Thursday, August 29, 2024

Indira Gandhi the first woman Prime Minister of India(ઈન્દિરા ગાંધી ભારતનાં પ્રથમ મહિલા-પ્રધાનમંત્રી)

ઈન્દિરા ગાંધી ભારતનાં પ્રથમ મહિલા-પ્રધાનમંત્રી

 

(૧૯૧૭-૧૯૮૪)


indira gandhi image


 

   ભારતના રાજ નૈતિક ઇતિહાસની વાત આવે ત્યારે 1961 થી 1967 સુધી ભારતના વડા પ્રધાન તરીકે સેવા આપનાર ઈન્દિરા પ્રિયદર્શિની ગાંધી માટે આજે પણ દેશ ગૌરવ અનુભવે. એક ભારતીય રાજકારણી અને રાજ્ય મહિલા એટલે ઈન્દિરા પ્રિયદર્શિની ગાંધી. તેમની હત્યા 1984 માં થઇ તેતો આપણે સૌ જાણીએ છીએ પણ તેમના કાર્યકાળ વિશે જે જાણે તે તે આજે પણ તેમના વખાણ કરતા થાકતા નથી. તે ભારતની પ્રથમ અને આજની તારીખમાં, એકમાત્ર મહિલા વડા પ્રધાન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) ના નેતા તરીકે ભારતીય રાજકારણમાં કેન્દ્રીય વ્યક્તિ હતી. તે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની પુત્રી અને રાજીવ ગાંધીની માતા હતી, જેમણે દેશના છઠ્ઠા વડા પ્રધાન તરીકે તેમના સ્થાને સ્થાન મેળવ્યું હતું. શ્રીમતી ઇન્દિરા ગાંધીનો 15 વર્ષ અને 350 દિવસનો સંચિત કાર્યકાળ તેમને તેમના પિતા પછી બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ભારતીય વડા પ્રધાન બનાવે છે. હેનરી કિસિંજરે તેમને "આયર્ન લેડી" તરીકે વર્ણવી, એક ઉપનામ જે તેના કઠિન વ્યક્તિત્વ સાથે સંકળાયેલું બન્યું. જે ભારતની સમગ્ર જનતાએ તો સ્વીકાર્યું પણ સાથે સાથે સમગ્ર વિશ્વએ પણ સ્વીકાર્યું.

 

   ઈ.સ ૧૯૧૭ના નવેમ્બરની ૧૯મી તારીખે એમનો જન્મ અલ્લાહાબાદમાં થયો હતો. ઇંદિરા પ્રિયદર્શિની એ તેમનું પૂરું નામ. પિતા જવાહરલાલ અને પિતામહ મોતીલાલ નહેરુ બંને દેશસેવામાં ભરપુર રીતે ઊંડા ઉતરેલા હતાં. તેમની માતા માંદગીને બિછાને હતાં તેથી ઇંદિરાનું બાળપણ માતાપિતાની છાયામાં વીતવું જોઈએ તેથી કંઈક જુદી રીતે વીતેલું. એમનો અભ્યાસ પણ ઘરથી દૂર શાંતિનિકેતન, સ્વિટ્ઝર્લૅન્ડ અને ઑક્સફર્ડમાં થયેલો. બાર વર્ષની વયે અસહકારની લડતમાં તેમણે 'વાનરસેના'નું નેતૃત્વ સંભાળ્યું. જ્યાં ત્યાં ફરી ફરી ઘરથી દુર રહીને તેમનો અભ્યાસ કરી અને ઈ.સ. ૧૯૪૨માં ફિરોઝ ગાંધી સાથે એમનું લગ્ન થયું. એ જ વર્ષે ભારત છોડોની ચળવળ ઊપડતાં ઇંદિરાએ જેલવાસ ભોગવવો પડ્યો. નાનપણથી જ તેમને ગાંધીજીનો સ્નેહ સાંપડયો હતો તે ક્યાંક સુધી ગાંધીવાદી વિચારધારાથી પ્રભાવિત હતા.

 

indira gandhi family

   ઈ.સ ૧૯૬૬માં લાલબહાદુર શાસ્ત્રીના અચાનક અવસાનથી ઇંદિરા પર ભારતના વડાપ્રધાનનો બોજો આવ્યો અને તેમને લગભગ ૨૦ વર્ષ તેમણે વડાપ્રધાનનું સ્થાન  સંભાળ્યું. ભારત જેવા વિશાળ અને વિભિન્ન સંસ્કૃતિ, ભાષા અને રીત-રિવાજ ધરાવતા દેશમાં પ્રધાનમંત્રીનું પદ સંભાળવું એ અનેક રીતે કસોટી કરે એવું ગણાય. ઉપરથી તેમને ભારત દેશથી દુર રહીને અભ્યાસ કર્યો હતો એટલે ભારતની પ્રજા, તેમની રહેણીકરણી,તેમની ભાષા, તેમની સંસ્કૃતિ વગેરેને સમજવું એક પડકાર રૂપ હતું છતાં તેમને આ પડકાર સ્વીકારી લીધો.  ઈ.સ ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાન(બાંગ્લાદેશ)ની પ્રજા પર વરસતા અત્યાચારોમાંથી તેને મુક્ત કરવા યુદ્ધ નોતર્યું અને વિજય પ્રાપ્ત કર્યો. આમ જોવા જઈએ તો પાકિસ્તાનથી બાંગ્લાદેશને અલગ કરી તેના ભાગલા પડાવ્યા જે ખરેખર એક સાહસિક અને કુશળ રાજનીતિ હતી. આ વિજય બદલ તેમને 'ભારતરત્ન'ના ખિતાબથી પણ નવાજવામાં આવ્યાં હતાં.

