Sunday, June 28, 2020

ટોળું - વૈચારિક ભરમાળ (crowd- ideological confusion)

crowd
crowd



       ટોળું શબ્દ જરા અટપટો છે. સંભવ છે કે તમે ક્યારેક ને ક્યારેક ટોળાનો ભાગ બન્યાં જ હશો. દરેક ટોળાનું પણ એક માથું કે માનસ હોતું જ હોય છે. એક જાહેર જગ્યાએ રસ્તા પર કે ફૂટપાથ પર થોડાક માણસોને એકઠા થયેલા જોઈને સ્વાભાવિક રીતે ડોકિયું કરવાનું મન થઇ જાય,પછી ધીમે ધીમે તેમાં સપડાવાં માંડીએ અને પછી જે દિશામાં ટોળું ખેંચાઈ તે દિશામાં આપણો પણ નાનો મોટો પ્રવાસ થઈ જાય.બે વ્યક્તિના ઝઘડામાં ક્યારેક આપણે પણ હાથ સાફ કર્યા હોય કે રસ્તામાં અકસ્માત થયેલ ટ્રકની થતી લૂંટમાં આપણે પણ બે-ચાર કોથળા લઈને જે મળ્યું તે આપણું તેવી ધારણા બાંધી ચોરીય કરી હોય તેવું એ બને. ભીડનો ભાગ બની લોકોને પથ્થર માર્યા હોય કે અજાણી વ્યક્તિને જાણી જોઈને બે લાતો વધારે મારી હોય એવું પણ બને.ક્યારેક પોતાના મનોરજંન અને ટાઈમપાસ માટે પણ ભીડનો ભાગ બની કોઈનો ભોગ લઈને ગર્વ અનુભવ્યો હોય તેવા કિસ્સાઓ તો બનતા જ હોય છે.

     માનસશાસ્ત્રીઓ સૂચવે છે કે વ્યક્તિના વ્યક્તિગત અને આંતરિક વર્તનમાં જે સંસ્કાર, સમજણ અને ગંભીરતા ભર્યું શુદ્ધ ચરિત્ર જોવા મળે છે. તે ખરેખર ટોળાના વર્તનમાં એક ટકો પણ હોતું નથી.વ્યક્તિગત રીતે માનવી ભલે વિવેકી અને વિચારશીલ કે ગુણીયલ હોય પણ ભાવાવેશમાં ખેંચાઈને પરિણામની પરવા કર્યા વગરનું ખુલ્લેઆમ અવિચારી વર્તન કરતા સો વખત વિચાર કરે છે અને ભાગ્યે જ ગેરવર્તણૂક કરતો હોય છે, પરંતુ જ્યારે તે ટોળામાં અવિચારી, આવેશયુક્ત, સૂચનવશ કે ઘેલછામાં આવીને ઉશ્કેરાટ ભર્યું વર્તન કરી બેસે છે. ટોળામાં તમે ગમે તેટલા સાચા અને સારા પ્રવચનો આપો કે બરાડા પાડી પાડીને ગળાને ખેંચાઈ નખાવો છતાં તમારી વાત કોઈ સાંભળવા તૈયાર હોતું નથી.દરેક વ્યક્તિ પોતાના જ ઘોંઘાટ અને ઉશ્કેરાટથી ઘેરાયેલો હોય છે.ટોળના દરેક વ્યક્તિ સાચો અને સારો જ તેવું વાતાવરણ ધારી લેવાય છે.વ્યક્તિનું વ્યક્તિત્વ ટોળામાં ખંડિત થઈ જાય છે. સામાન્ય વાત પછી ચર્ચા પછી ઝગડો પછી મારામારી અને અંતે હિંસા અને પછી ગુનો. શિક્ષણ અને સંસ્કાર ધરાવતી વ્યક્તિ ટોળામાં હોય ત્યારે એક પણ સદગુણનો ઉપયોગ કરતી નથી. ઓછેવત્તે અંશે વ્યક્તિ ભાન ભૂલીને એક ભ્રમિત માનવીની જેમ મનફાવે તેમ વર્તે છે અને બુદ્ધિથી નહીં પણ આંધળી પ્રેરણાથી દોરવાઈ છે.

     ટોળાના પ્રકાર વિશે નું વર્ગીકરણ પણ માનસશાસ્ત્રમાં જોવા મળે છે. સામાન્ય ભાષામાં ટોળું એટલે બજારમાં,ફૂટપાથ, મંદિરમાં, મેદાનમાં,ચર્ચમાં કે અન્ય ધાર્મિક સ્થળોમાં, જાહેર કાર્યક્રમોમાં

crowd
કેટલાક લોકો એકઠા થાય તે. ટોળું ક્યારેક આકસ્મિક રીતે રચાય જાય તો ક્યારેક હેતુપૂર્વક પણ હોય. દાખલા તરીકે સિનેમામાં મુવી જોવા ગયા હોવ કે કોઈ પણ ધાર્મિક સ્થળે દર્શન માટે કે શાળાના કાર્યક્રમમાં ગયા હોવ તો હેતુપૂર્વક પરંતુ બે કાર વચ્ચે થયેલો અકસ્માત કે ઝઘડો જોવા માટે કે રસ્તામાં થતાં મનોરંજન ખેલને જોવા માટે ભેગા થયેલ ટોળાને આકસ્મિક ટોળું કહે છે.આકસ્મિક ટોળાંને ભાગ્યે જ હેતુપૂર્વક ટોળામાં રૂપાંતર કરી શકાય પણ હેતુપૂર્વક ને આકસ્મિકમાં ફરતા વાર પણ ન લાગે. દાખલા તરીકે સિનેમાહોલમાં ચલચિત્ર ને માણતા માણતા બાજુમાં બેઠેલી મહિલાને ધીમેથી હાથ ઉપર સ્પર્શ થાય અને તે સ્પર્શ લાંબો ચાલે તો ચોક્કસ હેતુપૂર્વક ટોળાંને આકસ્મિકમાં રૂપાંતર પામતા વાર ન લાગે અને મનોરંજન પણ તગડો થાય.

     આક્રમક ટોળાની વર્તણૂક ક્યારેક હિંસાનું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. લૂંટફાટ મકાન બાળવું, ખૂન કરવું કે બસ બાળવાના, ટાયરો બાળવાના વગેરે કાર્યો પણ આનો એક ભાગ જ છે.આક્રમક ટોળું બેજવાબદારી અને શિસ્ત વિહીન વર્તણૂક કરે છે હવે તો લૂંટફાટના ચહેરા પણ એક ટોળા સ્વરૂપે જ હોય છે. દોડાદોડ માં કોઈકને પાડી નાખે  કે કચડી નાખે તથા ધાર્મિક સ્થળોએ ધક્કામુક્કીમાં મૃત્યુ પણ પામે તેવા કેસો પણ વખતોવખત સામે આવ્યા છે.તાજા જન્મેલા વાછરડાને કલાકો પછી છુટા મુકતા ખુલ્લેઆમ કૂદકા મારી ભાગતું હોય તેવું બેજવાબદાર વર્તન અહીં જોવા મળે. 

