Sunday, July 17, 2022
આપણી સાથે ચાલનાર વ્યક્તિ આપણાં હોય છે ખરા ? (The person who walks with us is ours right?)
Sunday, March 13, 2022
નરસિંહ મહેતા (Narsinh Mehta)
- ગુજરાતને જેટલો ક્રુષ્ણ વહાલો છે, તેટલો જ તેનો ભક્ત પણ વહાલો છે.
NARSHIH MAHETA |
એક દિવસ એક બ્રાહ્મણ સવારના વહેલા તેનાં ઘોડા માટે ઘાસ કાપવા જંગલમાં ગયા, તે માથે ઘાસનો ભારો લઈને સાંજે ઘેર આવ્યા. કકડીને ભૂખને કારણે પગ લંગવાતા હતાં. આકરા તાપમાં માંડમાંડ ઘરે પહોચ્યાં. ઘાસનો ભારો એક બાજુએ મૂકી સીધાં સ્નાન કરવાં ગયા. સ્નાન કરી સીધા રસોડામાં પેઠા ને પાટલો માંડી બેઠા. ઘરમાં બે ભાઈ અને તેમની પત્ની સાથે રહેતાં હતાં, ભાભી ને થોડું ઓછું આવ્યું અને તરત ભાભીએ છણકો કર્યો: ‘ ઓ હો ! આમ તો મૂરખ, પણ પેટ ભરવાની કેવી અક્કલ છે ! રૂઆબ તો જાણે આખા ઘરને પોતે ધાન પૂરતા હોય એવો !
બ્રાહ્મણ સ્વભાવે ભોળો અને વૃતિએ ધાર્મિક હતો. તેમણે ધીમેથી કહ્યું : ‘ ભાભી, ધાન તો બધાને ભગવાન પૂરે છે !
આ સાંભળતાં જ ભાભીનો મિજાજ ગયો. આંખો ગુસ્સેથી લાલ થઈ ગઈ. મનમાં સંગ્રહ કરી રાખેલી
જવાળાએ શબ્દોનું રૂપ લીધું. તે બોલી ઊઠી: ‘ રાતદિવસ ભગતડાં ભેગા રહીને ભગતડાંની બોલી બોલતાં ઠીક
શીખી ગયા છો ! તો જઈને માગો તમારા ભગવાન પાસે ! એ આપશે.
એ જ આપશે ! ’ કહી બ્રાહ્મણ પાટલા પરથી ઊભા થઈ ગયા.
સીધા ઘરમાંથી બહાર નીકળી તેમણે જંગલ તરફ ચાલવા માંડ્યું. તેમના મગજમાં ફરી ફરીને અવાજ સંભળાવા લાગ્યો : ‘ એ જ આપશે ! એ જ આપશે !
પણ એ છે ક્યાં? એને ગોતવો ક્યાં?
ગમે ત્યાં હોય, પણ એને શોધી કાઢ્યા વિના હવે નહિ ચાલે.
બ્રાહ્મણ ગામ છોડી જંગલમાં પહોંચ્યા. ત્યાં મહાદેવનું એક
જીર્ણ મંદિર હતું. કોઈ જ ત્યાં પૂજા કરવા જતું નહોતું. મહેતાજી મહાદેવજી સામે
ધરણું કરી બેઠા. બસ, હવે અહીંથી ઊઠવું જ નથી. એક બે કરતાં સાત દિવસ થઈ ગયા.
પળેપળ એમના મુખમાંથી, રોમરોમમાંથી એક જ ઉચ્ચાર નીકળ તો હતો. ‘
હે
શંકર ! હે શંભુ ! દયા કર !
છેવટે ભોળાનાથ પ્રસન્ન થયા. કહે : ‘ માગ , માગ , માગે તે આપું ! ’
બ્રાહ્મણે કહ્યું : ‘ માગવાનું મનમાં કંઈ રહ્યું
જ નથી.
શિવે કહ્યું : ‘ તોયે દુર્લભ એવું કંઈ માગ !
