Friday, June 5, 2020

ચરિત્ર... એ વળી શું? (what else is character)

DOSCH DESIGN - DOSCH 2D Viz-Images: People - Office
what else is character...😃😃

 

ચરિત્ર... એ વળી શું?

      બદલાતી સંસ્કૃતિમાં એક બાબત કોમન છે. વિશ્વમાં કોઈ એવી વ્યક્તિ નથી જેને ટીકા ન કરી હોય કે ટીકાનો ભોગ ન બની હોય. વ્યક્તિવિકાસ અર્થે ટીકા પણ જરૂરી છે માટે યોગ્ય અભિવ્યક્તિ સાથે થયેલ ટીકા વ્યક્તિ પ્રગતિનું કારણ બને છે,પરંતુ મોટાભાગે  અયોગ્ય ટીપ્પણીઓ જ  બજારમાં મફતમાં વેચાતી હોય. જો વ્યક્તિ જાહેરમાં વાત કરે તો પણ ટીકા ન કરે તો પણ ટીકા... “જોયું કેવા શરમ વગરના છે, આજકાલના લોકોને જરાય મર્યાદા નથી” ત્યાં વ્યક્તિ વાત ન કરે તો “જોયું થોડી પણ સભ્યતા જેવું છે કે નહીં”તેવું કહેનાર વર્ગ પણ તૈયાર હોય છે.મોટા અવાજે થતી વાતોથી  આપણને કોઇ વાંધો નથી પરંતુ નીચા અવાજે થતા સંવાદને આપણે વખોડી નાખીએ છીએ. ખરેખર તકલીફ તો એ વાની હોય છે કે  બે વ્યક્તિ વચ્ચેના સંવાદના આપણે સાક્ષી ન બની શક્યા.જે વાત આપણે જાણતા હોઈએ તેને યોગ્ય જાહેર કરવાનો આપણને અધિકાર છે તેવું બળજબરી પૂર્વક ધારી અને માની લઈએ છીએ.
     એક આધેડ ઉંમરના વ્યક્તિને બધા વિશે મંતવ્ય આપવાની બહુ ટેવ. અડોશપડોશનામાં કોણ આવ્યું, કોણ ગયું ,ક્યાં ગયા, શું વાત કરી, કોના સાથે કરી તમામ બાબતની અપડેટ રાખે  નોકરીની જગ્યા એ પણ તેની સામે બે વ્યક્તિ ખુલ્લા મને વાત ન કરી શકે.દરેકને  શંકાથી જોવાની ટેવ પડી બધા તેમનાથી દૂર ભાગે એક દિવસ તેમના સાથી કર્મચારી તેમને પાઠ ભણાવવા નક્કી કર્યું.એક દિવસ તે તેના પુત્ર વિશે ગુણગાન ગાતા હતા કે તરત તેના સહ કર્મચારી કીધું માફ કરજો પણ શું તમેને ખરેખર લાગે છે કે આ દીકરો તમારો છે? મને તો તેના એક પણ લક્ષણ તમને મળતા હોય તેવું લાગતું નથી.નાક નકશો પણ મળતો નથી.પત્યું, આ વિચાર તે ભાઈમાં એટલો ઊંડો ઉતરી ગયો કે તેને ઘરે જઈને પત્ની સાથે ઝઘડો કરી નાખ્યો.બંનેએ અબોલા લીધા.તે સતત પત્ની સામે શંકાની નજરથી જોવા લાગ્યા.
     નકારાત્મક  વિચાર વ્યક્તિના  મૌલિક અને આંતરિક સામર્થ્ય ને હોમી નાખે છે. કોઈપણ વ્યક્તિના ચરિત્ર પર આંગળી ઉઠાવવાનો અર્થ છે કે પોતાના ચરિત્રનું પ્રદર્શન કરવું. શંકા અને કુવિચાર જે વ્યક્તિ માટે નીકળ્યો હોય તેના કરતાં તમારા જીવન પર વધુ અસર કરતો હોય છે. શારીરિક ચરિત્ર હોવું યોગ્ય છે પણ જરૂરી નથી.તેને અવગણી પણ શકાય. પણ વિચારોનું ચરિત્ર  ચોક્કસ શુદ્ધ હોવું જોઈએ.વિચારોની શક્તિના જાદુને ચરિત્ર કરવા આપણી માનસિક અભિગમની તાકાત સબળ હોવી જોઈએ.કોઈ વ્યક્તિ ક્યારેય ખરાબ હોતો નથી જ્યાં સુધી તે ગુનાહિત કાર્ય ના કરે, પણ ભૂલો અને સામાન્ય વર્તનને સમજવા આત્માનું શુદ્ધીકરણ  હોવું જરૂરી છે.માત્ર સમજનો ફેર અને વ્યક્તિ પોતાનું અને પારકું થઇ જતું હોઈ છે.કોઈ પણ સમજણ માટે વૈચારિક વૈભવ જરૂરી અને ફરજીયાત હોઈ છે.
  


                                                                                                                            જૈમીન જોષી. 

6 comments:

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...