Sunday, July 24, 2022

બાળકોને જાતીય સતાવણી (Sexual harassment of children)

  • દરેકનાં  સ્પર્સ બાળક  પ્રત્યે પ્રેમ અને સંવેદના જ દર્શાવતો હોય તે જરૂરી નથી.


Sexual harassment of children


   બાળપણમાં જાતીય શોષણ એ સમાજમાં સૌથી વધુ કલંકિત મુદ્દાઓ પૈકી એક છે અને તેને મૂળભૂત માનવ અધિકારોના ઉલ્લંઘન અને જાહેર આરોગ્યની ગંભીર ચિંતા બંને તરીકે ઓળખવામાં આવે છે. જો કે, બાળપણના લૈંગિક દુર્વ્યવહારના વ્યાપને સચોટ રીતે માપવું મુશ્કેલ હોઈ શકે છે કારણ કે તેની ઓછી જાણ કરવામાં આવી છે.

   એવી ઘણી વર્તણૂકો છે જેને જાતીય દુર્વ્યવહાર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, અને બાળકના જાતીય શોષણ તરીકે વર્ગીકૃત કરવા માટે ગુનેગાર અને બાળક વચ્ચે શારીરિક સંપર્ક કરવાની જરૂર નથી.

   બાળપણનાં જાતીય દુર્વ્યવહારને કોઈપણ "સંપૂર્ણ અથવા પ્રયાસ કરેલ જાતીય કૃત્ય, બાળક સાથે જાતીય સંપર્ક અથવા શોષણ" ગણવામાં આવે છે.

   બાળ જાતીય દુર્વ્યવહારના મુખ્ય બે પ્રકાર છે: સ્પર્શ અને બિન-સ્પર્શ. સ્પર્શમાં બાળકના ગુપ્તાંગને સ્પર્શ કરવો, બાળકને કોઈ અન્યના ગુપ્તાંગને સ્પર્શ કરવો, જાતીય રમતો રમવી અથવા જાતીય આનંદ માટે બાળકના યોનિ અથવા યોનિની અંદર, મોંમાં અથવા બાળકના ગુદામાં વસ્તુઓ અથવા શરીરના ભાગો મૂકવાનો સમાવેશ થાય છે. બિન-સ્પર્શતા દુરુપયોગમાં બાળકને પોર્નોગ્રાફી બતાવવી, કોઈ વ્યક્તિના ગુપ્તાંગને બાળક સમક્ષ ખુલ્લું પાડવું, બાળકની વેશ્યાવૃત્તિ/તસ્કરી કરવી, જાતીય પોઝમાં બાળકનો ફોટો પાડવો, બાળકને વ્યક્તિગત રૂપે અથવા વિડિયો પર જાતીય કૃત્યો જોવા અથવા સાંભળવા માટે પ્રોત્સાહિત કરવું અને  બાળકને કપડાં ઉતારતા અથવા બાથરૂમનો ઉપયોગ કરતા જોવું.

  • ઈન્ડીયામાં બાળકોનું જાતિય શોષણ થવા બાબતે : 

   હાલના સમયમાં અપણાં ભારતીય બંધારણો , બાળકનાં જાતિય શોષણ બાબતે ઘણાં જ ગુનાહિત કૃત્યો નોંધેલા છે, જે પ્રક૨ણો માત્ર અને માત્ર બાળકનાં જાતિય શોષણ સાથે સંકળાયેલા “ ધ ઈમ્મો૨લ સફીક  (પ્રિવેનસન ) એક્ટ " – ( વ્યભિચાર પ્રતિબંધક કાયદો ) ની જોગવાઈ મુજબ ૧૬ વ૨સ કરતાં નીચેનાં બાળકોનું ધંધાકીય શોષણથી રક્ષણ આપવાનું કામ કરે છે, વધુમાં “ ધ જયુવેનાઈલ જસ્ટીસ એક્ટ ની કલમ ૨૯ ની જોગવાઈ " ( બાળક કે સગીર કામદાર પાસેથી શોષણાત્મક કામ ક૨વાનું ) તે બાબતે સજાની જોગવાઈ કરવામાં આવેલ છે કે જયારે કોઈ વ્યક્તિ અમિર પાસેથી કામ કરાવીને  જોખમી કર્મચારીત્વ અપનાવવાની કાર્યવાહી કરે, “ ધ પ્રોહીબીશન ઓફ ચઈલ્ડ મેરેજ એક્ટની ” જોગવાઈ પણ ૧૮ વરસ કરતાં નીચેની વયની છોકરીઓનાં લગ્ન બાબતે સજાની જોગવાઈ બતાવે છે – દિકરાનાં લગ્ન માટે પણ આજ કાયદાની જોગવાઈ લાગુ પડે છે – સબબ અત્રેનાં પ્રકરણે બાળકોનું રક્ષણ ક૨વા માટે , બાળકોને થતાં અન્યાય સામે આવેલા કાયદાની જોગવાઈનું ઉલ્લંઘન થવા બાબતે, અત્રેનાં કાયદામાં જરૂર પડે તો ફોજદારી કાર્યવાહી / ફરીયાદ દાખલ કરવા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. એ રીતે વર્લ્ડ હેલ્થ ઓ૨ગેનાઈજેશન ” ( વિશ્વ સ્વસ્થ્ય સંસ્થા ) નાં મંતવ્ય મુજબ , બાળકોનું શોષણ એટલે બાળકોને શોષણાત્મક પ્રવૃત્તિમાં દાખલ ક૨વાં, અત્યારના સમાજ બાળક સમજી શકતાં નથી કે તેઓને શું કામ આ કામ કરવાનું છે બાળકો શારીરિક અડપલાં કે અન્ય કોઈ છેડછાડમાં પોતાની સંમતિ આપતાં નથી , એ રીતે અત્રેનું કૃત્ય એટલે કાયદા કાનૂનનો ભંગ છે, તેમજ આપણા સમાજમાં રહેલ પ્રતિબંધોનું પણ ઉલ્લંઘન છે – સબબ હાલના તબક્કે , મજકૂરનો બાળકોની શોષણાત્મક પ્રવૃત્તિ સામે એક બનાવવા માટેનો કાયદો ઘડવાની તાતી જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે.
   

  • બાળકનું જાતીય શોષણ કેમનું થાય ?


   બાળકોનું ભાવનાત્મક શોષણ , માનસિક શોષણ , શા૨ી૨ીક શોષણ , કે જાતિય શોષણ , પરત્વે કાયદાની જોગવાઈ કરવાની સાચી જરૂર છે , બાળકોનું શોષણ એટલે શારીરીક શોષણ પ્રવૃત્તિ, શ૨ી૨ સાથે ચેડાં કરવાં ઈશારાથી શા૨ી૨ીક પ્રવૃત્તિ / શોષણની માંગણી કરવી , ખરાબ શબ્દોનો ઉપયોગ કરવો , તેવી હાલચાલ ક૨વી ખરાબ લખાણો ક૨ીને શારીરીક શોષણની જાણ ક૨વી , તે બધી જ પ્રવૃત્તિઓ વ્યભિચારી / શારીરીક શોષણ માટેની છે. ઈન્ડીયામાં બાળકોનાં શોષણ માટેનો અહેવાલ રજૂ કરતી વખતે , “ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ મિનીસ્ટર , રેણુકા ચૌધરી સાહેબે જણાવેલ છે કે બાળકોનું શોષણ એટલે ગુપ્ત પ્રકારની કાર્યવાહી છે , અને અપણો સમાજ તે માટે શાંત બેસી રહેલ છે . આપણા સમાજમાં કામ કરતી વખતે આવા પ્રકારની ઘણી જ સમસ્યાઓ ઉભી થયેલી છે આપણા કાયદા સામે, અને ન્યાય – દેવના સામે પણ તથા સરકાર અને સહ – સરકાર સામે આ સમસ્યા પડકા૨ રૂપ બનેલ છે મજકૂરનો અહેવાલ જણાવે છે કે અત્રેથી મોટી સમસ્યા એવી છે કે આપણો સમાજ અત્રેનાં જાતિય શોષણને સમજી શક્યો નથી , સતત આપણાં સમાજને તેવી સમજ આપવાનું મુશ્કેલ થઈ જાય છે અને સમાજની ચઢ – ઉત૨ણ વાળી / અનુભવની પ્રવૃત્તિ , આપણે મેળવી શકયા નથી , તેથી આપણે સમાજમાં રહેલ મજકૂરના દૂષણ માટેની સાચી માહિતી મેળવી શકયા નથી , બાળકોનું ૨ક્ષણ , એટલે અત્રેનાં પ્રક૨ણે અવાજ ઉઠાવી શકતાં નથી તે મહત્વનો પાંસો છે, સતત અત્રેનાં પ્રક૨ણે બાળકોને પોતાની સમસ્યા રજૂક૨વા માટેની તક આપવી જોઈએ .
Sexual harassment of children



