- જે જ્ઞાતીથી નહીં જ્ઞાનથી ઓળખાય છે, તે જ આંબેડકર.
1930 માં નવેમ્બરમાં ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આખા ભારતમાંથી બધા મત અને સંપ્રદાયના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે સમયે અગ્રેજ કાર્યકાળ હોવા છતાં કોંગ્રેસ પાર્ટીનું સારું એવું પ્રભુત્વ હતું. તેના પ્રતિનિધિ રૂપમાં ગાંધીજીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે મુસ્લિમ લીગના નેતા મોહમ્મદ અલી ઝીણા તથા અન્ય મુસલમાન નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. બ્રિટિશ સરકાર પહેલાથી દલિત સમાજ સાથે છૂટ અછૂતનો વ્યવહાર કરવામાં આવતો. શાળામાં અભ્યાસ ના કરી શકાય ન તો સ્વતંત્ર રીતે ફરી શકાય. ગામના કૂવાથી તેમણે પાણી પીવાનો પણ અધિકાર ન આપવામાં આવતો, પરંતુ આ પરિષદમાં મુદ્દો તે હતો કે બ્રિટિશ સરકારે દલિત સમાજ માટે શું કર્યું હતું? ભારતની આબાદીમાં પાંચમો ભાગ ધરાવતી પ્રજાના પ્રતિનિધિ સ્વરૂપે ડો. બાબા સાહેબ આંબેડકર ઊભા હતા. અહી યાદ કરાવી દઉં કે આપણાં હિન્દુ સમાજમાં જે વર્ગને અન્યાય થયો છે કે તેમના અધિકારોનું શોષણ થયું છે તેવું લાગે ત્યારે શિક્ષિત થયા પછી અને એક ચોક્કસ હોદ્દા પર પહોંચી તેમણે હિન્દુ ધર્મ તરફી પોતાનું મોઢું ફેરવી લીધું છે. સ્પષ્ટ વાત હતી કે જ્યાં આપણું સન્માન નહીં ત્યાં ઊભા રહીને પોતાનું અપમાન કરાવવાનો કોઈ અર્થ રહેતો નથી. મહાભારતમાં કર્ણ સાથે થયેલ દૂરવ્યવહારથી આપણે અવગત છીએ. પ્રત્યેક પેઢી દર પેઢી એવી પ્રજા કે જ્ઞાતિએ અમુક અન્યાયનો સામનો કર્યો છે અને કરતી રહી છે. આખો ઇતિહાસ આ ઘટનાઓનો સાક્ષી રહ્યો છે.
1930 માં પહેલી ગોળમેજી કોન્ફરન્સ થઈ હતી. 1931, ઓગસ્ટમાં બીજી ગોળમેજી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ.આંબેડકર પહેલી ગોળમેજી કોન્ફરન્સમાં સામેલ થઈ ચુક્યા હતા. તેમને પુરો વિશ્વાસ હતો કે આ વખતે પણ તેમને સભામાં આમંત્રિત કરવામાં આવશે. ગાંધીજી પણ તેમાં સામેલ થવાના હતા. તે કોન્ફરન્સમાં સામેલ થતા પહેલા ડૉ.