- નવરાત્રિ આમ તો રંગોની રાત્રી છે જે જીવનનાં અંધકારમાં એ રમતાં, કુદતા, હસતાં અને મોજ કરતાં શીખવે છે...
છેલ્લા બે વર્ષથી મહામારીના કારણે ગુજરાતીઓને ગરબે ઘૂમવાનો અવસર ગુમાવી દીધો હતો અને જ્યારે અત્યારે મળ્યો છે તે છતાં ઉમંગ હવે પહેલાં જેવો રહ્યો નથી. તેના ઘણાં કારણો છે પરંતુ મહત્ત્વનું તે છે કે અત્યારે તો માં અંબાના ઝાંઝરનો ઝંણકાર સેરીએ સેરીએ સંભળાઈ રહ્યો છે. આમ તો મૂળ નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થાય છે નવ રાત્રીયો. આ નવ રાત્રિ અને દસ દિવસો દરમ્યાન માં અંબાના નવ રૂપોની પુજા કરવામાં આવે છે તથા દસમો દિવસે દશેરા તરીકે પ્રસિધ્ધ છે. આપણે ત્યાં નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે. પોષ, ચૈત્ર, અષાઢ, આસો માસથી નવમી સુધી ખુબ જ ધામધુમથી તથા હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. નવરાત્રિની નવ રાતોમાં ત્રણ દેવી મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે.
દુર્ગાનો અર્થ જીવનના દુઃખોને દુર કરનાર , હરનાર થાય છે. નવરાત્રિ ઉત્સવ દેવી અંબાનું પ્રતિનિધિત્વ છે. વસંત ઋતુની શરુઆત અને શરદ ઋતુની શરૂઆત જલ, વાયુ અને સુર્યના પ્રભાવોનું મહત્વપુર્ણ સંગમ માનવમાં આવે છે. આ બે સમય માં દુર્ગાની પૂજા માટે સૌથી પવિત્ર અવસર છે. નવરાત્રિના પ્રથમ દિવસે દેવી દુર્ગાની પૂજા કરવા માટે સમર્પિત કરવામાં આવ્યો છે. દરેક દિવસ દુર્ગાના અલગ રૂપને સમર્પિત છે . પ્રથમ દિવસે નાની બાલિકાઓની પૂજા કરવામાં આવે છે બીજે દિવસે સ્ત્રીની પૂજા કરવામાં આવે છે. ત્રીજા દિવસે જે સ્ત્રી પરિપક્વતાના ચરણમાં પહોંચી ગઈ છે તેની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના ચોથાથી છઠ્ઠા દિવસે વ્યક્તિ જ્યારે અહંકાર , ક્રોધ , વાસના અને મોહ વગેરે પર વિજય પ્રાપ્ત કરે છે ત્યારે તે એક શૂન્યનું અનુભવ કરે છે. આ શૂન્ય આધ્યાત્મિક ધનથી છલકાય જાય છે અને તમામ સુખ, સમૃદ્ધિ માટે લક્ષ્મીજીની પૂજા કરે છે . નવરાત્રિના પાંચમા અને છઠ્ઠા દિવસે સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમા અને આઠમા દિવસે કલા અને જ્ઞાન પ્રાપ્ત કરવા સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે . આઠવા દિવસે એક યજ્ઞ કરવામાં આવે છે તથા માતાજીને વિદાય કરવામાં આવે. નવરાત્રીમાં નવમો દિવસ અંતિમ દિવસ હોય છે . આ દિવસને મહાનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પણ કન્યા પૂજન કરવામાં આવે છે.
દુર્ગાના નવ સ્વરૂપ:- નવરાત્રિના નવ દિવસોમાં જુદા જુદા સ્વરૂપે સ્થિત જગદંબાની પૂજા અર્ચના કરવાથી મનોવાંછિત ફળ મળે છે .
( ૧ ) માં દુર્ગાનું પ્રથમ સ્વરૂપ શૌલપુત્રી છે. તેનો અર્થ પહાડોની પુત્રી થાય છે . હિમાલયને ત્યાં જન્મ લેવાથી તેનું નામ શૈલપુત્રી પડ્યુ હતું. તેમનું વાહન વૃષભ છે. નવરાત્રીનાં પહેલા દિવસે આ માતાજીની ઉપાસના કરવામાં આવે છે.