   આપણે ખૂબજ અગત્યતાથી સમજવાનું રહેશે કે ઉ૫૨ની તમામ વિગતો અને સંજોગોમાં બાળકોનાં શોષણ માટેની પ્રવૃત્તિઓ બનતી રહે છે – જેવાં કે લગ્ન પ્રકરણો, બાળકોની હેરાફેરીકરી  નોકરી આપવી, કામ ક૨વાનું , સતત આપણે હવે સામાજીક અને કાયદાકીય પાંસાઓને સમજવા પડશે , કે આપણા સમાજમાં બાળકોનું જાતિય શોષણ કેમ અને કેવી રીતે થાય છે. સમાજ સાથે પારસ્પારીક સબંધ , નબળા સમાજનું શોષણ , સુધારેલ સમાજમાં ચાલતું શોષણ , જો આપણે જોઈએ તો ઘણા લોકો અત્રેની જાતિય સતામણી પાસેથી બચવા માટે પોતાનાં બાળકોનાં લગ્ન કરી નાંખે છે  અને જયારે કોઈ છોક૨ી તરૂણાવસ્થામાં આવે ત્યારે તેણીને મૈથુની ઈચ્છા ઉત્પન્ન થાય છે. ઘણાં લોકો એવું માને છે કે દિકરીનાં લગ્ન કરી દેવા એટલે તેણીને જાતિય સતામણી પાસેથી રક્ષણ આપવાનું – આપણે જોયેલું હશે બીહારની નાથ જાતિમાં વેશ્યાવૃત્તિ એ જીવન જીવવાનો માર્ગ છે , અને જયારે પોતાનાં કુટુંબમાં દિકરી ના હોય , ત્યારે તેઓ રાજયનાં બીજા ભાગમાંથી દિકરી ખરીદે છે , અને તેને વેશ્યાવૃત્તિનાં કામમાં લગાડે છે, જેથી કરીને કુટુંબ પોતાનું ગુજરાન ચલાવી શકે . બાળકો જયારે નાનાં - નાનાં કામો કરે છે , હોટલમાં કામ કરે છે , રેસ્ટોરન્ટમાં કામ કરે છે , ત્યારે તેઓ જાતિય શોષણ માટેનાં પ્રભાવ નીચે આવી જાય છે, ગ્રાહકો અને માલિકની સામે તેઓ શોષણનો વિષય બની જાય છે . અત્રેનાં દૂષણોની સાથે સાથે બાળકો જ્ઞાતી — જાતિમાં તેમજ કુટુંબ — કબાલામાં શોષણ માટે વશ થવા કારણભૂત બની જાય છે અને તેઓનાં સમાજ કે પરિવારમાં પણ તેઓ જાતિય શોષણનો વિષય બની જાય છે. 

  • જાતીય શોષણ માટેના બાળકો આવે છે ક્યાથી ?


   આપણે જોયેલું હશે કે આપણા સમાજમાંથી દર વરશે ઘણા જ બાળકો ગુમ થઈ જાય છે, ઘણાં બાળકોને તેઓનાં કુટુંબીજનો વેંચી મારે છે, ઘણાં બાળકોની ઉઠાંતરી ક૨વામાં આવે છે, ઘણાં લોકોને તેમનાં બાળકોનાં નામ ઉ૫૨ ઘણાં પ્રલોભનો આપવામાં આવે છે – એ રીતે ( CRY ) ચાઈલ્ડ રાઈટસ એન્ડ ચૂપ ' બાળકોના અધિકાર અને તેઓનાં અહેવાલ મુજબ દ૨ વરસે લગભગ ૮૯૪૫ બાળકો ઈન્ડીયામાં ખોવાઈ જાય છે , દર વરસે ૫,૦૦,૦૦૦ બાળકોને જાતિય સતામણી માટેની પ્રકીયામાં સંડોળવામાં આવે છે , અંદાજે ( ૨ ) મિલીયન – ૨૦ લાખ બાળકોને દર વ૨સે જાતિય સતામણી માટેના  કામ માટે ઘસડી જવામાં આવે છે , કે જેઓની ઉંમર ૫ થી ૧૫ વરસની હોય છે . અંદાજે ૩૦ લાખ બાળકો ધંધાકીય શોષણ પ્રવૃત્તિમાં જોડાયેલ હોવાનું માલુમ પડે છે જેઓની ઉંમર ૧૫ થી ૧૮ વ૨સની હોય છે ,  ૪૦ % બાળકો જાતિય સતામણીનાં કામમાં સંડોવાયેલા હોય છે , ૮૦ % બાળકો અત્રેની પ્રવૃત્તિમાં પાંચ મોટા શહેરોમાં જેવા કે દિલ્હી , મુંબઈ , કોલકાત્તા , ચેન્નાઈ અને બેંગલોર ખાતે જોડાયેલા છે અને તેઓ માંથી ૭૧ % બાળકો અભણ હોય છે એથી તે આપણા ધ્યાન ઉપર આવશે કે સમાજની વિપદા, નિર્બળતા, ગરિબી, ઉમર , વર્ગીક૨ણ , જાતિ – જ્ઞાતી , સુરક્ષાત્મક જગ્યાએ અભાવ , શાળાનો અભાવ , યોગ્ય કાળજીનો અભાવ , બાળકને કૌટુંબિક જીવનનો અભાવ એવા બધા દૂષણોથી બાળકોનું શોષણ થતું હોવાનું માલુમ પડે છે , ઘણા  માનસ શાસ્ત્રીઓનાં મંતવ્ય મુજબ અત્રેનો સમુદાય મનોવિકારી અથવા તો શારીરીક દૂષણોથી પીડાતા હોય છે . સતત આપણે શોધવાનું છે કે કઈ કઈ જગ્યાએ આપણા સમાજમાં બાળકોનું શોષણ થાય છે – જેથી કરીને તેઓને જાતિય સતામણીની પીડાથી / જૂલમથી  દુર રાખી શકાય.


યુનાઇટેડ સ્ટેટ્સમાં દર વર્ષે 65,000 થી વધુ બાળકો સાથે દુર્વ્યવહાર થાય છે.

લગભગ ચારમાંથી એક પુખ્ત સ્ત્રી અને તેરમાંથી એક પુરુષનું બાળપણમાં જાતીય શોષણ થયું હતું.

બાળ જાતીય દુર્વ્યવહારનો અનુભવ કરવો એ પ્રતિકૂળ બાળપણનો અનુભવ (ACE) છે જે વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઘણી લાંબા ગાળાની અસરો કરી શકે છે. 

