની કોઈ શિક્ષા, પદ્ધતિ કે તપ છે. કેટલાક લોકોને તે જન્મજાત મળતી હોય છે તો કેટલાકે માગને ટેવડાવવું પડતું હોય છે. કોઈ એક વસ્તુ, બાબત કે ઘટનામાં તેટલું ઊંડું ઉતરી જવું કે અન્ય કોઈ બાબત માટે આપણે સજાગ ન હોઈએ. એક રૂપ બુદ્ધિ મન જ્યારે  સ્થિરતા પ્રાપ્ત કરે ત્યારે આપણું જ્ઞાન પાપ રહિત થઈ શકે. કોઈ પણ કાર્યમાં પાપ અને પુણ્યની ગહનતા સમજી શકવા ચિત્ત એકાગ્ર હોવું આવશ્યક છે. જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણ એકાગ્રતા અને નિષ્ઠા બાબતે જવાબદાર સજાગ હોય ત્યારે તેની નિર્ણય શક્તિમાં સચોટ ગુણોનું સંચાર થાય છે. પોતાની ખૂબી અને ખામીઓ વિશે જાગૃત હોવું જરૂરી છે.

     જ્યારે કોઈ સાધક(વ્યક્તિ) વિચારે છે, લક્ષ નક્કી કરે છે અને પોતાની બધી શક્તિઓને પોતાના લક્ષને પૂર્ણ કરવામાં લગાવી દે છે. પોતાની દિશા નક્કી કરી લે છે અને પોતાના નક્કી કરેલ ધ્યેયને એટલી ઉત્કંઠા અને ઉત્કૃષ્ટતા વરે છે કે સાધક પોતે ઉત્કૃષ્ટ બની જાય છે. પોતાનાં સપનાઓ પૂર્ણ કરવાની તીવ્ર ઈચ્છાઓ જીવનની કોઈ પણ સુવિધા અસુવિધાથી પર રાખે છે. ન માન સન્માન, ભૂખ તરસ, ગંધ, સુગંધ ,પીડા, પ્રેમ, સ્નેહ, સમર્પણ, સત્કર્મ, કુકર્મ, સત્ય, અસત્ય તમામ બાબતોથી પર આ વ્યક્તિની માત્ર કર્મ કરવાની જ વૃતિ કે જડતા હોય છે.

    પોતાની જાતને ઉત્તમ સાબિત કરવા આ જડતા જરૂરી છે. કોઈ પણ સર્જનાત્મક કાર્ય કરવા માટે આપણું મન એકાગ્ર હોવું જરૂરી છે. સફળતા કોઈ મંદિરનો પ્રસાદ નથી કે માત્ર લાઇનમાં ઊભા રહેવાથી આપણાં હાથમાં આવી જાય. આ એક તપ છે જે રાતોરાત પ્રાપ્ત થતું નથી. કુશળ થવું છે તો એકાગ્ર ચિત્ત વાળા બનો. પોતાની વાણી,વર્તન ઉપર સંયમ રાખી પોતાનાં સપનાં, પોતાનાં ધ્યેયને પ્રાપ્ત કરવા પોતાનાં મન ઉપર અંકુશ રાખતા શીખો.  

 

                                                                                                                    જૈમિન જોષી.


Saturday, April 22, 2023

પરશુરામ એક જ્વાળા (Parashurama a flame)

  • જે બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિય છે, જે કોમળ હોવા છતાં પ્રચંડ જ્વાળા છે તે પરશુરામ છે. 


Parsuram image


   ત્રિદેવમાના એક દેવ ભગવાન વિષ્ણુના દસાવતારમાના છઠ્ઠા અવતાર એટલે પરશુરામ. જેની આંખો હમેશાં ક્રોધથી લાલ રહેતી,  જેની છાતી હમેશાં ચટ્ટાન જેવી મજબૂત અને ભુજાઓ જાણે હજાર હાથીઓને એક સાથે પછાડી શકે તેવી બળશાળી હતી. જે ચાલે તો લાગતું કે જાણે સાક્ષાત પ્રચંડ જ્વાળા પ્રવેશી રહી હોય. યુદ્ધમાં તેમની ફરસી તેવી ચાલતી જાણે સાક્ષાત મહાદેવનું ત્રિશૂળ તાંડવ કરી રહ્યું હોય.
    
