Monday, June 15, 2020

'ડીપ્રેશન' -લાગણીઓ અને ઇચ્છાઓની આત્મહત્યા (Depression-Suicide of feelings and desires)

                     


                               'ડીપ્રેશન'
 
     વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા , આ સૌથી મોટા આંતરરાષ્ટ્રીય અભ્યાસનું તારણ એવું છે , કે સામાન્ય આરોગ્ય સેવાઓનો લાભ લેતા દર્દીઓ પૈકી , લગભગ ચોવીસ ટકા દર્દીઓ માનસિક સમસ્યાઓથી પીડાય છે , જ્યારે બીજા લગભગ નવ ટકા દર્દીઓ અભ્યાસમાં. નિદાન માટે જરૂરી એવી કક્ષામાં ન આવવા જેવી માનસિક સમસ્યાઓથી પીડાય છે ! આ માનસિક સમસ્યાઓમાં ડીપ્રેશન ' સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતી તકલીફ છે . ડીપ્રેશન ' ઉપરાંત , સમગ્ર વિશ્વના લોકો દ્વારા અનુભવાતી માનસિક તકલીફોમાં એન્ગઝાઈટી ડીસઑર્ડર્સ ’ , ‘ સોમેટોફોર્મ ડીસઑર્ડર્સ અને આલ્કોહોલ ( દારૂ ) ના વ્યસન સાથે સંકળાયેલી સમસ્યાઓ મુખ્ય છે , તેવું આ અભ્યાસ સ્પષ્ટપણે જણાવે છે .' એન્ગઝાઈટી ડીસઑર્ડર્સ અજંપો , ઉચાટ , ભય કે ગભરાટ જેવી લાગણીઓને મુખ્ય લક્ષણ તરીકે ધરાવતા માનસિક રોગોનો સમૂહ છે . સોમેટોફોર્મ ડીસઑર્ડર્સ એવાં શારીરિક લક્ષણો ધરાવતા માનસિક રોગોનો સમૂહ છે , કે જેમાં દર્દી દ્વારા અનુભવાતાં વિવિધ શારીરિક લક્ષણો પાછળ , કોઈ પણ શારીરિક કારણ જવાબદાર ન હોય અથવા દર્દીને અનુભવાતી શારીરિક કારણના સંદર્ભમાં ખૂબ વધુ તકલીફોના પ્રમાણમાં હોય . 'અત્યારે આ બીમારી પ્રથમ ક્રમે છે.
     હતાશા એ મૂડ ડિસઓર્ડર છે કે જે ઉદાસીની સતત લાગણી અને રસ ગુમાવવાનું કારણ બને છે. તેને મેજર 'ડિપ્રેસિવ ડિસઓર્ડર' અથવા 'ક્લિનિકલ ડિપ્રેશન' પણ કહેવામાં આવે છે. તે તમને કેવું લાગે છે વિચારે છે અને વધે છે તેની અસર કરે છે અને વિવિધ પ્રકારની ભાવનાત્મક અને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે.
    'ડીપ્રેશન' શબ્દ થી સૌ કોઇ પરિચિત છે. સામાન્ય રીતે મનની હતાશાજનક અથવા નકારાત્મક સ્થિતિને તબીબી વિજ્ઞાન 'ડીપ્રેસનના' નામથી ઓળખાવે છે. ડીપ્રેશન એ મનની સ્થિતિને લગતો એક માનસિક રોગ છે જેનાથી મોટા મોટા મહાનુભાવો પણ નથી બચી શક્યા. આત્મહત્યા દ્વારા જીવનનો અણધાર્યો કપરો અંત લાવનાર દર દશ વ્યક્તિએ નવ વ્યક્તિ આ રોગના સકંજામાં જોવા મળ્યા છે.વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વેક્ષણ આંકડાઓ જોતાં આવનારા વર્ષોમાં માનવતાને રીબાવનારા અને મૃત્યુ તથા ગુનાઓ માટે જવાબદાર રોગોની યાદીમાં ડિપ્રેશન બીજા ક્રમે છે એવું વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ જણાવે છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ ડિપ્રેશન એક જૈવિક રોગ છે.જેની સાથે ઘણા બધા જીવ,વિચારો અને વર્તનની પદ્ધતિઓ શારીરિક બીમારીઓ,વારસાગત પરિબળો, માનસિક તણાવ,રાસાયણિક પરિબળો,અંતઃસ્ત્રાવો તથા કેટલીક દવાઓ વગેરે વધતે ઓછે અંશે સંકળાયેલા જોવા મળે છે. 'ડીપ્રેશન' એ મનની નબળાઈ નથી પરંતુ ચોક્કસ લક્ષણો ધરાવતો એક રોગ છે.
