Friday, March 15, 2024

વડાપ્રધાન મોદીજી દ્વારા “નેશનલ ક્રિયેટર અવોર્ડ-૨૦૨૪” શું છે ? (What is “National Creator Award-2024” by Prime Minister Modi?)

 


national creators award 2024 nominees list

   ભારત સરકાર એટલે કે વર્તમાન BJP સરકારના લાડીલા વડા અને આપણા વર્તમાન વડાપ્રધાન સન્માનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અત્યારે એક કાર્યક્રમ થઇ ગયો જેમાં તેમને સોસીયલ મીડિયા ઇન્ફુએન્સરને અવોર્ડ આપ્યા. “નેશનલ ક્રિયેટર અવોર્ડ-૨૦૨૪”
 
   આ અવોર્ડ કોને મળે છે અને કેમ તેવો પ્રશ્ન થાય તે સહજ છે. નેશનલ ક્રિએટર્સ એવોર્ડ એ વાર્તા કહેવા, સામાજિક પરિવર્તનની હિમાયત, પર્યાવરણીય ટકાઉપણું,  શિક્ષણ,  ગેમિંગ સહિત સમગ્ર ડોમેન્સમાં શ્રેષ્ઠતા અને પ્રભાવને ઓળખવાનો પ્રયાસ છે.

   વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પ્રથમવાર રાષ્ટ્રીય નિર્માતા પુરસ્કાર પ્રદાન થયો. આ પ્રસંગે તેમણે ત્યાં ઉપસ્થિત સભાને પણ સંબોધિત કર્યા. એવોર્ડ એ વાર્તા કહેવા, સામાજિક પરિવર્તનની હિમાયત, પર્યાવરણીય ટકાઉપણું,  શિક્ષણ,  ગેમિંગ સહિત સમગ્ર ડોમેન્સમાં શ્રેષ્ઠતા અને પ્રભાવને ઓળખવાનો અને તેમને આગળ વધારવાનો હેતુ છે. હવેનું ભારત ડીઝીટલ ભારત થઇ ગયું. ભારતમાં તેવા તેવા ભેજાભાજ ભર્યા છે કે ન પૂછો. સર્જન અને કલા ક્ષેત્રે હમેશાં ભારત અગ્રણી રહ્યો છે. હવે સોસીયલ મીડિયાના માધ્યમથી લોકો ભાત ભાતનું કંટેન પીરસી રહ્યા છે.

   પુરસ્કારમાં 1.5 લાખથી વધુ નામાંકન અને લગભગ 10 લાખ મતો સાથે અપાર જાહેર જોડાણ જોવા મળ્યું છે. સકારાત્મક પરિવર્તન લાવવા માટે સર્જનાત્મકતાનો ઉપયોગ કરવા માટે આ એવોર્ડની કલ્પના લોન્ચ-પેડ તરીકે કરવામાં આવી છે. રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર અનુકરણીય જાહેર જોડાણનો સાક્ષી છે. પ્રથમ રાઉન્ડમાં 20 વિવિધ કેટેગરીમાં 1.5 લાખથી વધુ નોમિનેશન પ્રાપ્ત થયા હતા.

   વોટિંગ રાઉન્ડમાં, વિવિધ એવોર્ડ કેટેગરીમાં ડિજિટલ સર્જકો માટે લગભગ 10 લાખ મત પડ્યા હતા. આ પછી, ત્રણ આંતરરાષ્ટ્રીય સર્જકો સહિત 23 વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા.
  
   શ્રેષ્ઠ વાર્તાકારના એવોર્ડ સહિત વીસ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે. ધ ડિસપ્ટર ઓફ ધ યર, સેલિબ્રિટી ક્રિએટર ઓફ ધ યર, ગ્રીન ચેમ્પિયન એવોર્ડ બેસ્ટ ક્રિએટર ફોર સોશિયલ ચેન્જ,  મોસ્ટ ઈમ્પેક્ટફુલ એગ્રી ક્રિએટર,  કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર,  ઈન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ, બેસ્ટ ટ્રાવેલ ક્રિએટર એવોર્ડ,  સ્વચ્છતા એમ્બેસેડર એવોર્ડ,  ધ ન્યૂ ઈન્ડિયા ચેમ્પિયન એવોર્ડ,  ટેક ક્રિએટર એવોર્ડ, હેરિટેજ ફેશન આઇકોન એવોર્ડ, મોસ્ટ ક્રિએટિવ ક્રિએટર (પુરુષ અને સ્ત્રી),  ફૂડ કેટેગરીમાં બેસ્ટ ક્રિએટર, એજ્યુકેશન કેટેગરીમાં બેસ્ટ ક્રિએટર,  ગેમિંગ કેટેગરીમાં બેસ્ટ ક્રિએટર,  બેસ્ટ માઇક્રો ક્રિએટર,  બેસ્ટ નેનો ક્રિએટર, બેસ્ટ હેલ્થ અને ફિટનેસ ક્રિએટર .

national creators award 2024 nominees list image


  • રાષ્ટ્રીય નિર્માતા પુરસ્કાર 2024 ના વિજેતાઓની સૂચિ:
નીચે નેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ 2024 ના વિજેતાઓની યાદી છે.
 