  ભૂર્ગુ ઋષિ જમદાગ્નિ અને રેણુકાના પાંચ પુત્ર હતા. રૂક્મવાન, શુષેનું, વશુ, વિશ્વવશુ અને પરશુરામ. જેમનું મુખ્ય નામ તો રામ હતું પરંતુ ભગવાન શિવ દ્વારા પ્રાપ્ત થયેલ પરશુ(ફરસી)ના કારણે તે પરશુરામ કહેવાયા. એક વખત પરશુરામ ની માતા રેણુકા જળ ભરવા માટે નદીએ ગયા ત્યાં નદીમાં સ્નાન કરતાં સુંદર રાજ કુમારને જોઈને તે વિચલિત થઈ ગયા. તેમના મનમાં રાજ કુમારને લઈને અનેક કૂવિચારો આવવા લાગ્યા. તે ત્યાં રાજકુમારને જોવામાં એટલા મગ્ન થઈ ગયા કે તેમણે સમયનું જ્ઞાત ન રહ્યું, બીજી તરફ ઋષિ તેમની રાહ જોઈ ચિંતિત હતા. ત્યાં માતા રેણુકા આશ્રમમાં પાછા આવ્યા ત્યારે ઋષિએ તેમણે મોડા આવનું કારણ પૂછ્યું પરંતુ માતા રેણુકા જૂઠું બોલી ઝૂપડીમાં જતાં રહ્યા. ઋષિ પ્રકાંડ વિદ્વાન હતા એટલે તેમને આંખ બંધ કરી સમગ્ર ઘટનાને જોઈ લીધી. પોતાની પત્નીને રાજકુમાર ઉપર મોહિત થયેલી જોઈને તે ક્રોધે ભરાયા. ક્રોધિત થયેલ ઋષિએ તેમના મોટા પુત્ર રૂક્મવાનને પોતાની માતાને મારવાનો આદેશ આપ્યો પરંતુ તેને પોતાની માતાને મારવાનો ઇનકાર કરી દીધો. ઋષિએ અન્ય પુત્રોને પણ કીધું છતાં પોતાની માતાને મારવાનું પાપ કોઈ કરવા તૈયાર ન હતું. અંતે વધુ ક્રોધિત ભરાયેલ ઋષિએ પરશુરામને પોતાની માતા અને તેમની વાતનો અનાદર કરનાર પુત્રોની હત્યા કરવાનું કીધું. પિતાની આજ્ઞાનુ પાલન કરતાં તેમણે માતાનું માથું ધડથી અલગ કરી દીધું સાથે પોતાના મોટા ભાઈઓનો પણ વધ કરી દીધો. પિતાની આજ્ઞાનુ પાલન કરનાર પરશુ પર તે ખૂબ પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવાનુ કીધું ત્યારે પરશુરામએ વરદાન માગતા કહ્યું કે તેમની માતા અને ભાઈઓ પુનર્જીવિત થાય અને આ આખી ઘટના કોઈ ને યાદ ન રહે. પુત્રની આ સુજબૂજને બિરદાવતા અને આશીર્વાદ આપતાં ઋષિએ માતા રેણુકા અને પુત્રોને જીવિત કરી દીધા.
   
   હિન્દુ ધર્મના ચાર યુગો પૈકી ત્રણ યુગોમાં પરશુરાનો ઉલ્લેખ છે. તેમની માતા ક્ષત્રિય પરિવારના હતા જ્યારે પિતા ઋષિ હતા. ભગવાન વિષ્ણુ ભારતીય પૌરાણિક કથાઓ અને ધર્મમાં એક અભિન્ન સ્થાન ધરાવે છે.  ભગવાન વિષ્ણુ તેમના અનેક અવતાર માટે જાણીતા છે.  પરશુરામને તેમનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે. પરશુરામની વાર્તા ત્રેતાયુગની છે.  પરશુરામ શબ્દનો અર્થ થાય છે કુહાડીવાળા ભગવાન રામ.
  
   પરશુરામને ભગવાન શિવ તેમની યુદ્ધની પદ્ધતિઓ અને અન્ય કુશળતા શીખવી હતી.  બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા તેઓ અન્ય બ્રાહ્મણોથી વિપરીત હતા.  તેના બદલે, પરશુરામ ક્ષત્રિયના લક્ષણો ધરાવે છે.  તેઓ સંખ્યાબંધ ખટરિયા લક્ષણો ધરાવતા હતા, જેમાં આક્રમકતા, યુદ્ધ અને બહાદુરીનો સમાવેશ થાય છે.  તેથી, તેમને 'બ્રહ્મ-ક્ષત્રિય' તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમની પાસે બંને કુળમાંથી કુશળતા હતી. (પરશુરામના જન્મનો એક અલગ ઇતિહાસ છે જે અલગ આર્ટીકલમાં જણાવીશ. ભૂતકાળના ગર્ભમાં કેટકેટલા ભેદો રહેલા છે તેનાથી હજુ આપણે અજાણ છીએ)
 
પરશુરામ

   પરશુરામ સાથે જોડાયેલી એક વાર્તા એ છે કે એકવાર રાજા કાર્તવીર્ય સહસ્રાર્જુન અને તેની સેનાએ પરશુરામના પિતાની કામધેનુ નામની જાદુઈ ગાયને બળજબરીથી છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ક્રોધિત અને બદલો લેવાથી તેણે સમગ્રસેના અને રાજા કાર્તવીર્યને મારી નાખ્યા. તેમના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે, રાજાના પુત્રએ પરશુરામની ગેરહાજરીમાં પિતા જમદગ્નિની હત્યા કરી.  તેમના કૃત્યથી ગુસ્સે થઈ અને દુઃખી થઈને, તેમને બધા રાજાના પુત્રો અને ભ્રષ્ટ રાજાઓ તથા પૃથ્વી પરના ક્ષત્રિય યોદ્ધાઓને મારી નાખ્યા.
 