( ૨ ) માં દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારીણીનું છે . માના આ સ્વરૂપની ઉપાસના કરવાથી અનંદ ફળની પ્રાપ્તી થાય છે. આ માં ની ઉપાસના નવરાત્રીના બીજે દિવસે થાય છે.
( ૩ ) નવરાત્રીના ત્રીજે દિવસે માં ચંદ્રધરા પૂજન થાય છે . આનો અર્થ ચંદ્રની જેમ ચમકવાવાળી થાય છે . આ માંની પૂજા ત્રીજા દિવસે કરવામાં આવે છે . આ સ્વરૂપને દશભુજા તથા મસ્તક ઉપર અર્ધચંદ્ર છે. તેની ઉપાસના કરવાથી બધી વિપત્તિ નાશ પામે છે તથા જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે.
( ૪ ) માં દુર્ગાનું ચોથું સ્વરૂપ દુષ્માંડા છે જેનો અર્થ પૂર્ણ જગત તેના ચરણમાં છે તેમ થાય છે. આ જ માતાજી સૃષ્ટિની આધશક્તિ સ્વરૂપ છે . આ સ્વરૂપ અષ્ટભુજા છે . તેના હાથમાં કમળનું ફુલ, કમંડળ, ધનુષ્ય બાણ, ચક્ર , ગદા તથા સિધ્ધિ પ્રદાન કરનારી માતા છે. તેમનું વાહન સિંહ છે. તેમની ભક્તિથી આયુષ્ય આરોગ્યમાં વૃધ્ધ થાય છે.
( પ ) માં દુર્ગાનું પાંચમુ સ્વરૂપ સ્કન્દ માતા છે. આનો અર્થ કાર્તિક સ્વામીની માતા થાય છે . તેની ઉપાસનાથી સમસ્ત ઈચ્છાઓનીપૂર્તિ થાય છે . આ માંનુ પૂજન પાંચમા દિવસે કરવામાં આવે છે .
( ૬ ) માં નું છઠ્ઠુ સ્વરૂપ કાત્યાયનીનું છે આનો અર્થ કાત્યાયન આશ્રમમાં જન્મનાર એવો થાય છે. તેમનું વાહન પણ સિંહ છે. તે ચાર ભુજાધારી છે. આમની ઉપાસનાથી રોગ કષ્ટભય નષ્ટ થાય છે. તેમની છઠ્ઠા દિવસે પુજા કરવામાં આવે છે.
( ૭ ) માં નું સાતમું સ્વરૂપ કાળરાત્રિ છે આનો અર્થ કાળના નાશ કરવાવાળી એવો થાય છે તેમનું સ્વરૂપ ભયાનક છે ભક્તોને તે ડરાવતી નથી પણ દુષ્ટોનો વિનાશ કરે છે દાનવ, દૈત્ય, ભુતપ્રેત વગેરે સ્મરણ માત્રથી ભાગી જાય છે . સાતમાં દિવસે તેની ઉપાસના થાય છે.
( ૮ ) માં દુર્ગાના આઠમાં સ્વરૂપને મહાગૌરીના નામથી ઓળખવામાં આવે છે . તેનો અર્થ સફેદ રંગવાળીમાં તેવો થાય છે. વૃષભ ઉપર સવાર થયેલી માં દુર્ગાના આ સ્વરૂપની મુખમુદ્રા અત્યંત શાંત છે. તેમની આઠમા દિવસે ઉપાસના થાય છે.
( ૯ ) માં દુર્ગાનું નવમુ સ્વરૂપ સિધ્ધિદાયીની છે અને તેમની કૃપાથી અલૌકિક સિધ્ધિ પ્રાપ્ત થાય છે . તેનો અર્થ સર્વ સિધ્ધિ થાય છે. નવમાં દિવસે સંપુર્ણ શ્રધ્ધાથી તેમની સાધના કરનારને બધી સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે.
યુવા મિત્રો ! નવરાત્રિ દરમ્યાન પ્રકૃત્તિના આનંદકોષને ખુશીથી માણી માતાની આરાધનાના આ અનેરા અવસરને પૂરી ભક્તિ તથા હર્ષોલ્લાસ સાથે માણીએ સૌને હેપી નવરાત્રિ... માં અંબાની કૃપા સર્વે પર હંમેશા રહે તેવી શુભકામના.
જૈમીન જોષી.
No comments:
Post a Comment