Saturday, June 13, 2020

હાથચાલાકી –મનોરંજક કે મનભંગક (Manipulation - entertaining or distracting)






                 હાથચાલાકી –મનોરંજક કે મનભંગક
 

 

 

         આપણા પ્રાચીન ધર્મગ્રંથોમાં ચાતુવિદ્યાની અલગ અલગ વાત છે.ચાતુ ઉપરથી જ જાદુ શબ્દ ઉતરી આવેલો છે. તેમાં રોગ,મુઠ,વળગાડ,મારણ,મરણ ભૂત-પ્રેત, પિશાચ,ચુડેલ આદિનું તથા તેના વિવિધ પ્રયોગોનું વર્ણન છે તેને અભિચાર કહે છે.ધાર્મિક શ્રદ્ધા અને વિજ્ઞાન બંને અલગ અલગ વિષય છે પણ વિજ્ઞાનની અંદર ધાર્મિકતા બીજા અર્થમાં કહીએ તો ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ ટુચકાઓ ની છબી ઓછાવત્તા સ્વરૂપે ઊતરી આવે છે.મૂર્તિપૂજા તેનો એક ભાગ છે.મંત્ર-તંત્ર, ધૂપ-દીપ,મોહરાં,માદળિયાં, દોરાધાગા,હકોટા વગેરે ક્રિયાવિધિઓ દુષ્ટ તત્ત્વોને દૂર કરી ભગાડવા તથા અન્ય તકલીફોને દૂર કરવા વિશેષ વ્યક્તિની અથવા જે તે વિદ્યાના જાણકારની સહાય લેવાતી પણ વિજ્ઞાન તમામ ક્ષેત્રોને નકારાત્મક ગણાવે છે.વિજ્ઞાન અંધશ્રદ્ધાને વખોડી નાખવા પૂરતું છે પરંતુ આદિકાળમાં એવું નહોતું.અત્યારે ચમત્કાર ગણાતા તત્વો ત્યારે દૈવી ઘટના માનવામાં આવતી હતી.
  
       ચમત્કારી અશક્ય લાગતી યુક્તિઓ દરેકને ગમે છે.જાદુ કલામાં હાથચાલાકીનું મહત્વ સૌથી વધારે છે.જાદુગર પ્રેક્ષકો સાથે મીઠી મીઠી વાતો દ્વારા તેમનું ધ્યાન દોરી પોતાના હાથની સ્ફૂર્તિથી લોકો અજાણ રહે તે રીતે ઘટનાને અલગ રીતે પ્રદર્શિત કરે છે.હજુ પણ મદારીના ખેલ લોકોને જોવા ગમતા હોય છે.
    
     હાથચાલાકી અથવા જાદુ ત્યાં સુધી પ્રિય અથવા યોગ્ય  હોય જ્યાં સુધી તે જાહેરમાં તથા મનોરંજન પૂરતું હોય પણ રોજેરોજ વ્યક્તિ પ્રહારમાં થતી હાથચાલાકી શોકના કાળા રંગ


સ્વરૂપે હોય છે.વ્યક્તિગત જીવનમાં દરેક વ્યક્તિ હાથચાલાકીની રીતો અજમાવતા હોય છે.લાગણીશીલ પ્રેમાળ અને ભોળા લોકો વધુમાં વધુ તેના ભોગ બનતા હોય છે.ચાલાક વ્યક્તિ પણ વિશ્વાસઘાતથી  છેતરાય.વ્યક્તિ પોતાના પર વિશ્વાસ કરનરના જ મૂળિયાં કાડતો હોય ત્યારે તે અન્યની લાગણીઓ પર પોતાની કલાનું  પ્રદર્શન કરતો હોય છે.હાથચાલાકી સામાજિક પ્રસંગો નું બેસણું છે.રાજકીય દ્રષ્ટિકોણથી વિવાદાસ્પદ રીતે કરાતી હાથચાલાકી હાલતા ચાલતાં લોકોને જાહેરમાં નગ્ન કરતી હોય છે.

       
     પાંચ મિનિટ માટે બેસવા આવનાર વ્યક્તિને પણ કેમ બાટલીમાં ઉતારી દઈએ તેની સ્પર્ધાઓ ચાલે. ક્યારેક ક્યારેક વ્યક્તિને ખબર હોય છે કે પોતે મૂર્ખ બને છે તે છતાં લાગણી અને સંબંધનો માર્યો તે ગમ ખાઈને  બેસી જાય તેવું બને.કઢંગું કામ કરનારને ન તો સમાજમાં સુખ મળે છે અને ન તો તે વનમાં સુખને પ્રાપ્ત કરી શકે.અંધભક્તિમાર્ગનું વેવલાપણું ક્યારેય મૂર્ખાઓની  નગરી સ્થાપી દે તે નક્કી ન કહેવાય.જાદુગર પોતાની આજીવિકા માટે ઘડીક વ્યક્તિને આંજી મનોરંજન કરી પૈસા કમાય.જાદુગર સહાયકો,સામગ્રી અને વિવિધ કરામતો સાથે લઈ ફરતો હોય છે. આપણે પણ તેજ કરી,ફર્ક  તેટલો જ હોય છે કે આપણે સામગ્રી મનમાં રાખતા હોય છીએ. તેનો  જાહેરમાં ઉપયોગ ક્યારે થઈ જાય તે નક્કી ન કહી શકાય.કેટલાકને લોકોને મુર્ખ બનાવવાનો શોખ હોય પણ વ્યક્તિગત નબળા શોખ સમાજમાં નકારાત્મક બીજ રોપે છે.તે બીજ જ્યારે વૃક્ષમાં પરિણમે ત્યારે સમગ્ર સમાજ દુષિત થાય છે.કોઈ એ વ્યક્તિ દ્વારા કરેલ હાલચાલાકીનું પરિણામ ઝાઝા લોકોએ ભોગવવું પડે તેવા ઘણા ઉદાહરણો સમાજમાં છે.આ વ્યક્તિ કાન પાસે ગણગણાટી કરતાં મચ્છર જેવા હોય છે. 
  
     શૂક્ષ્મ છેતરામણી પણ ઘાઢ સબંધને તોડવા પૂરતી હોય છે. હાથચાલાકીનો ઉપયોગ સકારાત્મક કાર્ય કરવા માટે થાય તો પરિણામ વિકાસપથ દર્શાવે છે પરંતુ કોઈપણ હાથચાલાકી ઓછાવત્તા સ્વરૂપે કોઇ વ્યક્તિના મનને ભીસી નાંખતી હોય છે.કોઈની લાગણીને દુઃખ પહોંચાડતી હોય છે. મનભંગ પણ એક પ્રકારની હિંસા છે અને દરેક હિંસાની સજા કુદરત દ્વારા પ્રાપ્ત થતી જ હોય છે.

 
                                                                                                                                 all images by google.com
 

                                                                                                           જૈમીન જોષી.

 


No comments:

Post a Comment

સીપીઆર શું છે ? ( What is CPR?)

  સીપીઆર શું છે ?  What is CPR?             વધતો જતો સ્ટ્રેસ અને અતિ વ્યસ્તતાના કારણે  આપણે પોતાના શરીર અને તેની રચના વિશે  અજાગૃત થઇ ગયા ...