આંબેડકરને કેટલીક વાતો કરવા ઈચ્છતા હતા. આગળ ભરાયેલ સભામાં આંબેડકર દ્વારાં દલિતોના અધિકાર વિષે પાડેલ પડઘાનો સારો એવો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. આંબેડકરે કહ્યું હતું કે કોંગ્રેસ જે ખર્ચ કરે છે તે માત્ર દેખાવ પૂરતું છે. દલિતોની સહાયનાં ભાગ રૂપે વપરાતું ધન ક્યારેય તેમના સુધી પોહચતું જ નથી અને પોહચ્યું હોય તો પણ અમારી માતૃભૂમિ ઉપર જ અમારા સાથે કુતરા બિલાંડા જેવુ જ વર્તન કરવામાં આવે છે. ગાંધીજીની ધારણા હતી કે તેમના જેવો દલિતોનો ઉધ્ધારક અને ઉચ્ચારક સંસારમાં બીજો ન હોય શકે. ડો. બાબા સાહેબ આંબેડકરને કોંગ્રેસના વલણ પ્રત્યે એક અણગમો હતો જેનો તેમણે પ્રચંડ વિરોધ પણ કર્યો હતો. ગાંધીજીનો દ્રસ્તિકોણ કોંગ્રેસી માટે કઈક અલગ હતો. એ જ વાત સમજાવવા માટે તેમણે બાબા સાહેબ આંબેડકર સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
એ દિવસોમાં ગાંધીજી મુંબઈમાં મણિભવનમાં રોકાયા હતા. ડૉ.આંબેડકરના પહોંચવાથી ગાંધીજીએ ઘણી ઉદારતાથી બતાવ્યું કે કોંગ્રેસે અછૂતોના ઉદ્ધાર માટે 24 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. છતાં પણ ડૉ.આંબેડકર કોંગ્રેસથી નારાજ કેમ છે? ગાંધીજીએ ત્યાં સુધી કહ્યું હતું કે જેને ડૉ.આંબેડકર અછૂત કહે છે તેમને ગાંધીજી પોતે હરિજન કહે છે.
ડૉ.આંબેડકરે તેમના જવાબમાં એ કહ્યું કે જે 24 લાખ રૂપિયાની વાત ગાંધીજી કરી રહ્યા છે તે રૂપિયા તેમણે અછૂતો મતલબ હરીજનોમાં વહેંચી દીધા હોત તો તેનાથી તેમનો મહાન ઉપકાર હોત. તેમણે માત્ર હરિજન નામ પર ધન આમથી તેમ ખર્ચ કર્યુ છે. એટલું જ નહીં આંબેડકરે એ પણ કહ્યું કે જે રીતે કોંગ્રેસીઓને ખાદી પહેરવાનું અનિવાર્ય છે. શું ગાંધીજીએ અછૂતને અછૂત ન માનવાનું અનીવાર્ય કર્યુ છે? ગાંધીજીને ખબર છે, આંબેડકરે જ્યારે નાસિકના કાલારામ મંદિરમાં પ્રવેશ માટે સત્યાગ્રહ કર્યો હતો તો નાસિક કોંગ્રેસ અધ્યક્ષે તેનો વિરોધ કર્યો હતો. અભિપ્રાય એ છે કે આંબેડકરે ગાંધીજીને સ્પષ્ટ કહી દીધુ કે તેમને ન તેમની કોંગ્રેસ પર ન તો તેમના પર વિશ્વાસ છે. આમ, ક્યાકને ક્યાક બાબા સાહેબ ગાંધીજીનાં વિરોધી બની ગયા હતાં અને હિન્દુ ધર્મનાં પણ.
ગાંધીજીએ જ્યારે આ વિષયમાં વધારે વાત કરી તો આંબેડકરે કહ્યું કે ગોળમેજી કોન્ફરન્સમાં કોંગ્રેસે મુસલમાનોના અલગ પ્રતિનિધિત્વને તો સ્વીકારી લીધું. પરંતુ અછૂતોના પ્રતિનિધિત્વનો સ્વીકાર કેમ ન કર્યો? તેના જવાબમાં ગાંધીજીએ સ્પષ્ટ કહ્યુ કે તે અછૂતોના અલગ રાજનીતિક અધિકાર આપવાની વિરૂધ્ધમાં છે. કારણકે આ હિન્દુઓ માટે એક પ્રકારનો આત્મઘાત સાબિત થશે. ગાંધીજી હિંદુત્વને વધુ માન આપતાં હરિજનને હિન્દુ સમાજનો એક અહમ ભાગ સમજતા હતાં.