ત્યારે બ્રાહ્મણ કહે : ‘ તમને જે વલ્લભ હોય, જે દુર્લભ, તે આપો...
મહાદેવને થયું કે આ તો મારી પરીક્ષા થઈ ગઈ. હવે તો હું જેને કીમતીમાં
કીમતી ગણું છું તેજ મારે એને આપવું જોઈએ!
તેમણે કહ્યું : ‘ ચાલ, તને કૃષ્ણનાંદર્શન કરાવું !
મહાદેવની કૃપાએ બ્રાહ્મણને શ્રીકૃષ્ણની રાસલીલાનાં દર્શન થયાં. તે રાસલીલામાં એટલા ખોવાઈ ગયા કે તેમના હાથમાં સળગતી
મસાલ ક્યારે તેમના હાથને દ્જાડવા લાગી તેનું પણ જ્ઞાત ન રહ્યું, તે બસ આભા બની કૃણાલીલામાં મગ્ન
હતાં. જ્યારે ભાન આવ્યું
ત્યારે ક્રુષ્ણ સ્વયં તેમની સામે ઊભા હતાં. બ્રાહ્મણ ક્રુષ્ણના પગમાં પડી રુદન કરવાં લાગ્યાં. કૃષ્ણે તેમને બંને હાથે ખભેથી પકડી ઊભા કર્યા અને આલિંગનમાં
જકડી લીધાં. એક બાજુ ક્રુષ્ણ હળવું મલક્યા કરે છે જ્યાં બીજે બ્રાહ્મણની આંખોમાંથી અશ્રુઓનો વહાવ અનરાધાર વહ્યાં કરે
છે. શ્રી કૃષ્ણએ તેમને છાનાં રાખી એમને પીતામ્બર પહેરાવ્યું અને તેમના માથે મોરપીંછનો મુગટ
મૂક્યો.
બ્રાહ્મણ: પ્રભુ, હું તમારા સાનિધ્યમાં રાહેવા માંગુ છું... મને પાવન કરો પ્રભુ,
ક્રુષ્ણ: જ્યારે
જ્યારે તું મને પોકારીશ ત્યારે ત્યારે હું હાજર થઈશ.
ભગવાને વચન આપ્યું, બ્રાહ્મણ તો આભા બની ઘર તરફ ભાગ્યા. તે હાથમાં કરતાલ લઈ ભજન ગાતા
ગાતા ઘેર આવ્યા ને સીધા જ ભાભીના પગમાં પડ્યા : ‘ ભાભી , તમારી કૃપાથી મને ભગવાનનાં દર્શન થયાં !
ભાભીતો બ્રાહ્મણનો આ નવો વેશ જોઈ વધારે ખિજાયાં. આ બ્રાહ્મણ એટલે ભક્ત નરસૈયો, જેને આખી દુનિયા નરસિંહ મહેતાનાં
નામ થી ઓળખે છે.
નરસિંહ મહેતા આજથી આશરે સાડા પાંચસો વર્ષ પહેલાં, જૂનાગઢ પાસે તળાજા નામે ગામમાં, નાગર બ્રાહ્મણની નાતમાં જન્મ્યા હતાં. એમની પાંચ વર્ષની વયે
એમના માતાપિતાનું મરણ થતાં મોટા ભાઈ વણશીધરના આશ્રયે તેઓ ઊછર્યા હતા . નાનપણથી જ
નરસિંહ મહેતાનું મન ઈશ્વરભજનમાં અને સાધુસંતોની સેવામાં લાગેલું હતું , તેથી ભણવા ગણવા પર એમનું
કંઈ લક્ષ નહોતું. તે વખતના રિવાજ પ્રમાણે નવ વર્ષની ઉંમરે સાત વર્ષની માણેકબાઈ
સાથે એમનાં લગ્ન થયાં હતાં. એમ કરતાં નરસિંહ મહેતા પંદર વર્ષના થયા. મોટાભાઈએ એમને
ઘોડા સાચવવાનું કામ સોંપ્યું હતું.