  • બિનઆયોજિત ગર્ભાવસ્થા
  • સ્થૂળતા અથવા કેન્સર જેવી લાંબી સ્વાસ્થ્ય સ્થિતિ
  • ડિપ્રેશન અને PTSD
  • પદાર્થ દુરુપયોગ
  • આત્મહત્યાનું જોખમ વધે છે.

   બાળ લૈંગિક દુર્વ્યવહારને પુખ્ત, કિશોર અથવા મોટા બાળક દ્વારા બાળક સાથેની જાતીય પ્રવૃત્તિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો કોઈ પુખ્ત વયના બાળક સાથે જાતીય પ્રવૃત્તિમાં જોડાય છે, તો તે જાતીય શોષણ છે. જો અન્ય બાળક અથવા કિશોર બાળક સાથે જાતીય પ્રવૃત્તિમાં જોડાય છે, તો એક ગ્રે વિસ્તારમાં પ્રવેશે છે જ્યાં અમુક જાતીય વર્તન દુરુપયોગને બદલે નિર્દોષ શોધ છે.

  દુરુપયોગના વ્યક્તિગત ઇતિહાસને સ્વીકારવા માટે ખૂબ જ હિંમતની જરૂર છે. પર્યાપ્ત સમય, યોગ્ય સાધનો અને યોગ્ય સમર્થન સાથે, બાળપણના દુર્વ્યવહારના આઘાતથી આગળ વધીને તંદુરસ્ત રીતે આગળ વધવું શક્ય છે.


Sunday, July 17, 2022

આપણી સાથે ચાલનાર વ્યક્તિ આપણાં હોય છે ખરા ? (The person who walks with us is ours right?)

  •  આગળ ચાલવું હોય તો પાછળનાં ડગલાંને છોડવું પડે....  
no one with us

    

   પૃથ્વી ઉપર આપણો સફર શ્વાસથી શરુ થાય છે અને શ્વાસથી પૂર્ણ થાય છે. વધતી  ઉંમર સાથે વધતાં શરીર, બળ, બુદ્ધિ, વિકૃતિ, મોહ, લાલચ, પીડા, અશાંતિ બધું વધતું જાય છે અને આપણે ઇચ્છાઓ દ્વારાં સર્જાયેલ વર્તુળમાં ક્યારે ખોવાઈ જઈએ છીએ તે સમજમાં જ નથી આવતું. અંધકારમાંથી બહાર નીકળીએ તો પ્રકાશ આપણી આંખો આંજી દે છે. આપણે અજવાળામાં ઉભા હોવાં છતાં સ્પષ્ટ જોઈ શકતાં નથી. જીવન સાથે પણ આવું થાય છે. સત્ય આપણી સામે હોવાં છતાં આપણી આંખો તેટલી ઝાંખી પડી જાય છે કે આપણે તેનો સહજ સ્વીકાર કરી શકતાં જ નથી. આપણો અકળાયેલો ગભરાયેલો સ્વભાવ વાસ્તવિકતા સાથે મનમેળ થવાં દેતો જ નથી. તમને ખરેખર લાગવા લાગે છે કે કોઈ છે જેનાં માટે મારે આટલું આટલું કરવાનું છે. કોઈ છે જે મારા માટે ફલાણું ફલાણું કરવાનું છે. જ્યારે આડંબરી વ્યક્તિત્વમાંથી બહાર ડોક કરીએ તો જીવન ઝેર લાગવા માંડે. 
   
   ક્યારેક દિવસ લાંબો પડે તો ક્યારેક રાત્રી, ક્યારેક સુખ ઓછુ તો ક્યારે સમય, ક્યારેક વ્યક્તિ માટેની ઝંખના તો ક્યારેક અલગ થવાનાં અભરખા વધતાં જતા હોય છે. આપણે જેમ જેમ વ્યક્તિઓનો સંપર્કમાં આવતા જઈએ તેમ તેમ કેટલાક લોકો અપણને અંગત લાગવા લાગે છે. આપણે તેવા પરિઘની રચના કરી દઈએ જેમાં અમુક ચોક્કસ વ્યક્તિનું જ સ્થાન હોય. તે વર્તુળમાં અન્યને પ્રવેશ કરવો હોય તો વ્યક્તિને આપણી શરતોનું ચોક્કસ માળખું અનુસરવું પડે. આપણી ખોટી તો ખોટી પણ ક્રિયામાં સહકાર અપાવો પડે. કોઈ આપણને ખોટો કહી પણ દે તો આપણાં ભવા અને મોઢાં બંને ચડી જતા હોઈ છે. આપણને રાજી રાખવા કોઈએ પોતાનું વ્યક્તિત્વ ગુમાવી આપણાં હિસાબે ચાલવું પડે. આપણાં વર્તુળમાં આપણને રિઝવે તેમનું જ સ્થાન અવ્વલ હોય છે.
   
   આપણાં વ્યક્તિત્વથી અંજાઈને કેટલાંક વ્યક્તિઓ આપણી બનાવેલી દુનિયામાં પ્રવેશ તો મેળવી લે છે પરંતુ ધીમે ધીમે તે અંદરથી રૂંધાવા લાગે છે. ધીમે ધીમે આપણાં માટે ઉત્પન થયેલ પ્રેમ ક્યારે ઘૂટન બની જાય છે તે સમજી શકાતું નથી. માતા-પિતા જેવા અંગત સબંધોને બાદ કરતાં મોટા ભાગના સબંધો માત્ર સ્વાર્થ કે સામાજિક પરંપરાઓ દ્વારાં થોપી મારેલા જડ નિયમોના પરિણામ સ્વરૂપ જોડાયેલા હોય છે. જોડાઈ જવું અને જકડાઈ જવું બંને વચ્ચે ઘણો ફર્ક છે. જોડાણમાં સાથ છે, પ્રેમ છે, સ્નેહ છે, કરુણા અને માનવતા છે જ્યારે જકડામણમાં ક્રોધ, અકળામણ, ડિપ્રેસન, બંધન, અને જીદ છે. જો તમે આંખોથી જ્ઞાનનો પડદો થોડો હટાવશો તો સમજાશે કે આપણે જેને પોતાના માનીને ચાલીયે છીએ તે તો માત્ર પ્રવાસમાં સાથે છે, આપણી સફળતાની સાથે છે, આપણી પ્રગતિ અને પ્રાપ્ત કરેલ હોદ્દાની સાથે છે. એક મિત્ર મિત્રની ઈર્ષા કરે, એક ભાઈ ભાઈના ધનની ઈર્ષા કરે, સાથી કર્મચારી મળતાં પગાર કે હોદ્દાની ઈર્ષા કરે. ધીમે ધીમે તમે આગળ વધતાં જાવ તેમ દરેક વ્યક્તિ તમારાથી છૂટતું જાય છે. અલબત્ત તે તમને જીવનનાં તેવા અમુલ્ય પાઠ ભણાવતા જશે જેથી તમે વધુ ‘’મજબૂત’’ અને ”દ્રઢ”  બનતા જશો. તમારી કરુણા ધીમે ધીમે પૂરી થતી જશે. માનવતા ઉપરથી તમારો વિશ્વાસ ઊઠતો જશે. તમે વધુ આક્રમક અને જુસ્સા વાળા બનતા જશો. પ્રગતિનાં નામ ઉપર અન્યને કરી બતાવવાની લાગણી ક્યારે ઊભી થઈ જશે તેનું પણ જ્ઞાત નહીં હોય.
   
