"આત્મરક્ષા અર્થે ભાગીને એક ગુમનામ જીવન ગુજારથી એક એવી પ્રજા જેને પીડા વારસામાં મળી છે".
![]() |
Dalai Lama |
ભારત અને ચીનની બોર્ડરની મધ્યમાં આવેલ તિબેટ, હિમાલયની ઉત્તરીય બાજુએ આવેલ આ વિસ્તાર જે ચીનનો સ્વાયત્ત ક્ષેત્ર છે. આ વિસ્તાર વિશાળ શિખરોના કારણે "વિશ્વની છત" તરીકે ઓળખવામાં આવે છે.
ઈ.સ. 1950 માં ચીને પૂર્વ તિબેટ પોતાના હસ્તગત લઇને અને તિબેટને સ્વાયત્તતા આપીને લશ્કરી વિદેશી વ્યવહાર પોતાના તાબે લઈ લીધા. તે દરમિયાન ચીને તિબેટીયન જનતા ઉપર ત્રાસ ગુજારવાની શરૂઆત કરી અને તેને કારણે ૧૯૫૮ સુધીમાં તિબેટી પ્રજાએ ચીની સરકાર વિરુદ્ધ બળવો કરવાની શરૂઆત કરી દીધી પરંતુ ચીન તેમના ઉપર ભારે પડ્યું અને તેમના સમગ્ર અધિકારો અને રહેઠાણોનો નાશ કર્યો. વિશ્વની અંદર ચીને વિજ્ઞાન અને ટેક્નોલોજીને કારણે ખૂબ જ વિકાસ કર્યો અને પરિણામે તેમની ઇકોનોમી રાષ્ટ્રીય સ્તરે ખૂબ વધી ગઈ. ચીન અન્ય રાષ્ટ્રો સાથે પણ બાથ ભીડવામાં સક્ષમ જ નહીં પરંતુ તેમને પછાડવા પૂરતું હતું. તો તેમની સામે તિબેટીયન પ્રજાને ટકી રહેવું અશક્ય હોય તે સીધી વાત છે, પરિણામે તિબેટીયન પ્રજાએ ત્યાંથી નાસી છૂટવું પડ્યું.આમ નિશહાય અને ચીન દદ્વારાં પીડિદ્ત પ્રજાને સહારો આપનાર ભારત દેશ હતો. તે સમયે જવાહરલાલ નેહરૂ ની સરકાર હતી અને તિબેટીયન પ્રજાને સહારો આપવાને કારણે ચીને ભારત સામે પણ આંખો લાલ કરી.ચીનનું ભારત સામે ઉગ્ર વલણ અપનાવવાનું એક કારણ તિબ્બત પ્રજાને આશરો આપવાનું પણ છે.
દલાઈ લામા અને તેમના સાથે અન્ય તિબેટીયન પ્રજા 30 માર્ચ 1959 ના રોજ સી.આઈ.એ ની વિશેષ પ્રવૃતિઓ વિભાગ ક્રોસિંગની મદદ સાથે તિબેટથી ભાગી ગયા. 18 એપ્રિલના રોજ તે આસામનાં તેજપુર પહોચ્યાં અને થોડા સમયમાં તેમને ભારતની અંદર ધર્મશાળાની સ્થાપના કરી. તિબેટીયન બાળકોને ભાષા, ઈતિહાસ, ધર્મ અને સંસ્કૃતિ શીખવવા માટે તેમણે તિબેટીયન શૈક્ષણિક સિસ્ટમ ની રચના કરી. "તિબેટીયન પરફોર્મિંગ આર્ટ્સ ઇન્સ્ટિટયુટ"ની સ્થાપના ૧૯૫૯માં થઈ અને "સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હાયર" તિબેટીયન સ્ટડીઝ ૧૯૬૭માં ભારતમાં તિબેટીયનો માટે ની પ્રાથમિક યુનિવર્સિટી બની હતી.
ભારતીય સહાયથી તેમણે તિબેટીયન બૌદ્ધ ઉપદેશો અને તિબેટીયન જીવનશૈલીને જાળવવાના પ્રયાસમાં 200 મઠો અને નારીઓના પુનઃ જીવનને ટેકો આપ્યો. દલાઈ લામાએ સંયુક્ત રાષ્ટ્રને તિબેટીઓના અધિકાર અંગે અપીલ કરી. આ અપીલના પરિણામ સ્વરૂપે 1959, 1961 અને 1965 માં મહાસભા દ્વારા અપનાવવામાં આવેલા ત્રણ ઠરાવો થયા, જે પહેલાં સંયુક્ત રાષ્ટ્રમાં પીપલ્સ રિપબ્લિકને પ્રતિનિધિત્વની મંજૂરી આપવામાં આવી હતી. ઠરાવોએ તિબેટીઓના માનવાધિકારને માન આપવા ચીનને હાકલ કરી હતી. 1963 માં, તેમણે લોકશાહી બંધારણની ઘોષણા કરી, જે માનવાધિકારની સાર્વત્રિક ઘોષણા પર આધારીત છે, તેના હેતુને ધ્યાનમાં રાખીને ચૂંટાયેલી સંસદ અને વહીવટની રચના કરી,1970 માં, તેમણે ધર્મશાળામાં તિબેટીયન વર્ક્સ અને આર્કાઇવ્સનું પુસ્તકાલય ખોલ્યું. વિવિધ રાજકીય પક્ષોના ભારતીય રાજકારણીઓ અને નાગરિકો દ્વારા તેમની પવિત્રતા દલાઈ લામાને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, જે ઇતિહાસમાં ફક્ત બે વખત બિન-ભારતીય નાગરિકને એનાયત કરવામાં આવ્યો છે, એનાથી સન્માન કરવાની માંગ કરવામાં આવી હતી.