     ડીપ્રેશનના લક્ષણો માં મુખ્યત્વે મનની સતત ઉદાસતા, ઊંઘ ન આવવી અથવા વધુ પડતી ઊંઘ આવવી, ભૂખ ન લાગવી અથવા વધુ પડતી ભૂખ લાગવી, વજન માં ફેરફાર થવો, આનંદ-ઉત્સાહ ઓછા જણાય. હતાશા-નિરાશા અને લાગણીથી સતત પીડાયા કરવું, નકારાત્મક વિચારોથી પીડાવું, આત્મવિશ્વાસની ઉણપ, નિ:સહાયતા અનુભવી, કોઈની સાથે વાત કરવાનું કે કામ કરવાનું મન ન
થવું
, યાદશક્તિ ઓછી થઈ જવી, વારંવાર ગુસ્સે થઇ, જવું મરી જવાના કે આત્મહત્યા કરવાના વિચારો આવવા વગેરેનો સમાવેશ થાય છે.'ડીપ્રેશન' થવાની શક્યતા ધરાવતી વ્યક્તિઓ પોતાની જાત પ્રત્યે દુનિયા, વિશે અને ભવિષ્ય અંગે નકારાત્મક વલણ ધરાવતી હોય છે. તેઓ પોતાની જાતને અનીચ્છનીય,અધુરી. ખામીવાળી અને નકામી ગણતા હોય છે. કોઈપણ વ્યક્તિ ગમે તે ઉંમર તથા ગમે ત્યારે ડિપ્રેશનના રોગનો શિકાર બની શકે છે પરંતુ નકારાત્મક વિચારસરણી અને વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિને ડીપ્રેશન થવાની શક્યતા અન્યની સરખામણીએ વધુ રહે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં ડીપ્રેશનનું પ્રમાણ બમણું જોવા મળ્યું છે.
     દરેક વ્યક્તિ ઓછા વત્તા પ્રમાણમાં માનસિક બીમારીનો શિકાર બનતો જ હોય છે. કોઈપણ આવેગની વધુ પડતી હાજરી માનસિક બીમારીઓનું સામાન્ય લક્ષણ છે.વારંવાર હાથના નખ ખાવા,વારંવાર હાથ ધોવા,હરતા ફરતા ખોરાક ખાવો (મનની ભૂખ),એકલા એકલા બાબડાટ કરવો,કારણ વગર હસવું કે ચિડાઇ જવું,કારણ વગર શંકાઓ કરવી,ગુસ્સામાં માથું પછાડવું,કોઈને મારવું કે પોતાને હાનિ પોહચાડવી,અતિશય પ્રેમ કરવો,સતત કોઈના માટે ઝંખવું,ગોળ ગોળ આટા મારવા,ગુસ્સામાં વસ્તુઓ પછાડવી,એકદમ ઉત્સાહમાં આવી જવું કે નિરાશ થઈ જવું ,કોઈના અડવાથી ચીડ થઈ જવીકે કોઈના હાથનું પાણીના પીવું,દરેક વાતે સંઘર્સમાં ઊતરવું વગેરે રોજિંદા જીવનનાં સામાન્ય લાક્ષણો છે પણ  વ્યક્તિ એકદમ આવેશમાં આવીને વગર વિચાર્યે પોતાની જાતને ખતમ કરવાનો નિર્ણય લઈને આત્મહત્યાનો પ્રયત્ન કરી બેસે છે(કે પછી કોઈનું ખૂન કરી નાખે). જેને 'આવેગાત્મક આત્મહત્યા' કહેવામાં આવે છે. દરેક વ્યક્તિને સામાન્ય રીતે આત્મહત્યાના વિચારો આવતા જ હોય છે. 'આત્મહત્યા' એ સાચા અર્થમાં વ્યક્તિના 'સુષુપ્ત'
