અંતરમન
લોકોને ટેવ છે વગર કારણે દુઃખી થવાનો, યાતના ભોગવવાનો, પીડાને સાથી બનાવવાનો. વિચારો સૌથી વધુ યાતના આપે છે. મનુષ્યનું ધારદાર હથિયાર છે તેના વિચારો. જે હંમેશા તેના અંતરમન દ્વારા પ્રગટ થતા હોય છે.
વાણી દ્વારા પારદર્શક પામતા વિચારો સામેના પક્ષને વિખેરી નાખવા પૂરતા હોય છે. વ્યક્તિ આત્માને સમજ્યાં વગર પરમાત્મા સુધી પહોંચવા માગે છે પણ તે હંમેશા છેતરાયો છે. ભૂતકાળના 'ભુત' સાથે પરમતત્વની શોધ અર્થે નીકળેલ વ્યક્તિ ઊંડી ખીણમાં ઠસડાય છે. વ્યક્તિનું કાર્ય તેના અંતરમન માંથી નીકળેલ વિચારના આધારે હોવા છતાં પણ તે તેને ઓળખી શકતો નથી. ખુલ્લી આંખે અને સરવા કાને જગતમાં આમતેમ વલખા મારનાર વ્યક્તિ ક્યારેય ભીતર નઝર શુદ્ધા કરતો નથી. જ્યારે ભાષા નહોતી ત્યારે પણ કોઈ હતું જે વ્યક્તિને યોગ્ય કાર્ય કરવા પ્રેરણા આપતું હતું ,આજે પણ છે. ખરેખર શારીરિક બંધ આંખો વિચારની આંખોને ખોલી દે છે.
તમે ક્યારેય ટિટોડી ને જોઈ છે? સમગ્ર ભારતમાં બારેમાસ જોવા મળતું આ પક્ષી નરમાદા દેખાવે સરખાં હોય છે. તેના પગમાં આગળની બાજુ જ આંગળાં હોય છે. પાછળ અંગૂઠો હોતો નથી તે ઝાડપાનની ડાળી પર પગની પકડ રાખી શકતું નથી. તેથી જ તે ખુલ્લી ભૂમિ ને સહેજ ખોતરીને ચારેબાજુ ગોઠવી માળો તૈયાર કરે છે. ભૂમિ પર દડબડ દોડીને, જરાક થોભીને આહાર ઉઠાવે છે. તે અન્ય પક્ષીઓની જેમ સંતાઈને માળા નથી બનાવી શકતું છતાં જ્યારે તેના ઉપર કોઈ મુશ્કેલી આવવાની હોય ત્યારે તેને ભઈનો અણસાર આવી જાય છે આવું અન્ય પ્રાણી સાથે પણ થતું હોય છે.
મહત્વની વાત એ છે કે શું માણસ આ અનુભવી શકે છે? હા, અંતરમન હંમેશા વ્યક્તિનો સાચો પથદર્શક હોય છે. અભણ અને અજ્ઞાની વ્યક્તિ પણ અંતરમનના સહારે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરતો હોય છે. મનુષ્યને ઊંડામાં ઊંડી ખીણમાંથી બહાર પથ દર્શાવનાર જે બેઠો છે તે જ અંતર મન, તે જ આત્મા, તે જ ઈશ્વર. ઉપયોગ હંમેશા વ્યક્તિનિર્ભર હોય છે.
મૂર્ખ વ્યક્તિના મન મોકળાં ના હોય.મૂઢતા વ્યક્તિને એક પકસી બનાવતું હોય છે.સ્વાર્થ માણસને એકલો કરી દેતી હોઈ છે.વૈચારિક મનુષ્ય આત્મ ચિંતન ધરાવતો હોય છે.પરમાત્માને ઓળખાતા પહેલા સ્વયંને ઓળખો.ભીતરની શક્તિ માનવને ક્યારેક વિશ્વાસઘાત નથી કરતી.જે સ્વયંને નથી ઓળખતો તે સંસારને ઓળખી શકતો નથી.નજર સમક્ષ હોય તેની કદર વ્યક્તિના સ્વભાવમાં નથી.કલ્પનામાં રચ્યોપચ્યો રહેનાર મૂર્ખ સ્વયંને દાને લગાવે છે.વ્યક્તિ જ્યાં સુધી સ્વધર્મને અનુસરવાનું બંધન ધરાવે છે ત્યાં સુધી તે ક્યારેય મુક્ત રહી શકતો નથી અને બંધન વ્યાકરીને સુખી કરી શકતું નથી પછી તે શારીરિક હોય કે વૈચારિક.કલ્પનાનો ઉદ્ભવ પણ ત્યારે જ શક્ય છે ત્યારે માણસનું અંતરમન તેને સાથ આપે છે.કલ્પના ખોટી હોય શકે છે પણ અંતરમન દ્વારા ઉત્પન થયેલો અવાજ વ્યક્તિને સત્યના માર્ગે પ્રયાણ કરાવતો હોય છે.કુટુ મન અંતરમનનો ભાગ હોતો નથી તે અધર્મી શિક્ષાનું તથા દૂષિતસમાજ દ્વારા ફેલાવેલ આચરણનું પરિણામ હોય છે. ટૂકમાં સમજીએ તો અંતરમન એ વૈચારિક સ્વતંત્રતા છે જે ઈશ્વર દ્વારા ભીતરથી બહાર આવે છે.
Classy 👌❤️
ReplyDelete