Saturday, April 22, 2023

પરશુરામ એક જ્વાળા (Parashurama a flame)

  • જે બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિય છે, જે કોમળ હોવા છતાં પ્રચંડ જ્વાળા છે તે પરશુરામ છે. 


Parsuram image


   ત્રિદેવમાના એક દેવ ભગવાન વિષ્ણુના દસાવતારમાના છઠ્ઠા અવતાર એટલે પરશુરામ. જેની આંખો હમેશાં ક્રોધથી લાલ રહેતી,  જેની છાતી હમેશાં ચટ્ટાન જેવી મજબૂત અને ભુજાઓ જાણે હજાર હાથીઓને એક સાથે પછાડી શકે તેવી બળશાળી હતી. જે ચાલે તો લાગતું કે જાણે સાક્ષાત પ્રચંડ જ્વાળા પ્રવેશી રહી હોય. યુદ્ધમાં તેમની ફરસી તેવી ચાલતી જાણે સાક્ષાત મહાદેવનું ત્રિશૂળ તાંડવ કરી રહ્યું હોય.
    
  ભૂર્ગુ ઋષિ જમદાગ્નિ અને રેણુકાના પાંચ પુત્ર હતા. રૂક્મવાન, શુષેનું, વશુ, વિશ્વવશુ અને પરશુરામ. જેમનું મુખ્ય નામ તો રામ હતું પરંતુ ભગવાન શિવ દ્વારા પ્રાપ્ત થયેલ પરશુ(ફરસી)ના કારણે તે પરશુરામ કહેવાયા. એક વખત પરશુરામ ની માતા રેણુકા જળ ભરવા માટે નદીએ ગયા ત્યાં નદીમાં સ્નાન કરતાં સુંદર રાજ કુમારને જોઈને તે વિચલિત થઈ ગયા. તેમના મનમાં રાજ કુમારને લઈને અનેક કૂવિચારો આવવા લાગ્યા. તે ત્યાં રાજકુમારને જોવામાં એટલા મગ્ન થઈ ગયા કે તેમણે સમયનું જ્ઞાત ન રહ્યું, બીજી તરફ ઋષિ તેમની રાહ જોઈ ચિંતિત હતા. ત્યાં માતા રેણુકા આશ્રમમાં પાછા આવ્યા ત્યારે ઋષિએ તેમણે મોડા આવનું કારણ પૂછ્યું પરંતુ માતા રેણુકા જૂઠું બોલી ઝૂપડીમાં જતાં રહ્યા. ઋષિ પ્રકાંડ વિદ્વાન હતા એટલે તેમને આંખ બંધ કરી સમગ્ર ઘટનાને જોઈ લીધી. પોતાની પત્નીને રાજકુમાર ઉપર મોહિત થયેલી જોઈને તે ક્રોધે ભરાયા. ક્રોધિત થયેલ ઋષિએ તેમના મોટા પુત્ર રૂક્મવાનને પોતાની માતાને મારવાનો આદેશ આપ્યો પરંતુ તેને પોતાની માતાને મારવાનો ઇનકાર કરી દીધો. ઋષિએ અન્ય પુત્રોને પણ કીધું છતાં પોતાની માતાને મારવાનું પાપ કોઈ કરવા તૈયાર ન હતું. અંતે વધુ ક્રોધિત ભરાયેલ ઋષિએ પરશુરામને પોતાની માતા અને તેમની વાતનો અનાદર કરનાર પુત્રોની હત્યા કરવાનું કીધું. પિતાની આજ્ઞાનુ પાલન કરતાં તેમણે માતાનું માથું ધડથી અલગ કરી દીધું સાથે પોતાના મોટા ભાઈઓનો પણ વધ કરી દીધો. પિતાની આજ્ઞાનુ પાલન કરનાર પરશુ પર તે ખૂબ પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવાનુ કીધું ત્યારે પરશુરામએ વરદાન માગતા કહ્યું કે તેમની માતા અને ભાઈઓ પુનર્જીવિત થાય અને આ આખી ઘટના કોઈ ને યાદ ન રહે. પુત્રની આ સુજબૂજને બિરદાવતા અને આશીર્વાદ આપતાં ઋષિએ માતા રેણુકા અને પુત્રોને જીવિત કરી દીધા.
   
   હિન્દુ ધર્મના ચાર યુગો પૈકી ત્રણ યુગોમાં પરશુરાનો ઉલ્લેખ છે. તેમની માતા ક્ષત્રિય પરિવારના હતા જ્યારે પિતા ઋષિ હતા. ભગવાન વિષ્ણુ ભારતીય પૌરાણિક કથાઓ અને ધર્મમાં એક અભિન્ન સ્થાન ધરાવે છે.  ભગવાન વિષ્ણુ તેમના અનેક અવતાર માટે જાણીતા છે.  પરશુરામને તેમનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે. પરશુરામની વાર્તા ત્રેતાયુગની છે.  પરશુરામ શબ્દનો અર્થ થાય છે કુહાડીવાળા ભગવાન રામ.
  