  • ન્યૂ ઈન્ડિયા ચેમ્પિયન એવોર્ડ: અભિ અને નિયુ

  • શ્રેષ્ઠ વાર્તાકાર પુરસ્કાર: કીર્તિકા ગોવિંદસામી (કીર્તિ ઇતિહાસ)

  • ડિસપ્ટર ઓફ ધ યર એવોર્ડઃ રણવીર અલ્લાહબડિયા

  • ગ્રીન ચેમ્પિયન એવોર્ડ: કુ. પંકતિ પાંડે

  • બેસ્ટ ક્રિએટિવ ફોર સોશિયલ ચેન્જ એવોર્ડઃ જયા કિશોરી (આધુનિક સમયની મીરા)

  • મોસ્ટ ઇમ્પેક્ટફુલ એગ્રી ક્રિએટર એવોર્ડ: લક્ષ્ય દબાસ

  • કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર એવોર્ડઃ મૈથિલી ઠાકુર

  • શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય સર્જક પુરસ્કાર: ડ્રુ હિક્સ, કિરી પોલ, કેસાન્ડ્રા મે સ્પિટમેન

  • બેસ્ટ ટ્રાવેલ ક્રિએટર એવોર્ડઃ કામિયા જાની (કર્લી ટેલ્સ)

  • ટેક ક્રિએટર એવોર્ડ: ગૌરવ ચૌધરી (ટેકનિકલ ગુરુજી)

  • સ્વચ્છતા એમ્બેસેડર એવોર્ડ: મલ્હાર કલમ્બે

  • હેરિટેજ ફેશન આઇકોન એવોર્ડઃ જાહ્નવી સિંહ

  • શ્રેષ્ઠ સર્જનાત્મક સર્જક સ્ત્રી પુરસ્કાર: શ્રદ્ધા

  • શ્રેષ્ઠ સર્જનાત્મક સર્જક - પુરૂષ પુરસ્કાર: આરજે રૌનક

  • ફૂડ કેટેગરીમાં બેસ્ટ ક્રિએટર એવોર્ડઃ કબિતાઝ કિચન

  • શિક્ષણ શ્રેણીમાં શ્રેષ્ઠ સર્જક પુરસ્કાર: નમન દેશમુખ

  • બેસ્ટ હેલ્થ એન્ડ ફિટનેસ ક્રિએટર એવોર્ડઃ અંકિત બૈયનપુરિયા

  • ગેમિંગ ક્રિએટર એવોર્ડ: નિશ્ચય (ટ્રિગર ઇન્સાન)

  • બેસ્ટ માઈક્રો ક્રિએટર એવોર્ડઃ અરિદમન

  • શ્રેષ્ઠ નેનો સર્જક એવોર્ડઃ પીયૂષ પુરોહિત

  • શ્રેષ્ઠ સેલિબ્રિટી સર્જક એવોર્ડ: અમન ગુપ્તા (બોટના સ્થાપક અને સીઈઓ)


   તો આ બધું ક્રિએટર્સ એવોર્ડ 2024 વિશે હતું. ભારતીય કન્ટેન્ટ સર્જકોની મહેનતને ઓળખવા અને તેનું સન્માન કરવા માટે સરકાર તરફથી આ એક સકારાત્મક પગલું હતું. આવનારા વધુ સમય સાથે આ પ્રથમ આવૃત્તિ હતી.
 
   આ  પ્રથમ વખત છે જ્યારે ભારત સરકારે સોશિયલ મીડિયા સર્જકોને તેમના પ્રયાસો માટે સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. નેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ 2024 નો ઉદ્દેશ્ય ભારતને ડિજિટાઇઝેશન તરફ આગળ વધારવા માટે આ સર્જકોના પ્રયાસોને માન્યતા આપવાનો છે. હાલમાં સામગ્રી બનાવવાનો ઉદ્યોગ એક અબજ ડોલરનો ઉદ્યોગ છે જે ઝડપથી વધી રહ્યો છે અને આ સર્જકોનો આમાં મોટો હાથ હતો. તેઓ સામાજિક પરિવર્તન અને વૃદ્ધિના મહાન ઉત્પ્રેરક છે. તેથી આ પુરસ્કાર તમામ ભારતીય સર્જકો માટે એક વિશાળ પ્રેરણા બની ગયો છે.