મહેતાજી હવે પત્ની
માણેકબાઈ, પુત્રી કુવંરબાઈ અને પુત્ર
શામળશાને લઈ જુદા ઘરમાં રહ્યા, ઘરની ચિંતા ભગવાનને માથે
નાખી તેઓ તો ભજન કીર્તનમાં જ મસ્ત રહેતા.
સમય સાથે પુત્ર "શામળ" હવે બાર વર્ષનો હતો. મહેતાજી પોતે નવ વરસે પરણ્યા હતા, તેથી માણેકબાઈએ મહેતાજીને કહ્યુ: ' શામળિયા માટે કન્યાની તપાસમાં રહો !!
મહેતાજી કહે : ‘ જેનું એ કામ છે એ કરશે. તું શું કરવા એવી ચિંતા કરે છે? ’ અને ખરેખર , થોડા વખતમાં એક નવાઈની વાત બની ગઈ.
વડનગરના ધનાઢ્ય શેઠ મદન મહેતાએ પોતાની દીકરી માટે એક સુયોગ્ય વરની
શોધમાં ગોરને જૂનાગઢ મોકલ્યો. મદન મહેતા કોઈ રાજ્યના દીવાન હતા અને લાખોપતિ હતા.
ગોરે જૂનાગઢ આવી ઘણા છોકરા જોયા પણ એકે પસંદ પડ્યો નહિ ત્યારે નાગરો ચિડાયા.
તેમણે એને ઉલ્લુ બનાવવા નરસિંહ મહેતાનું ઘર દેખાડ્યું. મહેતાજી તો બેઠા બેઠા ભજન
કરતા હતા. ગોર બાપા ત્યાં પધાર્યા અને શી ખબર શી રીતે ગોરનું મન વસી ગયું. તેમણે શામળની સાથે
મદન મહેતાની દીકરીનું વેવિશાળ કરી નાખ્યું. નાગરોના પેટમાં પથ્થરો પડ્યાં. તેમણે મદન મહેતાને ખબર
આપ્યા કે નરસૈંયો તો બાવા વૈરાગીઓ ભેગો ફરનારો ભીખમંગો છે !
મદન મહેતાએ નરસિંહ મહેતાને
કાગળ લખ્યો કે અમારા ઘરને શોભે એવી જાન લઈને આવજો, નહિ તો વરને લીલા તોરણે
પાછો કાઢશું ! નરસિંહ મહેતાએ કોના બળદ અને કોકની વહેલ માંગી આણી જાન જોડી. જાનમાં
બાવાવેરાગીઓ, અને સામાનમાં તુલસીની માળાઓ, તાલ ને કરતાલ ! જૂનાગઢથી
નીકળેલી આ જાન જ્યારે વડનગર પહોંચી ત્યારે એમાં એટલા હાથીઘોડાને લાવલશ્કરની શોભા
હતી કે મદન મહેતા ગભરાઈ ગયા કે આને હું કેમ પહોંચી વળીશ ? તેમણે મહેતાજીને પગે પડી
પ્રાર્થના કરી : ‘ વૈવાઈજી , અમારી લાજ રહે એમ કરજો ! મહેતાજીતો ભજન ગાવા લાગ્યાં.
તેમની દીકરીના લગ્નમાં પણ આવો જ ચમત્કાર થયો હતો.
એક બાજુ ઘરના ખાલી વાસણો અને બીજી બાજુ દીકરીનું મામેરું. પોકી વળતો કઈ રીતે... માણેકભાઈ
મહેતાજીની સામે રુદન કરવાં લાગ્યાં.
મહેતાજીતો મસ્ત
હાથમાં કડતાલ લઈને ભજન કરતાં કરતાં બહાર નીકળી ગયા અને બોલ્યા મારો નાથ બેઠો છે મારે
વળી શેની ચિંતા ?
તેમની દીકરી કુંવરબાઈનું મામેરું
કરવા ભગવાન પોતે લક્ષ્મીજીને લઈને પધાર્યા હતા! દ્વારકા જતા યાત્રીઓનાં નાણાં લઈ
મહેતાજીએ એમને હૂંડી લખી આપી હતી તે ભગવાને પોતે દ્વારકામાં મહેતાજીના વાણોતર બની
સ્વીકારી હતી !