   પરશુરામને અમર તરીકે પણ ઓળખવામાં આવે છે( પૃથ્વી પર કોઈ અમર નથી અહી અમરનો અર્થ બ્રહ્માના સમય કલ્પ અને મનવંતર પ્રમાણે) જેમણે આગળ વધી રહેલા મહાસાગરનો સામનો કર્યો હતો, જે કોકન અને મલબારની ભૂમિને અથડાવા જઈ રહ્યો હતો.  મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો વિસ્તાર પરશુરામક્ષેત્ર તરીકે ઓળખાય છે.
 
   પરશુરામ તેમના સત્ય અને પ્રેમ માટે જાણીતા હતા.  તેઓ ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણના ગુરુ પણ હતા. ત્રેતાયુગની શરૂવાતના અવતાર પરશુરામ અને ત્રેતાયુગના અંતિમ અવતાર પ્રભુ શ્રી રામ. પ્રભુ શ્રી રામએ પરશુરામનો ક્રોધ પણ શાંત કર્યો હતો અને પછી તેમણે રાવણના વધ માટે હેતુસર થયેલ જન્મનું કર્તવ્ય પૂર્ણ કરવા તરફ પ્રયાણ કર્યું હતું.
 
પરશુરામ

   લોકવાયકા મુજબ પરશુરામે ભગવાન કૃષ્ણને સુદર્શન ચક્ર આપ્યું હતું.  એવું માનવામાં આવે છે કે વિષ્ણુના છઠ્ઠા અવતારનો મુખ્ય સૂત્ર તેમના કર્તવ્યોની ઉપેક્ષા કરનારા પાપી અને અધાર્મિક રાજાઓની હત્યા કરીને પૃથ્વીના ભારને મુક્ત કરવાનો હતો. તેમણે 21 વખત પૃથ્વીને ક્ષત્રિય વિહોણી બનાવી હતી. હવે એક સવાલ તેમ થાય કે 21 વખત થોડું વધારે ના કહેવાય શું ત્યાં સુધી કોઈ જીવિત રહી શકે? તો જણાવી દઉં કે ત્રેતાયુગનો સમય લગભગ 8,64,000 વર્ષનો હતો. મહાભારત કાળ એટલેકે દ્વાપરયુગમાં પણ તેમનો ઉલ્લેખ મળે છે. તે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને સૂર્ય પુત્ર કર્ણના ગુરુ હતા.   
 
     બીજી દંતકથા અનુસાર, ગણેજીનો એક દાત ખંડિત કરનાર પણ પરશુરામ છે.
 
    કલ્કિપુરાણ પ્રમાણે પરશુરામ આજે પણ પૃથ્વી પર રહે છે.  તે જણાવે છે કે પરશુરામ શ્રી કલ્કિના યુદ્ધ ગુરુ હશે, જે ભગવાન વિષ્ણુના અંતિમ અવતાર બનવા જઈ રહ્યા છે.  તે કલ્કીને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે યોગ્ય સંસ્કાર આપશે.  પ્રસન્ન થયા પછી ભગવાન શિવ કલ્કીને આકાશી શસ્ત્રોથી વરદાન આપશે.
 
    પરશુરામ એક એવા દેવ છે જેમનું નામ ભગવાન વિષ્ણુના દસાવતારમાં પણ છે અને અષ્ટચિરંજીવીમાં પણ છે. ઝારખંડની રાજધાની રાંચિમાં તંગીનાથ ધામમાં એક પહાડી ઉપર તેમની ફરસી અને પદચિન્હ હોવાની માન્યતા પણ છે.    
 
                                                                                                     જૈમીન જોષી.

Friday, April 14, 2023

બાબા સાહેબ , ગાંધીજી અને હિન્દુ ધર્મ (Baba Saheb, Gandhiji and Hinduism)

    

  • જે  જ્ઞાતીથી નહીં જ્ઞાનથી ઓળખાય છે, તે જ આંબેડકર. 



ambedkar image


   