    સામાન્ય રીતે વ્યક્તિ પોતાની અધુરી ઈચ્છાઓ, ગુસ્સો, પ્રેમ, સંવેદના, સપના અને લાગણીઓ સંજોગો વસાત પોતાની અંદર દબાવીને બેઠો હોય છે.નિયમો અને  બંધનના કારણે મન પોતાની ઇચ્છા મુજબ વર્તન કરી શકાતું નથી પરંતુ જ્યારે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે વ્યક્તિના પોતાનામાં રહેલ ભાવનાઓ ગુસ્સો અને આક્રંદના સ્વરૂપે બહાર આવે છે.તમે બંધઓરડામાં તમારા શરીરને  છૂટું મૂકી ઇચ્છા મુજબ વર્તન કરો અને પછી સ્વઅવલોકન કરો.તમે ધાર્યું પણ ન હોય તેમ તમારું શરીર વર્તન કરશે.જેમાં તમે નૃત્ય-સંગીત ,અટહાસ્ય કે રડવું જેવી ભાવનાઓ મહદંશે બહાર આવતી જોવાશે. આ કોઈ ગાંડપણ નથી પરંતુ તમારી ન જીવાંયેલી ઇચ્છાઓ નું પરિણામ છે જે અલગ-અલગ સ્વરૂપે બહાર આવે છે.

      ટોળાનું નેતૃત્વ ધારણ કરનાર વ્યક્તિનું વર્તન ઉડીને આંખે વળગે એવું જ લક્ષણ જોવા મળે છે. તેની ઓછામાં ઓછા શબ્દો બોલવાની ટેવ અને વેધક શબ્દો દ્વારા અનુયાયીઓમાં જે જાતનો
crowd
ઉશ્કેરાટ પ્રસરે છે તે ખરેખર જાદુઈ સ્વરૂપ ધરાવે છે. ચતુર વક્તા પોતાના શબ્દો દ્વારા ટોળાના મન અને મગજ ઉપર હાવી થઈને ધારે તે કરી શકે છે.શબ્દો દ્વારા વિચારક ઉર્જાનું ટ્રાન્સપરન્ટ કરી ટોળાના મનમાં એક પ્રતિમા ચિત્ર ઊભું કરી શકે છે અને અંતે ધાર્યા કાર્ય કરાવે છે. હિટલર તેનુ ઉત્તમ ઉદાહરણ છે. એક એવી પણ માન્યતા છે કે ટોળાનું સામ્રાજય સ્થપાતાં ત્યાં સંસ્કૃતિને માટે ટકી રહેવું મોટેભાગે મુશ્કેલી ભર્યું હોય છે કારણ કે ટોળું વૈચારિક કે માનસિક રીતે ભ્રમિત મનોદશા કે ગાંડપણ જેવી અવસ્થા અનુભવતું હોય છે. માટે જ વ્યક્તિ  હિંસક કે અસભ્ય ગણી શકાય તેવું વર્તન કરે છે.
     નેતા ટોળાને યોગ્ય માર્ગદર્શન કે વૈચારિક સ્થિરતા અને પ્રેરણા દ્વારા સારા કાર્ય તરફ દોરી જાય છે એ ન્યાયક પરિણામો પણ મેળવી શકે છે. ગાંધીજી તેનું ઉત્તમ ઉદાહરણ છે માટે દરેક ટોળું નુકસાનકારક જ હોય તેવું માની લેવું પણ ભૂલભરેલું હોય છે.આમ ટોળાંનું વર્તન વિવિધરંગ ધરાવતું હોય છે માત્ર યાદ રાખવા જેવુ તે છેકે ટોળાના ભાગરૂપે આપણે ગાંડપણના ભોગતો નથીને કે આપણે કોઈના છુપા હથિયાર તરીકે તો કામ નથી કરતાં કે કોઈ આપનો ઉપયોગ તો નથી કરતો તેનું પૃથક્કરણ કરી લેવું જરૂરી છે.

                                         

                                                                             જૈમીન જોષી.


Thursday, June 18, 2020

ક્રોધ -સમજણ અને ધીરજની ઉણપ (Anger -lack of Understanding and patience)

 

angry man pictures download

ક્રોધ 

      ક્રોધ એટલે સીધા શબ્દોમાં મનનો ભાવાવેગ.તેમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે અણગમા, આક્રમણ અને વિરોધની લાગણી ઉત્પન્ન થાય છે . દા.ત. , પોતાનું પ્રિયપાત્ર બીજાના સંગમાં જોતાં અધિકારીત સ્વામીભાવને સહજરીતે આઘાત લાગે છે અને ક્રોધની લાગણી જન્મે છે.ક્રોધના આવેક વ્યક્તિગત ગમા,અણગમા,સ્વભાવ કે જેતે વર્તમાન પરિસ્થિતિના આધારે આવતો હોય છે.તે પ્રાકૃતિક વૃત્તિ હોવાથી જન્મ સાથે જ આવે છે.બાળકનાં જીવનની સ્વાભાવિક હલનચલન રોકતાં તે વિરોધ વ્યક્ત કરવા આગ્રહ અને જીદને આધીન થઈને ૨ડવા લાગે છે.ક્રોધ આવે ત્યારે આક્રમણ માટે શરીરને તૈયાર કરવા મગજ અધિવૃક્ક ( એડ્રિનલ ) ગ્રંથિને સંદેશો મોકલી લોહીમાં વધારે એડ્રિનલિન રસનો સ્ત્રાવ કરે છે.જેથી લોહીમાં સર્કરાનું પ્રમાણ વધે છે,દબાણ વધે છે . આંખ તથા કીકી પહોળી થાય છે . હૃદયના ધબકારા વધે છે . વાણીમાં પણ  ઝડપી આવેગ જોવા મળે છે . શરીર અને જીભનું અંકુશ અર્દશ્ય થાય છે.વાણી વિવેક જતો રહે છે.અમુક માત્રામાં ક્રોધ સ્વાભાવિક છે અને શારીરિક તથા માનસિક સ્વસ્થતામાં મદદ કરે છે પણ વધારે પડતો ક્રોધ વ્યક્તિને તત્કાળ કંઈક ગુનાહિત તથા વ્યક્તિગત કે સામાજીક હાનિકારક કૃત્ય કરવા ઉશ્કેરે છે.લાંબે ગાળે તે પાચન,બ્રમણ તથા જ્ઞાનતંત્રને નબળાં પાડે છે.પુરાણમાં ક્રોધને અગ્નિનો  પ્રકાર , બ્રહ્માનો પુત્ર , આઠ ભૈરવમાંનો એક તથા કશ્યપનો પુત્ર કહ્યો છે.તેની ઉત્પત્તિ બ્રહ્માની ભૃકુટિ વચ્ચેથી થઈ તેવું માનવમાં આવે છે.

 ગુસ્સો આવે ત્યારે મુક્ત થતાં હોર્મોન્સ :(Hormones released when angry)

Hormones released when angry

ક્રોધ શરીરની 'લડત અથવા ફાઈ' પ્રતિભાવને ઉત્તેજિત કરે છે.