   પરશુરામને ભગવાન શિવ તેમની યુદ્ધની પદ્ધતિઓ અને અન્ય કુશળતા શીખવી હતી.  બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા તેઓ અન્ય બ્રાહ્મણોથી વિપરીત હતા.  તેના બદલે, પરશુરામ ક્ષત્રિયના લક્ષણો ધરાવે છે.  તેઓ સંખ્યાબંધ ખટરિયા લક્ષણો ધરાવતા હતા, જેમાં આક્રમકતા, યુદ્ધ અને બહાદુરીનો સમાવેશ થાય છે.  તેથી, તેમને 'બ્રહ્મ-ક્ષત્રિય' તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમની પાસે બંને કુળમાંથી કુશળતા હતી. (પરશુરામના જન્મનો એક અલગ ઇતિહાસ છે જે અલગ આર્ટીકલમાં જણાવીશ. ભૂતકાળના ગર્ભમાં કેટકેટલા ભેદો રહેલા છે તેનાથી હજુ આપણે અજાણ છીએ)
 
પરશુરામ

   પરશુરામ સાથે જોડાયેલી એક વાર્તા એ છે કે એકવાર રાજા કાર્તવીર્ય સહસ્રાર્જુન અને તેની સેનાએ પરશુરામના પિતાની કામધેનુ નામની જાદુઈ ગાયને બળજબરીથી છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ક્રોધિત અને બદલો લેવાથી તેણે સમગ્રસેના અને રાજા કાર્તવીર્યને મારી નાખ્યા. તેમના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે, રાજાના પુત્રએ પરશુરામની ગેરહાજરીમાં પિતા જમદગ્નિની હત્યા કરી.  તેમના કૃત્યથી ગુસ્સે થઈ અને દુઃખી થઈને, તેમને બધા રાજાના પુત્રો અને ભ્રષ્ટ રાજાઓ તથા પૃથ્વી પરના ક્ષત્રિય યોદ્ધાઓને મારી નાખ્યા.
 
   પરશુરામને અમર તરીકે પણ ઓળખવામાં આવે છે( પૃથ્વી પર કોઈ અમર નથી અહી અમરનો અર્થ બ્રહ્માના સમય કલ્પ અને મનવંતર પ્રમાણે) જેમણે આગળ વધી રહેલા મહાસાગરનો સામનો કર્યો હતો, જે કોકન અને મલબારની ભૂમિને અથડાવા જઈ રહ્યો હતો.  મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો વિસ્તાર પરશુરામક્ષેત્ર તરીકે ઓળખાય છે.
 
   પરશુરામ તેમના સત્ય અને પ્રેમ માટે જાણીતા હતા.  તેઓ ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણના ગુરુ પણ હતા. ત્રેતાયુગની શરૂવાતના અવતાર પરશુરામ અને ત્રેતાયુગના અંતિમ અવતાર પ્રભુ શ્રી રામ. પ્રભુ શ્રી રામએ પરશુરામનો ક્રોધ પણ શાંત કર્યો હતો અને પછી તેમણે રાવણના વધ માટે હેતુસર થયેલ જન્મનું કર્તવ્ય પૂર્ણ કરવા તરફ પ્રયાણ કર્યું હતું.
 
પરશુરામ

   લોકવાયકા મુજબ પરશુરામે ભગવાન કૃષ્ણને સુદર્શન ચક્ર આપ્યું હતું.  એવું માનવામાં આવે છે કે વિષ્ણુના છઠ્ઠા અવતારનો મુખ્ય સૂત્ર તેમના કર્તવ્યોની ઉપેક્ષા કરનારા પાપી અને અધાર્મિક રાજાઓની હત્યા કરીને પૃથ્વીના ભારને મુક્ત કરવાનો હતો. તેમણે 21 વખત પૃથ્વીને ક્ષત્રિય વિહોણી બનાવી હતી. હવે એક સવાલ તેમ થાય કે 21 વખત થોડું વધારે ના કહેવાય શું ત્યાં સુધી કોઈ જીવિત રહી શકે? તો જણાવી દઉં કે ત્રેતાયુગનો સમય લગભગ 8,64,000 વર્ષનો હતો. મહાભારત કાળ એટલેકે દ્વાપરયુગમાં પણ તેમનો ઉલ્લેખ મળે છે. તે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને સૂર્ય પુત્ર કર્ણના ગુરુ હતા.   
 
     બીજી દંતકથા અનુસાર, ગણેજીનો એક દાત ખંડિત કરનાર પણ પરશુરામ છે.
 
    કલ્કિપુરાણ પ્રમાણે પરશુરામ આજે પણ પૃથ્વી પર રહે છે.  તે જણાવે છે કે પરશુરામ શ્રી કલ્કિના યુદ્ધ ગુરુ હશે, જે ભગવાન વિષ્ણુના અંતિમ અવતાર બનવા જઈ રહ્યા છે.  તે કલ્કીને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે યોગ્ય સંસ્કાર આપશે.  પ્રસન્ન થયા પછી ભગવાન શિવ કલ્કીને આકાશી શસ્ત્રોથી વરદાન આપશે.
 
    પરશુરામ એક એવા દેવ છે જેમનું નામ ભગવાન વિષ્ણુના દસાવતારમાં પણ છે અને અષ્ટચિરંજીવીમાં પણ છે. ઝારખંડની રાજધાની રાંચિમાં તંગીનાથ ધામમાં એક પહાડી ઉપર તેમની ફરસી અને પદચિન્હ હોવાની માન્યતા પણ છે.    
 
                                                                                                     જૈમીન જોષી.

No comments:

Post a Comment

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...