   1930 માં નવેમ્બરમાં ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આખા ભારતમાંથી બધા મત અને સંપ્રદાયના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.  તે સમયે અગ્રેજ કાર્યકાળ હોવા છતાં કોંગ્રેસ પાર્ટીનું  સારું એવું પ્રભુત્વ હતું. તેના પ્રતિનિધિ રૂપમાં  ગાંધીજીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે મુસ્લિમ લીગના નેતા મોહમ્મદ અલી ઝીણા તથા અન્ય મુસલમાન નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. બ્રિટિશ સરકાર પહેલાથી દલિત સમાજ સાથે છૂટ અછૂતનો વ્યવહાર કરવામાં આવતો. શાળામાં અભ્યાસ ના કરી શકાય ન તો સ્વતંત્ર રીતે ફરી શકાય. ગામના કૂવાથી તેમણે પાણી પીવાનો પણ અધિકાર ન આપવામાં આવતો, પરંતુ આ પરિષદમાં મુદ્દો તે હતો કે બ્રિટિશ સરકારે દલિત સમાજ માટે શું કર્યું હતું? ભારતની આબાદીમાં પાંચમો ભાગ ધરાવતી પ્રજાના પ્રતિનિધિ સ્વરૂપે ડો. બાબા સાહેબ આંબેડકર ઊભા હતા. અહી યાદ કરાવી દઉં કે આપણાં હિન્દુ સમાજમાં જે વર્ગને અન્યાય થયો છે કે તેમના અધિકારોનું શોષણ થયું છે તેવું લાગે ત્યારે શિક્ષિત થયા પછી અને એક ચોક્કસ હોદ્દા પર પહોંચી  તેમણે હિન્દુ ધર્મ તરફી પોતાનું મોઢું ફેરવી લીધું છે. સ્પષ્ટ  વાત હતી કે જ્યાં આપણું સન્માન નહીં ત્યાં ઊભા રહીને પોતાનું અપમાન કરાવવાનો કોઈ અર્થ રહેતો નથી. મહાભારતમાં કર્ણ સાથે થયેલ દૂરવ્યવહારથી આપણે અવગત છીએ. પ્રત્યેક પેઢી દર પેઢી એવી પ્રજા કે જ્ઞાતિએ અમુક અન્યાયનો સામનો કર્યો છે અને કરતી રહી છે. આખો ઇતિહાસ આ ઘટનાઓનો સાક્ષી રહ્યો  છે.    
     
    1930 માં પહેલી ગોળમેજી કોન્ફરન્સ થઈ હતી. 1931, ઓગસ્ટમાં બીજી ગોળમેજી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ.આંબેડકર પહેલી ગોળમેજી કોન્ફરન્સમાં સામેલ થઈ ચુક્યા હતા. તેમને પુરો વિશ્વાસ હતો કે આ વખતે પણ તેમને સભામાં આમંત્રિત કરવામાં આવશે. ગાંધીજી પણ તેમાં સામેલ થવાના હતા. તે કોન્ફરન્સમાં સામેલ થતા પહેલા ડૉ.આંબેડકરને કેટલીક વાતો કરવા ઈચ્છતા હતા. આગળ ભરાયેલ સભામાં આંબેડકર દ્વારાં દલિતોના અધિકાર વિષે પાડેલ પડઘાનો સારો એવો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. આંબેડકરે કહ્યું હતું કે કોંગ્રેસ જે ખર્ચ કરે છે તે માત્ર દેખાવ પૂરતું છે. દલિતોની સહાયનાં ભાગ રૂપે વપરાતું ધન ક્યારેય તેમના સુધી પોહચતું જ નથી અને પોહચ્યું હોય તો પણ અમારી માતૃભૂમિ ઉપર જ અમારા સાથે કુતરા બિલાંડા જેવુ જ વર્તન કરવામાં આવે છે. ગાંધીજીની ધારણા હતી કે તેમના જેવો દલિતોનો ઉધ્ધારક અને ઉચ્ચારક સંસારમાં બીજો ન હોય શકે. ડો. બાબા સાહેબ આંબેડકરને કોંગ્રેસના વલણ પ્રત્યે એક અણગમો હતો જેનો તેમણે પ્રચંડ વિરોધ પણ કર્યો હતો. ગાંધીજીનો દ્રસ્તિકોણ કોંગ્રેસી માટે કઈક અલગ હતો. એ જ વાત સમજાવવા માટે તેમણે બાબા સાહેબ આંબેડકર સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

     એ દિવસોમાં ગાંધીજી મુંબઈમાં મણિભવનમાં રોકાયા હતા. ડૉ.આંબેડકરના પહોંચવાથી ગાંધીજીએ ઘણી ઉદારતાથી બતાવ્યું કે કોંગ્રેસે અછૂતોના ઉદ્ધાર માટે 24 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. છતાં પણ ડૉ.આંબેડકર કોંગ્રેસથી નારાજ કેમ છે? ગાંધીજીએ ત્યાં સુધી કહ્યું હતું કે જેને ડૉ.આંબેડકર અછૂત કહે છે તેમને ગાંધીજી પોતે હરિજન કહે છે.

