- ખરેખર તો મનુષ્ય ક્યારેય મુક્ત નથી હોતો, તે હંમેશા બંધનમાં જ હોય છે.
માણસ મૂળભૂત રીતે અવિરત સંઘર્ષમાં રહેવાનું પસંદ કરતો હતો. અલબત, તે માટે તેની ઈચ્છા કે અનિચ્છા હોવી જરૂરી નથી. માનસવૃતિ સામાન્ય રીતે સંઘર્ષ
ઈચ્છતી નથી અથવા તેનો વિરોધી છે પરંતુ ન ઈચ્છવા છતાં પણ જાણે અજાણે તેને તેવા પગલાં
ભરવા પડતા હોય છે કે સંઘર્ષથી બચી શકતો નથી. અંગત રીતે અત્યંત પ્રેમાળ કે લાગણીશીલ
વ્યક્તિ પણ જાહેર કે સામુહિક જીવનમાં ક્રોધી, તોછડો કે બીનવિવેકી
બની જતો હોય છે. જયારે તેને તે વિષયક શાંત મને વાત કરવામાં આવે ત્યારે તે સરળતાથી કહી
દેતો હોય છે કે હું તો સાવ સીધો હતો પણ આ કપટી અને નિર્દય સમાજે મને આવો કરી દીધો અથવા
સમાજમાં જીવવું હોય તો આવું થવું પડે, પરંતુ તે પણ આ સમાજનો એક
ચહેરો છે આ વાત ને તે ભૂલી જાય છે. દરેક વ્યક્તિ આ જ વિચારીને એક અભદ્રતા સ્વીકારી
લેતો હોય છે કે જીવન જીવવું હોય તો આવું થવું પડે અને પોતાના જીવનમાં ઉભી કરેલી જડતા
તે અન્યને પણ વાઇરસની જેમ ફેલાવતો હોય છે. આ એક પ્રકારની જાત છેતરામણી છે જીવન જીવવા માટે આવું કરવું પડે તે માણસે ઉપજાવી કાઢેલી સ્વ બચાવ પ્રયુક્તિ છે.
શું ખરાબ વર્તન માટે પણ અન્ય જવાબદાર હોઈ શકે? જો
આ વાતને માની લઈએ તો જગતમાં કોઈ પણ ગુનેગાર દોશી ના કહેવાય. ન તો ઇન્દ્રિયો ઉપર નિયંત્રણની
વાત આવે, ન તો પીડા માટે કોઈ જવાબદાર કહેવાય. આપણે તે ભૂલી જઈએ
છીએ કે આપણે જયારે મૌલીકતા અને સ્વતંત્રતાની
વાત કરીએ છીએ, જયારે આપણે પોતાનાં નિર્ણયો જાતે કરવાની જવાબદારી
લઈએ છીએ ત્યારે તેની સાથે સુખ અને દુઃખ બંનેની જવાબદારી આપણા ભાગે લખાવી લઈએ છીએ.આ કંઈ કાચમાંથી એકમેકને મન ભરીને
નિહાળવાની વાત નથી આતો જવાબદારી ઉઠાવી તેના ભાગે આવતી પીડા કે પ્રેમ સહજ રીતે સ્વીકારી
લેવાની વાત છે.
ખરેખર તો મનુષ્ય ક્યારેય મુક્ત નથી હોતો, તે
હંમેશા બંધનમાં જ હોય છે પરંતુ તે જાત બંધનથી ટેવાઈ ગયેલ છે. અન્ય જયારે તેના ઉપર અંકુશ
લાદવાની વાત કરે ત્યારે તે બોખલાઈ જતો હોય છે? માનવ સ્વભાવનું
એક પાસું તે પણ છે કે તે અન્ય ઉપર હાવી થવાનાં સપનાં પણ જોતો હોય છે. અન્યની સ્વતંત્રતા
પર તરાફ મારતા પહેલાં તે ક્યારેય વિચારતો નથી
કે આ કેટલું યોગ્ય છે. આ જ તો છે માનવ સ્વાભવ, અન્યની સામે જે
મૃદુ હોવાનો ડોળ કરે છે તે ખરેખર અંદરથી છીછરો અને દ્રવિડ છે. વિરોધ કરનાર તો પાંડવોનો
પણ વિરોધ કરતા અને કૃષ્ણનો પણ. કૌરવોનો વિરોધ કરનાર પણ એક સમયે બોલતા હોય છે કે યુદ્ધ
તો કૃષ્ણનાં કારણે જીત્યા બાકી સૌર્યવાન તો કર્ણ અને કૌરવો હતા. વાત સાચી પણ માની લઈએ
પરંતુ કૃષ્ણએ યુદ્ધ માટે પાંડવોનો જ સાથ કેમ આપ્યો? અર્જુનના જ સારથી શા માટે બન્યા? યુધ્ધનાં ભોગે તેમને શું પ્રાપ્ત થવાનું
હતું?
લાયક બનવું પડતું હોય છે જીવનમાં... અમથા જ ઈશ્વર પડખે
આવીને ઉભા નથી રહેતા. પોતાને સુખી કરવા અન્યની
સહાયતા લઇ શકાય પરંતુ આધાર નહિ. પોતાના ખરાબ વર્તન, વૃત્તિ,
વિરોધ, ક્રોધ, વ્યભિચાર કે
ઝંઝાવાત માટે અન્યને દોશી ઠેરવવા મૂર્ખતા છે. જો જીવન જીવવું છે તો જવાબદરી પણ લેતા
શીખવી પડેશે. માણસને ચપળતા અને ચાલાકી બંને ઈશ્વરે જ આપ્યા છે પરંતુ આપણે તેને જાત
નિર્મિત સમજી બેસીએ છીએ. મુર્ખ વ્યક્તિ બરબાદ થવા માટે ભ્રમ પાળી લેતો હોય છે જયારે
ચતુર વ્યક્તિ અહંકારથી કોસો દુર રહેતો હોય છે.
જૈમિન જોષી.
No comments:
Post a Comment