એક વાર ભાદરવા મહિનામાં
નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ આવ્યું. નરસિંહ મહેતા પાંચ બ્રાહ્મણોને જમવાનું
કહેવા ગયા, પણ નાતવાળા કહે : ભગત, કોક દહાડો તો અમને તમારા
ઘરનો પ્રસાદ જમાડો !
પ્રસાદની કેમ ના કહેવાય ? મહેતાજીએ સમસ્ત નાતને જમવાનું નોતરું દઈ દીધું. શ્રાદ્ધને દિવસે માણેકબાઈએ મહેતાજીના હાથમાં નાનકડી તપેલી પકડાવી દઈ કહ્યું : ઘી લઈ આવો!!
મહેતાજીથી ઘી લેવા ગયા, તો ઘીવાળાએ કહ્યું : ‘ મહેતા , એકાદ ભજન તો સંભળાવો !
બસ, થઈ ચૂક્યું. મહેતાજી ભજન ગાવા બેઠા, ને ઘીની વાત ભૂલી ગયા. ભજન
પર ભજન ચાલ્યા કરે.
બીજી તરફથી ખબર શું ખબર ક્યાંથી મહેતાના પર આગળ
સીધું સામાન અને ગાડાં આવી ઊભા રહ્યાં. માણેકબાઈ આભાં બની જોઈ
રહ્યાં. હજારો માણસોની રસોઈ બની અને આખી નાત મનભાવતા પકવાન જમીને ખુશ થઈ ગઈ. જે લોકો તમાસા
જોવા આવ્યાં હતાં તે મોઢામાં હાથ નાખતા થઈ ગયા.
સાંજે ભજન પૂરાં થયાં ત્યારે મહેતાજી તપેલીમાં ઘી લઈને ઘેર આવ્યા.
આવીને જુએ તો આખો પ્રસંગ પૂરો થઈ ગયો હતો !
મહેતાજીના જીવનમાં આવા તો અનેક ચમત્કારો જોવા મળે છે.
થોડા વખત પછી માણેકબાઈનું મરણ થયું. મહેતાજી કહે : ‘ જેવી ભગવાનની મરજી!
ભલું
થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ !
રોજ સવારે મહેતાજી ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા દામોદર
કુંડમાં સ્નાન કરવા જતા. એક દિવસ આવી રીતે સ્નાન કરીને તેઓ ભજન ગાતા ગાતા આવતા હતા, ત્યાં રસ્તામાં કેટલાક
માણસો હાથ જોડી એમની સામે આવી ઊભા ને કહે : ‘ ભગતજી , એકવાર અમારે ત્યાં ભજન કરવા પધારો !
મહેતાજીએ કહ્યું : ‘ આજે જ !
પેલાઓ કહે : ‘ બાપજી , અમે અસ્પૃશ્ય છીએ !
મહેતાજીએ કહ્યું : ‘ તમે હરિના ભગત છો. હરિજન છો ! વૈષ્ણવ છો !
હરિજનોએ આખા વાસનાં આંગણાં સાફ કરી ગોમુત્ર અને છાણથી
લીંપ્યાં, તુલસીક્યારે દીવા કર્યા, ધૂપ કર્યો .
મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓચ્છવ,
ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ !
તે જમાનામાં હરિજનોને કોઈ
અડકતું પણ નહિ,
તેમનાં
ઘર પણ ગામથી દૂર અને ત્યાં કોઈ જાય
નહિ, પણ મહેતાજી ગયા ને આખી રાત
હરિજનો ભેગા બેસી ભજન કરી આવ્યા.
તેથી આખા ગામમાં હો હો થઈ ગઈ. ચોરે ને ચૌટે વાતો થવા લાગી હાય હાય ! નાગરનો દીકરો
થઈને આ નરસૈંયો ઢેડવાડામાં જઈને નાચ્યો !
