Saturday, June 6, 2020

શ્વાસ ભલે છુટે કર્મ ન છૂટવું જોઈએ . (Karma should not be released even if the breath is released)



खस्य दुःखस्य न कोऽपि दाता परो ददातीति कुबुद्धिरेषा ।
अहं करोमीति वृथाभिमानः स्वकर्मसूत्रे ग्रथितो हि लोकः ॥



    આપણે આપણા જીવનને જડ સૂચનોથી ભરી દીધું છે.સત્ય અને અસત્યનો ભેદ પારખવા થોડી જાગૃતિ પૂરતી છે. વ્યક્તિ આખી  દુનિયાની શોધે છે પણ પોતાને શોધતો નથી. ન મેળવવાનું મેળવે છે અને મેળવવાનું ગુમાવે છે.આવશ્યકતાને જ જીવન મજી બેસે છે.નિર્બળતા અને સળતા વચ્ચે ભેદ એટલો જ છે કે એક ભઈથી ઘેરાયેલો તો બીજો ભઈ મુક્ત. નિર્બળતાનો સાથી ચિંતિત મન હોય છે.

      એક રાજા હતો.યુદ્ધમાં પારંગત,બુધ્હિશાળી અને નીડર  પણ તે તેના સેનાપતિને આધીન હતો.તેને પૂછ્યા વગર કોઈ યુદ્ધ મેદાનમાં પગ પણ ન મૂકે.એક દિવસ તેના સેનાપતિની સલાહથી મેદાનમાં યુદ્ધે ચડ્યો.બરાબર યુદ્ધ જામ્યું હતું. તેની સેના શત્રુ પર હાવી થઈ ચૂકી હતી. તે જોઈ રાજા વધુ ઉત્સાહમાં આવી ગયો અને શત્રુઓની સામે દોડી ગયો.એકલા હાથે શત્રુઓની માત આપી. ત્યાં અચાનક પાછળથી એક તલવારે  તેની પીઠ પર ઘા કર્યો.રાજાએ વળીને જોયું તો તે સેનાપતિ હતો.રાજા જમીન પર ફસડાઈ ગયો.શરીરના ઘા  કરતા મનના ઘા ઊંડા હતા.સેનાપતિએ કરેલ વિશ્વાસઘાતને તે સહી  ન શક્યો.તે મૃત્યુને ભેટવા માંગતો હતો પણ સામે આવતી સેનાને જોઈએ તેને ઊંડો શ્વાસ લીધો અને ફરી ઊભો થયો.  તેને છુટ્ટો ભાલો સેનાપતિ પર ફેકી છાતી વીંધી નાખી અને હાથમાંથી તલવાર લઈ તેનું માથું ધડથી અલગ કર્યું.બન્ને હાથમાં તલવાર લઈ રાજા શત્રુ પર તૂટી પડ્યો. રક્તથી તરબોળ શરીર અને વારંવાર લાગતાં જખમને લીધે મળતી પીડાને કારણે આક્રંદ કરવા લાગ્યો.વિશ્વાસઘાતી સેનાપતિની છબી મનમાં ઉપસી આવી શરીર કરતાં મન વધુ ઘવાયું.તે જોરજોરથી રડવા લાગ્યો અને જમીન પર પડ્યો,પાછો  ઊભો થયો અને બીજા શત્રુઓને પાડી દીધા.તમામ વિપરીત  પરિસ્થિતિ અને નજર સામે ઊભેલા યમરાજને  જોઈને પણ તેની બંને હાથે તલવાર ચલાવવાનું ન છોડયું.અંતે વિજય થયો અને આકાશ તરફ જોઈને જોર જોરથી હસવા લાગ્યો.

    આપણે પણ આપણા જીવનના રાજા છીએ.વિકટ પરિસ્થિતિ આવે અને જાય.મન સંતુલન ગુમાવે,દુર્બળ વિચારો મન પર હાવી થાય , વિશ્વાસઘાત થાય,મૂર્ખ બની એ કે છેતરાઇ જઈએ. પરિસ્થિતિ ગમે તે હોય પણ કાર્ય અર્થાત્ કર્મનો ત્યાગ ક્યારેય ન કરવો.પડવા,ઠસડાવવા,રડવા,બૂમો પાડવા,આક્રંદ કરવા,ભાગવા બધી છૂટ પણ આપણા હાથના કર્મની તલવાર ક્યારેય ન રોકાવી જોઈએ કારણ કે જ્યારે કોઈ સાથ નથી આપતું ત્યારે તમને તમારું કર્મ,તમારું કાર્ય સાથ આપે છે.આંખો ફાટી જાય શ્વાસ છુટવાની તૈયારીમાં હોય શરીર અને મન બંને છિદ્રિત થઈ ગયા હોય.મૃત્યુ દરવાજે ઊભી હોય પણ કર્મનો ત્યાગ ક્યારેય ન કરવો.જીવનઉર્જા તાજગી,ઉધમ,વેગ છે જે વ્યક્તિને સામર્થ્યવાન,આશાવાદી અને સામંત બનાવે છે.

        જૈમીન જોષી.


2 comments:

મકરસંક્રાંતિ: રાશિઓ પર અસર, વૈજ્ઞાનિક કારણો અને આધ્યાત્મિક મહત્વ(મકરસંકસંબંધી: (Mamkar Sankranti : Impact on controls, exchange and the importance of this chaptik)

  મકરસંક્રાંતિ: રાશિઓ પર અસર , વૈજ્ઞાનિક કારણો અને આધ્યાત્મિક મહત્વ:                    મકરસંક્રાંતિ એ માત્ર તહેવાર નથી , તે એક એવું સંક...