મનમાંથી ઉઠતો મદદનો પોકાર છે. જો એ સમયસર સાંભળવામાં આવે અને તે પરત્વે તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તો આપણે એક જીવન બચાવી શકીએ છીએ.
     આત્મહત્યા કરી શકે તેવી શક્યતા ધરાવતી વ્યક્તિ અન્યની સરખામણીએ પોચા મનના હોય છે. તે વધુ પડતી લાગણી, ચિંતા, નિષ્ફળતા, પ્રેમમાં નિષ્ફળતા,અભ્યાસમાં નિષ્ફળતા,અત્યંત સફળતા પછી મળેલ એકલતા, વારંવાર સ્વયં સાથે થતી છેતરપિંડી, આઘાત, અપૂર્ણ ઈચ્છા, લગ્નજીવનમાં ભંગાણ, આર્થિક ફટકો અને તેને  લીધે આવેલ દુઃખ, એકલતા, લાંબા સમયથી સંગ્રહી રાખેલો ક્રોધ વગેરે જવાબદાર હોય છે.
     જીવનની નબળી પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિ અન્ય વ્યક્તિની સહાયતા, સાથ અને સહાનુભૂતિ ભર્યું વલણ ઈચ્છે છે. એકલતાની ભાવનાને દૂર કરવા પ્રયત્ન કરવામાં આવે તો ડીપ્રેશનમાંથી બહાર નીકળી શકાય છે. યોગ્ય સમયે સારવાર મળે તો વ્યક્તિ મોટી તકલીફમાંથી બહાર પણ આવી શકે છે.ઘણી વખત આત્મહત્યા કરનાર વ્યક્તિ અગાઉથી જાણે-અજાણે તે વિષે અન્યને જણાવતો હોય છે
પણ તેને લાગણી તથા સંવેદના અને અજ્ઞાનતાને કારણે અવગણવામાં આવે છે. પરિણામે વ્યક્તિ અંદરોઅંદર ગુટાંયાં કરે છે.તેના મનમાં જ આંતરિક સંઘર્ષ ચાલતો હોય છે.આત્મહત્યાના વિચારો ધરાવનાર વ્યક્તિને ક્યારેય પડકાર કે કડક શબ્દોથી અથવા ડરાવી ધમકાવીને તેના મન પર કાબૂ લેવાનો ક્યારે પ્રયત્ન ન કરવો. તેને એકલો પણ ન છોડવો. તેના પ્રશ્નોને માત્ર સાંભળી લેવાથી પણ આત્મહત્યાનો નિર્ણય નબળો પડે છે. ડીપ્રેશનથી પીડાતી વ્યક્તિનો સ્વયં પર કાબુ નથી હોતો માટે સમયસર સાંભળવામાં આવે એકતે  
અંગે તત્કાલીલ પગલાં લેવામાં આવે તો એક વ્યક્તિનું જીવન  ચોક્કસપણે બચાવી શકાય.
     નકારાત્મક વિચારોની મનની સાથે શારીરીક અસરો પણ થતી જોવા મળે છે. જેમાં કેલ્શિયમના સમતોલપણું ખોરવાવું, ચિંતાની શરદી, થાઇરોડ, ડાયાબિટીસ, માથાનો દુખાવો, એસિડિટી, અલ્સર, દાંતનો સડો, ચેહરાનો દેખાવ, અનિંદ્રા,લિવર અને ફેફસાંના રોગ વગેરે થતાં હોય છે. અન્ય લક્ષણો કરતાં માથાનો દુખાવો, એસિડિટી કે અલ્સર વધુ પ્રમાણમાં સામાન્ય લક્ષણ છે. આ તમામ બીમારી માટે નકારાત્મક વિચાર અથવા ચિંતા જવાબદાર છે.
     જે વ્યક્તિ પોતાના મન પર યોગ્ય કાબૂ નથી ધરાવતી તેના વિચારો લાગણીઓ સંવેદનાઓ કે વર્તન પણ અન્ય વ્યક્તિઓ પરિસ્થિતિઓ કે ઘટનાઓ કબજો જમાવે છે.તેનું મન આ વ્યક્તિઓની સંજોગો કે ઘટનાઓનું ગુલામ છે.પ્રત્યેક વ્યક્તિ ક્યારેક તો પોતાના મનની માલિક હોય છે પણ જ્યારે રોજિંદા જીવનમાં ઉત્પન્ન થતી સમસ્યાઓ ને લીધે માનસિક રીતે અશાંત અને તણાવગ્રસ્ત રહેતી આવેગમાં આવીને ન કરવાનું કરી બેસતી અનેક વ્યક્તિઓ છે.
Anushka sharma  
Shushantshih rajput