નાગરોની નાતે નરસિંહ મહેતાનો જવાબ માગ્યો.
તેમણે કહ્યું : ‘ તું ભ્રષ્ટ થઈ ગયો.
મહેતાજીએ કહ્યું : ' મને ભષ્ટ કહો , ભૂંડો કહો, ભૂંડાથી ય ભૂંડો કહો, તમને જે ગમે તે કહો, હું એવો જ છું. મને માત્ર વૈષ્ણવો વહાલા છે – પછી તે બ્રાહ્મણ હોય કે
ભંગી હોય !
હળવાં કર્મનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વાલા રે,
હરિજનથી જે અંતર ગણશે, એના ફોગટ ફેરા ઠાલા રે |
નાગરોએ હવે જૂનાગઢના રાજા રા'માંડલિકને ફરિયાદ કરી : ' નરસૈંયો ઢોંગ ધતૂરા કરી લોકોને અવળે રસ્તે ચડાવે છે , એને સજા કરો ! ’ રાજાએ નરસિંહ મહેતાને એક કોટડીમાં પૂરી દીધા ને કહ્યું ‘ ભગવાનની મૂર્તિની ડોકમાં પહેરાવેલો હાર સવાર પહેલાં તારી ડોકમાં આવી પડે તો હું જાણું કે તું સાચો ભગત ! નહિ તો ઢોંગી !
કોટડીમાં મહેતાજીએ ભજન આદર્યાં આખી રાત ભજન ચાલ્યાં. સવાર થતો ચમત્કાર થયો . મંદિરનાં બારણાંને અને જેલની કોટડીને વાસેલાં તાળાં તડાક કરતાં તૂટી ગયાં, લોઢાની ભોગળો ભાંગી પડી ને બારણાં ઊઘડી ગયાં ! લોકો આભા બની જોઈ રહ્યા. ભગવાનની મૂર્તિની ડોકમાંથી હાર નીકળીને મહેતાજીની ડોકમાં જઈ પડ્યો !
કહે છે કે આ બનાવ સંવત
૧૫૧૨ ( સને ૧૪૫૫ ) માં બનેલો. મહેતાજીની ભક્તિની આ પરચો જોઈ રાજા પસ્તાયો. એણે
ભક્તની માફી માગી, પણ મહેતાજી તો જાણે કંઈ બન્યું નથી એમ ભજન ગાતા ગાતા ઘેર ગયા.
આ બનાવ પછી થોડા વખતમાં મહેતાજીએ જૂનાગઢ છોડ્યું
અને દેહ પણ છોડયો. નરસિંહ મહેતા આપણી ગુજરાતી ભાષાના આદિ
કવિ છે. તેમણે અસંખ્ય ભજનો લખ્યો છે, તેમાંનાં ઘણાં પ્રભાતિયાં નામે ઓળખાય છે. આજે પણ ઘણા
લોકો સવારના પહોરમાં આંખ ઊઘડે કે મહેતાજીનાં પ્રભાતિયાં ગાતા હોય છે. (source-પુસ્તક સંતસાગર)
ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને
તેમની યાદમાં નરસિંહ મહેતાં એવોર્ડ આપવામાં આવે છે જેની
શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ
નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા
આપવામાં આવે છે.
Sunday, December 5, 2021
સફળતા પ્રાપ્ત કરવા એક પરાક્રમ પૂરતું છે.(One feat is enough to achieve success.)
- જીવન ત્યાં સુધી જ આપણું છે જ્યાં સુધી આપણે તેને જીવંત રાખીએ છીએ.
Sunday, November 28, 2021
સુખી થવા આ પણ જરૂરી છે...(It is also necessary to be happy ...)
Sunday, October 31, 2021
સરદાર પટેલ અને ભારત (Sardar Patel and India)
- જો સરદાર વડાપ્રધાન થયા હોત તો કોંગ્રેસનાં રાજ લાંબા ન ચાલ્યાં હોત.