એડ્રેનલ ગ્રંથીઓ એડ્રેનાલિન અને કોર્ટિસોલ જેવા તાણ હોર્મોન્સથી શરીરમાં પૂર આવે છે. શારીરિક શ્રમથી  તૈયારીમાં મગજ લોહીને આંતરડાથી અને સ્નાયુઓ તરફ દુર કરે છે.હ્રદયના ધબકારા ,ધમનીય તણાવ અને ટેસ્ટોટેરોનનું ઉત્પાદન વધે છે.કોર્ટિસોલ(તણાવ હોર્મોન્સ)માં વધ ઘટ થાય છે અને મગજના ડાબા ગોળાર્ધમાં વધુ ઉત્તેજના ઉત્પન થાય છે .  

ગુસ્સાના પ્રકાર:( Types of anger)

    ત્રણ પ્રકારના ક્રોધ છે,જે આપણને ગુસ્સે કરે તેવી પરિસ્થિતિમાં કેવી પ્રતિક્રિયા આપે છે તેના આકારમાં મદદ કરે છે. નિષ્ક્રીય આક્રમણ, ખુલ્લું આક્રમણ અને આશ્ચર્યકારક ક્રોધ. જો તમે ગુસ્સે હોવ તો, શ્રેષ્ઠ અભિગમ એસેર્ટીવ ગુસ્સો છે.આમના પણ લાગણીઓને આધારે પેટા પ્રકાર પડે છે.

 1)નિષ્ક્રીય આક્રમણ:(Passive Aggression)

     ઘણા વ્યક્તિ  સ્વીકારવા માંગતા નથી કે તેઓ ગુસ્સે છે, કારણ કે તેઓ મુકાબલો અથવા દલીલબાજી પસંદ નથી કરતા - આને નિષ્ક્રિય આક્રમણ કહેવામાં આવે છે. આ જ્યારે તમે ગુસ્સે હોવ ત્યારે મૌન થવું, સ્વીકારી લેવું , બેફામ રહેવું (તમને જે વસ્તુ કરવાની જરૂર છે તેને પડતી મૂકવી), અને બધું સારું છે” તેવું નાટક કરવું જેવી બાબતોમાં બહાર આવે છે. નિષ્ક્રિય આક્રમણ નિયંત્રણમાં રહેવાની જરૂરિયાતથી આવે છે. તેની સાથે વ્યવહાર કરવામાં કોઈ હાથ જોઈએ છે.

 2)ઓપન આક્રમણ:(Open Aggression)

    બીજી બાજુ, ઘણા લોકો ગુસ્સો અને ક્રોધમાં ફસાઈ જાય છે, શારીરિક અથવા મૌલીક રીતે આક્રમક બને છે અને ઘણીવાર પોતાને અથવા બીજાને નુકસાન પહોંચાડે છે. આને ઓપન એગ્ર્રેસન કહેવામાં આવે છે. આ લડાઈ, ગુંડાગીરી, બ્લેકમેઇલિંગ, આરોપ લગાવવા, બૂમ પાડવી, ઝઘડો કરવો,મહેણા મારવા, કટાક્ષ અને ટીકા કરવા માટે બહાર આવે છે. ખુલ્લું આક્રમણ નિયંત્રણમાં લાવવાથી જરૂરથી આવે છે. ખુલ્લા આક્રમકતા  કેટલીક વાર ગુસ્સો સંપત્તિ પર અથવા તો આપણી જાત પર પણ કાઢી શકાય છે - આત્મ-નુકસાનમાં વ્યક્તિ પોતાની જાતને ઇજા પોહચાડે,પોતાના વિષે અપશબ્દો બોલી જાતને નીચી ગણી નાખે,માથા પછાડે કે ભીત પર મુક્કા પણ મારીને હળવાશ અનુભવતો હોય છે.

3)અડગ ગુસ્સો (Assertive Anger) :

     ગુસ્સો સાથે વ્યવહાર કરવાની સ્વસ્થ રીત નિયંત્રિત અને આત્મવિશ્વાસ રાખીને, વાતચીત કરીને અને સાંભળીને અને પરિસ્થિતિ સાથે વ્યવહાર કરવામાં સહાય માટે ખુલ્લી હોય છે. આ અડગ ગુસ્સો સંબંધોને વધવામાં મદદ કરી શકે છે. તેનો અર્થ એ છે કે તમે બોલો તે પહેલાં વિચારવું, તમે તેને કેવી રીતે કહો છો તેના પર વિશ્વાસ રાખવો, તો પણ 'બીજી બાજુ' માટે ખુલ્લું અને લવચીક,અભદ્ર રીતે તમારો અવાજ ઉઠાવવો નહીં; તમે કેવી ભાવનાત્મક અનુભૂતિ કરી રહ્યાં છો,વાતચીત કરી રહ્યાં છો, અને અન્ય લોકો શું અનુભવે છે તે ખરેખર સમજવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ. જ્યારે તમે ગુસ્સા સાથે નિશ્ચિતપણે વ્યવહાર કરો છો, ત્યારે તમે દર્શાવશો કે તમે પરિપક્વ છો અને તમારા સંબંધો અને તમારી જાતની કાળજી પૂર્વકનું મહત્વ આપો  છો.

 

     ક્રોધમાં રસાયણશાસ્ત્રની ભૂમિકા એપીનેફ્રાઇન અને નોનપિનેફ્રાઇનની છે. આ બંને રસાયણો વિના જ્યારે તમે ગુસ્સે થશો અથવા પ્રયત્ન કરો અને એડ્રેનાલિન શામેલ હોય તેવી કોઈપણ અન્ય લાગણીઓ દર્શાવો ત્યારે શરીર કોઈ પ્રતિક્રિયા આપી શકશે નહીં. એપિનેફ્રાઇન તમને પ્રતિક્રિયા સામે લડવા માટે ફાઇટમાં જોડાવાની મંજૂરી આપે છે જે મુશ્કેલીમાંથી દૂર ચાલીને અથવા આક્રમક રીતે વ્યસ્ત થઈને તમે જે પરિસ્થિતિમાં છો તે સંભાળશે,તે નિર્ધારિત કરે છે. નોનપિનાફ્રાઇનને એડ્રેનાલિન રક્ષક તરીકે ઓળખવામાં આવે છે.જે કેટલાક કિસ્સાઓમાં પરિસ્થિતિમાં આક્રમકતા તરફ દોરી શકે છે. આ તે અત્યંતરિક પરિસ્થિતિઓમાં પોતાનો બચાવ કરવાની શક્તિ આપે છે.તે કઠિન પરિસ્થિમાં ત્વરિત બચાવ પ્રયુક્તિઓમાં કાર્ય કરે છે અને નિર્ણય શક્તિમાં વધારો કરે છે. 

