![]() |
crowd |
ટોળું શબ્દ જરા અટપટો છે. સંભવ છે કે તમે ક્યારેક ને ક્યારેક ટોળાનો ભાગ બન્યાં જ હશો. દરેક ટોળાનું પણ એક માથું કે માનસ હોતું જ હોય છે. એક જાહેર જગ્યાએ રસ્તા પર કે ફૂટપાથ પર થોડાક માણસોને એકઠા થયેલા જોઈને સ્વાભાવિક રીતે ડોકિયું કરવાનું મન થઇ જાય,પછી ધીમે ધીમે તેમાં સપડાવાં માંડીએ અને પછી જે દિશામાં ટોળું ખેંચાઈ તે દિશામાં આપણો પણ નાનો મોટો પ્રવાસ થઈ જાય.બે વ્યક્તિના ઝઘડામાં ક્યારેક આપણે પણ હાથ સાફ કર્યા હોય કે રસ્તામાં અકસ્માત થયેલ ટ્રકની થતી લૂંટમાં આપણે પણ બે-ચાર કોથળા લઈને જે મળ્યું તે આપણું તેવી ધારણા બાંધી ચોરીય કરી હોય તેવું એ બને. ભીડનો ભાગ બની લોકોને પથ્થર માર્યા હોય કે અજાણી વ્યક્તિને જાણી જોઈને બે લાતો વધારે મારી હોય એવું પણ બને.ક્યારેક પોતાના મનોરજંન અને ટાઈમપાસ માટે પણ ભીડનો ભાગ બની કોઈનો ભોગ લઈને ગર્વ અનુભવ્યો હોય તેવા કિસ્સાઓ તો બનતા જ હોય છે.
માનસશાસ્ત્રીઓ સૂચવે છે કે વ્યક્તિના વ્યક્તિગત અને આંતરિક વર્તનમાં જે સંસ્કાર, સમજણ અને ગંભીરતા ભર્યું શુદ્ધ ચરિત્ર જોવા મળે છે. તે ખરેખર ટોળાના વર્તનમાં એક ટકો પણ હોતું નથી.વ્યક્તિગત રીતે માનવી ભલે વિવેકી અને વિચારશીલ કે ગુણીયલ હોય પણ ભાવાવેશમાં ખેંચાઈને પરિણામની પરવા કર્યા વગરનું ખુલ્લેઆમ અવિચારી વર્તન કરતા સો વખત વિચાર કરે છે અને ભાગ્યે જ ગેરવર્તણૂક કરતો હોય છે, પરંતુ જ્યારે તે ટોળામાં અવિચારી, આવેશયુક્ત, સૂચનવશ કે ઘેલછામાં આવીને ઉશ્કેરાટ ભર્યું વર્તન કરી બેસે છે. ટોળામાં તમે ગમે તેટલા સાચા અને સારા પ્રવચનો આપો કે બરાડા પાડી પાડીને ગળાને ખેંચાઈ નખાવો છતાં તમારી વાત કોઈ સાંભળવા તૈયાર હોતું નથી.દરેક વ્યક્તિ પોતાના જ ઘોંઘાટ અને ઉશ્કેરાટથી ઘેરાયેલો હોય છે.ટોળના દરેક વ્યક્તિ સાચો અને સારો જ તેવું વાતાવરણ ધારી લેવાય છે.વ્યક્તિનું વ્યક્તિત્વ ટોળામાં ખંડિત થઈ જાય છે. સામાન્ય વાત પછી ચર્ચા પછી ઝગડો પછી મારામારી અને અંતે હિંસા અને પછી ગુનો. શિક્ષણ અને સંસ્કાર ધરાવતી વ્યક્તિ ટોળામાં હોય ત્યારે એક પણ સદગુણનો ઉપયોગ કરતી નથી. ઓછેવત્તે અંશે વ્યક્તિ ભાન ભૂલીને એક ભ્રમિત માનવીની જેમ મનફાવે તેમ વર્તે છે અને બુદ્ધિથી નહીં પણ આંધળી પ્રેરણાથી દોરવાઈ છે.
ટોળાના પ્રકાર વિશે નું વર્ગીકરણ પણ માનસશાસ્ત્રમાં જોવા મળે છે. સામાન્ય ભાષામાં ટોળું એટલે બજારમાં,ફૂટપાથ, મંદિરમાં, મેદાનમાં,ચર્ચમાં કે અન્ય ધાર્મિક સ્થળોમાં, જાહેર કાર્યક્રમોમાં
સામાન્ય રીતે વ્યક્તિ પોતાની અધુરી ઈચ્છાઓ, ગુસ્સો, પ્રેમ, સંવેદના, સપના અને લાગણીઓ સંજોગો વસાત પોતાની અંદર દબાવીને બેઠો હોય છે.નિયમો અને બંધનના કારણે મન પોતાની ઇચ્છા મુજબ વર્તન કરી શકાતું નથી પરંતુ જ્યારે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે વ્યક્તિના પોતાનામાં રહેલ ભાવનાઓ ગુસ્સો અને આક્રંદના સ્વરૂપે બહાર આવે છે.તમે બંધઓરડામાં તમારા શરીરને છૂટું મૂકી ઇચ્છા મુજબ વર્તન કરો અને પછી સ્વઅવલોકન કરો.તમે ધાર્યું પણ ન હોય તેમ તમારું શરીર વર્તન કરશે.જેમાં તમે નૃત્ય-સંગીત ,અટહાસ્ય કે રડવું જેવી ભાવનાઓ મહદંશે બહાર આવતી જોવાશે. આ કોઈ ગાંડપણ નથી પરંતુ તમારી ન જીવાંયેલી ઇચ્છાઓ નું પરિણામ છે જે અલગ-અલગ સ્વરૂપે બહાર આવે છે.
No comments:
Post a Comment