ગાંધીજી તથા ડૉ.આંબેડકરની આ મુલાકાત 1931ની શરૂઆતમાં થઈ હતી. તે જ મહિનામાં મતલબ 24 ઓગષ્ટ ગાંધીજીએ પંડિત મદન મોહન માલવીયા અને સરોજીની નાયડુને લઈને બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે લંડન પહોંચ્યા. તે કોન્ફરન્સમાં ગાંધીજીએ બતાવ્યું કે કોંગ્રેસે તો અછૂતો માટે શરૂઆતથીજ પોતાના હાથોથી કામ કર્યુ હતું. ત્યાં પણ તેમણે તેના કાર્ય માટે 24 લાખ રૂપિયા ખર્ચ કરવાની વાત દોહરાવી. તેમણે એ પણ કહ્યું કે અસ્પૃશ્યતા નિવારણને કોંગ્રેસે પોતાના રાજનીતિક કાર્યક્રમમાં પણ સામેલ કરી લીધા છે.
જ્યારે ડૉ.આંબેડકરની બોલવાનો વારો આવ્યો તો તેમણે પોતાના સ્વભાવ પ્રમાણે એ વાતજ દોહરાવી. જે તે પહેલી કોન્ફરન્સમાં કહી ચુક્યા હતા. આ કોન્ફરન્સમાં તેમણે પોતાનું માંગ પત્ર પણ રજુ કર્યું. આ માંગ પત્રની પહેલી શર્ત એ હતી કે અછૂતોને તેની વસ્તીના આધારે પ્રાંતિય વિધાનસભાઓ તથા કેન્દ્રીય સંમેલનોમાં પ્રતિનિધિત્વ આપવામાં આવે. તેમણે બીજી શર્તના રૂપમાં અછૂતો માટે અલગ ચુંટણી ક્ષેત્રની માંગ કરી તેની સાથે ત્રીજી શર્તના રૂપમાં તેમણે વીસ વર્ષ માટે અનામતની માંગણી કરી.
બાબા સાહેબની આવી અલગ ધારા પાડતી માંગને ગાંધીજી એ તો કડક વિરોધ કર્યો. પરંતુ કમનસીબે ગાંધીજીની વાત તરફ સમ્રાટે કોઈ ધ્યાન ન આપ્યું અને બાબા સાહેબ આંબેડકરની બધી શર્તો સ્વીકારતા કહ્યુ, ‘“આંબેડકરની બધી શરતો સ્વીકારવામાં આવે છે. તથા ભારતના અછૂતોને અલગ ચુંટણી ક્ષેત્રો દ્વારા અનામત પણ આપવામાં આવશે.’ આમ મુસ્લિમ લીગની જેમ એક અલગ વર્ગ પણ હિન્દુ સમાજમાંથી અલગ થવાની તૈયારીમાં હતો. ભારત દેશની કમનસીબી હતી કે તેના જ સંતાનો અલગ અલગ મત અને અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા હતાં. અહી એક વાતનો ઉલ્લેખ કરી દઉં એ બાબા સાહેબે માત્ર દલિત સમાજ અને દલિત દીકરીઓ માટે કામ નથી કર્યું પરંતુ તે તમામ દીકરીઓ અને વર્ગ માટે કામ કર્યું છે જેને ઘરની ચાર દિવાલમાં રાખી સામાજિક પરંપરાના નામે અશિક્ષિત અને આભડછેદ રાખવામાં આવતી.