 

   ઈ.સ ૧૯૭૫માં જ્યારે ઇંદિરાજીએ ભારતમાં કટોકટી લાદી ત્યારે દેશની પ્રજા તેમના આ વર્તનથી ખૂબ નાખુશ થઈ હતી. પરિણામતઃ ઈ.સ ૧૯૭૭ની સામાન્ય ચૂંટણીમાં ઇંદિરા સહિત કોંગ્રેસના લગભગ બધા નેતાને હારનો સામનો કરવો પડ્યો. પરંતુ જનતા પક્ષે બનાવેલી સરકાર સફળ કામગીરી કરી ન શકી અને ઈ. ૧૯૮૦માં ભારે બહુમતીથી ઇંદિરા ફરી ચૂંટણી જીતી ગયાં. પોતાની જાતમાં ઇંદિરાને એટલો દૃઢ વિશ્વાસ હતો કે તેમને તેમના નિર્ણયોમાંથી ચળાવવાં લગભગ અશક્ય હતું. તેમના નિર્ણયોમાં એક અલગ અડગતા હતી. તેમની સામે ટકી રહેવું લગભગ અશક્ય બની રહેતું.

 

   જ્યારે જવાહરલાલ દેશના વડાપ્રધાન હતા ત્યારે તે પિતા સાથે જ ફરતાં અને તમામ વ્યવસ્થા પોતાના હાથમાં રાખતાં. નેહરુના સાથમાં ઇંદિરાએ વિશ્વભરમાં પ્રવાસ કર્યો હતો. આમ અજાણતાં જ જાણે કે તે પ્રધાનમંત્રીના હોદ્દા માટેની તાલીમ મેળવી રહ્યાં હતાં. પંજાબમાં આતંકવાદ ખૂબ ફાલી રહ્યો હતો. પરિસ્થિતિ પ્રતિદિન વણસતી જતી હતી. આથી લશ્કરનો ઉપયોગ કરી ઈ.સ ૧૯૮૧ના જૂનની ત્રીજી તારીખે ઇંદિરાએ અમૃતસરના સ્વર્ણમંદિરને આતંકવાદીઓથી મુક્ત કરાવ્યું. આ કાર્યવાહીથી શીખોનો એક વર્ગ નારાજ થયો. ઈ.સ ૧૯૮૪ના ઑક્ટોબરની ૩૧મી તારીખે સવારના પહોરમાં જ સુરક્ષા કર્મચારીઓમાંના બે શીખ કર્મચારીઓએ મશીનગન ચલાવી ઇંદિરાને ગોળીથી વીંધી નાખ્યાં. પોતાની હત્યાને આગલે દિવસે જ ઓરિસાની એક જાહેર સભામાં તેમણે કહ્યું હતું, 'મારા લોહીનું એકેએક બુંદ દેશના કામમાં આવશે.'

 

   વિશ્વના ગણ્યાગાંઠ્યા દેશોમાં ટોચના સ્થાન પર મહિલાઓએ કામગીરી બજાવી છે. એ કામગીરીમાં ઇન્દિરા ગાંધી પ્રથમ સ્થાને આવે એમ છે. તેમના મૃત્યુનો શોખ આખો દેશ માનવી રહ્યો હતો. વડા પ્રધાન તરીકે, ગાંધી તેમના અણઘડ રાજકીય વલણ અને કારોબારી શાખામાં સત્તાના કેન્દ્રીકરણ માટે જાણીતા હતા. ગાંધીને તેમના કાર્યકાળ દરમિયાન વિશ્વની સૌથી શક્તિશાળી મહિલા તરીકે યાદ કરવામાં આવે છે. તેના સમર્થકોએ ભૌગોલિક રાજકીય હરીફો ચીન અને પાકિસ્તાન પરની જીત, હરિયાળી ક્રાંતિ, 1980ના દાયકાની શરૂઆતમાં વિકસતી અર્થવ્યવસ્થા અને ગરીબી વિરોધી ઝુંબેશને કારણે તેમને દેશની માતૃભાષા અથવા "મધર ઈન્ડિયા" તરીકે ઓળખાવી હતી. ગરીબ અને ગ્રામીણ વર્ગો. વિવેચકો તેમના વ્યક્તિત્વના સંપ્રદાય અને કટોકટી દરમિયાન ભારતના સરમુખત્યારશાહી શાસનની નોંધ લે છે. 1999માં, બીબીસી દ્વારા આયોજિત ઓનલાઈન પોલમાં તેણીને "વુમન ઓફ ધ મિલેનિયમ" નામ આપવામાં આવ્યું હતું. 2020માં, ટાઇમ મેગેઝિન દ્વારા મેન ઓફ ધ યર માટે મેગેઝિનની અગાઉની પસંદગીના સમકક્ષ તરીકે પાછલી સદીને વ્યાખ્યાયિત કરતી 100 મહિલાઓમાં તેણીનું નામ હતું.આવી ગૌરવવંશી રાજકીય નેતાની ભારત દેશને હંમેશા ખોટ લાગશે.

 

જૈમિન જોષી.

 


Sunday, April 21, 2024

આપણા સંસ્કારો અને શિક્ષણ બંને વચ્ચે વિસંગતા જણાય તેનો અર્થ હજુ અપને અશિક્ષિત જ છીએ.(A discrepancy between our culture and education means that we are still uneducated.)

  • અલ્પવિરામ વગરનાં વાક્યો સુંદર અને સચોટ હોય છે તકલીફ તો અલ્પવિરામ પછી ઉત્પન્ન થાય છે.

jayvad


   સ્મરણ સંભારણા યાદ, સ્મૃતિ વગેરે ભૂતકાળને વાગોળવાની અને આત્મબોધ કરવાની ચાવીઓ છે. ભૂતકાળની ઘટના જેટલી જૂની હોય તેટલી આનંદ મય અને દિલને ખુશ કરી દેનાર હોય છે. અતીત કરતા આવનારી ક્ષણ અદભુત જ હોય છે પરતું તેને સમજવાની કે આત્મસાત કરવાની આપણી દ્રષ્ટી ભાગ્યેજ હોય છે. અલ્પવિરામ વગરનાં વાક્યો સુંદર અને સચોટ હોય છે તકલીફ તો અલ્પવિરામ પછી ઉત્પન્ન થાય છે કેમ કે વાસ્તવિકતાનું બીજું પાસું અલ્પવિરામ પછી જ આવતું હોય છે. વર્તમાનની ક્ષણ  સ્થિર બિંદુ જેવી હોય છે તે આપોઆપ નજર સામેથી પસાર થઇ જતી હોય છે અને પછી તે બાષ્પીભવન પામેલ બિંદુને આપણે શોધ્યા કરીએ ત્યાં જ ભૂતકાળને વાગોળવાની શરૂઆત થઇ જાય છે. આપણા ભૂતકાળને આધારે આપણી સાચી ખોટી આદતો, સ્વભાવ, ક્રિયા, આવડતને પારખી શકાય છે. આપણા શબ્દો આપણી આવડતને ઉગાડી કરતા હોય છે.