જૈમિન જોષી. 

Tuesday, March 12, 2024

શામળાજીના મેળે (Shamlaji fair)

  •  શામળાજી મંદિર ક્યાં આવેલું છે અને તેના મેળાનું શું મહત્વ છે?



Shamlaji Temple




                               

 ભારતદેશ એ વિવિધતાનો દેશ છે. ભારતમાં રહેતા પ્રજાજનોની એક આગવી શૈલી છે. આવી જ વિવિધતા સાથે જીવતી પ્રજામાં એક એવી જાતિ જે મેળામાં નૃત્ય કરીને આનંદ માણતી હોય.આપણે ગણા લોકગીતો સાંભળ્યાં હશે તેમનું એક શામાંલાજીનના મેળે રણઝણિયુંને પેંજણિયું વાગે તે ન સાંભળ્યું હોય તેવું તો ના જ બને. ઢોલ વગાડીને નાચતાં ગાતાં આદિવાસી જોડકાં જોવાનો લ્હાવો લેવા આપણે શામળાજીના મેળે જવું પડે. ગુજરાતમાં શ્રીકૃષ્ણ કે વિષ્ણુનાં મંદિરોવાળાં તીર્થોમાં દ્વારકા, ડાકોર અને શામળાજી મુખ્ય ગણાય. આ ત્રણેયમાં સાબરકાંઠાના ગિરિવનવાસીઓના પ્રિય કાળિયા દેવશામળાજીમાંનું ચતુર્ભુજ વિષ્ણુનું મંદિર શિલ્પસૌંદર્ય બાબતે અસાધારણ અને જોવા યોગ્ય છે. મંદિરને ડુંગરો, જંગલો અને મેશ્વો નદીના તટસૌંદર્ય જેવી પાર્શ્વભૂમિનો પ્રાકૃતિક લાભ મળ્યો છે. વળી જલાગાર જેવો દેખાતો મેશ્વોબંધ અહીંના સ્થાનસૌંદર્યમાં ઉમેરો કરે છે.

   ગુજરાત-રાજસ્થાનની સરહદે આવેલું શામળાજી હિંમતનગરથી ઉદેપુર રેલવે લાઇનથી ૪૬ કિ.મી.ના અંતરે છે. દર પૂનમે અને કારતક મહિનામાં પ્રતિવર્ષ ભરાતા શામળાજીના મેળે આદિવાસીઓના ઉમંગની રણઝણિયું અને પ્રેમની પેંજણિયું વાગતી રહે છે.

   ગુજરાતમાં પંદરમી સદી પછી નિર્માણ થયેલાં મંદિરોમાં શામળાજીની શિલ્પશૈલી સૌથી વધુ કલાત્મક અને સુંદર હોવાનું મનાય છે. એ મંદિરનો જીર્ણોદ્ધાર કરતી વેળાએ પણ મંદિરના પુરાણા સ્વરૂપ અને સુંદરતાને સંભાળી રાખવાની સભાનતા રખાઈ છે. ઉત્તરાભિમુખ મંદિરની જગતીનો ભાગ વિશાળ છે ગજધર અને તોરણ સહિતના પ્રવેશદ્વારની સામેના સભાખંડ સમક્ષ દેવમૂર્તિ સ્થાપન થયેલી છે. ગદાધર મૂર્તિએ જાણે ડાકોરના ઠાકોર (રણછોડજી)નું સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગે. સવા પાંચ ફૂટ ઊંચી અને કાળા આરસમાંથી બનાવેલી આ ચતુર્ભુજ વિષ્ણુ પ્રતિમાની સમક્ષ અંજલિમુદ્રામાં ઊભેલા માનવાકૃતિ ગરુડજીનું રૂપ પણ અત્યંત મનોહારી છે.