દલાઈ લામાએ કોઈ વ્યક્તિ નથી પરંતુ એક પદવી છે. જે બૌધી ધર્મનું સંચાલન કરી તેને ટકાવી રાખવાનું તથા તેનો પ્રચાર કરી વિશ્વમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવાનું છે. ટૂંકમાં તે બૌધી ધર્મગુરુ તરીકે ઓળખાય છે. પ્રથમ દલાઈ લામાનું નામ ગેડુન દ્રુપા હતું. સાત વર્ષ સુધી ભરવાડ તરીકે તિબેટમાં તેમનો ઉછેર થયો અને ત્યાર પછીનું તેનું લિસ્ટ લાંબુ છે. હાલમાં 14 માં દલાઈ લામા એ "તેનઝિંગ ગ્યાંત્સો" છે."ગ્યાંત્સો"એ દરેક દલાઈ લામાના પદ પર રહેલ ધર્મગુરુની પાછળ ફરજિયાત લાગતું હોય છે. દલાઈ લામા શબ્દનો એક ચોક્કસ અર્થ થાય છે. દલાઈ શબ્દ મેગ્વેલ શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ સમુદ્ર થાય છે,અને લામા એ ગ્લામાં શબ્દ પરથી લેવામાં આવ્યો છે જેનો અર્થ ગુરુ થાય છે. દલાઈ લામા એટલે જ્ઞાનનો ભંડાર ધરાવતા ગુરુ જેમની પાસે અલગ અલગ વિષયનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. જેથી તિબેટીયન પ્રજા અથવા તેમના અનુયાયીનું માર્ગદર્શન કરે છે.
દલાઇ લામા પદની પસંગીની પધ્ધતિ :~
દલાઈ લામાની પસંદગી એક ચોક્કસ પદ્ધતિ દ્વારા થાય છે. તિબેટમાં એવી માન્યતા છે કે દલાઈ લામાના અવસાનના બરાબર કે નવ મહિના પછી જન્મેલા છોકરાઓમાંથી કોઈનામાં દલાઈ લામાનો આત્મા પ્રવેષ કરે છે. ત્યાર પછી પાંચ વર્ષે પસંદગી કરનારા લામાઓ દલાઈ લામાના લક્ષણો ધરાવતા પાંચ કે છ વર્ષના છોકરાની શોધ કરે છે. લાંબા કાન, હાથ પર શંખ નું ચિન્હ, પહોળા લાંબા વળાંકવાળા ભવાં, પગ પર વ્યાઘ્રચર્મ નું ચિહ્ન વગેરે આગળના દલાઈ લામાની વસ્તુઓ પ્રસ્તુત કરવામાં આવે છે. જે છોકરો અચકાયા વિના તેમને લઈલે તે દલાઈ લામા નિમાય છે.
એટલે કે સમગ્ર પદવીની પસંદગી પુનર્જન્મ ઉપર આધારિત છે. તેરમા દલાઈ લામા એ પણ મરતા સમયે આગળના દલાઈ લામા વિશે માહિતી આપી દીધી હતી.એક દલાઈ લામાના મૃત્યુ પછી ચોક્કસ મિટિંગ કરી આગળના દલાઈ લામાની શોધમાં નીકળી પડાય છે અને તેમની ખૂબ કઠિન પરીક્ષા લેવામાં આવે છે. તેમને ટ્રેનિંગ આપ્યા પછી ડિગ્રી પણ આપવામાં આવે છે, જે ભગવાન બુદ્ધના ઉપદેશો અને બૌધી ધર્મ ઉપર આધારિત હોય છે.
