Type of alcohol:
પ્રાચીન કાળથી આપણે મદિરાપાન કરનારાં કિસ્સાઓ સાંભળ્યા છે.મહાભારતની અંદર તેનો વિશિષ્ટ ઉલ્લેખ છે.ભગવાન કૃષ્ણનાં દાઉ બલરામ,કર્ણ,પાંડવો હોય કે કૌરવો,તે સમયમાં ઉત્સવો અને આનંદમાં મદિરાપાન મુખ્ય પીણું હતું.દેવ રાજ ઇન્દ્રનાં દરબારમાં પણ દેવો મદિરાપાન કરતાં કરતાં અપ્સરાઓ નૃત્ય કરતી વાતો સાંભળી કે સિનેમામાં જોઈ હશે.રાજા મહારાજાઓનાં દરબારમાં પણ જેમ જમ્યા પછી મુખવાસ લેતા હોઈએ તેમ મદિરા લેવાતો.મદિરા એ બીજું કઈ નહીં પણ દારૂ છે જે આજે અલગ અલગ બ્રાન્ડ સ્વરૂપે વેચાઈ છે અને લોકો ભરપૂર તેની મહેફિલ માણે છે,કહેવાય છેકે દારૂ પિનારને ગ્લાસ માટે માત્ર એક બહાનું પૂરતું હોઈ છે.દારૂનાં ફાયદા ચોક્કસ છે પણ તેના કરતાં ગેરફાયદા વધુ છે.રસાયણની સામાન્ય ભાષામાં તેને આલ્કોહોલ તરીકે ઓળખાય છે.
દારૂ બનાવવાનાં પ્રકાર અને પદ્ધતિ:
દારૂના મુખ્યત્વે બે પ્રકારો છે. 1)આથવણની પદ્ધતિ અને,2) નિયંદિત પદ્ધતિ.
અલગ અલગ ફળોના રશનો પ્રવાહી તરીકે ઉપયોગ કરી અમુક ચોક્કસ પ્રમાણમાં ઇથેનોલ સાથે ભેળવવામાં આવે છે.જેમ કે સફરજનના રસમાંથી આથવેલ પ્રવાહીને સિડર,દ્રાક્ષના રસમાંથી આથવેલ પ્રવાહી વાઇન તથા સ્ટાર્ચવાળા અનાજને ફણગાવ્યા બાદ આથવેલ પ્રવાહીમાંથી બનાવેલ દારૂને બીયર તરીકે ઓળખવામાં આવે છે,જે નો સમાવેશ આથવેલ શરાબમાં થાય છે.જ્યારે રમ,વોડ્કા,વ્હિસ્કી,જિન બ્રાન્ડી,દેશી દારૂ વગેરેનો સમાવેશ નિયંદિત દારૂમાં થાય છે.સાધારણ રીતે અંદાજિત બીયર રથી ૬ ટકા,વાઇનમાં ૧૦ થી ૨૨ ટકા,સીડર ૭ થી ૧૪ ટકા , વ્હિસ્કી ૪૧ થી ૫૦ ટકા,બ્રાન્ડી ૪૦ થી ૫૨ ટકા,રમ ૫૦ થી ૫૮ ટકા, જિન ૪૦ ટકા તથા દેશી દારૂ ૧૦ થી ૨૦ ટકા આલ્કોહૉલનું પ્રમાણ ધરાવે છે.દેશી દારૂ ગેરકાયદેસર રીતે ગોળ,મોલાસીસ,મહુડાં,પાકેલાં ફળો વગેરેને આથવીને સડાવાને ચોક્કસ સમય સુધી મૂકી બનાવવામાં આવે છે.
દારૂનો બનાવટી લઠ્ઠો અને તેના નુકશાન:
ઘણી વાર દારૂ આથવણ દ્વારા નહીં પરંતુ સીધા જ સ્પિરિટમાં પાણી ઉમેરીને બનાવવામાં આવે છે.સ્પિરિટ એટલે બીજું કઈ નહીં પણ ઇથેનોલનું અન્ય નામ.આલ્કોહૉલનું પ્રમાણ થોડું વધારે રાખી તેમાં રંગ માટે આયોડિન ઉમેરાય છે તથા સુગંધ ઉમેરીને જાણીતી કંપનીઓના લેબલવાળા નકલી ફૉરેન - લીકર બનાવવામાં આવે છે.આમ સ્પિરિટમાંથી બનતા દેશી દારૂ તથા ફૉરેન-લીકરમાં જ્યારે મિથિલેટેડ સ્પિરિટ આવી જાય ત્યારે કડક લઠ્ઠા સર્જાય છે.મિથિલેટેડ સ્પિરિટ એ મિથાઈલ આલ્કોહૉલવાળું પ્રવાહી હોય છે.નશો કરવા માટે ગેરકાયદેસર રીતે બનાવેલ પીણામાં ઈથેનોલની સાથે થોડા પ્રમાણમાં મિથેનોલ કોઈ પણ રીતે ભળે તો તે એક પ્રકારનો લદ્દામાં નિર્માણ પામે છે.