     ડૉ.આંબેડકરે તેમના જવાબમાં એ કહ્યું કે જે 24 લાખ રૂપિયાની વાત ગાંધીજી કરી રહ્યા છે તે રૂપિયા તેમણે અછૂતો મતલબ હરીજનોમાં વહેંચી દીધા હોત તો તેનાથી તેમનો મહાન ઉપકાર હોત. તેમણે માત્ર હરિજન નામ પર ધન આમથી તેમ ખર્ચ કર્યુ છે. એટલું જ નહીં આંબેડકરે એ પણ કહ્યું કે જે રીતે કોંગ્રેસીઓને ખાદી પહેરવાનું અનિવાર્ય છે. શું ગાંધીજીએ અછૂતને અછૂત ન માનવાનું અનીવાર્ય કર્યુ છે? ગાંધીજીને ખબર છે, આંબેડકરે જ્યારે નાસિકના કાલારામ મંદિરમાં પ્રવેશ માટે સત્યાગ્રહ કર્યો હતો તો નાસિક કોંગ્રેસ અધ્યક્ષે તેનો વિરોધ કર્યો હતો. અભિપ્રાય એ છે કે આંબેડકરે ગાંધીજીને સ્પષ્ટ કહી દીધુ કે તેમને  ન તેમની કોંગ્રેસ પર ન તો તેમના પર વિશ્વાસ છે. આમ, ક્યાકને ક્યાક બાબા સાહેબ ગાંધીજીનાં વિરોધી બની ગયા હતાં અને હિન્દુ ધર્મનાં પણ.

   ગાંધીજીએ જ્યારે આ વિષયમાં વધારે વાત કરી તો આંબેડકરે કહ્યું કે ગોળમેજી કોન્ફરન્સમાં કોંગ્રેસે મુસલમાનોના અલગ પ્રતિનિધિત્વને તો સ્વીકારી લીધું. પરંતુ અછૂતોના પ્રતિનિધિત્વનો સ્વીકાર કેમ ન કર્યો? તેના જવાબમાં ગાંધીજીએ સ્પષ્ટ કહ્યુ કે તે અછૂતોના અલગ રાજનીતિક અધિકાર આપવાની વિરૂધ્ધમાં છે. કારણકે આ હિન્દુઓ માટે એક પ્રકારનો આત્મઘાત સાબિત થશે. ગાંધીજી હિંદુત્વને વધુ માન આપતાં હરિજનને હિન્દુ સમાજનો એક અહમ ભાગ સમજતા હતાં.

   ગાંધીજી તથા ડૉ.આંબેડકરની આ મુલાકાત 1931ની શરૂઆતમાં થઈ હતી. તે જ મહિનામાં મતલબ 24 ઓગષ્ટ ગાંધીજીએ પંડિત મદન મોહન માલવીયા અને સરોજીની નાયડુને લઈને બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે લંડન પહોંચ્યા. તે કોન્ફરન્સમાં ગાંધીજીએ બતાવ્યું કે કોંગ્રેસે તો અછૂતો માટે શરૂઆતથીજ પોતાના હાથોથી કામ કર્યુ હતું. ત્યાં પણ તેમણે તેના કાર્ય માટે 24 લાખ રૂપિયા ખર્ચ કરવાની વાત દોહરાવી. તેમણે એ પણ કહ્યું કે અસ્પૃશ્યતા નિવારણને કોંગ્રેસે પોતાના રાજનીતિક કાર્યક્રમમાં પણ સામેલ કરી લીધા છે.

   જ્યારે ડૉ.આંબેડકરની બોલવાનો વારો આવ્યો તો તેમણે પોતાના સ્વભાવ પ્રમાણે એ વાતજ દોહરાવી. જે તે પહેલી કોન્ફરન્સમાં કહી ચુક્યા હતા. આ કોન્ફરન્સમાં તેમણે પોતાનું માંગ પત્ર પણ રજુ કર્યું. આ માંગ પત્રની  પહેલી શર્ત એ હતી કે અછૂતોને તેની વસ્તીના આધારે પ્રાંતિય વિધાનસભાઓ તથા કેન્દ્રીય સંમેલનોમાં પ્રતિનિધિત્વ આપવામાં આવે. તેમણે બીજી શર્તના રૂપમાં અછૂતો માટે અલગ ચુંટણી ક્ષેત્રની માંગ કરી તેની સાથે ત્રીજી શર્તના રૂપમાં તેમણે વીસ વર્ષ માટે અનામતની માંગણી કરી.

   બાબા સાહેબની આવી અલગ ધારા પાડતી માંગને ગાંધીજી એ તો કડક વિરોધ કર્યો. પરંતુ કમનસીબે ગાંધીજીની વાત તરફ સમ્રાટે કોઈ ધ્યાન ન આપ્યું અને બાબા સાહેબ આંબેડકરની બધી શર્તો સ્વીકારતા કહ્યુ, ‘“આંબેડકરની બધી શરતો સ્વીકારવામાં આવે છે. તથા ભારતના અછૂતોને અલગ ચુંટણી ક્ષેત્રો દ્વારા અનામત પણ આપવામાં આવશે.’ આમ મુસ્લિમ લીગની જેમ એક અલગ વર્ગ પણ હિન્દુ સમાજમાંથી અલગ થવાની તૈયારીમાં હતો. ભારત દેશની કમનસીબી હતી કે તેના જ સંતાનો અલગ અલગ મત અને અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા હતાં. અહી એક વાતનો ઉલ્લેખ કરી દઉં એ બાબા સાહેબે માત્ર દલિત સમાજ અને દલિત દીકરીઓ માટે કામ નથી કર્યું પરંતુ તે તમામ દીકરીઓ અને વર્ગ માટે કામ કર્યું છે જેને ઘરની ચાર દિવાલમાં રાખી સામાજિક પરંપરાના નામે અશિક્ષિત અને આભડછેદ રાખવામાં આવતી. 