   વ્યક્તિઓથી છેતરાયેલો માણસ ધીમે ધીમે વસ્તુઓમાં સુખ શોધવા લાગે છે. વધુને વધુ “ધન” પ્રાપ્ત કરવા, વધુ નામ આગળ વધારવા માટે પ્રયત્નો કરવા લાગે છે પણ જ્યારે તે આ બધુ પ્રાપ્ત કરી લેતો હોય છે ત્યાં સુધી જીવન પૂરું થઈ ચૂક્યું હોય છે. જ્યારે ખરેખર ભોગવવાનો સમય આવે છે ત્યારે કશું  ભોગવી શકતા નથી. પાછળ ફરીને જોતાં તે પણ સમજાતું નથી કે સફરમાં છૂટેલ વ્યક્તિઓમાં કોઈ અંગત તો છૂટી નથી ગયુને, પણ સાથે તે પણ સ્વીકારવું જરૂરી છે કે આપણાં સફરમાં શરૂઆતથી અંત સુધી કોઈ સાથે નથી અવવાનું. દરેકને પોતાનું જીવન છે અને સમય આવે પ્રત્યેક વ્યક્તિ તેમનો વળાંક પસંદ કરી વળી જતો હોય છે. આપણે જેને સાથે લઈને ચાલવા માંગીએ છીએ તે તો ક્યારનાં  પોતાના મનથી તમને છોડી ચૂક્યા હોય છે. તમારી સાથે જે ચાલી રહ્યું છે તેતો માત્ર એક શરીર છે. તમે શરીરનું શું કરશો?  તમે ક્યારેય વિચાર્યું છે કે હાડ-માંસના લોચા તમને કેટલું સુખ આપી શકે?
    
   ઇચ્છાઓથી પર પણ એક દુનિયા છે. તમને જે તરસ છે તેતો માત્ર શરીરની જ છે. પાનને પણ લીલા રહેવા માટે પોતાનાં વૃક્ષમાંથી પ્રવાહી ખેચવું પડે છે અને વૃક્ષને પણ હર્યુભર્યું રહેવા માટે પોતાનાં મૂળિયાં વિકસાવવા પડે છે. દરેક સુખમાં સબંધ શોધવા જશો તો દુ:ખી થસો. સુખને સંબધ સાથે કોઈ લેવા દેવા નથી આપણે પત્ની કરતાં વધુ રોમાચ અન્ય સ્ત્રી સાથે અનુભવીએ છીએ. ભાઈ કરતાં મિત્ર સાથે વધુ ખૂલીને હસીને વાતો કરીએ છીએ. બહારનાં જગતમાં સુખ અને દુ:ખ જોડાયેલા છે. એટલા માટે જે દિવસે તમારી પાસે “ધન” આવી જશે તે દિવસે નિન્દ્રા ખોવાઈ જશે. જીવનની દુર્ઘટનામાંથી બહાર નિકળીએ તો ક્યારેક ભોજનનું સુખ, ક્યારેક સ્વસ્થનું સુખ, તૃપ્તિનું સુખ પ્રાપ્ત કરી શકીએ. પ્રત્યેક સમયે કોઈને સાથે લઈને ચાલવાની ભાવના અંતે તો દુઃખી અને એકલા જ કરી મૂકે છે. કોઈનો છૂટતો સાથ સહન કરવાની કાર્યક્ષમતા અને સહજતા જેનામાં નથી તે વ્યક્તિ અંતે તો કરુણાહિન અને જડ જ વ્યક્તિત્વ ધરાવતો બની જશે. સાચું સુખ તો ધીમે ધીમે બધુ ત્યાગ કરવામાં જ છે.           
                                                                                                                           
                                                                                                           જૈમીન જોષી.

   
   
   

Sunday, March 13, 2022

નરસિંહ મહેતા (Narsinh Mehta)

  • ગુજરાતને જેટલો ક્રુષ્ણ વહાલો છે, તેટલો જ તેનો ભક્ત પણ વહાલો છે.

   

નરસિંહ મહેતા (Narsinh Mehta)
    NARSHIH MAHETA 

   એક દિવસ એક બ્રાહ્મણ સવારના વહેલા તેનાં ઘોડા માટે ઘાસ કાપવા જંગલમાં ગયા,  તે માથે ઘાસનો ભારો લઈને સાંજે ઘેર આવ્યા. કકડીને ભૂખને કારણે પગ લંગવાતા હતાં. આકરા તાપમાં માંડમાંડ ઘરે પહોચ્યાં. ઘાસનો ભારો એક બાજુએ મૂકી સીધાં સ્નાન કરવાં ગયા. સ્નાન કરી સીધા રસોડામાં પેઠા ને પાટલો માંડી બેઠા. ઘરમાં બે ભાઈ અને તેમની પત્ની સાથે રહેતાં હતાં, ભાભી ને થોડું ઓછું આવ્યું અને તરત ભાભીએ છણકો કર્યો: ઓ હો ! આમ તો મૂરખ, પણ પેટ ભરવાની કેવી અક્કલ છે ! રૂઆબ તો જાણે આખા ઘરને પોતે ધાન પૂરતા હોય એવો !

   બ્રાહ્મણ સ્વભાવે ભોળો અને વૃતિએ ધાર્મિક હતો. તેમણે ધીમેથી કહ્યું : ભાભી, ધાન તો બધાને ભગવાન પૂરે છે !

   આ સાંભળતાં જ ભાભીનો મિજાજ ગયો. આંખો ગુસ્સેથી લાલ થઈ ગઈ. મનમાં સંગ્રહ કરી રાખેલી જવાળાએ શબ્દોનું રૂપ લીધું. તે બોલી ઊઠી: રાતદિવસ ભગતડાં ભેગા રહીને ભગતડાંની બોલી બોલતાં ઠીક શીખી ગયા છો ! તો જઈને માગો તમારા ભગવાન પાસે ! એ આપશે.

   એ જ આપશે ! કહી બ્રાહ્મણ પાટલા પરથી ઊભા થઈ ગયા. સીધા ઘરમાંથી બહાર નીકળી તેમણે જંગલ તરફ ચાલવા માંડ્યું. તેમના મગજમાં ફરી ફરીને અવાજ સંભળાવા લાગ્યો : એ જ આપશે ! એ જ આપશે !

પણ એ છે ક્યાં?  એને ગોતવો ક્યાં?

ગમે ત્યાં હોય, પણ એને શોધી કાઢ્યા વિના હવે નહિ ચાલે.

   બ્રાહ્મણ ગામ છોડી જંગલમાં પહોંચ્યા. ત્યાં મહાદેવનું એક જીર્ણ મંદિર હતું. કોઈ જ ત્યાં પૂજા કરવા જતું નહોતું. મહેતાજી મહાદેવજી સામે ધરણું કરી બેઠા. બસ, હવે અહીંથી ઊઠવું જ નથી. એક બે કરતાં સાત દિવસ થઈ ગયા. પળેપળ એમના મુખમાંથી, રોમરોમમાંથી એક જ ઉચ્ચાર નીકળ તો હતો. હે શંકર ! હે શંભુ ! દયા કર !

છેવટે ભોળાનાથ પ્રસન્ન થયા. કહે : માગ , માગ , માગે તે આપું !

બ્રાહ્મણે કહ્યું : માગવાનું મનમાં કંઈ રહ્યું જ નથી.

શિવે કહ્યું : તોયે દુર્લભ એવું કંઈ માગ !

ત્યારે બ્રાહ્મણ કહે : તમને જે વલ્લભ હોય, જે દુર્લભ, તે આપો...  

   મહાદેવને થયું કે આ તો મારી પરીક્ષા થઈ ગઈ. હવે તો હું જેને કીમતીમાં કીમતી ગણું છું તેજ મારે એને આપવું જોઈએ!

તેમણે કહ્યું : ચાલ, તને કૃષ્ણનાંદર્શન કરાવું !