 ગુસ્સાથી   કેવી રીતે  બચવું ?(how to control anger)

Angry man

  • ગુસ્સો આવે ત્યારે ઊંડા શ્વાસ  લેવા અને મનને શાંત કરવું.
  • ઠડું પાણી પી લેવું.
  • મૌન સૌથી અસરકારક પદ્ધતી છે,જે તમારા વધતાં નુકસાન અને બગાડતાં સંબંધને સાચવી લે છે.
  • તામસી  ભોજન જેવા કે માંસાહાર,લસણ,ડુંગળી,વધુ મસાલાવાળું ખોરાકને ટાળવો.તેની જૈવિક  સ્વભાવ પર માઠી અસર થાય છે.
  • વધુ ગુસ્સો આવે તો જગ્યા છોડી દેવી અને એકાંતમાં જઈને મનને શાંત કરવું.ખોટી ચર્ચા કે દલીલો આવેગોને હવા આપવાનું કામ કરે છે.
  • સંગીતનો સહારો લેવો.
  • માદક નશીલા પદાર્થોનો સહારો ના લેવો.
  • પૂરતી ઊંગ અને યોગ્ય સમયે ભોજન લેવું,તેના અભાવના કારણે સ્વભાવ ચીડીઓ થઈ જાય છે. 
  • ધ્યાન અને પ્રાણાયામ કરવા.  
  • કઈ વાત પર ગુસ્સો આવે તેના પર ધ્યાન કરી તે વાતોથી દૂર રેવું અથવા સ્વીકારી લેવું.
  • ગુસ્સામાં કોઈ નિર્ણય લીધા વગર કોઈ પણ વાત પર ઉત્તરના આપવો,જેનથી આર્થિકરીતે નુકશાનથી બચી શકાય. 

      ક્ષમા હંમેશા મહત્વપૂર્ણ છે; જો કોઈ વ્યક્તિએ તમને ગુસ્સો અપાવવા બદલ માફી માંગી લીધી હોય, અથવા જો તમે સમજો કે પરિસ્થિતિ "તે યોગ્ય નથી", તો માફ કરવા માટે ખુલ્લા રહો. અને માફ વા અને પોતાને માફ કરવા તૈયાર રહો. આ તમને શાંત થવામાં મદદ કરશે, અને અન્ય લોકો સાથેના તમારા સંબંધોને વિકાસ કરવામાં મદદ કરશે. યાદ રાખો કે તમે મહત્વપૂર્ણ છો. તમારા જીવનની ગણતરી થાય છે, અને તમે આ વિશ્વમાં ફરક લાવી શકો છો અને તમે તેના માટે હમેશાં બંધન કરતાં છો.ક્રોધ એ જીવન નો એક ભાગ છે,ક્રોધનું પણ એક આગવું મહત્વ છે.દરેક જગ્યાએ ક્રોધ ભર્યું વલણ તમને સામાજિક દ્રસ્તીએ નીચા સ્તરમાં પ્રવેશવામાં મદદ કરશે.યોગ્ય સમયે દર્શાવેલ ગુસ્સો તમારું મહત્વ અને પ્રભાવ બંનેમાં વધારો કરશે.

      નાનપણથી જ સ્ત્રીઓને તેમણે ગુસ્સો વ્યક્ત કરવા પર પ્રતિબંધ લાદવામાં આવે છે પરિણામે ધીરે ધીરે તે ગુસ્સાને દબાવતા તથા સંગ્રહ કરતાં શીખી જાય છે.પુરુષો સ્વાભાવિક રીતે વધુ આક્રમિક હોય છે જ્યારે સ્ત્રીઓ આડકતરી રીતે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતી હોય છે જે પરિણામે વધુ ઘાતક હોય છે.પુરુષો ગુસ્સો વ્યક્ત કરતાં શાંત થઈ જતાં હોય છે અને તે સીધા આક્રમ ભાવથી ગુસ્સાની લાગણી વ્યક્ત કરતાં હોઇ છે.ગુસ્સામાં કરેલ હત્યાઓ તેના ઉદાહરણ છે ,જ્યારે સ્ત્રીઓ ધીમેથી હળવા અવાજે છૂપી રીતે વ્યક્ત કરે છે,ચુગલ ખોરી તેનું ઉદાહરણ છે.પુરુષનો ગુસ્સો એક વ્યક્તિને બરબાદ કરી શકે જ્યારે સ્ત્રીઓનો આખા પરિવારને બરબાદ કરવાની ક્ષમાતા ધરાવતો હોય છે,પરંતુ ક્યારેક વધુ વણસેલી પરિસ્થિતી કોઈ પણ પ્રકારના સ્ત્રી અને પુરુષના ભેદ વગર સીધી આક્રમકતા દાખવે છે.જાહેરમાં થતાં ઝગડા તેના ઉદાહરણો છે.વધુ ગુસ્સોએ ધીરજના અભાવનું પરિણામ છે.ગુસ્સો આવવો વ્યક્તિના હાથની વાત નથી પરંતુ તેને બહાર ક્યારે અને કેવી રીતે વ્યક્ત કરવો તે વ્યક્તિના હાથમાં હોય છે.યોગ્ય સમયે ગુસ્સાની ગેરહાજરી વ્યક્તિગત રીતે આત્મસન્માન સાથે સમજોતાનું કારણ પણ  બનતું હોય છે.   

    "અંતે ક્રોધમાં પુરુષ જે હાથથી કરી શકે છે તે સ્ત્રીઓ બેઠા બેઠા પોતાની જીભથી કરી દેતી હોય છે."

                        
angry man image
                                                                                                              all pic bye google,com

        જૈમીન જોષી.





 

Monday, June 15, 2020

'ડીપ્રેશન' -લાગણીઓ અને ઇચ્છાઓની આત્મહત્યા (Depression-Suicide of feelings and desires)

                     


                               'ડીપ્રેશન'
 
     વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા , આ સૌથી મોટા આંતરરાષ્ટ્રીય અભ્યાસનું તારણ એવું છે , કે સામાન્ય આરોગ્ય સેવાઓનો લાભ લેતા દર્દીઓ પૈકી , લગભગ ચોવીસ ટકા દર્દીઓ માનસિક સમસ્યાઓથી પીડાય છે , જ્યારે બીજા લગભગ નવ ટકા દર્દીઓ અભ્યાસમાં. નિદાન માટે જરૂરી એવી કક્ષામાં ન આવવા જેવી માનસિક સમસ્યાઓથી પીડાય છે ! આ માનસિક સમસ્યાઓમાં ડીપ્રેશન ' સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતી તકલીફ છે . ડીપ્રેશન ' ઉપરાંત , સમગ્ર વિશ્વના લોકો દ્વારા અનુભવાતી માનસિક તકલીફોમાં એન્ગઝાઈટી ડીસઑર્ડર્સ ’ , ‘ સોમેટોફોર્મ ડીસઑર્ડર્સ અને આલ્કોહોલ ( દારૂ ) ના વ્યસન સાથે સંકળાયેલી સમસ્યાઓ મુખ્ય છે , તેવું આ અભ્યાસ સ્પષ્ટપણે જણાવે છે .' એન્ગઝાઈટી ડીસઑર્ડર્સ અજંપો , ઉચાટ , ભય કે ગભરાટ જેવી લાગણીઓને મુખ્ય લક્ષણ તરીકે ધરાવતા માનસિક રોગોનો સમૂહ છે . સોમેટોફોર્મ ડીસઑર્ડર્સ એવાં શારીરિક લક્ષણો ધરાવતા માનસિક રોગોનો સમૂહ છે , કે જેમાં દર્દી દ્વારા અનુભવાતાં વિવિધ શારીરિક લક્ષણો પાછળ , કોઈ પણ શારીરિક કારણ જવાબદાર ન હોય અથવા દર્દીને અનુભવાતી શારીરિક કારણના સંદર્ભમાં ખૂબ વધુ તકલીફોના પ્રમાણમાં હોય . 'અત્યારે આ બીમારી પ્રથમ ક્રમે છે.
     હતાશા એ મૂડ ડિસઓર્ડર છે કે જે ઉદાસીની સતત લાગણી અને રસ ગુમાવવાનું કારણ બને છે. તેને મેજર 'ડિપ્રેસિવ ડિસઓર્ડર' અથવા 'ક્લિનિકલ ડિપ્રેશન' પણ કહેવામાં આવે છે. તે તમને કેવું લાગે છે વિચારે છે અને વધે છે તેની અસર કરે છે અને વિવિધ પ્રકારની ભાવનાત્મક અને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે.
    'ડીપ્રેશન' શબ્દ થી સૌ કોઇ પરિચિત છે. સામાન્ય રીતે મનની હતાશાજનક અથવા નકારાત્મક સ્થિતિને તબીબી વિજ્ઞાન 'ડીપ્રેસનના' નામથી ઓળખાવે છે. ડીપ્રેશન એ મનની સ્થિતિને લગતો એક માનસિક રોગ છે જેનાથી મોટા મોટા મહાનુભાવો પણ નથી બચી શક્યા. આત્મહત્યા દ્વારા જીવનનો અણધાર્યો કપરો અંત લાવનાર દર દશ વ્યક્તિએ નવ વ્યક્તિ આ રોગના સકંજામાં જોવા મળ્યા છે.વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વેક્ષણ આંકડાઓ જોતાં આવનારા વર્ષોમાં માનવતાને રીબાવનારા અને મૃત્યુ તથા ગુનાઓ માટે જવાબદાર રોગોની યાદીમાં ડિપ્રેશન બીજા ક્રમે છે એવું વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ જણાવે છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ ડિપ્રેશન એક જૈવિક રોગ છે.જેની સાથે ઘણા બધા જીવ,વિચારો અને વર્તનની પદ્ધતિઓ શારીરિક બીમારીઓ,વારસાગત પરિબળો, માનસિક તણાવ,રાસાયણિક પરિબળો,અંતઃસ્ત્રાવો તથા કેટલીક દવાઓ વગેરે વધતે ઓછે અંશે સંકળાયેલા જોવા મળે છે. 'ડીપ્રેશન' એ મનની નબળાઈ નથી પરંતુ ચોક્કસ લક્ષણો ધરાવતો એક રોગ છે.
     ડીપ્રેશનના લક્ષણો માં મુખ્યત્વે મનની સતત ઉદાસતા, ઊંઘ ન આવવી અથવા વધુ પડતી ઊંઘ આવવી, ભૂખ ન લાગવી અથવા વધુ પડતી ભૂખ લાગવી, વજન માં ફેરફાર થવો, આનંદ-ઉત્સાહ ઓછા જણાય. હતાશા-નિરાશા અને લાગણીથી સતત પીડાયા કરવું, નકારાત્મક વિચારોથી પીડાવું, આત્મવિશ્વાસની ઉણપ, નિ:સહાયતા અનુભવી, કોઈની સાથે વાત કરવાનું કે કામ કરવાનું મન ન
થવું
, યાદશક્તિ ઓછી થઈ જવી, વારંવાર ગુસ્સે થઇ, જવું મરી જવાના કે આત્મહત્યા કરવાના વિચારો આવવા વગેરેનો સમાવેશ થાય છે.'ડીપ્રેશન' થવાની શક્યતા ધરાવતી વ્યક્તિઓ પોતાની જાત પ્રત્યે દુનિયા, વિશે અને ભવિષ્ય અંગે નકારાત્મક વલણ ધરાવતી હોય છે. તેઓ પોતાની જાતને અનીચ્છનીય,અધુરી. ખામીવાળી અને નકામી ગણતા હોય છે. કોઈપણ વ્યક્તિ ગમે તે ઉંમર તથા ગમે ત્યારે ડિપ્રેશનના રોગનો શિકાર બની શકે છે પરંતુ નકારાત્મક વિચારસરણી અને વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિને ડીપ્રેશન થવાની શક્યતા અન્યની સરખામણીએ વધુ રહે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં ડીપ્રેશનનું પ્રમાણ બમણું જોવા મળ્યું છે.
     દરેક વ્યક્તિ ઓછા વત્તા પ્રમાણમાં માનસિક બીમારીનો શિકાર બનતો જ હોય છે. કોઈપણ આવેગની વધુ પડતી હાજરી માનસિક બીમારીઓનું સામાન્ય લક્ષણ છે.વારંવાર હાથના નખ ખાવા,વારંવાર હાથ ધોવા,હરતા ફરતા ખોરાક ખાવો (મનની ભૂખ),એકલા એકલા બાબડાટ કરવો,કારણ વગર હસવું કે ચિડાઇ જવું,કારણ વગર શંકાઓ કરવી,ગુસ્સામાં માથું પછાડવું,કોઈને મારવું કે પોતાને હાનિ પોહચાડવી,અતિશય પ્રેમ કરવો,સતત કોઈના માટે ઝંખવું,ગોળ ગોળ આટા મારવા,ગુસ્સામાં વસ્તુઓ પછાડવી,એકદમ ઉત્સાહમાં આવી જવું કે નિરાશ થઈ જવું ,કોઈના અડવાથી ચીડ થઈ જવીકે કોઈના હાથનું પાણીના પીવું,દરેક વાતે સંઘર્સમાં ઊતરવું વગેરે રોજિંદા જીવનનાં સામાન્ય લાક્ષણો છે પણ  વ્યક્તિ એકદમ આવેશમાં આવીને વગર વિચાર્યે પોતાની જાતને ખતમ કરવાનો નિર્ણય લઈને આત્મહત્યાનો પ્રયત્ન કરી બેસે છે(કે પછી કોઈનું ખૂન કરી નાખે). જેને 'આવેગાત્મક આત્મહત્યા' કહેવામાં આવે છે. દરેક વ્યક્તિને સામાન્ય રીતે આત્મહત્યાના વિચારો આવતા જ હોય છે. 'આત્મહત્યા' એ સાચા અર્થમાં વ્યક્તિના 'સુષુપ્ત'
મનમાંથી ઉઠતો મદદનો પોકાર છે. જો એ સમયસર સાંભળવામાં આવે અને તે પરત્વે તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તો આપણે એક જીવન બચાવી શકીએ છીએ.
     આત્મહત્યા કરી શકે તેવી શક્યતા ધરાવતી વ્યક્તિ અન્યની સરખામણીએ પોચા મનના હોય છે. તે વધુ પડતી લાગણી, ચિંતા, નિષ્ફળતા, પ્રેમમાં નિષ્ફળતા,અભ્યાસમાં નિષ્ફળતા,અત્યંત સફળતા પછી મળેલ એકલતા, વારંવાર સ્વયં સાથે થતી છેતરપિંડી, આઘાત, અપૂર્ણ ઈચ્છા, લગ્નજીવનમાં ભંગાણ, આર્થિક ફટકો અને તેને  લીધે આવેલ દુઃખ, એકલતા, લાંબા સમયથી સંગ્રહી રાખેલો ક્રોધ વગેરે જવાબદાર હોય છે.
     જીવનની નબળી પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિ અન્ય વ્યક્તિની સહાયતા, સાથ અને સહાનુભૂતિ ભર્યું વલણ ઈચ્છે છે. એકલતાની ભાવનાને દૂર કરવા પ્રયત્ન કરવામાં આવે તો ડીપ્રેશનમાંથી બહાર નીકળી શકાય છે. યોગ્ય સમયે સારવાર મળે તો વ્યક્તિ મોટી તકલીફમાંથી બહાર પણ આવી શકે છે.ઘણી વખત આત્મહત્યા કરનાર વ્યક્તિ અગાઉથી જાણે-અજાણે તે વિષે અન્યને જણાવતો હોય છે
પણ તેને લાગણી તથા સંવેદના અને અજ્ઞાનતાને કારણે અવગણવામાં આવે છે. પરિણામે વ્યક્તિ અંદરોઅંદર ગુટાંયાં કરે છે.તેના મનમાં જ આંતરિક સંઘર્ષ ચાલતો હોય છે.આત્મહત્યાના વિચારો ધરાવનાર વ્યક્તિને ક્યારેય પડકાર કે કડક શબ્દોથી અથવા ડરાવી ધમકાવીને તેના મન પર કાબૂ લેવાનો ક્યારે પ્રયત્ન ન કરવો. તેને એકલો પણ ન છોડવો. તેના પ્રશ્નોને માત્ર સાંભળી લેવાથી પણ આત્મહત્યાનો નિર્ણય નબળો પડે છે. ડીપ્રેશનથી પીડાતી વ્યક્તિનો સ્વયં પર કાબુ નથી હોતો માટે સમયસર સાંભળવામાં આવે એકતે  
અંગે તત્કાલીલ પગલાં લેવામાં આવે તો એક વ્યક્તિનું જીવન  ચોક્કસપણે બચાવી શકાય.
     નકારાત્મક વિચારોની મનની સાથે શારીરીક અસરો પણ થતી જોવા મળે છે. જેમાં કેલ્શિયમના સમતોલપણું ખોરવાવું, ચિંતાની શરદી, થાઇરોડ, ડાયાબિટીસ, માથાનો દુખાવો, એસિડિટી, અલ્સર, દાંતનો સડો, ચેહરાનો દેખાવ, અનિંદ્રા,લિવર અને ફેફસાંના રોગ વગેરે થતાં હોય છે. અન્ય લક્ષણો કરતાં માથાનો દુખાવો, એસિડિટી કે અલ્સર વધુ પ્રમાણમાં સામાન્ય લક્ષણ છે. આ તમામ બીમારી માટે નકારાત્મક વિચાર અથવા ચિંતા જવાબદાર છે.
     જે વ્યક્તિ પોતાના મન પર યોગ્ય કાબૂ નથી ધરાવતી તેના વિચારો લાગણીઓ સંવેદનાઓ કે વર્તન પણ અન્ય વ્યક્તિઓ પરિસ્થિતિઓ કે ઘટનાઓ કબજો જમાવે છે.તેનું મન આ વ્યક્તિઓની સંજોગો કે ઘટનાઓનું ગુલામ છે.પ્રત્યેક વ્યક્તિ ક્યારેક તો પોતાના મનની માલિક હોય છે પણ જ્યારે રોજિંદા જીવનમાં ઉત્પન્ન થતી સમસ્યાઓ ને લીધે માનસિક રીતે અશાંત અને તણાવગ્રસ્ત રહેતી આવેગમાં આવીને ન કરવાનું કરી બેસતી અનેક વ્યક્તિઓ છે.
Anushka sharma  
Shushantshih rajput