   હું ઘણી વખત વાત કરું છું કે આપણે મૌન ને બોલવા દઈએ, કોઈ વ્યક્તીને છંછેડ્યા વગર તેની ભીતરમાં રહેલી નીતિને પારખી લઈએ તો આપણે સચોટ માર્ગ પરથી પસાર થઇ શકીએ. કોઈ વ્યક્તિ સાથે વાદ વિવાદ કે દલીલો દ્વારા આપણો સમય વેડફવાના બદલે ત્યાંથી પસાર થઇ જવામાં ચતુરાઈ રહેલી છે. આપણે શિક્ષિત લોકોની વચ્ચે ભલે ન મોટા થયા હોઈએ પરંતુ  આપણા સંતાનોનો ઉછેર તો હાઈ ફાઈ સોસાઈટીમાં કરવા ઈચ્છીએ છીએ. તે છતાં અપણા સંતાનો આપણા કરતા વધુ કઠોર અને નિર્બળ સાબિત થતા હોઈ છે. કોઈ વ્યક્તિ સાથે વાત કરતા કે પાણીનો ગ્લાસ આપવા પણ સંતાનો તૈયાર નથી થતાં. તેમને પોતાની એક આંતરિક દુનિયા જે વર્ચ્યુઅલાઈઝેશનથી ચાલતી હોય છે તેમાં વધુ રસ છે. તે છતાં આપણે સંતાનો વધુ ભણેલા અને કોલીફાઈડ હોવાનો ગર્વ લેવાનું ચુકતા નથી.

   ‘’એક નાની સત્ય ઘટના યાદ આવે છે. મુંબઈમાં એક વાર એક વૃદ્ધ સ્ત્રી લાકડાંનો એક ભારો પોતાની પાસે લઈને ઉભી હતી. ભારો વજનમાં હતો માટે તે ત્યાંથી પસાર થતાં લોકો પાસે મદદ માંગતી હતી કે તે લાકડાંનો ભારો પોતાનાં માથા ઉપર ચઢાવી આપે, પરંતુ કોઈ પણ માણસે તેને ભારો માથા ઉપર ન મૂકી આપ્યો. થોડીવારમાં જ એક સુટબુટ અને ટાઈ પહેરેલ એક સજ્જન ત્યાંથી પસાર થતાં હતાં. તે વૃદ્ધાએ તેમને જોયા પરંતુ તે સજ્જન વ્યક્તિને જોઇને તેમની પાસે મદદ ન માંગી શક્યા. તેમને લાગ્યું આટલો મોટો વ્યક્તિ થોડી મારી મદદ કરશે. જ્યાં એટલા લોકો પસાર થઇ ગયા ત્યાં આ વ્યક્તિ પાસે તો શું અપેક્ષા રાખી શકાય? પેલા સજ્જન વ્યક્તિની નજર વૃદ્ધા સામે પડી અને તેમને લાગ્યું કે આ સ્ત્રી  મારી પાસેથી મદદ માંગે છે, તેથી તેઓ સહેજ અટક્યા અને પૂછ્યું કે માં !  તમે શું ઇચ્છો છો ? આવું આત્મીયતા ભર્યું સંબોધન સંભાળીને તે વૃદ્ધ મહિલાની આંખોમાં આશું આવી ગયાં. તેને કહ્યું કે હું અહીંથી પસાર થતાં બધા લોકોને લાકડાંનો આ ભરો મારા માથે ચડાવવા માટે વિનંતી કરું છું, પરંતુ કોઈ મને મદદ કરતું નથી.

   પેલા સજ્જને તરત જ તે ભારો ઊંચકીને વૃદ્ધ મહિલાના માથે મૂકી દીધો. હવે જરા સમજવા જેવું છે. તે સજ્જન બીજું કોઈ નહિ, પરંતુ મુંબઈ ન્યાયાલયના ન્યાયાધીશ શ્રી ગોવિંદ રાનડેજી હતા. આ ઘટના બતાવે છે કે માણસ ભલે ઊંચા પદ નો હોય કે જગત માત્રની ડીગ્રીઓ તેને પ્રાપ્ત કરી લીધી હોય પરંતુ તે મહાન તેના સદ્ગુણોથી જ બને છે.


આપણા સંસ્કારો અને શિક્ષણ બંને વચ્ચે વિસંગતા જણાય તેનો અર્થ હજુ અપને અશિક્ષિત જ છીએ.   

                                                                                                                                                                                                                                                     જૈમિન જોષી.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           


Friday, March 15, 2024

વડાપ્રધાન મોદીજી દ્વારા “નેશનલ ક્રિયેટર અવોર્ડ-૨૦૨૪” શું છે ? (What is “National Creator Award-2024” by Prime Minister Modi?)