Manisha koirala
     લેડી ગાગા, માઇકલ ફેલ્પ્સ,ક્રીસ્ટર્ન બેલ, રોબિન વિલિયમ્સ,ચર્ચિત ,લિંકન. ગુરુ દત્ત,મીનાકુમારી,પરવીન બાબી,(બૉલીવુડની સફળ અભિનેત્રી જેને 50 થી વધુ મૂવીસ માં કામ કર્યું હતું.તેની બોડી 3 દિવસ પછી પોલીસને મળી હતી) શાહરૂખ ખાન,અનુષ્કા શર્મા,શાહીન ભટ્ટ,દીપિકા પાદુકોણ,અમિતાભ બચ્ચન,મનીષા





  
Parveen babi
Shaheen bhatt

Virat kohli
Dipika padukon
Amitabh bachchan

Karan johar

Shahruk khan


Mina kumari


Guru dutt

 Abraham lincoln

Robin williams
Christian bale

Maikal felps

Lady gaga

કોઈરાલા,વિરાટ કોહલી,કરણ જોહર જેવા મહાનુભાવો પણ આ રોગથી પીડાઇ ચૂક્યા છે. તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂતે પણ ડીપ્રેશનમાં આત્મહત્યા કરી આ માત્ર એક ઉદાહરણ નથી. હતાશાના અંધકારમાં ખોવાયેલ વ્યક્તિ ગમે તે હદે જઈ શકે છે. આ રસ્તે ભલભલા ભોમિયા પણ રસ્તા ભૂલે છે.
    'ડીપ્રેશન' આમ તો એક સામાન્ય બીમારી પણ કહી શકાય.જીવનમાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તેનો ભોગ બનવું પડે છે,પરંતુ યોગ્ય પરિશ્રમ અને હકારાત્મક વિચારધારા તથા યોગ્ય વલણ દ્વારા તેમાંથી બહાર આવી શકાય છે.તેની યોગ્ય સારવાર પણ મેળવી શકાય છે.પ્રેમ અને કરુણાથી વ્યક્તિને તેમાથી બહાર પણ લાવી શકાય છે.અયોગ્ય વર્તન કે અપમાન કરવાની વૃતિ કે કોઈને દુ:ખી કરવાની આદત સામેની વ્યક્તિના આત્મવિશ્વાસ,પ્રેમ,કરુણા,દયા કે સમાજ માટે કઈ કાર્ય કરવાની વૃતિને ખતમ કરી નાખે છે.સમાજના કેટલાક જડ મનોવૃતિ ધરાવનાર વ્યક્તિના ઘેલછા,ઉધ્ધત તથા સ્વાર્થી વર્તનની સજા ભોળા,નિર્દોષ અને કોમળ વ્યક્તિને ભોગવી પડતી હોય છે જે હમેશા અયોગ્ય જ છે.    
     સંસારની કોઈપણ કઠિન પરિસ્થિતિ પોતાના જીવથી તથા જીવનથી વધુ મહત્વની હોતી નથી માટે તેનો સામનો કરી, લડી યોગ્ય મનોબળ ધરાવી તેને હરાવી શકાય છે. પોતાની પડખે પોતે જ રહેવું પડતું હોય છે આવી માનસિકતા વ્યક્તિને ફાઇટર બનાવી દે છે. યાદ રાખો દરેક બીમારીઓનો ઈલાજ શક્ય હોય છે તેમાંથી બહાર પણ આવી શકાય છે,જો વ્યક્તિ હકારાત્મક વિચારો તથા પરિશ્રમને પોતાનો સાથી બનાવીને ચાલે તો. જીવન જીવવામાં મજા છે તેને માણતા કેળવવાંવું પડે.

                                                     
                                                         all image  by google.com

                                                                                                 જૈમીન જોષી.

No comments:

Post a Comment

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...