હવે જ્યારે આ લઠ્ઠો બજારમાં વેચવામાં આવે છે ત્યારે પિનાર વ્યક્તિ મૃત્યુ પામે છે જેના માટે મિથેનોલ(મિથાઇલ આલ્કોહૉલ) જવાબદાર હોય છે.આવો ભેળસેળ અને બનાવટી લઠ્ઠો પીધેલ વ્યક્તિને તાત્કાલિક તબીબી સારવાર આપવી જરૂરી છે.આનો અર્થ તેવો નથી કે મિથેનોલ જેરી પદાર્થ છે,ઇથેનોલની જેમ જ તે પણ એક આલ્કોહોલ જ છે,પરંતુ જ્યારે મિથેનોલ લીવરમાં પહોંચતાં લીવર દ્વારા મિથેનોલનું રસાયણિક પ્રક્રિયા થઈ ધીમે ધીમે ફૉર્મોલ્ડિહાઇડ અને ફૉર્મિક ઍસિડમાં ફેરવાઈને વિસર્જન થાય છે.આ ફૉર્મોલ્ડિહાઇડ અને ફૉર્મિક ઍસિડની શરીરમાં ઝેરી અસર ઉપજાવે છે.ઝેરી અસરના કારણે પેટમાં દુખાવો ઉત્પન થાય છે,તેના લીધે આંખોમાં રેટિનાને નુકસાન થતાં દૃષ્ટિ ધીમે ધીમે બંધ પડતી જઈને છેવટે અંધાપો આવી જાય છે અને જો સમયસર સારવાર ન મળે તો મૃત્યુ નીપજે છે.ઈથેનોલ લીવરમાં પહોંચતાં લીવર દ્વારા ઈથેનોલનું ધીમે ધીમે ઍસિટાલ્ડિહાઇડ અને ઍસેટિક ઍસિડમાં ફેરવાઈને વિસર્જન થાય છે.આ ઍસિટાલ્ડિહાઇડ અને એસેટિક ઍસિડની ઝેરી અસર થતી નથી અને ધીમે ધીમે મૂત્ર માર્ગે બહાર નિકાલ થાય છે.આ ક્રિયા માટે લીવર મિથેનોલ કરતાં ઈથેનોલને પ્રથમ પ્રયોરિટી આપે છે.એટલે કે,લીવરમાં ઈથેનોલની પ્રક્રિયા પૂરી થયા બાદ જ મિથેનોલનું નિર્વાણ થાય છે.આશરે ૮ થી ૧૦ ટકા જેટલો ઈથેનોલ કે મિથેનોલ પરસેવા કે ફેફસાં દ્વારા શ્વસનક્રિયામાં નીકળતો રહે છે.જે આપણને અહેસાસ કરાવે છે કે સામેવાળી વ્યક્તિએ દારૂ પીધો છે કે નહીં,ગણી વખત આપણે પણ તેનાં પ્રમાણનો અંદાજો લગાવી શકીએ છે પરંતુ અન્ય આલ્કોહોલીક વ્યક્તિ આ પરખવામાં વધુ કુશળ અને ચોક્કસ માહિતી આપનાર સાબિત થાય છે.
આલ્કોહૉલના ધીમે ધીમે ઘટતા પ્રમાણના આધારે લઠ્ઠો પીનારને વધુ ઈથેનોલ પિવડાવીને કે રુધિર મારફતે ચડાવીને સારવાર આપવામાં આવે છે.અઠવાડિયા સુધી આવી સારવાર ચાલુ રાખીને લીવરને પ્રથમ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવા વ્યસ્ત રખાય છે અને તે દરમિયાન મિથેનોલને ધીમે ધીમે મિનિમાઇઝ કરવામાં આવે છે,પરિણામે શરીરમાં મિથેનોલનું પ્રમાણ દૂર થાય છે અને વ્યક્તિ સ્વસ્થ બને છે.આમ ઇથેનોલ મિથેનોલથી બચાવમાં મદદગાર સાબીત થાય છે.