Samlaji melo


   શામળાજી ઐતિહાસિક અસ્મિતા ધરાવતું સ્થળ છે. મેવાડની ધાર પર વસેલા આ સ્થાનની આજુબાજુ નાનાં-મોટાં દેવાલયોના અગણિત અવશેષો નજરે પડે છે. જેમાં હરિશ્ચંદ્રની ચોરી, ત્રિલોકીનાથ, કાશીવિશ્વનાથ અને રણછોડરાયજી તથા કર્માબાઈ તળાવ વગેરેથી ઇતિહાસના વારસાની ઝાંખી થઈ રહે છે. ગ્રામ્યપ્રજામાં કળશી છોકરાંની મા' તરીકે ઓળખાતી અને જેની મુકુટરૂપ પરિક્રમામાં ચોવીસ અવતારોની કોતરણી થયેલી છે તે મહાવિષ્ણુની મૂર્તિ સૌથી વધુ નોંધપાત્ર કહેવાય. અહીં બૌદ્ધકાળના અવશેષ દર્શાવતાં નાનાં મોટાં અને ઈંટેરી સ્તૂપ આ સ્થાનને બુદ્ધયુગનું મહત્ત્વનું કેન્દ્ર હોવાનું પણ સૂચવે છે.

 

   આદિવાસી વિસ્તારના વિકાસ માટે અહીં કેળવણી સંસ્થાઓ, સુંદર આશ્રમશાળાનું નિર્માણ થયેલું છે. મેશ્વો નદી પરનો બંધ બે ડુંગરની વચાળે બંધાયો છે. હરણ ઝડપે ધસી આવતી નદીને ડુંગર વચ્ચે ઘેરી લઈને જાણે સરોવર સ્વરૂપ ધારણ કરવાની ફરજ પડાઈ. સરોવરની સીમામાં બંધાયેલ નિર્મળ જળ મનને શીતળતા પ્રદાન કરે છે.પ્રલંબ જળરાશીમાં હોડકાં તરતાં હોય એ દ્રશ્ય રમણીયતા વધારે છે. કિનારા તરફ આવતી જળલહરીઓદિલને ટાઢકથી તરબોળ કરે છે.

   મંદિરથી પૂર્વ તરફના પરિસરમાં થોડી મુસ્લિમ વસતી રહે છે. ઉત્તરે આદિવાસી વિસ્તાર અને પશ્ચિમ તરફ પાણી-પુરવઠા, સિંચાઈ ખાતું અને વિશ્રામગૃહ જેવા મકાનો છે.

   હાલનું મંદિર જૂની-નવી શિલ્પ-કળાની સંગમ રૂપ ધરીને લોકશ્રદ્ધાનું સ્થાનક બન્યું છે. અગાઉ આ મંદિર હરિશ્ચંદ્રની ચોરીના નામે ઓળખાતું. તેના પ્રવેશદ્વાર પરનું તોરણ ગુજરાતનાં મંદિર તોરણોમાં સૌથી પ્રાચીન ગણાયું છે. કમાનનો ટોચ ભાગ જેનો નષ્ટ થયેલ છે તેવું આ તોરણ હાલ ૧૧ ફૂટ જેટલું ઊંચું છે.

  • શામળાજી કઈ રીતે પહોચવું?

   શામળાજીના મેળે પહોંચવા નજીકનું મોટું રેલવે સ્ટેશન હિંમતનગર છે. ત્યાંથી ૪૬ કિ.મી. દૂર શામળાજી આવેલું છે. અમદાવાદથી મોટર માર્ગે જતાં ૧૨૦ કિ.મી.નું અંતર કાપી શામળાજી પહોંચી શકાય. કારતકી પૂનમે પદયાત્રીઓ, જે દક્ષિણ કે મધ્યગુજરાત અથવા મુંબઈ તરફથી આવતા હોય તે નડિયાદ પર થઈને મોડાસાના રસ્તેથી પહોંચી શકે. પ્રાંતિજ હિંમતનગરનો રસ્તો થોડો લાંબો પડે. શામળાજીની મૂર્તિ આશરે બે હજાર વરસ જેટલી પ્રાચીન હશે એવું ત્યાંના વડીલો કહે છે. અહીં ગજથર અને નરથરના ઉપરના ભાગે કંડારાયેલી કેટલીક મૂર્તિઓનાં શિલ્પ કલાત્મક અને મિથુન પ્રકારનાં છે. નરસિંહ મહેતાના વાણોતર બનીને દામોદર શેઠ સ્વરૂપે આવેલા શામળાજી ઉપર આજે પણ શ્રદ્ધાળુઓને ભારે ભરોસો છે. એક વડીલને મેં દરરોજ સવારે ગાતાં સાંભળ્યા છે તારો ભરોસો મને ભારી વ્હાલા શામળા.'

{(source:યાત્રા –પર્વ)copy વાડીભાઈ જોશી}                        

જૈમિન જોષી.


Wednesday, February 28, 2024

સુખના ભોગે શું પ્રાપ્ત કરશો ? (What will you get for happiness?)