ambedkar with wife



   1935 -મે માં તેમની પત્ની રમાબાઈનું અવસાન થયું. પત્નીના અવસાનની બાબા સાહેબ ઉપર ખૂબ ઊંડી અસર પડી. તે મોટા ભાગનો સમય એકાંતમાં કાઢતા હતાં. કોઈ જગ્યા એ આવવા જવા ઉપર પણ તેમનો રસ ન રહ્યો હતો. અમુક લોકો તો તેવું પણ માને છે કે તે ભગવા વસ્ત્રો ધારણ કરવા લાગ્યા હતાં. પત્નીના અવસાન પછી નાસિક જીલ્લામાં યેવલા ખાતે એક કોન્ફરન્સમાં તેમને અધ્યક્ષ તરીકે બોલાવવામાં આવ્યા હતાં. ત્યાં તેમણે અછૂતોની સમસ્યાનો અને સમાધાન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતાં. બસ આજ કોન્ફરન્સમાં તેમણે પોતાના ધર્મ પરીવર્તન કરવાનો વિચારનો ઉલ્લેખ પણ કર્યો હતો. 

    તેમણે કહ્યું હતું કે હું હિન્દુ પરિવારમાં ભલે જન્મ્યો છું તે મારી મજબૂરી હતી પણ હું હિન્દુ રહીને જ મરુ તે માટે વિવશ નથી. આ ધર્મથી ખરાબ કોઈ બીજો ધર્મ આ સંસારમાં નથી. આ ધર્મમાં લોકો પશુથી પણ ગયેલા છે. બધા ધર્મોને લોકો સારો કહે છે પરંતુ આ ધર્મમાં અછૂત સમાજથી બહાર છે જ્યારે તે સમાજની પૂરી રીતે સેવા કરે છે. 

   આંબેડકરના આવા શબ્દો સાંભળી શ્રોતાઓ અચંબો પામી ગયા. તેમણે આ અંગે પ્રસ્તાવ પણ મૂક્યો કે 'સ્વતંત્રતા અને સમાનતા પ્રાપ્ત કરવાનો એક માત્ર ઉપાય 'ધર્મ પરીવર્તન' જ છે.  તેમણે હિન્દુ ધર્મને ત્યાગી અને અન્ય કોઈ ધર્મની પસંદગી કરી સંતોષ અને સન્માન પ્રાપ્ત કરવાની વાત કરી હતી. 

   આ પ્રસંગે ડો, બાબા સાહેબ આંબેડકરે સફેદ વસ્ત્રો પહેરી લીધા ત્યારે તેમને બાબા સાહેબના નામથી સંબોધવામાં આવવા લાગ્યા. બાબા સાહેબને આવું ન કરવા તથા હિન્દુ વિરોધી ન બનવા માટે અનેક ધર્મ ગુરુઓએ તથા સમાજના તેવા વ્યક્તિઓ જે ઉચ્ચહોદ્દા ઉપર બેઠા હતાં તેમણે રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે એક ના બે ન થયા. તે પોતાના નિર્ણય ઉપર અડગ હતાં. તેમણે ' મહારાસ્ટ્ર અસ્પૃસ્ય યુવક પરિષદ' માં સ્પષ્ટ કહ્યું હતું કે જો બધા દેવી - દેવતાઓ સાક્ષાત આવીને તેમણે કહે કે હિન્દુ ધર્મ ન છોડો તો પણ હું તેમની વાત નહીં માનું. જોકે તેમનાં આ વાક્યો પર દલિત સમજે પણ તેમણે સમજાવ્યા હતાં કે તે આ જીદ છોડી દે. અન્ય કોઈ ધર્મમાં જવાથી કે તેનો સ્વીકાર કરવાથી માન સન્માન કે મોભો મળતો નથી. પ્રત્યેક ધર્મમાં વધતાં ઓછા અંશે સંઘર્ષ તો રહે જ છે. 

   ડો, બાબા સાહેબ આંબેડકરે ભારતના બંધારણમાં ખૂબ અગત્યનો ફાળો આપ્યો હતો. તે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર અને તેજસ્વી હતાં. એક સામાન્ય ધરનો દીકરો જેને પોતાના પરિશ્રમ અને ખંતના આધારે ભારતનો ઇતિહાસ બદલી દીધો. એક એવા સમાજ જેને ન તો જાહેર જગ્યા એ મેળાવડા કરવાની અનુમતિ હતી ન તો શિક્ષા પ્રાપ્ત કરવાની. ન કોઈ સામાજિક પ્રસંગોમાં ભાગ લેવાની ન તો મંદિરોમાં પુજા કરવાની અનુમતિ હતી. બાબા સાહેબએ દલિત સમાજ માટે કરેલ કામ માટે આજે પણ ભારત દેશનો આખો વર્ગ તેમનો ઋણી છે.   