૧૯૪૭ નું ભારત એ આજના ભારત કરતા કંઇક જુદુ જ
હતું. બ્રિટીશો દેશ છોડીને જતા હતા,પરંતુ આપણને એક દેશ નહિ પરંતુ ભારતના ટુકડા
થવાનું ભવિષ્ય સોપતા જતા હતા. ભારત દેશ વૈવિધ્ય રીતે અલગ પડતો દેશ છે. અપણા દેશની
દિશા પ્રમાણે ભાષા બદલાય છે. ખોરાક પણ એવો કે એક બીજાના વખાણ કરવા કે ટોકવા તે પણ
નક્કી નથી કરી શકાતું. બધુજ અલગ છતાં એક હોવાનો દાવો. તે સમયની સ્થિતિ કંઇક અલગ જ
હતી. ત્યારે લોકો પાસે ત્રણ રસ્તા બચ્યા હતા. ભારતનો હિસ્સો બનો કાતો પાકિસ્તાનનો
હિસ્સો બનો અથવા તો આત્મનીર્ભર નિવાસ બનાવો. જે એટલું સરળ પણ ન હતું, પરંતુ ત્યાં
જ ગુજરાતના એક સિંહે ગર્જના કરી. ભારતના છુટા પડેલા રજવાડાનાઓને સંગઠિત કરવાનું
કામ એક પટેલે કરી બતાવ્યું. અલબત્ત તેના માટે તેમણે સામ,દામ,દંડ અને ભેદનો ઉપયોગ
કરવો પડ્યો હતો.
૧૯૪૭ ના
જાન્યુઆરીમાં સરદાર અને નહેરુ વચ્ચેના મતભેદો ખુબ જ વણસ્યા અને કાઠિયાવાડના
પ્રવાસે જતાં પહેલાં સરદારે ગાંધીજીને પત્ર લખીને હોદ્દો છોડવાની ઈચ્છા પ્રગટ કરી.
માઉન્ટબેટનને ખબર પડી કે નહેરુના કહેવાથી ગાંધીજી સરદારના રાજીનામાં અંગે વિચારી
રહ્યાં છે. મુખ્ય વાત એ હતી કે સરદારનું રાજીનામું એટલે દેશનું પતન. સરદાર વગર
ચાલે તેવી સ્થિતિ હતી જ નહિ. સ્વરાજ પ્રાપ્ત કરવા માટે ગાંધી નહેરુ અને સરદાર આ
ત્રણેયની જોડી બની રહે તે જરૂરી હતું.
હું અહી ચોક્કસ ઉલ્લેખ કરીશ કે ગાંધીવાદી
વિચાર ધારાને વળગી ન રહેનાર અને દેશને સ્વરાજ અપાવનાર કેટલાય ક્રાંતિકારીઓના બલિદાનનો
દેશ હંમેશ ઋણી રહેશે. અહી ગાંધીજી સંગઠનમાં જે હતા તેમની વાત કરું છે માટે આ ત્રણેયની
જોડી બની રહે તેવું કહું છું.
ભારત દેશ ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી
લઈને પશ્વિમ સુધી મળીને જે પ્રમાણે એક શક્તિશાળી દેશ બન્યો, તેનો મોટો શ્રેય
સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. જેમણે આઝાદીની પહેલા 562 રજવાડાઓનું દેશમાં
વિલીનીકરણ કરવાનું કામ કર્યુ.