ચૌદમા દલાઈ લામાએ "તેનઝિંગ ગ્યાત્સો" છે. જેનું મૂળ નામ "લ્હામો થોન્ડુપ" છે. તે "6 જુલાઈ ૧૯૩૫"માં જન્મેલ ખેડૂત પુત્ર હતા. માત્ર પાંચ વર્ષની વયે તેમને દલાઈ લામાની પદવી માટે તૈયાર કરવા તિબેટના બૌધી ધર્મગુરુઓએ કુદરતિ સંકેતો દ્વારા શોધી લીધા પરંતુ તે દરમિયાન ચીને તેમના ઉપર રોક લગાવી કારણ કે તે જાણતા હતા કે નવા દલાઈ લામાની પસંદગી એ ચીન માટે વધુ પડકારો ઉત્પન્ન કરનારી સાબિત થઇ શકે છે.તેમણે મઠ સુધી પહોંચતા રોકવામાં આવ્યાં તથા તેમને ખૂબ પૈસાની માગણી પણ કરી પરંતુ લાંબા સંઘર્ષ પછી જાણે કુદરતની ઈચ્છા હોય તેમ 15 વર્ષની વયે ૧૯૫૦માં તેમને લામાની પદવી મળી અલબત્ત તેમને હજુ બૌધી ડિગ્રીઓ લેવાની બાકી હતી.
દલાઈ લામા વર્તમાનમાં તિબ્બત ના આધ્યાત્મિક ગુરુ અને વર્તમાન રાષ્ટ્રાધ્યક્ષ છે.ઈ.સ. ૧૯૫૯ માં લ્હારાપા ની ડીગ્રી (બૌદ્ધ દર્શન) અને આગળનું શિક્ષણ ડ્રેપુંગ સેરા અને ગંડેનમાં પૂર્ણ કર્યું. 23 વર્ષની ઉંમરે ૧૯૫૯ માં મોનલમ, જોરબાંગ મંદિરમાં તેમને ફાઈનલ પરીક્ષા આપી. તેમને બૌદ્ધ ધર્મ પર પી.એચ.ડી પણ કરી. ઈ.સ. 1987 સુધી તિબ્બતની સમસ્યા ગંભીર રહી. તિબ્બતના લોકોના હક માટે તેમને વારંવાર સંયુક્ત રાષ્ટ્ર સામે પ્રસ્તાવ મુકેલ છે અને તે શાંતિના માર્ગે તેનો વિરોધ પણ દર્શાવી રહ્યા છે.
મહાત્મા ગાંધીના અહિંસક માર્ગે સત્યાગૃહ કરવાની ભૂમિકાને કારણે દલાઈ લામાં શક્તિશાળી ચીનના દબાણ અને અપપ્રચારનો વિરોધ દર્શાવી પોતાના અધિકાર માટે સતત લડત આપી રહ્યા છે. દલાઈ લામાએ કરેલ શાંતિ અને વિશ્વબંધુત્વનો પુરસ્કાર,જે ચીનને પાખંડ લાગતું હોવા છતાં તેમણે ‘ ચીનની પોલાદી પકડમાં જકડાયેલા પ્રદેશ ' તરીકે તિબેટનું ચિત્ર સર્જવામાં દલાઈ લામાએ કોઈ કસર બાકી રાખતાં નથી.
તિબેટ ચીનનો અવિભાજ્ય ભાગ છે.’ચીનના પ્રચારનો પ્રત્યુત્તર આપતાં તિબેટ પ્રશ્ન મધ્યમાર્ગ ભૂમિકા રજૂ કરી. ચીનથી જુદા ન થતાં. અમારી સંસ્કૃતિ ટકી રહે એટલી જ સ્વાયતતા અમારે જોઈએ છે.' એ તેમની માંગણીને આંતરરાષ્ટ્રીય ,વિશેષતઃ પાશ્ચાત્ય દેશો તરફથી સહાનુભૂતિ પ્રાપ્ત થઈ.ચીન - તિબેટ સંઘર્ષને કારણે દલાઇ લામાએ વિશ્વમાં એક નવી ઓળખાણ ઊભી કરી અને તિબેટીયન પ્રજાને ચીન માંથી મુકત કરી તેમના હકો આપાવા શાંતિથી લડત લડી શકવાની વૃતિએ સમગ્ર દેશોનું ધ્યાન પણ ખેચ્યું છે.તેમણે 1989 માં શાંતિ માટેનું નોબલ પારીતોષિત મળ્યું છે.ચીન માથી ભારતમાં આવેલા હજારો તિબ્બત પ્રજા આજે ભારતનાં વિવિધ શહેરોમાં નિવાશ કરે છે. અમુક હદે તેમણે ભારતીય નાગરિકતા મળી પણ છે,તેમ છતાં આજે પણ કેટલાય પરિવાર સંઘર્ષમાં જીવન વિતાવી રહ્યા છે.દેશો વચ્ચેની દુશ્મની,જમીન માટેની લાલશા અને પ્રભુત્વ તથા શક્તિના પ્રદર્શનમા કેટલીય નિર્દોષ જિંદગીઓ આમ જ હોમાઈ રહી છે.જેના આકડાઓ ક્યારેય સામે આવતા નથી.
જૈમીન જોષી.