 


national creators award 2024 nominees list

   ભારત સરકાર એટલે કે વર્તમાન BJP સરકારના લાડીલા વડા અને આપણા વર્તમાન વડાપ્રધાન સન્માનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અત્યારે એક કાર્યક્રમ થઇ ગયો જેમાં તેમને સોસીયલ મીડિયા ઇન્ફુએન્સરને અવોર્ડ આપ્યા. “નેશનલ ક્રિયેટર અવોર્ડ-૨૦૨૪”
 
   આ અવોર્ડ કોને મળે છે અને કેમ તેવો પ્રશ્ન થાય તે સહજ છે. નેશનલ ક્રિએટર્સ એવોર્ડ એ વાર્તા કહેવા, સામાજિક પરિવર્તનની હિમાયત, પર્યાવરણીય ટકાઉપણું,  શિક્ષણ,  ગેમિંગ સહિત સમગ્ર ડોમેન્સમાં શ્રેષ્ઠતા અને પ્રભાવને ઓળખવાનો પ્રયાસ છે.

   વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પ્રથમવાર રાષ્ટ્રીય નિર્માતા પુરસ્કાર પ્રદાન થયો. આ પ્રસંગે તેમણે ત્યાં ઉપસ્થિત સભાને પણ સંબોધિત કર્યા. એવોર્ડ એ વાર્તા કહેવા, સામાજિક પરિવર્તનની હિમાયત, પર્યાવરણીય ટકાઉપણું,  શિક્ષણ,  ગેમિંગ સહિત સમગ્ર ડોમેન્સમાં શ્રેષ્ઠતા અને પ્રભાવને ઓળખવાનો અને તેમને આગળ વધારવાનો હેતુ છે. હવેનું ભારત ડીઝીટલ ભારત થઇ ગયું. ભારતમાં તેવા તેવા ભેજાભાજ ભર્યા છે કે ન પૂછો. સર્જન અને કલા ક્ષેત્રે હમેશાં ભારત અગ્રણી રહ્યો છે. હવે સોસીયલ મીડિયાના માધ્યમથી લોકો ભાત ભાતનું કંટેન પીરસી રહ્યા છે.

   પુરસ્કારમાં 1.5 લાખથી વધુ નામાંકન અને લગભગ 10 લાખ મતો સાથે અપાર જાહેર જોડાણ જોવા મળ્યું છે. સકારાત્મક પરિવર્તન લાવવા માટે સર્જનાત્મકતાનો ઉપયોગ કરવા માટે આ એવોર્ડની કલ્પના લોન્ચ-પેડ તરીકે કરવામાં આવી છે. રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર અનુકરણીય જાહેર જોડાણનો સાક્ષી છે. પ્રથમ રાઉન્ડમાં 20 વિવિધ કેટેગરીમાં 1.5 લાખથી વધુ નોમિનેશન પ્રાપ્ત થયા હતા.

   વોટિંગ રાઉન્ડમાં, વિવિધ એવોર્ડ કેટેગરીમાં ડિજિટલ સર્જકો માટે લગભગ 10 લાખ મત પડ્યા હતા. આ પછી, ત્રણ આંતરરાષ્ટ્રીય સર્જકો સહિત 23 વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા.
  
   શ્રેષ્ઠ વાર્તાકારના એવોર્ડ સહિત વીસ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે. ધ ડિસપ્ટર ઓફ ધ યર, સેલિબ્રિટી ક્રિએટર ઓફ ધ યર, ગ્રીન ચેમ્પિયન એવોર્ડ બેસ્ટ ક્રિએટર ફોર સોશિયલ ચેન્જ,  મોસ્ટ ઈમ્પેક્ટફુલ એગ્રી ક્રિએટર,  કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર,  ઈન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ, બેસ્ટ ટ્રાવેલ ક્રિએટર એવોર્ડ,  સ્વચ્છતા એમ્બેસેડર એવોર્ડ,  ધ ન્યૂ ઈન્ડિયા ચેમ્પિયન એવોર્ડ,  ટેક ક્રિએટર એવોર્ડ, હેરિટેજ ફેશન આઇકોન એવોર્ડ, મોસ્ટ ક્રિએટિવ ક્રિએટર (પુરુષ અને સ્ત્રી),  ફૂડ કેટેગરીમાં બેસ્ટ ક્રિએટર, એજ્યુકેશન કેટેગરીમાં બેસ્ટ ક્રિએટર,  ગેમિંગ કેટેગરીમાં બેસ્ટ ક્રિએટર,  બેસ્ટ માઇક્રો ક્રિએટર,  બેસ્ટ નેનો ક્રિએટર, બેસ્ટ હેલ્થ અને ફિટનેસ ક્રિએટર .

national creators award 2024 nominees list image


  • રાષ્ટ્રીય નિર્માતા પુરસ્કાર 2024 ના વિજેતાઓની સૂચિ:
નીચે નેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ 2024 ના વિજેતાઓની યાદી છે.
 
  • ન્યૂ ઈન્ડિયા ચેમ્પિયન એવોર્ડ: અભિ અને નિયુ

  • શ્રેષ્ઠ વાર્તાકાર પુરસ્કાર: કીર્તિકા ગોવિંદસામી (કીર્તિ ઇતિહાસ)

  • ડિસપ્ટર ઓફ ધ યર એવોર્ડઃ રણવીર અલ્લાહબડિયા

  • ગ્રીન ચેમ્પિયન એવોર્ડ: કુ. પંકતિ પાંડે

  • બેસ્ટ ક્રિએટિવ ફોર સોશિયલ ચેન્જ એવોર્ડઃ જયા કિશોરી (આધુનિક સમયની મીરા)

  • મોસ્ટ ઇમ્પેક્ટફુલ એગ્રી ક્રિએટર એવોર્ડ: લક્ષ્ય દબાસ

  • કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર એવોર્ડઃ મૈથિલી ઠાકુર

  • શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય સર્જક પુરસ્કાર: ડ્રુ હિક્સ, કિરી પોલ, કેસાન્ડ્રા મે સ્પિટમેન

  • બેસ્ટ ટ્રાવેલ ક્રિએટર એવોર્ડઃ કામિયા જાની (કર્લી ટેલ્સ)

  • ટેક ક્રિએટર એવોર્ડ: ગૌરવ ચૌધરી (ટેકનિકલ ગુરુજી)