તેમનો ઉછેર ગુજરાતના કરમસદ ગામમાં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઇ. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
સરદાર પટેલ જોકે કોઈ ક્રાંતિકારી ન હતા. વર્ષ 1928 થી 1931 દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉદ્દેશ્યો અંગેની નિર્ણાયક ચર્ચામાં પટેલ માનતા હતા. (ગાંધી અને મોતીલાલ નેહરુની જેમ, પરંતુ જવાહરલાલ નહેરુ અને સુભાષ ચંદ્ર બોઝથી વિપરીત) કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ધ્યેય અંદર પ્રભુત્વનો દરજ્જો હોવો જોઈએ. બ્રિટિશ કોમનવેલ્થ - સ્વતંત્રતા નહીં. જવાહરલાલ નેહરુથી વિપરીત, જેમણે સ્વતંત્રતાની લડતમાં હિંસા માફ કરી હતી. સરદાર પટેલે નૈતિક રીતે નહીં પરંતુ વ્યવહારિક ધોરણે સશસ્ત્ર ક્રાંતિને નકારી કાઢી હતી. સરદાર પટેલે જણાવ્યું હતું કે તે નિષ્ક્રિય હશે અને ગંભીર દમનનો સામનો કરશે. સરદાર પટેલે ગાંધીની જેમ બ્રિટિશ કોમનવેલ્થમાં મુક્ત ભારતની ભાવિ ભાગીદારીમાં ફાયદા જોયા જો કે ભારતને સમાન સભ્ય તરીકે સ્વીકારવામાં આવે તેવી પણ વાત હતી. તેમણે ભારતીય સ્વાવલંબન અને આત્મવિશ્વાસને ઉત્તેજન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, પરંતુ ગાંધીથી વિપરીત તેમણે હિંદુ-મુસ્લિમ એકતાને સ્વતંત્રતા માટેની પૂર્વશરત ગણી ન હતી. હિંદુ-મુસ્લિમ એકતા ગાંધીજીનો વિચાર હતો. મોટા ભાગના લોકો તેને સમર્થન અપાતા ન હતાં. તે સમયે ગાંધીજી તેવો ચહેરો હતો જેને લોકપ્રિયતા પ્રાપ્ત થઇ હતી જેથી તેનાથી વિપરીત નિર્ણયો લેવા સરળ ન હતાં.
સરદાર પટેલ બળજબરીથી આર્થિક અને સામાજિક ફેરફારો લાવવાની જરૂરિયાત પર જવાહરલાલ નેહરુ સાથે અસંમત હતા. પરંપરાગત હિંદુ મૂલ્યોમાં મૂળ ધરાવતા રૂઢિચુસ્ત, સરદાર પટેલે ભારતીય સામાજિક અને આર્થિક માળખામાં સમાજવાદી વિચારોને અનુકૂલિત કરવાની ઉપયોગીતાને ઓછી ગણાવી હતી. તેઓ મુક્ત સાહસમાં માનતા હતા, આમ રૂઢિચુસ્ત તત્વોનો વિશ્વાસ મેળવતા હતા અને આ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રવૃત્તિઓને ટકાવી રાખતા ભંડોળ એકત્ર કર્યું હતું.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1929ના લાહોર અધિવેશનના પ્રમુખપદ માટે ગાંધી પછી પટેલ બીજા ઉમેદવાર હતા. ગાંધીએ સ્વતંત્રતાના ઠરાવને અપનાવવાથી રોકવાના પ્રયાસમાં પ્રમુખપદનો ત્યાગ કર્યો અને પટેલને પણ પદ પાછી ખેંચી લેવા માટે દબાણ કર્યું. તેવું પણ માનવામાં આવે છે કે મુખ્યત્વે મુસ્લિમો પ્રત્યે સરદાર પટેલના સમાધાનકારી વલણને કારણે જવાહરલાલ નેહરુ ચૂંટાયા. 1930ના મીઠાના સત્યાગ્રહ (પ્રાર્થના અને ઉપવાસ આંદોલન) દરમિયાન પટેલે ત્રણ મહિનાની જેલવાસ ભોગવ્યો હતો. માર્ચ 1931માં પટેલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કરાચી અધિવેશનની અધ્યક્ષતા કરી હતી. તેમને જાન્યુઆરી 1932માં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જુલાઈ 1934માં છૂટ્યા, તેમણે 1937ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના સંગઠનને માર્શલ કર્યું અને 1937-38ના કોંગ્રેસના પ્રમુખપદ માટે મુખ્ય દાવેદાર હતા. ફરીથી, ગાંધીના દબાણને કારણે, પટેલ પીછેહઠ કરી અને જવાહરલાલ નેહરુ ચૂંટાયા. અન્ય કોંગ્રેસી નેતાઓની સાથે સરદાર પટેલને ઓક્ટોબર 1940માં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, ઓગસ્ટ 1941માં મુક્ત કરવામાં આવ્યા હતા અને ઓગસ્ટ 1942થી જૂન 1945 સુધી વધુ એક વખત જેલવાસ ભોગવ્યો હતો.