   મહાદેવની કૃપાએ બ્રાહ્મણને શ્રીકૃષ્ણની રાસલીલાનાં દર્શન થયાં. તે રાસલીલામાં એટલા ખોવાઈ ગયા કે તેમના હાથમાં સળગતી મસાલ ક્યારે તેમના હાથને દ્જાડવા લાગી તેનું પણ જ્ઞાત ન રહ્યું, તે બસ આભા બની કૃણાલીલામાં મગ્ન હતાં. જ્યારે ભાન આવ્યું ત્યારે ક્રુષ્ણ સ્વયં તેમની સામે ઊભા હતાં. બ્રાહ્મણ ક્રુષ્ણના પગમાં પડી રુદન કરવાં લાગ્યાં. કૃષ્ણે તેમને બંને હાથે ખભેથી પકડી ઊભા કર્યા અને આલિંગનમાં જકડી લીધાં. એક બાજુ ક્રુષ્ણ હળવું મલક્યા કરે છે જ્યાં બીજે બ્રાહ્મણની આંખોમાંથી અશ્રુઓનો વહાવ અનરાધાર વહ્યાં કરે છે. શ્રી કૃષ્ણએ તેમને છાનાં રાખી એમને પીતામ્બર પહેરાવ્યું અને તેમના માથે મોરપીંછનો મુગટ મૂક્યો.

બ્રાહ્મણ: પ્રભુ, હું તમારા સાનિધ્યમાં રાહેવા માંગુ છું... મને પાવન કરો પ્રભુ,

ક્રુષ્ણ: જ્યારે જ્યારે તું મને પોકારીશ ત્યારે ત્યારે હું હાજર થઈશ.

   ભગવાને વચન આપ્યું, બ્રાહ્મણ તો આભા બની ઘર તરફ ભાગ્યા. તે હાથમાં કરતાલ લઈ ભજન ગાતા ગાતા ઘેર આવ્યા ને સીધા જ ભાભીના પગમાં પડ્યા : ભાભી , તમારી કૃપાથી મને ભગવાનનાં દર્શન થયાં !

   ભાભીતો બ્રાહ્મણનો આ નવો વેશ જોઈ વધારે ખિજાયાં. બ્રાહ્મણ એટલે ભક્ત નરસૈયો, જેને આખી દુનિયા નરસિંહ મહેતાનાં નામ થી ઓળખે છે.   

   નરસિંહ મહેતા આજથી આશરે સાડા પાંચસો વર્ષ પહેલાં, જૂનાગઢ પાસે તળાજા નામે ગામમાં, નાગર બ્રાહ્મણની નાતમાં જન્મ્યા હતાં. એમની પાંચ વર્ષની વયે એમના માતાપિતાનું મરણ થતાં મોટા ભાઈ વણશીધરના આશ્રયે તેઓ ઊછર્યા હતા . નાનપણથી જ નરસિંહ મહેતાનું મન ઈશ્વરભજનમાં અને સાધુસંતોની સેવામાં લાગેલું હતું , તેથી ભણવા ગણવા પર એમનું કંઈ લક્ષ નહોતું. તે વખતના રિવાજ પ્રમાણે નવ વર્ષની ઉંમરે સાત વર્ષની માણેકબાઈ સાથે એમનાં લગ્ન થયાં હતાં. એમ કરતાં નરસિંહ મહેતા પંદર વર્ષના થયા. મોટાભાઈએ એમને ઘોડા સાચવવાનું કામ સોંપ્યું હતું.

   મહેતાજી હવે પત્ની માણેકબાઈ, પુત્રી કુવંરબાઈ અને પુત્ર શામળશાને લઈ જુદા ઘરમાં રહ્યા, ઘરની ચિંતા ભગવાનને માથે નાખી તેઓ તો ભજન કીર્તનમાં જ મસ્ત રહેતા.

   સમય સાથે પુત્ર "શામળ" હવે બાર વર્ષનો હતો. મહેતાજી પોતે નવ વરસે પરણ્યા હતા, તેથી માણેકબાઈએ મહેતાજીને કહ્યુ: ' શામળિયા માટે કન્યાની તપાસમાં રહો !!

   મહેતાજી કહે : જેનું એ કામ છે એ કરશે. તું શું કરવા એવી ચિંતા કરે છે? ’ અને  ખરેખર , થોડા વખતમાં એક નવાઈની વાત બની ગઈ.

   વડનગરના ધનાઢ્ય શેઠ મદન મહેતાએ પોતાની દીકરી માટે એક સુયોગ્ય વરની શોધમાં ગોરને જૂનાગઢ મોકલ્યો. મદન મહેતા કોઈ રાજ્યના દીવાન હતા અને લાખોપતિ હતા. ગોરે જૂનાગઢ આવી ઘણા છોકરા જોયા પણ  એકે પસંદ પડ્યો નહિ ત્યારે નાગરો ચિડાયા. તેમણે એને ઉલ્લુ બનાવવા નરસિંહ મહેતાનું ઘર દેખાડ્યું. મહેતાજી તો બેઠા બેઠા ભજન કરતા હતા. ગોર બાપા ત્યાં પધાર્યા અને શી ખબર શી રીતે ગોરનું મન વસી ગયું. તેમણે શામળની સાથે મદન મહેતાની દીકરીનું વેવિશાળ કરી નાખ્યું. નાગરોના પેટમાં પથ્થરો પડ્યાં. તેમણે મદન મહેતાને ખબર આપ્યા કે નરસૈંયો તો બાવા વૈરાગીઓ ભેગો ફરનારો ભીખમંગો છે !

   મદન મહેતાએ નરસિંહ મહેતાને કાગળ લખ્યો કે અમારા ઘરને શોભે એવી જાન લઈને આવજો, નહિ તો વરને લીલા તોરણે પાછો કાઢશું ! નરસિંહ મહેતાએ કોના બળદ અને કોકની વહેલ માંગી  આણી જાન જોડી. જાનમાં બાવાવેરાગીઓ, ને સામાનમાં તુલસીની માળાઓ, તાલ ને કરતાલ ! જૂનાગઢથી નીકળેલી આ જાન જ્યારે વડનગર પહોંચી ત્યારે એમાં એટલા હાથીઘોડાને લાવલશ્કરની શોભા હતી કે મદન મહેતા ગભરાઈ ગયા કે આને હું કેમ પહોંચી વળીશ ? તેમણે મહેતાજીને પગે પડી પ્રાર્થના કરી : વૈવાઈજી , અમારી લાજ રહે એમ કરજો ! મહેતાજીતો ભજન ગાવા લાગ્યાં.

   તેમની દીકરીના લગ્નમાં પણ આવો જ ચમત્કાર થયો હતો. એક બાજુ ઘરના ખાલી વાસણો અને બીજી બાજુ દીકરીનું મામેરું. પોકી વળતો કઈ રીતે... માણેકભાઈ મહેતાજીની સામે રુદન કરવાં લાગ્યાં.

   મહેતાજીતો મસ્ત હાથમાં કડતાલ લઈને ભજન કરતાં કરતાં બહાર નીકળી ગયા અને બોલ્યા મારો નાથ બેઠો છે મારે વળી શેની  ચિંતા ?

Narshih maheta image


    તેમની દીકરી કુંવરબાઈનું મામેરું કરવા ભગવાન પોતે લક્ષ્મીજીને લઈને પધાર્યા હતા! દ્વારકા જતા યાત્રીઓનાં નાણાં લઈ મહેતાજીએ એમને હૂંડી લખી આપી હતી તે ભગવાને પોતે દ્વારકામાં મહેતાજીના વાણોતર બની સ્વીકારી હતી !

   એક વાર ભાદરવા મહિનામાં નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ આવ્યું. નરસિંહ મહેતા પાંચ બ્રાહ્મણોને જમવાનું કહેવા ગયા, પણ નાતવાળા કહે : ભગત, કોક દહાડો તો અમને તમારા ઘરનો પ્રસાદ જમાડો !