Manisha koirala
     લેડી ગાગા, માઇકલ ફેલ્પ્સ,ક્રીસ્ટર્ન બેલ, રોબિન વિલિયમ્સ,ચર્ચિત ,લિંકન. ગુરુ દત્ત,મીનાકુમારી,પરવીન બાબી,(બૉલીવુડની સફળ અભિનેત્રી જેને 50 થી વધુ મૂવીસ માં કામ કર્યું હતું.તેની બોડી 3 દિવસ પછી પોલીસને મળી હતી) શાહરૂખ ખાન,અનુષ્કા શર્મા,શાહીન ભટ્ટ,દીપિકા પાદુકોણ,અમિતાભ બચ્ચન,મનીષા





  
Parveen babi
Shaheen bhatt

Virat kohli
Dipika padukon
Amitabh bachchan

Karan johar

Shahruk khan


Mina kumari


Guru dutt

 Abraham lincoln

Robin williams
Christian bale

Maikal felps

Lady gaga

કોઈરાલા,વિરાટ કોહલી,કરણ જોહર જેવા મહાનુભાવો પણ આ રોગથી પીડાઇ ચૂક્યા છે. તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂતે પણ ડીપ્રેશનમાં આત્મહત્યા કરી આ માત્ર એક ઉદાહરણ નથી. હતાશાના અંધકારમાં ખોવાયેલ વ્યક્તિ ગમે તે હદે જઈ શકે છે. આ રસ્તે ભલભલા ભોમિયા પણ રસ્તા ભૂલે છે.
    'ડીપ્રેશન' આમ તો એક સામાન્ય બીમારી પણ કહી શકાય.જીવનમાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તેનો ભોગ બનવું પડે છે,પરંતુ યોગ્ય પરિશ્રમ અને હકારાત્મક વિચારધારા તથા યોગ્ય વલણ દ્વારા તેમાંથી બહાર આવી શકાય છે.તેની યોગ્ય સારવાર પણ મેળવી શકાય છે.પ્રેમ અને કરુણાથી વ્યક્તિને તેમાથી બહાર પણ લાવી શકાય છે.અયોગ્ય વર્તન કે અપમાન કરવાની વૃતિ કે કોઈને દુ:ખી કરવાની આદત સામેની વ્યક્તિના આત્મવિશ્વાસ,પ્રેમ,કરુણા,દયા કે સમાજ માટે કઈ કાર્ય કરવાની વૃતિને ખતમ કરી નાખે છે.સમાજના કેટલાક જડ મનોવૃતિ ધરાવનાર વ્યક્તિના ઘેલછા,ઉધ્ધત તથા સ્વાર્થી વર્તનની સજા ભોળા,નિર્દોષ અને કોમળ વ્યક્તિને ભોગવી પડતી હોય છે જે હમેશા અયોગ્ય જ છે.    
     સંસારની કોઈપણ કઠિન પરિસ્થિતિ પોતાના જીવથી તથા જીવનથી વધુ મહત્વની હોતી નથી માટે તેનો સામનો કરી, લડી યોગ્ય મનોબળ ધરાવી તેને હરાવી શકાય છે. પોતાની પડખે પોતે જ રહેવું પડતું હોય છે આવી માનસિકતા વ્યક્તિને ફાઇટર બનાવી દે છે. યાદ રાખો દરેક બીમારીઓનો ઈલાજ શક્ય હોય છે તેમાંથી બહાર પણ આવી શકાય છે,જો વ્યક્તિ હકારાત્મક વિચારો તથા પરિશ્રમને પોતાનો સાથી બનાવીને ચાલે તો. જીવન જીવવામાં મજા છે તેને માણતા કેળવવાંવું પડે.