  • સ્વચ્છતા એમ્બેસેડર એવોર્ડ: મલ્હાર કલમ્બે

  • હેરિટેજ ફેશન આઇકોન એવોર્ડઃ જાહ્નવી સિંહ

  • શ્રેષ્ઠ સર્જનાત્મક સર્જક સ્ત્રી પુરસ્કાર: શ્રદ્ધા

  • શ્રેષ્ઠ સર્જનાત્મક સર્જક - પુરૂષ પુરસ્કાર: આરજે રૌનક

  • ફૂડ કેટેગરીમાં બેસ્ટ ક્રિએટર એવોર્ડઃ કબિતાઝ કિચન

  • શિક્ષણ શ્રેણીમાં શ્રેષ્ઠ સર્જક પુરસ્કાર: નમન દેશમુખ

  • બેસ્ટ હેલ્થ એન્ડ ફિટનેસ ક્રિએટર એવોર્ડઃ અંકિત બૈયનપુરિયા

  • ગેમિંગ ક્રિએટર એવોર્ડ: નિશ્ચય (ટ્રિગર ઇન્સાન)

  • બેસ્ટ માઈક્રો ક્રિએટર એવોર્ડઃ અરિદમન

  • શ્રેષ્ઠ નેનો સર્જક એવોર્ડઃ પીયૂષ પુરોહિત

  • શ્રેષ્ઠ સેલિબ્રિટી સર્જક એવોર્ડ: અમન ગુપ્તા (બોટના સ્થાપક અને સીઈઓ)


   તો આ બધું ક્રિએટર્સ એવોર્ડ 2024 વિશે હતું. ભારતીય કન્ટેન્ટ સર્જકોની મહેનતને ઓળખવા અને તેનું સન્માન કરવા માટે સરકાર તરફથી આ એક સકારાત્મક પગલું હતું. આવનારા વધુ સમય સાથે આ પ્રથમ આવૃત્તિ હતી.
 
   આ  પ્રથમ વખત છે જ્યારે ભારત સરકારે સોશિયલ મીડિયા સર્જકોને તેમના પ્રયાસો માટે સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. નેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ 2024 નો ઉદ્દેશ્ય ભારતને ડિજિટાઇઝેશન તરફ આગળ વધારવા માટે આ સર્જકોના પ્રયાસોને માન્યતા આપવાનો છે. હાલમાં સામગ્રી બનાવવાનો ઉદ્યોગ એક અબજ ડોલરનો ઉદ્યોગ છે જે ઝડપથી વધી રહ્યો છે અને આ સર્જકોનો આમાં મોટો હાથ હતો. તેઓ સામાજિક પરિવર્તન અને વૃદ્ધિના મહાન ઉત્પ્રેરક છે. તેથી આ પુરસ્કાર તમામ ભારતીય સર્જકો માટે એક વિશાળ પ્રેરણા બની ગયો છે.


જૈમિન જોષી. 

Tuesday, March 12, 2024

શામળાજીના મેળે (Shamlaji fair)

  •  શામળાજી મંદિર ક્યાં આવેલું છે અને તેના મેળાનું શું મહત્વ છે?



Shamlaji Temple




                               

 ભારતદેશ એ વિવિધતાનો દેશ છે. ભારતમાં રહેતા પ્રજાજનોની એક આગવી શૈલી છે. આવી જ વિવિધતા સાથે જીવતી પ્રજામાં એક એવી જાતિ જે મેળામાં નૃત્ય કરીને આનંદ માણતી હોય.આપણે ગણા લોકગીતો સાંભળ્યાં હશે તેમનું એક શામાંલાજીનના મેળે રણઝણિયુંને પેંજણિયું વાગે તે ન સાંભળ્યું હોય તેવું તો ના જ બને. ઢોલ વગાડીને નાચતાં ગાતાં આદિવાસી જોડકાં જોવાનો લ્હાવો લેવા આપણે શામળાજીના મેળે જવું પડે. ગુજરાતમાં શ્રીકૃષ્ણ કે વિષ્ણુનાં મંદિરોવાળાં તીર્થોમાં દ્વારકા, ડાકોર અને શામળાજી મુખ્ય ગણાય. આ ત્રણેયમાં સાબરકાંઠાના ગિરિવનવાસીઓના પ્રિય કાળિયા દેવશામળાજીમાંનું ચતુર્ભુજ વિષ્ણુનું મંદિર શિલ્પસૌંદર્ય બાબતે અસાધારણ અને જોવા યોગ્ય છે. મંદિરને ડુંગરો, જંગલો અને મેશ્વો નદીના તટસૌંદર્ય જેવી પાર્શ્વભૂમિનો પ્રાકૃતિક લાભ મળ્યો છે. વળી જલાગાર જેવો દેખાતો મેશ્વોબંધ અહીંના સ્થાનસૌંદર્યમાં ઉમેરો કરે છે.

   ગુજરાત-રાજસ્થાનની સરહદે આવેલું શામળાજી હિંમતનગરથી ઉદેપુર રેલવે લાઇનથી ૪૬ કિ.મી.ના અંતરે છે. દર પૂનમે અને કારતક મહિનામાં પ્રતિવર્ષ ભરાતા શામળાજીના મેળે આદિવાસીઓના ઉમંગની રણઝણિયું અને પ્રેમની પેંજણિયું વાગતી રહે છે.

   ગુજરાતમાં પંદરમી સદી પછી નિર્માણ થયેલાં મંદિરોમાં શામળાજીની શિલ્પશૈલી સૌથી વધુ કલાત્મક અને સુંદર હોવાનું મનાય છે. એ મંદિરનો જીર્ણોદ્ધાર કરતી વેળાએ પણ મંદિરના પુરાણા સ્વરૂપ અને સુંદરતાને સંભાળી રાખવાની સભાનતા રખાઈ છે. ઉત્તરાભિમુખ મંદિરની જગતીનો ભાગ વિશાળ છે ગજધર અને તોરણ સહિતના પ્રવેશદ્વારની સામેના સભાખંડ સમક્ષ દેવમૂર્તિ સ્થાપન થયેલી છે. ગદાધર મૂર્તિએ જાણે ડાકોરના ઠાકોર (રણછોડજી)નું સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગે. સવા પાંચ ફૂટ ઊંચી અને કાળા આરસમાંથી બનાવેલી આ ચતુર્ભુજ વિષ્ણુ પ્રતિમાની સમક્ષ અંજલિમુદ્રામાં ઊભેલા માનવાકૃતિ ગરુડજીનું રૂપ પણ અત્યંત મનોહારી છે.