   પ્રસાદની કેમ ના કહેવાય ? મહેતાજીએ સમસ્ત નાતને જમવાનું નોતરું દઈ દીધું. શ્રાદ્ધને દિવસે માણેકબાઈએ મહેતાજીના હાથમાં નાનકડી તપેલી પકડાવી દઈ કહ્યું :  ઘી લઈ આવો!! 

   મહેતાજીથી ઘી લેવા ગયા, તો ઘીવાળાએ કહ્યું : મહેતા , એકાદ ભજન તો સંભળાવો !

   બસ, થઈ ચૂક્યું. મહેતાજી ભજન ગાવા બેઠા, ને ઘીની વાત ભૂલી ગયા. ભજન પર ભજન ચાલ્યા કરે.

   બીજી તરફથી ખબર શું ખબર ક્યાંથી મહેતાના પર આગળ સીધું સામાન અને ગાડાં આવી ઊભા રહ્યાં. માણેકબાઈ આભાં બની જોઈ રહ્યાં. હજારો માણસોની રસોઈ બની અને આખી નાત મનભાવતા પકવાન જમીને ખુશ થઈ ગઈ. જે લોકો તમાસા જોવા આવ્યાં હતાં તે મોઢામાં હાથ નાખતા થઈ ગયા.

   સાંજે ભજન પૂરાં થયાં ત્યારે મહેતાજી તપેલીમાં ઘી લઈને ઘેર આવ્યા. આવીને જુએ તો આખો પ્રસંગ પૂરો થઈ ગયો હતો !

મહેતાજીના જીવનમાં આવા તો અનેક ચમત્કારો જોવા મળે છે.

   થોડા વખત પછી માણેકબાઈનું મરણ થયું. મહેતાજી કહે : જેવી ભગવાનની મરજી!

   ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ !

    રોજ સવારે મહેતાજી ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા દામોદર કુંડમાં સ્નાન કરવા જતા. એક દિવસ આવી રીતે સ્નાન કરીને તેઓ ભજન ગાતા ગાતા આવતા હતા, ત્યાં રસ્તામાં કેટલાક માણસો હાથ જોડી એમની સામે આવી ઊભા ને કહે : ભગતજી , એકવાર અમારે ત્યાં ભજન કરવા પધારો !

મહેતાજીએ કહ્યું : આજે જ !

પેલાઓ કહે : બાપજી , અમે અસ્પૃશ્ય છીએ !

મહેતાજીએ કહ્યું : તમે હરિના ભગત છો. હરિજન છો ! વૈષ્ણવ છો !

 હરિજનોએ આખા વાસનાં આંગણાં સાફ કરી ગોમુત્ર અને છાણથી લીંપ્યાં, તુલસીક્યારે દીવા કર્યા, ધૂપ કર્યો .

 મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓચ્છવ,

 ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ !

   તે જમાનામાં હરિજનોને કોઈ અડકતું પણ નહિ, તેમનાં ઘર પણ ગામથી દૂર અને ત્યાં કોઈ જાય નહિ, પણ મહેતાજી ગયા ને આખી રાત હરિજનો ભેગા બેસી ભજન કરી આવ્યા. તેથી આખા ગામમાં હો હો  થઈ ગઈ. ચોરે ને ચૌટે વાતો થવા લાગી હાય હાય ! નાગરનો દીકરો થઈને આ નરસૈંયો ઢેડવાડામાં જઈને નાચ્યો !

નાગરોની નાતે નરસિંહ મહેતાનો જવાબ માગ્યો.

તેમણે કહ્યું : તું ભ્રષ્ટ થઈ ગયો.

   મહેતાજીએ કહ્યું : ' મને ભષ્ટ કહો , ભૂંડો કહો, ભૂંડાથી ય ભૂંડો કહો, તમને જે ગમે તે કહો, હું એવો જ છું. મને માત્ર વૈષ્ણવો વહાલા છે પછી તે બ્રાહ્મણ હોય કે ભંગી હોય !

    હળવાં કર્મનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વાલા રે,

    હરિજનથી જે અંતર ગણશે, એના ફોગટ ફેરા ઠાલા રે |

    નાગરોએ હવે જૂનાગઢના રાજા રા'માંડલિકને ફરિયાદ કરી : ' નરસૈંયો ઢોંગ ધતૂરા કરી લોકોને અવળે રસ્તે ચડાવે છે , એને સજા કરો ! રાજાએ નરસિંહ મહેતાને એક કોટડીમાં પૂરી દીધા ને કહ્યું  ભગવાનની મૂર્તિની ડોમાં પહેરાવેલો હાર સવાર પહેલાં તારી ડોકમાં આવી પડે તો હું જાણું કે તું સાચો ભગત ! નહિ તો ઢોંગી !

   કોટડીમાં મહેતાજીએ ભજન આદર્યાં આખી રાત ભજન ચાલ્યાં. સવાર થતો ચમત્કાર થયો . મંદિરનાં બારણાંને અને જેલની કોટડીને વાસેલાં તાળાં તડાક કરતાં તૂટી ગયાં, લોઢાની ભોગળો ભાંગી પડી ને બારણાં ઊઘડી ગયાં ! લોકો આભા બની જોઈ રહ્યા. ભગવાનની મૂર્તિની ડોકમાંથી હાર નીકળીને મહેતાજીની ડોકમાં જઈ પડ્યો !          

   કહે છે કે આ બનાવ સંવત ૧૫૧૨ ( સને ૧૪૫૫ ) માં બનેલો. મહેતાજીની ભક્તિની આ પરચો જોઈ રાજા પસ્તાયો. એણે ભક્તની માફી માગી, પણ મહેતાજી તો જાણે કંઈ બન્યું નથી એમ ભજન ગાતા ગાતા ઘેર ગયા.

    આ બનાવ પછી થોડા વખતમાં મહેતાજીએ જૂનાગઢ છોડ્યું અને દે પણ છોડયો. નરસિંહ મહેતા આપણી ગુજરાતી ભાષાના આદિ કવિ છે. તેમણે અસંખ્ય ભજનો લખ્યો છે, તેમાંનાં ઘણાં પ્રભાતિયાં નામે ઓળખાય છે. આજે પણ ઘણા લોકો સવારના પહોરમાં આંખ ઊઘડે કે મહેતાજીનાં પ્રભાતિયાં ગાતા હોય છે. (source­-પુસ્તક સંતસાગર)

    ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતાં એવોર્ડ આપવામાં આવે છે જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.

                                                                                                                    જૈમીન જોષી.

Sunday, December 5, 2021

સફળતા પ્રાપ્ત કરવા એક પરાક્રમ પૂરતું છે.(One feat is enough to achieve success.)