યુદ્ધ દરમિયાન સરદાર પટેલે ભારત પર તત્કાલીન અપેક્ષિત જાપાની આક્રમણ સામે ગાંધીજીની અહિંસાને અવ્યવહારુ તરીકે નકારી કાઢી હતી. સત્તાના હસ્તાંતરણ પર સરદાર પટેલે ગાંધી સાથે મતભેદ કર્યો કે ઉપખંડનું હિંદુ ભારત અને મુસ્લિમ પાકિસ્તાનમાં વિભાજન અનિવાર્ય હતું અને તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાન સાથે ભાગ લેવો ભારતના હિતમાં છે.
સરદાર પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1945-46ના પ્રમુખપદ માટે અગ્રણી ઉમેદવાર હતા પરંતુ ગાંધીએ ફરી એકવાર નેહરુની ચૂંટણી માટે હસ્તક્ષેપ કર્યો. કોંગ્રેસના પ્રમુખ તરીકે નેહરુને બ્રિટિશ વાઇસરોય દ્વારા વચગાળાની સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમ, સામાન્ય ઘટનાક્રમમાં સરદાર પટેલ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત. સ્વતંત્રતાના પ્રથમ ત્રણ વર્ષ દરમિયાન સરદાર પટેલ નાયબ વડા પ્રધાન, ગૃહ બાબતોના પ્રધાન, માહિતી પ્રધાન અને રાજ્ય પ્રધાન હતા; સૌથી ઉપર, તેમની કાયમી ખ્યાતિ ભારતીય સંઘમાં રજવાડાઓના શાંતિપૂર્ણ એકીકરણ અને ભારતના રાજકીય એકીકરણની તેમની સિદ્ધિ પર આધારિત છે.
આમ તો સરદાર વિશે ઘણું છે પણ એક શબ્દમાં કહું તો સરદાર એટલે સરદાર.
જૈમીન જોષી.
Sunday, October 17, 2021
સત્ય સમજવું છે ? તો જ્ઞાન પ્રાપ્ત કરો...!!! (Understand the truth? So acquire knowledge ... !!!)
- જો તમે કુશળ હોવ તો ચિંતા શેની...?:-
ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)
કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy): સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...

-
IPC 376 બળાત્કારી ગુનેગારોનો અંતિમ અંજામ. [ કલમ ૩૭૬ - એ ] : - ભોગ બનનારનું મૃત્યુ નિપજાવવું અથવા નિરર્થક સ્થિતિમાં રહેવાની શિક્ષા :- ...
-
પ્લાસ્ટિકની શોધ સમાજને ઉપયોગી ખરી પણ પર્યાવરણ માટે ખતરા રૂપ છે. વિજ્ઞાનની ઘણી બધી શાખાઓમાં રસાયણ વિજ્ઞાન પણ એક છે. જે વિવિધ પદાર્થની જન્...
-
મૂલ્ય એટલે આપણી ભાવનાઓ માન્યતા, આદર્શો, સંસ્કાર, સંસ્કૃતિ, સમજણ અને જ્ઞાનની જળવાયેલ એકસૂત્રતા: - માનવજીવનમાં મૂલ્યોનું આગવું મહત્વ છે...
-
સમર્પણ , સ્નેહ અને ભક્તિની મૂર્તિ ક્રુષ્ણ પ્રિય મીરાં.....!! MEERA ક્રુષ્ણ પ્રિય મીરાં: છ સાત વર્ષની બાળા એક વટેમાર્ગ...
-
Archimedes One of best Mathematician Archimedes ગ્રીક ખગોળવિદ ફેઈડિયાઝના ઘરે આર્કિમીડીઝનો જન્મ થયો હતો.જે...