Samlaji melo


   શામળાજી ઐતિહાસિક અસ્મિતા ધરાવતું સ્થળ છે. મેવાડની ધાર પર વસેલા આ સ્થાનની આજુબાજુ નાનાં-મોટાં દેવાલયોના અગણિત અવશેષો નજરે પડે છે. જેમાં હરિશ્ચંદ્રની ચોરી, ત્રિલોકીનાથ, કાશીવિશ્વનાથ અને રણછોડરાયજી તથા કર્માબાઈ તળાવ વગેરેથી ઇતિહાસના વારસાની ઝાંખી થઈ રહે છે. ગ્રામ્યપ્રજામાં કળશી છોકરાંની મા' તરીકે ઓળખાતી અને જેની મુકુટરૂપ પરિક્રમામાં ચોવીસ અવતારોની કોતરણી થયેલી છે તે મહાવિષ્ણુની મૂર્તિ સૌથી વધુ નોંધપાત્ર કહેવાય. અહીં બૌદ્ધકાળના અવશેષ દર્શાવતાં નાનાં મોટાં અને ઈંટેરી સ્તૂપ આ સ્થાનને બુદ્ધયુગનું મહત્ત્વનું કેન્દ્ર હોવાનું પણ સૂચવે છે.

 

   આદિવાસી વિસ્તારના વિકાસ માટે અહીં કેળવણી સંસ્થાઓ, સુંદર આશ્રમશાળાનું નિર્માણ થયેલું છે. મેશ્વો નદી પરનો બંધ બે ડુંગરની વચાળે બંધાયો છે. હરણ ઝડપે ધસી આવતી નદીને ડુંગર વચ્ચે ઘેરી લઈને જાણે સરોવર સ્વરૂપ ધારણ કરવાની ફરજ પડાઈ. સરોવરની સીમામાં બંધાયેલ નિર્મળ જળ મનને શીતળતા પ્રદાન કરે છે.પ્રલંબ જળરાશીમાં હોડકાં તરતાં હોય એ દ્રશ્ય રમણીયતા વધારે છે. કિનારા તરફ આવતી જળલહરીઓદિલને ટાઢકથી તરબોળ કરે છે.

   મંદિરથી પૂર્વ તરફના પરિસરમાં થોડી મુસ્લિમ વસતી રહે છે. ઉત્તરે આદિવાસી વિસ્તાર અને પશ્ચિમ તરફ પાણી-પુરવઠા, સિંચાઈ ખાતું અને વિશ્રામગૃહ જેવા મકાનો છે.

   હાલનું મંદિર જૂની-નવી શિલ્પ-કળાની સંગમ રૂપ ધરીને લોકશ્રદ્ધાનું સ્થાનક બન્યું છે. અગાઉ આ મંદિર હરિશ્ચંદ્રની ચોરીના નામે ઓળખાતું. તેના પ્રવેશદ્વાર પરનું તોરણ ગુજરાતનાં મંદિર તોરણોમાં સૌથી પ્રાચીન ગણાયું છે. કમાનનો ટોચ ભાગ જેનો નષ્ટ થયેલ છે તેવું આ તોરણ હાલ ૧૧ ફૂટ જેટલું ઊંચું છે.

  • શામળાજી કઈ રીતે પહોચવું?

   શામળાજીના મેળે પહોંચવા નજીકનું મોટું રેલવે સ્ટેશન હિંમતનગર છે. ત્યાંથી ૪૬ કિ.મી. દૂર શામળાજી આવેલું છે. અમદાવાદથી મોટર માર્ગે જતાં ૧૨૦ કિ.મી.નું અંતર કાપી શામળાજી પહોંચી શકાય. કારતકી પૂનમે પદયાત્રીઓ, જે દક્ષિણ કે મધ્યગુજરાત અથવા મુંબઈ તરફથી આવતા હોય તે નડિયાદ પર થઈને મોડાસાના રસ્તેથી પહોંચી શકે. પ્રાંતિજ હિંમતનગરનો રસ્તો થોડો લાંબો પડે. શામળાજીની મૂર્તિ આશરે બે હજાર વરસ જેટલી પ્રાચીન હશે એવું ત્યાંના વડીલો કહે છે. અહીં ગજથર અને નરથરના ઉપરના ભાગે કંડારાયેલી કેટલીક મૂર્તિઓનાં શિલ્પ કલાત્મક અને મિથુન પ્રકારનાં છે. નરસિંહ મહેતાના વાણોતર બનીને દામોદર શેઠ સ્વરૂપે આવેલા શામળાજી ઉપર આજે પણ શ્રદ્ધાળુઓને ભારે ભરોસો છે. એક વડીલને મેં દરરોજ સવારે ગાતાં સાંભળ્યા છે તારો ભરોસો મને ભારી વ્હાલા શામળા.'

{(source:યાત્રા –પર્વ)copy વાડીભાઈ જોશી}                        

જૈમિન જોષી.


Wednesday, February 28, 2024

સુખના ભોગે શું પ્રાપ્ત કરશો ? (What will you get for happiness?)