  •  જીવન ત્યાં સુધી જ આપણું છે જ્યાં સુધી આપણે તેને જીવંત રાખીએ છીએ.

success images




   એક અંધ વ્યક્તિ ઈશ્વરને દ્રષ્ટિહિન હોવાનાં કારણે ફરિયાદ કરતો હતો. તેની સાથે રહેવા માટે કોઈ હતું નહીં. એક ટાઇમ જમવાના ફાફાં હતા. અંધ હોવાનાં કારણે પરિશ્રમ કરવાની તો વાત જ ન હતી. તે ઈશ્વરને કોસતો કોસતો રસ્તા ઉપર ચાલી રહ્યો હતો. ત્યાં તેને રસ્તામાં ઠેસ વાગી અને તે પડતાં પડતાં બચી ગયો. એકલો હોવાનાં કારણે તે ગુસ્સામાં તો હતો અને ઉપરથી ઠેસ વાગવાના કારણે પડતાં પડતાં બચી ગયો એટલે તે વધુ અકડાઈ ગયો અને જ્યાં ઠેસ વાગી હતી ત્યાંથી પથ્થર હાથમાં પકડી લીધો. બરાબર તેજ સમયે એક કૂતરું તેનાં પર ભસવા લાગ્યું. અચાનક થયેલા પ્રહાર પર તેને પ્રતિકાર રૂપે હાથમાં રહેલ પથ્થરને બળપૂર્વક કૂતરાં તરફ ફેંક્યો. ત્યાંતો તેનું નિશાન ચૂક્યું અને ત્યાંથી પસાર થતા એક વ્યક્તિનાં માથાં ઉપર તે પથ્થર વાગ્યો. વ્યક્તિ ત્યાં જ મૃત્યું પામ્યો. અંધ વ્યક્તિ ઉપર મુકદમો દાખલ કરી તેને સજા કરવામાં આવી. નવાઈની વાત તે હતી કે તે વ્યક્તિ ખુશ હતો. કારણ? કેમ કે થોડા સમય પહેલાં તે એકલો હતો. તેની પાસે પૈસા ન હતાં. રહેવા માટે ઘર ન હતું. કેટલાય દિવસ તે ભૂખે આળોટયા કરતો હતો. અચાનક જ તેને બધું પ્રાપ્ત થઈ ગયું. જે ઈશ્વરની તે આલોચના કરતો હતો તેનો આભાર માનવા લાગ્યો. 
       
   અહીં આપણે ત્રણ વાતો શીખવા જેવી નહીં માત્ર જાણવા જેવી છે. એક કે અંધ વ્યક્તિ જે સતત દુઃખમાંથી પસાર થતો હતો તેને સહારો મળી ગયો જે કુદરતની કૃપા કહી શકાય. બીજું કે ક્યારેક કોઈ એકની ખુશી માટે બીજાને મૃત્યું પણ મળતું હોય છે. સૌથી વિચારવા અને સમજવા જેવી વાત તે છે કે આંધળા વ્યક્તિને ગુનેગાર સાબિત કરી સજા આપવા લાગેલ વ્યક્તિઓની મનઃસ્થિતિ અને વિચારધારા કેવી હશે. 

   આપણી આસપાસ પણ આવા કેટલીક કુદરતી ઘટનાઓ ઘટતી હોય છે જેનો ફાયદો કે નુકસાન આપણે ભોગવવા પડતાં હોય છે. જ્યાં સુધી ફાયદો થાય છે ત્યાં સુધી બધું યોગ્ય છે પરંતુ જ્યાં કંઈક છૂટી જવાની કે તૂટી જવાની વાત આવે ત્યારે આપણી વિચારબુદ્ધિ પૂર્ણ થઈ જતી હોય છે. પરિણામે આપણે હતાસ થઈને કુદરતને ગાળો ભાંડીએ છીએ કાતો ઈશ્વરે જે કર્યું એ સારા માટે હશે તેમ કહી મન મનાવી લઈએ છીએ. 

   મનુષ્ય તરીકે જન્મતી વખતે કુદરત પાસેથી આપણે એવી કોઈ શરતે બંધાયા તો નથી કે જીવનભર તમામ પરિસ્થિતિઓના સંજોગો મને સાનુકૂળ હશે તો જ હું જન્મ લઈશ. જે મારી વિરુદ્ધ હશે તેમને શ્રાપ આપી ભસ્મીભૂત કરવાનું વરદાન મને આપો. જગતમાં હું સર્વશ્રેષ્ઠ બનીને રહીશ. પૃથ્વી પર લોકો મારી પૂજા કરે, મારા સાનિધ્યમાં મારી સલાહ પ્રમાણે જીવે તેમજ તેમનું કલ્યાણ મારા થકી થશે તો અને માત્ર તો જ હું પૃથ્વી લોકમાં જઈશ નહિ તો નહીં. આવી કોઈ તમે હઠ કરી હતી તેવું યાદ આવે છે? નહીં ને... તો પછી અન્ય કોઈને પણ ઈશ્વરે આવી જવાબદારી સોંપીને શરતી વિધાનોને માન્ય રાખી પૃથ્વીલોકમાં મોકલ્યા હશે? 

   જો ના.. તો પછી આપણે આટલા બળાપા શેના માટે કરીએ છીએ? અટલી બધી હારી જવાની નિરાશાજનક વાતો શા માટે? દરેક પાસે પ્રશ્નો છે કે હું શું કરી શકું.. ? પણ કોઈ તેમ કહેવાં તૈયાર નથી કે હું કરી શકું...આ શું શબ્દનો ઉપયોગ આપણે યોગ્ય જગ્યાએ ન કરી શકીએ?

   આ એક વાત તો સ્વીકારવી જોઈએ કે સફળતા પ્રાપ્ત કરવા એક પરાક્રમ જ પૂરતું છે. માણસની ઓળખાણ તો એક સફળ કાર્યથી જ બને છે. કોઈ સારા સિંગરની ઓળખ એક ગીતથી, કોઈ એક્ટરની કોઈ એક મૂવીથી તો કોઈ વૈજ્ઞાનિકે કરેલ એક શોધથી વગેરે.. આગળ ભલે તમે ગમે તેટલું કાર્ય કર્યું હોય પરંતુ ઓળખાણ માત્ર એક કાર્યથી જ ઉભી થાય છે. આપણી તમામ નિષ્ફળતાઓ એ એક એવા પરાક્રમનું નિર્માણ કરે છે જે આપણી ઓળખાણ બનાવે છે.

   ધર્મશાસ્ત્રો, રાજનેતા, શિક્ષણ, કલાકાર વગેરેનું સમર્થન પરસ્પર વિરોધો અને ભ્રમોથી ભરેલું છે. આમાંથી કોને સાચું ઠેરવવામાં આવે અને કોઈને ખોટું કહેવામાં આવે તે જ નક્કી થઈ શકતું નથી. જેમ કાયદો તમારો દરેક ગુનામાંથી આડકતરી રીતે બચાવ કરે છે તેમ આ તમામ મુદ્દાઓ આપણને આપણી સાયભી પ્રમાણે વર્તવાની છૂટ આપે છે. માતાપિતા, શિક્ષક, ધર્મશાસ્ત્ર, રીતિ-રિવાજ, પડોશી સંબંધીઓ રાજનેતાઓ આ તમામ આપણને શીખવાડે છે અને જે રસ્તા ઉપર ચાલવા માટે મજબૂર કરે છે જરૂરી નથી કે ઉચિત અને યથાર્થ હોય. આપણી એક ભૂલ આપણને કોઈના ગુલામ બનાવી શકે છે.

   આંધળા કેદીને સજા કરવાનો ગર્વ આપણે લેતા હોઈએ તો આપણે કેટલાક મૂર્ખ છીએ તે જાહેર કરીએ છીએ. અંધ વ્યક્તિને બહાર રાખો કે અંદર તેના માટે સમગ્ર જીવન અંધકારમય જ છે. અલબત્ત આપણા બધા ઉપર ભયનું સામ્રાજ્ય છે તે વાત સાચી પણ દરેક વ્યક્તિ અનિચ્છનીય ઘટનાઓનો વિરોધ કરે તેટલી પણ સ્વતંત્રતા ક્યાં હવે બચી જ છે. વધુ પડતો પૈસા ગુનાઓ કરવા હિંમત આપે છે. મૂળ કારણ તેનું ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટતા બૌદ્ધિક પરાધીનતા તરફ ધકેલે છે. આપણે હિતેચ્છુઓને આપણા ગુલામ સમજી આપણે શ્રેષ્ઠ હોવાનો ઢોંગ કરીએ છીએ. જેની વિરુદ્ધ બુદ્ધિ ધૂર્ત હોય તેની પાસે શું અપેક્ષા રાખી શકાય.? 

                                                                                                                                         જૈમિન જોષી.