                                                                                                                             જૈમીન જોષી.

Sunday, March 12, 2023

માનસિક શિક્ષણ (સ્વયંને જાણવું) / Mental Education (Knowing the Self)

માનસિકતાનો એક સીધો અર્થ થાય છે તમારામાં ઉચ્ચ વ્યક્તિત્વ રૂપી ચેતતાનું સર્જન કરવું. 



   
   માનસિકતામાં રહેવાનો અર્થ એ છે કે તમામ લોભથી ઉપર ઉઠવું. આ રીતે સાયકિકમાં પોઈઝ થવાનો અર્થ એ છે કે પરમાત્મા સાથે વાતચીતની રેખાઓ ખુલ્લી હોવી જોઈએ અને ત્યાં કોઈ અસ્વસ્થતા હોઈ શકે નહીં પછી કોઈ અફસોસ, કોઈ બળવો નહીં કોઈ વ્યર્થ સવાલો કે દલીલો નહીં. "માનસિક એ એક સ્થિર જ્યોત છે જે તમારામાં સતત બળે છે, પરમાત્મા તરફ વાળે છે અને તેની સાથે શક્તિની ભાવના ધરાવે છે જે તમામ વિરોધોને તોડી નાખે છે. જ્યારે તમને તેની સાથે ઓળખવામાં આવે છે ત્યારે તમને ડાઇવિંગ સત્યની અનુભૂતિ થાય છે, પરંતુ એ કેવી રીતે બરાબર છે. તે જાણવું કે વ્યક્તિ ખરેખર ઉચ્ચ ચેતનામાં ઊગ્યો છે? તમે જે પણ કરો છો તેમાં દૈવી ચેતનાનો સીધો અનુભવ એ સાચી કસોટી છે. તે એક અસ્પષ્ટ કસોટી છે, કારણ કે તે તમારા અસ્તિત્વને સંપૂર્ણપણે બદલી નાખે છે. મનીલો કે સમગ્ર બ્રહ્માંડ એક નવો ચહેરો ધારણ કરે તો તમે પોતે તમારી ધારણા અને વસ્તુઓની દ્રષ્ટિનું રૂપાંતર કરવામાં અટવાઈ જશો. ધરતીનું જીવન એ પ્રગતિનું સ્થાન છે અને તે માનસિક છે. જે તેની પોતાની ઉત્ક્રાંતિને વ્યવસ્થિત કરીને એક જીવનથી બીજા જીવનમાં પ્રગતિ કરે છે અને પોતે જ વિકાસ કરે છે. એકલા માણસમાં જ માનસિકતા તેના સંપૂર્ણ કદ સુધી વધવાની સંભાવના છે, જ્યાં સુધી તે અંતમાં એક ઉતરતા અસ્તિત્વ સાથે, ઉપરથી એક દેવતા સાથે જોડાવા અને એક થવા માટે સક્ષમ છે. તે કોઈ શંકા નથી. વ્યક્તિ સામાન્ય રીતે માનસિક અસ્તિત્વ વિશે જાણતો નથી, જેમ કે વ્યક્તિ શરીર, જીવન આવેગ અથવા માનસિક પ્રક્રિયાઓથી વાકેફ છે. તે વિશ્વાસ છે જે સૌ પ્રથમ માનસિક અસ્તિત્વ અથવા આત્મા અથવા સાચા સ્વની શોધ કરે છે. 
   
   એક માનસિક કિલ્લામાં પ્રવેશવા માટે અને માનસિક કેન્દ્રમાં પોતાને સ્થાને હોઈએ ત્યારે આગળ શું થાય છે? તમે અંદરની વસ્તુઓને બહારથી જુઓ છો, અને બાહ્ય અસ્તિત્વ એક અભિવ્યક્તિ બની જાય છે, જે તમે અંદર જુઓ છો તે વધુ કે ઓછા વિકૃત થઈ જાય છે. 

   શારીરિક, મહત્વપૂર્ણ અને માનસિક શિક્ષણ પોતે એકીકૃત થઈ શકતું નથી, અને બીજું, તેમનો સરવાળો પણ માત્ર નિરાશાજનક અપૂર્ણતા હશે. તે એકલું માનસિક શિક્ષણ છે જે અન્ય ત્રણને હેતુપૂર્વક એકસાથે જોડી શકે છે અને તેમને સર્જનાત્મક કેન્દ્ર સાથે પણ જોડી શકે છે. કમનસીબે, વર્તમાન શૈક્ષણિક પ્રણાલીઓમાં માનસિક શિક્ષણનો કોઈ ખ્યાલ નથી. વાસ્તવમાં તેમના પ્રારંભિક વર્ષોમાં, બાળકોને ઉચ્ચ ચેતનાની સૂચનાઓ હોય છે જે તેમના માતાપિતા અને વડીલોને કોયડારૂપ અથવા ચોંકાવી શકે છે. માનસિક શિક્ષણ સાથે આપણે અસ્તિત્વના સાચા હેતુ, પૃથ્વી પરના જીવનના હેતુની સમસ્યા પર આવીએ છીએ. 