  •  જીવનમાં કઈ પણ નિશ્ચિત હોય તો તે છે મૃત્યુ... બાકી બધું અનિશ્ચિત...


happy life quotes image


    માણસ કાં તો ભૂતકાળને વાગોળે છે કાં તો ભવિષ્યમાં ચગદોળાય જાય છે. હું પોતે ક્યારેક વિચારું છું કે જીવન જયારે વાન્જીયા સપના જોવે ત્યારે તેના પરિણામોને સંતાન કહી શકાય? તેમ છતાં મારી આંખો વર્તમાનની ક્ષણની કાયમ સાક્ષી રહી છે. જોવું અને જીવવું બંનેમાં ઘણો ફર્ક છે. અઢળક ધન સંપતિ હોવા છતાં સંતાનો અને શાંતિ બંને માટે વલખા મારતા લોકોને મે મારી દ્રષ્ટીએ નિહાળ્યા છે. માણસ કેટલો નિર્દય થઈ શકે કેટલો એહસાન ફરામોસ થઇ શકે તેના જીવંત ચહેરા આજે પણ મારી દ્રષ્ટી સામે ફરતા રહ્યા છે. ઘણાં લોકોને તો અંત સુધી ખબર નથી પડતી કે તે પોતે જેની સાથે ઉઠે બેસે છે તે ક્યારે તેમની પીઢ ઉપર છરીનો ઘા કરી ગયો. માછલા પકડનારની ઝાળ તેટલી તો છિદ્ર ધરાવતી હોય છે કે તેમાંથી પાણી નીકળી જાય અને માછલી પકડાઈ જાય. સાથે બેસનાર મિત્ર જ હોય તે જરૂરી નથી કેટલાક લોકો તેમના અંગત સાર્થ અને ભીતરની વાતો જાણવા માટે મિત્રના નામનું મખોટુ પહેરીને બેઠા હોય છે. પરદેશથી આવેલી પત્ની પતિ પ્રત્યે પ્રમાણિક ન હોય તે પ્રમાણે પોતાના સ્વાર્થથી જોડાયેલ લોકો પોતાના ન હોય.


happy life quotes


   એકલો બેઠો વિચારું છું ત્યારે તે પણ સમજાય છે કે જીવનમાં છેતરાવવું પણ જરૂરી છે. બધું આપણું ધાર્યું થતું હોય તો સમજી જવું કે નક્કી કોઈ આપણું પત્તું કાપવા માટે નીતિ ઘડી રહ્યું છે. નજીકના નામે ટપાલ મોકલાય પરંતુ મનોરથ ના મોકલાય. એક નવા જીવવની અપેક્ષાએ અપણે વર્તમાનને હોમી દઈએ છીએ ત્યારે આપણને કલ્પના પણ નથી હોતી કે જે જઈ રહ્યું છે તે પણ જીવવા જેવું હતું અને જીવવા માટે જ હતું.  પુલ પરથી પસાર થતી વખતે જરા બાજુના પહાડ તરફ નજર કરી શકાય કે નીચેની તરફ વહેતું પાણી જોઈ શકાય. ઉતાવળે પસાર થવા માટે આ મેરેથોન નથી આતો સંધ્યાનું વોકિંગ છે જે વાતો કરતા કરતા, આસપાસ જોતા જોતા, ગીતો ગાતા ગાતા કે કલરવ કરતા કરતા પસાર થવાનું હોય છે. જે વધુ પામવાના ચક્કરમાં દોડે છે તેને પણ સમય સિગ્નલ બની થંભાવી જ દે છે. તેના કરતા શાંતિથી પસાર થઈએ તો જીવન ક્યાય પણ રોક્યા વગર મજીલ સુધી પહોંચાડી દે.

    જીવનમાં કઈ પણ નિશ્ચિત હોય તો તે છે મૃત્યુ... બાકી બધું અનિશ્ચિત. અનિશ્ચિતતાને પણ સ્વીકારવી જોઈએ. આ જગતમાં કોઈ સુખી નથી અને કોઈ દુઃખી નથી. આ પળની પાછળ કઈ પળ આવવાની છે તેની પણ ખબર નથી. જે જીવ્યા તે પોતાના નસીબનું હતું કે નહિ તે પણ ખબર નથી. જે મળ્યું છે તે પોતાના પરિશ્રમનું છે કે નહિ તે પણ ખબર નથી.

    આ જગતમાં હોવુ તે જ એક વરદાન છે. ઈશ્વર પાસે અન્ય કયા વરદાનની અપેક્ષા રખાય? આપણે ઈશ્વર સામે હાથ જોડીને બેસી રહીએ છીએ પરંતુ અન્ય સામે હાથ મિલાવતા નથી. માંગવું તે આપણી ફિતરત બની ગઈ છે પછી તે માણસની સામે હોય કે ઈશ્વરની સામે. કલ્પના કરો કે જગતના તમામ સુખો ઈશ્વર તમારી ઝોળીમાં નાખી દે તો તમારામાં તેટલી આવડત, ક્ષમતા કે કુશળતા છે કે તમે તેને ભોગવી કે મેનેજ કરી શકો. સવારે ખીલેલા પુષ્પની નિયતિ સાંજ સુધીમાં કરમાય જવાની હોય છે તે છતાં તે આખો દિવસ સુગંધ ફેલાવતા હોય છે. આપણે આટલી સરળ વાત કેમ સમજી શકતા નથી. શરીર અને સુખના ભોગે કોઈ કામ ન થાય. સમુદ્રનો કાંઠો ગમે તેટલો સુંદર હોય પરતું ત્યાં વ્યક્તિની કિલકારીઓ ન સંભળાય તો તે સમુદ્ર ભયાનક જ લાગે. જીવન પણ તેવું જ છે. હસતા, કુદતા, ખીએલા, કિલકારીઓ કરતા ચહેરે જીવન ના જીવીએ તો તે ઉજ્જડ અને વેરાન જ લાગે. તેવા જીવનનો શું અર્થ જ્યાં પળોનો આનંદ લેતા ન આવડતો હોય?      

                                                                                                                            જૈમિન  જોષી.


Tuesday, January 16, 2024

શું ખરાબ વર્તન માટે પણ અન્ય જવાબદાર હોઈ શકે? (Can others be held responsible for bad behavior?)