1935 -મે માં તેમની પત્ની રમાબાઈનું અવસાન થયું. પત્નીના અવસાનની બાબા સાહેબ ઉપર ખૂબ ઊંડી અસર પડી. તે મોટા ભાગનો સમય એકાંતમાં કાઢતા હતાં. કોઈ જગ્યા એ આવવા જવા ઉપર પણ તેમનો રસ ન રહ્યો હતો. અમુક લોકો તો તેવું પણ માને છે કે તે ભગવા વસ્ત્રો ધારણ કરવા લાગ્યા હતાં. પત્નીના અવસાન પછી નાસિક જીલ્લામાં યેવલા ખાતે એક કોન્ફરન્સમાં તેમને અધ્યક્ષ તરીકે બોલાવવામાં આવ્યા હતાં. ત્યાં તેમણે અછૂતોની સમસ્યાનો અને સમાધાન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતાં. બસ આજ કોન્ફરન્સમાં તેમણે પોતાના ધર્મ પરીવર્તન કરવાનો વિચારનો ઉલ્લેખ પણ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે હું હિન્દુ પરિવારમાં ભલે જન્મ્યો છું તે મારી મજબૂરી હતી પણ હું હિન્દુ રહીને જ મરુ તે માટે વિવશ નથી. આ ધર્મથી ખરાબ કોઈ બીજો ધર્મ આ સંસારમાં નથી. આ ધર્મમાં લોકો પશુથી પણ ગયેલા છે. બધા ધર્મોને લોકો સારો કહે છે પરંતુ આ ધર્મમાં અછૂત સમાજથી બહાર છે જ્યારે તે સમાજની પૂરી રીતે સેવા કરે છે.
આંબેડકરના આવા શબ્દો સાંભળી શ્રોતાઓ અચંબો પામી ગયા. તેમણે આ અંગે પ્રસ્તાવ પણ મૂક્યો કે 'સ્વતંત્રતા અને સમાનતા પ્રાપ્ત કરવાનો એક માત્ર ઉપાય 'ધર્મ પરીવર્તન' જ છે. તેમણે હિન્દુ ધર્મને ત્યાગી અને અન્ય કોઈ ધર્મની પસંદગી કરી સંતોષ અને સન્માન પ્રાપ્ત કરવાની વાત કરી હતી.
આ પ્રસંગે ડો, બાબા સાહેબ આંબેડકરે સફેદ વસ્ત્રો પહેરી લીધા ત્યારે તેમને બાબા સાહેબના નામથી સંબોધવામાં આવવા લાગ્યા. બાબા સાહેબને આવું ન કરવા તથા હિન્દુ વિરોધી ન બનવા માટે અનેક ધર્મ ગુરુઓએ તથા સમાજના તેવા વ્યક્તિઓ જે ઉચ્ચહોદ્દા ઉપર બેઠા હતાં તેમણે રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે એક ના બે ન થયા. તે પોતાના નિર્ણય ઉપર અડગ હતાં. તેમણે ' મહારાસ્ટ્ર અસ્પૃસ્ય યુવક પરિષદ' માં સ્પષ્ટ કહ્યું હતું કે જો બધા દેવી - દેવતાઓ સાક્ષાત આવીને તેમણે કહે કે હિન્દુ ધર્મ ન છોડો તો પણ હું તેમની વાત નહીં માનું. જોકે તેમનાં આ વાક્યો પર દલિત સમજે પણ તેમણે સમજાવ્યા હતાં કે તે આ જીદ છોડી દે. અન્ય કોઈ ધર્મમાં જવાથી કે તેનો સ્વીકાર કરવાથી માન સન્માન કે મોભો મળતો નથી. પ્રત્યેક ધર્મમાં વધતાં ઓછા અંશે સંઘર્ષ તો રહે જ છે.
ડો, બાબા સાહેબ આંબેડકરે ભારતના બંધારણમાં ખૂબ અગત્યનો ફાળો આપ્યો હતો. તે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર અને તેજસ્વી હતાં. એક સામાન્ય ધરનો દીકરો જેને પોતાના પરિશ્રમ અને ખંતના આધારે ભારતનો ઇતિહાસ બદલી દીધો. એક એવા સમાજ જેને ન તો જાહેર જગ્યા એ મેળાવડા કરવાની અનુમતિ હતી ન તો શિક્ષા પ્રાપ્ત કરવાની. ન કોઈ સામાજિક પ્રસંગોમાં ભાગ લેવાની ન તો મંદિરોમાં પુજા કરવાની અનુમતિ હતી. બાબા સાહેબએ દલિત સમાજ માટે કરેલ કામ માટે આજે પણ ભારત દેશનો આખો વર્ગ તેમનો ઋણી છે.
જૈમીન જોષી.
No comments:
Post a Comment