Sunday, November 28, 2021

સુખી થવા આ પણ જરૂરી છે...(It is also necessary to be happy ...)

  • આપણી માનસિક સમૃદ્ધિ જ આપણને બીજાથી અલગ પાડતી હોય છે.



happiness quotes




   જીવનમાં આશ્વાસનનો સહારો ત્યારે લેવો પડે જ્યારે શ્વાસોનો ભાર ચેતનાના દીપને ફફડાવી મૂકે છે. મન જ્યારે નબળું પડવા લાગે છે ત્યારે રસ્તાઓ ખુલ્લાં હોવા છતાં બંધ થયેલાં દેખાય છે. આપણને આપણો જ પરિચય નથી. આપને પોતાને ઓળખી શક્યાં જ નથી. આપણે બિલકુલ અજ્ઞાત છીએ. આ પૃથ્વી પર આપણો અંશ હોવા ન હોવા બરાબર છે. તમામ કુદરતી ઘટનાઓથી આપણે પરિચિત છીએ. કુદરત નિત્ય આપણને કંઈક શીખવવા માગે છે, બતાવવા માગે છે. આ જીવનનો અર્થ સમજવા બેસીએ ત્યારે કશું સમજાતું નથી. જ્યારે ન સમજવાના પ્રયત્ન કરીએ ત્યારે અણધારી ઘટનાઓ કુશળતાપૂર્વક ઘણું સમજાવી જાય છે. જીવનમાં આપોઆપ કંઇ પણ થતું નથી. જીવનને અર્થ આપણે આપવો પડે છે. બંધ આંખે દેખાતા પટચિત્રો ખુલ્લા લોચનને જોવા બેસીએ તો અપાર પીડા ઉત્પન્ન થાય છે. ન ગમતી ઘટના, ન ગમતા લોકોની વાતો, સાથે જીવવા ઝંખેલ ચહેરાઓના વિદાય થતાં સ્પર્શો કેટકેટલું બંધ આંખે મનને છિન્ન કરતું હોય છે.

   આંખોથી નીકળતા ખારાપાણીના સરનામાં પૂછીએ તો જાણીતી આંખોના પલકારા જ નીકળે. એક નાનકડું બિંદુ આપણી ભીતર ગોળગોળ ભ્રમણ કર્યા કરે જેમાં આખું વિશ્વ સમાઇ ગયાની અનુભૂતિ થાય. જે ઠીક લાગે છે તે ક્યારેય ઠીક નથી હોતું. તેની પાછળ મોટી ઘટના વિરાટ સ્વરૂપ ધારણ કરતી હોય છે. મનભંગ, માનભંગ, ઈચ્છાભંગ, સન્માનભંગ, કરુણાભંગ..... આ તમામ ભંગાણની ક્રિયાઓ માત્ર છૂટા પાડવાનું કાર્ય કરે છે, પરંતુ છૂટા પડવાનો અર્થ બે ટુકડા થવા તેવો થતો નથી. અહીં ભંગાણો આંતરિક પણ હોય છે તેવો થાય છે. જે પ્રેમી છે તે ભંગાણનો અર્થ સમજે છે. અહીં જે વાસ્તવમાં મુક્ત થવા માંગતો નથી મુક્તિ તેનો પીછો કરે છે. આપણે જીવન-મુક્તિની વાતો કરીએ, મોક્ષની વાતો કરીએ પરંતુ આપણાં જીવનની ખરાબ ઘટનાઓ, પીડાઓ કે વ્યક્તિઓથી મુક્ત થતા આપણને આવડતું નથી. નાની નાની ઘટનાઓથી મુક્ત થતાં જઈએ તો મોક્ષની આવશ્યકતા રહેતી નથી.

   તમારા મનમાં જે મૂળભૂત અવિશ્વાસ તમે ધરાવો છો તે એ છે કે તમે કોઈને પ્રેમ કરો છો. પ્રેમમાં હોવાનું અર્થ તમે શું કરશો? કોઈનું થઈ જવું? કોઈના માટે ઝંખવું? કોઇને પામી લેવું? કોઈના વગર જીવી ન શકવું? કોઈ ને સમર્પિત થઈ જવું..? શું ખરેખર આપણે આ બધું કરી શકીએ છીએ? આપણે બીજી ક્ષણે શું કરવાના છીએ તેની પણ આપણને ખબર નથી હોતી તો અન્યના થવાની, સમર્પિત થઈ કે પામી લેવાની વાતમાં કેટલી સત્યતા? શું આપણે સંપૂર્ણ જીવન કોઇ એક વ્યક્તિના સાનિધ્યમાં જ કાઢી શકવા પૂરતા છીએ? આપણું જીવન એટલું નશ્વર છે કે આપણે ફલાણા વ્યક્તિ વગર જીવન શક્ય નથી તેવી ફરિયાદો કરતાં ફરીએ? ખરી વાત તો તે છે આ બધી વાતો, કલ્પનાઓ આપણે જીવનમાં માત્ર બોલીએ છીએ. ખરેખર જીવતા થઈએ તો શબ્દોનો સહારો લેવો ન પડે. પ્રેમ માટે મોટી હિંમત જરૂરી છે. અહમ પ્રેમને પૂર્ણ કરી દેતો હોય છે.

   દરેક વ્યક્તિ પાસે જીવન, પ્રેમ, જ્ઞાન, શિક્ષણ, વ્યવસાય... દરેક વિશે પોતાના આગવા ખ્યાલો હોય છે. કોઈ ચોક્કસ મત કોઈ વ્યવસ્થાએ પહોંચ્યાં વગર સાચો ન કહી શકાય. આપણા માટે જે સત્ય છે તે અન્ય માટે ના પણ હોય. આપણાં મૂલ્યો અલગ છે. આપણે કોઈના મૂળમાં નથી. આપણે બાહ્ય આડંબરના આધારે જ વ્યક્તિ પરીક્ષણ કરીએ છીએ. ભીતરમાં નિહાળવાની ફુરસદ કે આવડત આપણામાં છે જ નહીં. કે આમ કહો કે આપણને શીખવવામાં જ નથી આવી. જે બાહ્ય આવરણો આપણાં આત્માને ઢાંકી દે છે તેવા જીવનનો શું અર્થ? આપણે શું પામી લેવાના? વાદળો જે રીતે સૂર્યને ઢાંકી દે છે તે જ રીતે આપણાં માનવ દ્વારાં શીખવેલ અજ્ઞાનતાના બાહ્ય આવરણો આપણા આત્માને ઢાંકી દે છે. આપણો અહમ આપણા લોકોથી અલગ કરી દેતો હોય છે. લોકો પોતાના જ પ્રેમને કારણે બરબાદ થાય છે. ક્યારેય વિચાર્યું છે કે કેમ? પ્રેમમાં ખોટ છે કે આપણામાં? આપણને માત્ર વ્યક્તિનો ઉપયોગ કરતા આવડે છે. કોઈના સપનાં તોડતા, કોઈને અડધે રસ્તે છોડતાં કે નીચું દેખાડતા આવડે છે અને આપણે હંમેશા તેનો જ સહારો લઈએ છીએ. 

   આપણે આપણા સંતાનોને જે સારી વાતો, સંસ્કાર તેને શીખવીએ છીએ તે જ જો પોતે એક વાર વાંચી તેને અનુસરવાનો પ્રયત્ન કર્યો હોત તો બાળકને શીખવવાની જરૂર જ ન પડે. તે જાતે જ અનુકરણ કરી લેત. શાળામાં શીખેલું આપણે કેમ ભૂલી જઈએ છીએ તે ખબર પડતી નથી. મૂળ ભૂલ ક્યાં છે તે આપણે સમજવું જરૂરી છે. 

                                                                                                                     જૈમીન જોષી.

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...