  •  ખરેખર તો મનુષ્ય ક્યારેય મુક્ત નથી હોતોતે હંમેશા બંધનમાં   જ હોય છે.

bed behaviour image

 

   માણસ મૂળભૂત રીતે અવિરત સંઘર્ષમાં રહેવાનું પસંદ કરતો હતો. અલબત, તે માટે તેની ઈચ્છા કે અનિચ્છા હોવી જરૂરી નથી. માનસવૃતિ સામાન્ય રીતે સંઘર્ષ ઈચ્છતી નથી અથવા તેનો વિરોધી છે પરંતુ ન ઈચ્છવા છતાં પણ જાણે અજાણે તેને તેવા પગલાં ભરવા પડતા હોય છે કે સંઘર્ષથી બચી શકતો નથી. અંગત રીતે અત્યંત પ્રેમાળ કે લાગણીશીલ વ્યક્તિ પણ જાહેર કે સામુહિક જીવનમાં ક્રોધી, તોછડો કે બીનવિવેકી બની જતો હોય છે. જયારે તેને તે વિષયક શાંત મને વાત કરવામાં આવે ત્યારે તે સરળતાથી કહી દેતો હોય છે કે હું તો સાવ સીધો હતો પણ આ કપટી અને નિર્દય સમાજે મને આવો કરી દીધો અથવા સમાજમાં જીવવું હોય તો આવું થવું પડેપરંતુ તે પણ આ સમાજનો એક ચહેરો છે આ વાત ને તે ભૂલી જાય છે. દરેક વ્યક્તિ આ જ વિચારીને એક અભદ્રતા સ્વીકારી લેતો હોય છે કે જીવન જીવવું હોય તો આવું થવું પડે અને પોતાના જીવનમાં ઉભી કરેલી જડતા તે અન્યને પણ વાઇરસની જેમ ફેલાવતો હોય છે. આ એક પ્રકારની જાત છેતરામણી છે જીવન જીવવા માટે આવું કરવું પડે તે માણસે ઉપજાવી કાઢેલી સ્વ બચાવ પ્રયુક્તિ છે. 

   શું ખરાબ વર્તન માટે પણ અન્ય જવાબદાર હોઈ શકે? જો આ વાતને માની લઈએ તો જગતમાં કોઈ પણ ગુનેગાર દોશી ના કહેવાય. ન તો ઇન્દ્રિયો ઉપર નિયંત્રણની વાત આવે, ન તો પીડા માટે કોઈ જવાબદાર કહેવાય. આપણે તે ભૂલી જઈએ છીએ કે આપણે  જયારે મૌલીકતા અને સ્વતંત્રતાની વાત કરીએ છીએ, જયારે આપણે પોતાનાં નિર્ણયો જાતે કરવાની જવાબદારી લઈએ છીએ ત્યારે  તેની સાથે સુખ અને દુઃખ બંનેની જવાબદારી આપણા  ભાગે લખાવી લઈએ છીએ.આ કંઈ કાચમાંથી એકમેકને મન ભરીને નિહાળવાની વાત નથી આતો જવાબદારી ઉઠાવી તેના ભાગે આવતી પીડા કે પ્રેમ સહજ રીતે સ્વીકારી લેવાની વાત છે.

   ખરેખર તો મનુષ્ય ક્યારેય મુક્ત નથી હોતો, તે હંમેશા બંધનમાં જ હોય છે પરંતુ તે જાત બંધનથી ટેવાઈ ગયેલ છે. અન્ય જયારે તેના ઉપર અંકુશ લાદવાની વાત કરે ત્યારે તે બોખલાઈ જતો હોય છે? માનવ સ્વભાવનું એક પાસું તે પણ છે કે તે અન્ય ઉપર હાવી થવાનાં સપનાં પણ જોતો હોય છે. અન્યની સ્વતંત્રતા પર તરાફ મારતા પહેલાં તે ક્યારેય વિચારતો  નથી કે આ કેટલું યોગ્ય છે. આ જ તો છે માનવ સ્વાભવ, અન્યની સામે જે મૃદુ હોવાનો ડોળ કરે છે તે ખરેખર અંદરથી છીછરો અને દ્રવિડ છે. વિરોધ કરનાર તો પાંડવોનો પણ વિરોધ કરતા અને કૃષ્ણનો પણ. કૌરવોનો વિરોધ કરનાર પણ એક સમયે બોલતા હોય છે કે યુદ્ધ તો કૃષ્ણનાં કારણે જીત્યા બાકી સૌર્યવાન તો કર્ણ અને કૌરવો હતા. વાત સાચી પણ માની લઈએ પરંતુ કૃષ્ણએ યુદ્ધ માટે પાંડવોનો જ સાથ કેમ આપ્યો? અર્જુનના જ સારથી શા માટે બન્યા? યુધ્ધનાં ભોગે તેમને શું પ્રાપ્ત થવાનું હતું?

 લાયક બનવું પડતું હોય છે જીવનમાં...  અમથા જ ઈશ્વર પડખે આવીને ઉભા નથી રહેતા. પોતાને  સુખી કરવા અન્યની સહાયતા લઇ શકાય પરંતુ આધાર નહિ. પોતાના ખરાબ વર્તન, વૃત્તિ, વિરોધ, ક્રોધ, વ્યભિચાર કે ઝંઝાવાત માટે અન્યને દોશી ઠેરવવા મૂર્ખતા છે. જો જીવન જીવવું છે તો જવાબદરી પણ લેતા શીખવી પડેશે. માણસને ચપળતા અને ચાલાકી બંને ઈશ્વરે જ આપ્યા છે પરંતુ આપણે તેને જાત નિર્મિત સમજી બેસીએ છીએ. મુર્ખ વ્યક્તિ બરબાદ થવા માટે ભ્રમ પાળી લેતો હોય છે જયારે ચતુર વ્યક્તિ અહંકારથી કોસો દુર રહેતો હોય છે.

 

                                                                                                                            જૈમિન જોષી.

 

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...