રાસાયણિક ભાષામાં દારૂ એ બીજું કઇ નહી પણ ઈથાઇલ આલ્કોહૉલ છે,જેને ઈથેનોલ તરીકે પણ ઓળખાય છે.જો પીવામાં આવતા પ્રવાહીમાં ઈથેનોલનું પ્રમાણ ઓછું હશે તો શરીરમાંનાં કોષોમાં શોષણની ક્રિયા ધીમી થશે અને જો પીવામાં આવતા પ્રવાહીમાં ઈથેનોલનું પ્રમાણ વધારે હશે તો કોષોમાં શોષણ ઝડપી પ્રસરણ પામસે.શરીરમાં જેમ ઈથેનોલનું પ્રમાણ વધે તેમ હૃદયને ધબકવાનું પ્રમાણ ધીમું થાય છે.લીવર દ્વારા ઈથેનોલનું ધીમે ધીમે ઍસિટાલ્ડિહાઇડ અને એસેટિક ઍસિડમાં ફેરવાઈને વિસર્જન થાય છે,જે અંતે મૂત્રમાર્ગ દ્વારા પેશાબ મારફતે શરીરની બહાર નિકાલ થાય છે.રુધિરમાં આલ્કોહોલની હાજરીની માત્ર અને તેની ટકાવારી લેવલ સંપૂર્ણ સ્વયંસંચાલિત GC - HS પદ્ધતિ મારફતે જાણવામાં આવે છે.આ પદ્ધતિથી રુધિરના આશરે ૨૮૦ થી 320 નમૂનાઓ દિવસ દરમિયાન તપાસી શકાય છે.અલગ અલગ પ્રકારના આલ્કોહોલ દારૂબંધી લાગુ પડેલ હોવા છતાં બનાવવો કે જથ્થો રાખવો એ ગુનો બને છે.જુદા જુદા પ્રકારના દારૂમાં આલ્કોહૉલની હાજરી અંગે પરીક્ષણ કરવામાં આવે છે,તથા તેના પ્રમાણ અંગે પણ પરીક્ષણ કરવામાં આવે છે.શરાબ,દારૂ,મદિરા વગેરે ઈથેનોલનો પાણી તથા અન્ય પદાર્થો સાથેના મિશ્રણનો પ્રચિલત થયેલા અલગ અલગ નામો છે.ઇથેનોલએ રંગવિહીન અને ચોક્કસ વિશિસ્ટ ગંધવાળું કાર્બનિક પ્રવાહી છે,જેનું પાણી સાથેનું દ્રાવણ એ પીવાનો દારૂ કે શરાબ તરીકે ઓળખાય છે.
બ્લડ એટલે કે,રુધિરમાં આલ્કોહૉલ( શરાબ ) ની હાજરી તથા તેનું પ્રમાણ જાણવા માટેનાં પરીક્ષણ બ્લડ આલ્કોહૉલ લેવલ ( Blood - Alcohol - Level ) વિભાગમાં કરવામાં આવે છે. કાયદાકીય રીતે દારૂબંધી જ્યાં અમલમાં છે ત્યાં આલ્કોહોલ ( Alcohol ) નું સેવન ગુનો બને છે અને તેવા ગુનાના આરોપીઓના રુધિરના નમૂનાઓ તબીબી ક્ષેત્રનાં અધિકારીઓ દ્વારા પરીક્ષણ માટે જે તે પ્રયોગશાળાને મોકલવામાં આવે છે.રુધિરકૃત આલ્કોહોલનાં નમૂનાઓના શક્ય તેટલું ત્વરિત પરીક્ષણ જરૂરી છે.