    આ જીવનને સત્યની શોધ તરફ દોરી જવું જોઈએ. મહત્વની બાબત એ છે કે અનુભવને જીવવું. "પ્રારંભિક બિંદુ એ છે કે તમારી જાતમાં તે શોધવાનું છે જે શરીર અને જીવનના સંજોગોથી સ્વતંત્ર છે, જે તમને આપવામાં આવેલી માનસિક રચના, તમે જે ભાષા બોલો છો, પર્યાવરણની આદતો અને રિવાજોથી જન્મ્યું નથી. તમે જે દેશમાં રહો છો , તમે જે દેશમાં જન્મ્યા છો અથવા તમે જે વયના છો. તમારે તમારા અસ્તિત્વના ઊંડાણમાં એવી વસ્તુ શોધવી જોઈએ જે તેમાં સાર્વત્રિકતા, અમર્યાદિત વિસ્તરણ, અખંડ સાતત્યની ભાવના વહન કરે છે પછી તમે વિકેન્દ્રિત કરો , વિસ્તારો અને તમારી જાતને વિસ્તૃત કરો, તમે દરેક વસ્તુમાં અને તમામ જીવોમાં રહેવાનું શરૂ કરો છો; વ્યક્તિઓને એકબીજાથી અલગ કરતી અવરોધો તૂટી જાય છે. તમે તેમના વિચારોમાં વિચારો છો, તેમની સંવેદનાઓમાં કંપન કરો છો, તેમની લાગણીઓમાં અનુભવો છો, બધાના જીવનમાં જીવો છો. ચિત્ત અચાનક જીવનથી ભરપૂર બની જાય છે, પ્રાણીઓ વધુ કે ઓછા અસ્પષ્ટ ભાષામાં બોલે છે, પરંતુ સ્પષ્ટ અને અભિવ્યક્ત છે: બધું વિના અદ્ભુત ચેતના દ્વારા એનિમેટેડ છે. સમય અથવા મર્યાદા... અને આ માનસિક અનુભૂતિનું માત્ર એક જ પાસું છે: અન્ય છે, અન્ય ઘણા છે. આ બધું તમને તમારા અહંકારના અવરોધો, તમારા બાહ્ય વ્યક્તિત્વની દિવાલો, તમારી પ્રતિક્રિયાઓની નપુંસકતા અને તમારી ઇચ્છાની અસમર્થતાથી આગળ વધવામાં મદદ કરે છે. અન્ય નિબંધ "પરિવર્તન" માં માતાએ માનસિક ચેતનાના જાગૃતિનો ઉલ્લેખ કર્યો છે જે સાચી ચેતના કેન્દ્રમાં છે, વાસ્તવિકતાના કેન્દ્રમાં છે અને તમામ હિલચાલની ઉત્પત્તિની પ્રત્યક્ષ દ્રષ્ટિ ધરાવે છે. 
  તમારી અંદર કંઈક ખુલે છે અને બધા એકવાર તમે તમારી જાતને નવી દુનિયામાં શોધી લો છો. "પરંતુ તેણી ચેતવણી આપે છે," જે જરૂરી છે તે તેને વ્યવહારિક જીવનની વિગતોમાં ધીમે ધીમે વ્યક્ત કરવાની છે. " અજાયબીઓ ઘણી છે , મહાન શોધો થઈ છે , પરંતુ કંઈ વધુ અદ્ભુત નથી , અથવા કોઈ મોટી શોધ નથી , આઇકોનિક એજ્યુકેશન કરતાં આત્માની શોધનું સર્વોચ્ચ મૂલ્ય તેની સ્વયંસ્ફુરિતતા , તેની ચતુરાઈમાં રહેલું છે અને તે તમામ સામાન્ય માનસિક કાયદાઓથી બચી જાય છે ." પરંતુ વ્યક્તિ અનંત ધીરજ સાથે રાહ જુએ છે; વ્યક્તિ તમામ તણાવને ટાળે છે અને બધી ચિંતાઓ અને આશંકાઓને દૂર કરે છે; સમાનતા કેળવવા માટે દરેકમાં આનંદ શોધવાનો પ્રયાસ કરે છે. કોઈ બજારના વજન અને માપદંડોના માપદંડોને ટાળે છે, કોઈ ઊભો થઈને ચાલે છે. કોઈ સપનાં જોવે છે અને તેને પૂર્ણ પણ કરે છે.

કોઈ પણ માનસિક સ્થિતિમાં વ્યક્તિ પ્રફુલ્લિત હોવો જોઈએ. જો તે સતત પોતાનાં કાર્યો, કર્મો અને વૃત્તિથી ઉદ્વિગ્ન રહેતો હોય તો તેને પોતાનાં વૈચારિક મૂલ્યોની ગુણવત્તામાં સુધારો કરવો રહ્યો.

                                                                                                                                  જૈમીન જોષી. 

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...