                                                     
                                                         all image  by google.com

                                                                                                 જૈમીન જોષી.

Saturday, June 13, 2020

હાથચાલાકી –મનોરંજક કે મનભંગક (Manipulation - entertaining or distracting)






                 હાથચાલાકી –મનોરંજક કે મનભંગક
 

 

 

         આપણા પ્રાચીન ધર્મગ્રંથોમાં ચાતુવિદ્યાની અલગ અલગ વાત છે.ચાતુ ઉપરથી જ જાદુ શબ્દ ઉતરી આવેલો છે. તેમાં રોગ,મુઠ,વળગાડ,મારણ,મરણ ભૂત-પ્રેત, પિશાચ,ચુડેલ આદિનું તથા તેના વિવિધ પ્રયોગોનું વર્ણન છે તેને અભિચાર કહે છે.ધાર્મિક શ્રદ્ધા અને વિજ્ઞાન બંને અલગ અલગ વિષય છે પણ વિજ્ઞાનની અંદર ધાર્મિકતા બીજા અર્થમાં કહીએ તો ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ ટુચકાઓ ની છબી ઓછાવત્તા સ્વરૂપે ઊતરી આવે છે.મૂર્તિપૂજા તેનો એક ભાગ છે.મંત્ર-તંત્ર, ધૂપ-દીપ,મોહરાં,માદળિયાં, દોરાધાગા,હકોટા વગેરે ક્રિયાવિધિઓ દુષ્ટ તત્ત્વોને દૂર કરી ભગાડવા તથા અન્ય તકલીફોને દૂર કરવા વિશેષ વ્યક્તિની અથવા જે તે વિદ્યાના જાણકારની સહાય લેવાતી પણ વિજ્ઞાન તમામ ક્ષેત્રોને નકારાત્મક ગણાવે છે.વિજ્ઞાન અંધશ્રદ્ધાને વખોડી નાખવા પૂરતું છે પરંતુ આદિકાળમાં એવું નહોતું.અત્યારે ચમત્કાર ગણાતા તત્વો ત્યારે દૈવી ઘટના માનવામાં આવતી હતી.
  
       ચમત્કારી અશક્ય લાગતી યુક્તિઓ દરેકને ગમે છે.જાદુ કલામાં હાથચાલાકીનું મહત્વ સૌથી વધારે છે.જાદુગર પ્રેક્ષકો સાથે મીઠી મીઠી વાતો દ્વારા તેમનું ધ્યાન દોરી પોતાના હાથની સ્ફૂર્તિથી લોકો અજાણ રહે તે રીતે ઘટનાને અલગ રીતે પ્રદર્શિત કરે છે.હજુ પણ મદારીના ખેલ લોકોને જોવા ગમતા હોય છે.
    
     હાથચાલાકી અથવા જાદુ ત્યાં સુધી પ્રિય અથવા યોગ્ય  હોય જ્યાં સુધી તે જાહેરમાં તથા મનોરંજન પૂરતું હોય પણ રોજેરોજ વ્યક્તિ પ્રહારમાં થતી હાથચાલાકી શોકના કાળા રંગ


સ્વરૂપે હોય છે.વ્યક્તિગત જીવનમાં દરેક વ્યક્તિ હાથચાલાકીની રીતો અજમાવતા હોય છે.લાગણીશીલ પ્રેમાળ અને ભોળા લોકો વધુમાં વધુ તેના ભોગ બનતા હોય છે.ચાલાક વ્યક્તિ પણ વિશ્વાસઘાતથી  છેતરાય.વ્યક્તિ પોતાના પર વિશ્વાસ કરનરના જ મૂળિયાં કાડતો હોય ત્યારે તે અન્યની લાગણીઓ પર પોતાની કલાનું  પ્રદર્શન કરતો હોય છે.હાથચાલાકી સામાજિક પ્રસંગો નું બેસણું છે.રાજકીય દ્રષ્ટિકોણથી વિવાદાસ્પદ રીતે કરાતી હાથચાલાકી હાલતા ચાલતાં લોકોને જાહેરમાં નગ્ન કરતી હોય છે.

       
     પાંચ મિનિટ માટે બેસવા આવનાર વ્યક્તિને પણ કેમ બાટલીમાં ઉતારી દઈએ તેની સ્પર્ધાઓ ચાલે. ક્યારેક ક્યારેક વ્યક્તિને ખબર હોય છે કે પોતે મૂર્ખ બને છે તે છતાં લાગણી અને સંબંધનો માર્યો તે ગમ ખાઈને  બેસી જાય તેવું બને.કઢંગું કામ કરનારને ન તો સમાજમાં સુખ મળે છે અને ન તો તે વનમાં સુખને પ્રાપ્ત કરી શકે.અંધભક્તિમાર્ગનું વેવલાપણું ક્યારેય મૂર્ખાઓની  નગરી સ્થાપી દે તે નક્કી ન કહેવાય.જાદુગર પોતાની આજીવિકા માટે ઘડીક વ્યક્તિને આંજી મનોરંજન કરી પૈસા કમાય.જાદુગર સહાયકો,સામગ્રી અને વિવિધ કરામતો સાથે લઈ ફરતો હોય છે. આપણે પણ તેજ કરી,ફર્ક  તેટલો જ હોય છે કે આપણે સામગ્રી મનમાં રાખતા હોય છીએ. તેનો  જાહેરમાં ઉપયોગ ક્યારે થઈ જાય તે નક્કી ન કહી શકાય.કેટલાકને લોકોને મુર્ખ બનાવવાનો શોખ હોય પણ વ્યક્તિગત નબળા શોખ સમાજમાં નકારાત્મક બીજ રોપે છે.તે બીજ જ્યારે વૃક્ષમાં પરિણમે ત્યારે સમગ્ર સમાજ દુષિત થાય છે.કોઈ એ વ્યક્તિ દ્વારા કરેલ હાલચાલાકીનું પરિણામ ઝાઝા લોકોએ ભોગવવું પડે તેવા ઘણા ઉદાહરણો સમાજમાં છે.આ વ્યક્તિ કાન પાસે ગણગણાટી કરતાં મચ્છર જેવા હોય છે. 
  