વધારે આલ્કોહોલનું સેવન કરનારને લીવરની તકલીફ થતી હોય છે.માટે કેટલાક વ્યક્તિ વ્યસનમુક્તી કેન્દ્રમાં સારવાર અર્થે દાખલ થાય છે.નલટ્રેક્સોન એ એક દવા છે જેનો ઉપયોગ આલ્કોહોલ ઉપરાંતની સારવાર માટે થાય છે. તે આલ્કોહોલ માટેની વ્યક્તિની ઇચ્છાને ઘટાડે છે.તે રેવિઆ અથવા વીવીટ્રોલ નામના બ્રાંડ નામો હેઠળ આવે છે.વ્યક્તિએ પીવાનું છોડ્યા પછી,નેલ્ટ્રેક્સોન તેમને લાંબા સમય સુધી સ્વસ્થ રહેવામાં મદદ કરી શકે છે.જોકે આ દવા દારૂના નશા માટે સંપૂર્ણ ઉપાય નથી,પરંતુ તે વ્યક્તિને તેનું સેવન બંધ કરવામાં મદદ કરે છે.
મદ્યપાન એ એક લાંબી બિમારી છે.તેનો અર્થ એ કે તે લાંબા સમય સુધી ચાલે છે અથવા તે ફરીથી અને ફરીથી સમસ્યાઓનું કારણ બને છે.દારૂબંધીની મુખ્ય સારવાર એ દારૂ પીવાનું બંધ કરવું. ચોક્કસ તે મુશ્કેલ હોઈ શકે છે.મોટાભાગના લોકો કે જે આલ્કોહોલિક છે તેઓ પીવાનું બંધ કર્યા પછી પણ દારૂની તીવ્ર ઇચ્છા અનુભવે છે. જેમાં નેલ્ટ્રેક્સોન મદદ કરી શકે છે પણ તે કાયમી અયોગ્ય હોય છે માટે વ્યક્તિ એ જાતે જ કંટ્રોલ કરવો રહ્યો.
આલ્કોહોલનું સેવન કરી ડ્રાઇવિંગ કરવું એ ગુનો છે.રુધિરમાં રહેલ આલ્કોહોલનું પ્રમાણ જાણવા લેબોરેટરીમાં પરીક્ષણ કરાય છે જે ચોક્કસ હોય છે,પરંતુ તાત્કાલિક ધોરણે તેનું માપન કરવા એલ્કોં સેન્સરનો ઉપયોગ થાય છે.જેની અંદર ફૂક મારવાથી પર ૧૦૦ ml રુધિરમાં આલ્કોહોલનું પ્રમાણ બતાવે છે.દરેક દેશમાં અલગ અલગ કાયદામાં ડ્રાઇવિંગ વખતે પીધેલ આલ્કોહોલના પ્રમાણનો ચાર્ટ અલગ અલગ હોય છે અને જેતે નિયમને આધારિત દંડ કે સજા કરવામાં આવે છે.
આલ્કોહોલીક વ્યક્તિએ એ ધ્યાન રાખવું જરૂરી છે કે તે તેના લીવરને ખતમ કરી નાખે છે.છતા એક કલાકમાં એક પીણું નશો ચડવા પૂરતું હોય છે અને એક દિવસમાં એક થી વધુ લેવાથી તો લીવર ચોક્કસ બગડશે. જોકે તે કઈ કંપનીની છે અને તેની અંદર આલ્કોહોલની માત્રા કેટલી છે અને તેની કોલિટી કેવી છે તેના ઉપર આધાર રાખે છે.લીવરને બચાવવા માટે ડ્રિંક લેતા પહેલા એક ગ્લાસ પાણી પીવું અને થોડું સૂકો નાસ્તો(ચિપ્સ વગેરે)લેવો.બીજા ડ્રિંક પછી ફરી પાણી પીને કઈક ખાઈ લેવું.એક પેક નો સાઇઝ 30 ml જેટલો હોય છે.વધુમાં વધુ 90 ml થી વધુ ના પીવું જોઈએ.જો વ્યક્તિ બીયર પિતા હોય તો તેમણે ૩૬૦ ml જેટલો એક પેક તેવા બે પી શકાય તેનાથી વધું નહીં લેવું.અન્યમાં સારો ખોરાક લેવો વધું વિટામિન વાળો ખોરાક,પાણીનું વધું સેવન એટલે કે ૪ લિટર,વધું ફાઈબર,ચાવીને ખોરાક લેવો,૮ થી ૧૨ કલાકની ઊંગ પણ જરૂરી છે.દર ૨ વર્ષે લીવર ફંક્શનની ચકાસણી કરાવવી.જોકે આટલી કાળજી રાખ્યા પછી પણ લીવર બચવાની શક્યતાઓ નહિવતજ હોય છે.અંતે તો ઝેર તેનું કામ તો કરશે જ.
જૈમીન જોષી.