     શૂક્ષ્મ છેતરામણી પણ ઘાઢ સબંધને તોડવા પૂરતી હોય છે. હાથચાલાકીનો ઉપયોગ સકારાત્મક કાર્ય કરવા માટે થાય તો પરિણામ વિકાસપથ દર્શાવે છે પરંતુ કોઈપણ હાથચાલાકી ઓછાવત્તા સ્વરૂપે કોઇ વ્યક્તિના મનને ભીસી નાંખતી હોય છે.કોઈની લાગણીને દુઃખ પહોંચાડતી હોય છે. મનભંગ પણ એક પ્રકારની હિંસા છે અને દરેક હિંસાની સજા કુદરત દ્વારા પ્રાપ્ત થતી જ હોય છે.

 
                                                                                                                                 all images by google.com
 

                                                                                                           જૈમીન જોષી.

 


Tuesday, June 9, 2020

સંવેદના(SENSATION)


સંવેદના

 

 

     મનુષ્ય તરીકે જન્મ મળે તે એક અલૌકિક ઘટના છે.જન્મ અને મરણ કુદરતને આધીન ઘટના છે પણ તેમની વચ્ચેની તમામ ઘટનાઓ વ્યક્તિ આધારિત હોય છે.જીવનની તમામ ઘટનાઓને પોતાના સાક્ષી,સાથી,પ્રવાસી આપણે પોતે જ હોછીએ.માણસે દરેક અવસ્થાને પૂર્ણપણે જીવી જાણવી.જન્મ સાથે સપના ન હોય પરંતુ લાગણીના આવેગો ચોક્કસ હોય છે. જન્મની સાથે જ કુદરત તમને રડતાં શીખવે છે પરંતુ વ્યક્તિ જેમ-જેમ મોટો થાય તેમ રડવા પર અંકુશ રાખતા શીખીલે છે.વ્યક્તિ પોતાની લાગણીઓને સીધી રીતે વ્યક્ત કરી શકતો નથી અને જો કરે તો મહદઅંશે  છેતરાય છે.દૂધનો દાઝ્યો છાશ ફૂંકી ફૂંકીને પીવે તેમ ફરી તે લાગણીઓને મુક્ત પણે વહેવા દેતો નથી.બાળપણમાં સાથે રમતા,પડતા,રડતાં ઝગડતા છતાં પરિણામે તો સાથે જ રહેતા.કુદરત તમને ક્યારેય કપટ કરતાં શીખવતો નથી.તે માણસનું પોતાના દ્વારા કરેલ સર્જન છે.પ્રકૃતિ પરિવર્તન શીખવે છે.જ્યાં સુધી તમે કોઈ પરિસ્થિતી સાથે સહમતી પ્રવાસ કરો છો ત્યાં સુધી કોઈ દુઃખ તમારા સુધી પહોચી શકતું નથી,શિશુ અવસ્થાની જેમ પરંતુ જ્યારે પ્રકૃતિના નિર્ણયોને અસ્વીકાર કરવાની વૃતિ જન્મે ત્યાં પ્રકૃતિ તેમના નિર્ણયો આપણાં પર થોપી દે છે માટે સ્વીકાર કર્યા શિવાય છૂટકો રહેતો નથી,પરંતુ તે અસ્વીકાર પીડાને જન્મ આપે છે.ઈશ્વરએ તમને સંવેદના આપી છે પરંતુ વ્યક્તિને  સ(સ્વ)માં રસ નથી તેને વેદનામાં જ ર છે.







 

        તો સંસારમાં જીવવું અને કર્મનિષ્ઠ રહેવું તે અઘરું કામ છે.તેના માટે કુશળ યાત્રી બનવું પડે માટે ઉત્પન્ન થતી સંવેદનાઓ આપણને પશુઓથી અલગ પાડે છે.વૈચારિક મૌન સંબંધ સંભાળી શકે, સાચવી તો ન શકે.સંવેદનાને સાચવવા બંને પક્ષે સમાન સમજણ જોઈએ.સમજણ પીડાને ઓછી કરી શકે છે.એક તરફી સમજણ સહજ રીતે સહનશક્તિમાં રૂપાંતર પામતી હોય છે જે સંબંધના તાતણા ઉપર એસીડના ટપકતા  ટીપા સમાન હોય છે,તેના પરિણામો જાહેર જ હોય છે.સમજણના  સ્ત્રોતો અલગ-અલગ હોય છે પણ ઉપયોગ વ્યક્તિ નિર્ભર હોય છે.સાચી સમજણ યોગ્ય સંસ્કાર દ્વારા મળે છે,સંસ્કાર શિક્ષા પરથી,શિક્ષા કેળવણી પરથી અને કેળવણી અનુભવ પરથી.અનુભવ વ્યક્તિ નિર્ભર હોય છે માટે વૈચારિક સંસ્કાર પઅલગ-અલગ હોય છે. તે પાછું આસપાસના વાતાવરણ પર નિર્ભર હોય છે જેને સામાન્ય રીતે ઉછેર માનવમાં આવતો હોય છે.

     દરેક ઘટનાના અલગ-અલગ તથ્યો હોય છે.સુશીક્ષિત વ્યક્તિ તેમાથી સાચી અને સારી બાબતોનો સ્વીકાર કરી મૌન રહી ખરાબને આગળ ધકેલી મૂકે છે.તેના સાથે કુસ્તી કે વિવાદે ચડતો નથી.જીવન કોઈની સહાયતા વગર જીવી શકાતું નથી.તમારા દરેક કામ અથવા બનતી ઘટના માટે કોઇને કોઇ વ્યક્તિ જવાબદાર હોય છે.જ્યારે તમે વ્યક્તિએ કરેલ સહાયને પોતાના અહંકાર સાથે નકારની દ્રષ્ટિથી જોવો ત્યારે મનભેદ થાય છે. મન પર લાગેલા ઉઝરડા ક્યારે રૂઝાતા નથી તે યોગ્ય સમયે તેની હાજરી પુરાવી જાય છે.તૂટેલા સંબંધને વધુ ન છંછેડવા મૌનનો સહારો લેવો પડે છે.દરેક વ્યક્તિએ પોતાની જાતને એક સવાલ પુછવો જોઈએ.શું મૌન ખરેખર સંબંધ ને સાચવે છે? ના, મૌન તમારા સંબંધને ગંધાવી મૂકે છે.ગુસ્સામાં ભરાયેલ વ્યક્તિઓને મૌનનો સહારો લેવો યોગ્ય કહેવાય પરંતુ દરેક વખતે મૌનના પડખે ઊભા રહી ચૂપચાપ બધુ જોયા કરવું પડે તો પોતાના સંસ્કાર ઉપર નજર કરવી જરૂરી હોય છે.માફ કરતાં અને માફી માંગતા બંને સહજ પણે સ્વીકારવાની વૃતિ જ કોઈ પણ સબંધને સજીવન મહેકતું રાખી શકે છે કારણ કે  જીવન અને સંબંધ બંને આપણાં સ્મિતના કારણ છે જે સંવેદના ઉપર આધાર રાખે છે.

                                                         



                                                                                                                all pic by google.com

                                                                                                            જૈમીન જોષી.


ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...