  •  જીવનમાં કઈ પણ નિશ્ચિત હોય તો તે છે મૃત્યુ... બાકી બધું અનિશ્ચિત...


happy life quotes image


    માણસ કાં તો ભૂતકાળને વાગોળે છે કાં તો ભવિષ્યમાં ચગદોળાય જાય છે. હું પોતે ક્યારેક વિચારું છું કે જીવન જયારે વાન્જીયા સપના જોવે ત્યારે તેના પરિણામોને સંતાન કહી શકાય? તેમ છતાં મારી આંખો વર્તમાનની ક્ષણની કાયમ સાક્ષી રહી છે. જોવું અને જીવવું બંનેમાં ઘણો ફર્ક છે. અઢળક ધન સંપતિ હોવા છતાં સંતાનો અને શાંતિ બંને માટે વલખા મારતા લોકોને મે મારી દ્રષ્ટીએ નિહાળ્યા છે. માણસ કેટલો નિર્દય થઈ શકે કેટલો એહસાન ફરામોસ થઇ શકે તેના જીવંત ચહેરા આજે પણ મારી દ્રષ્ટી સામે ફરતા રહ્યા છે. ઘણાં લોકોને તો અંત સુધી ખબર નથી પડતી કે તે પોતે જેની સાથે ઉઠે બેસે છે તે ક્યારે તેમની પીઢ ઉપર છરીનો ઘા કરી ગયો. માછલા પકડનારની ઝાળ તેટલી તો છિદ્ર ધરાવતી હોય છે કે તેમાંથી પાણી નીકળી જાય અને માછલી પકડાઈ જાય. સાથે બેસનાર મિત્ર જ હોય તે જરૂરી નથી કેટલાક લોકો તેમના અંગત સાર્થ અને ભીતરની વાતો જાણવા માટે મિત્રના નામનું મખોટુ પહેરીને બેઠા હોય છે. પરદેશથી આવેલી પત્ની પતિ પ્રત્યે પ્રમાણિક ન હોય તે પ્રમાણે પોતાના સ્વાર્થથી જોડાયેલ લોકો પોતાના ન હોય.


happy life quotes


   એકલો બેઠો વિચારું છું ત્યારે તે પણ સમજાય છે કે જીવનમાં છેતરાવવું પણ જરૂરી છે. બધું આપણું ધાર્યું થતું હોય તો સમજી જવું કે નક્કી કોઈ આપણું પત્તું કાપવા માટે નીતિ ઘડી રહ્યું છે. નજીકના નામે ટપાલ મોકલાય પરંતુ મનોરથ ના મોકલાય. એક નવા જીવવની અપેક્ષાએ અપણે વર્તમાનને હોમી દઈએ છીએ ત્યારે આપણને કલ્પના પણ નથી હોતી કે જે જઈ રહ્યું છે તે પણ જીવવા જેવું હતું અને જીવવા માટે જ હતું.  પુલ પરથી પસાર થતી વખતે જરા બાજુના પહાડ તરફ નજર કરી શકાય કે નીચેની તરફ વહેતું પાણી જોઈ શકાય. ઉતાવળે પસાર થવા માટે આ મેરેથોન નથી આતો સંધ્યાનું વોકિંગ છે જે વાતો કરતા કરતા, આસપાસ જોતા જોતા, ગીતો ગાતા ગાતા કે કલરવ કરતા કરતા પસાર થવાનું હોય છે. જે વધુ પામવાના ચક્કરમાં દોડે છે તેને પણ સમય સિગ્નલ બની થંભાવી જ દે છે. તેના કરતા શાંતિથી પસાર થઈએ તો જીવન ક્યાય પણ રોક્યા વગર મજીલ સુધી પહોંચાડી દે.

    જીવનમાં કઈ પણ નિશ્ચિત હોય તો તે છે મૃત્યુ... બાકી બધું અનિશ્ચિત. અનિશ્ચિતતાને પણ સ્વીકારવી જોઈએ. આ જગતમાં કોઈ સુખી નથી અને કોઈ દુઃખી નથી. આ પળની પાછળ કઈ પળ આવવાની છે તેની પણ ખબર નથી. જે જીવ્યા તે પોતાના નસીબનું હતું કે નહિ તે પણ ખબર નથી. જે મળ્યું છે તે પોતાના પરિશ્રમનું છે કે નહિ તે પણ ખબર નથી.

    આ જગતમાં હોવુ તે જ એક વરદાન છે. ઈશ્વર પાસે અન્ય કયા વરદાનની અપેક્ષા રખાય? આપણે ઈશ્વર સામે હાથ જોડીને બેસી રહીએ છીએ પરંતુ અન્ય સામે હાથ મિલાવતા નથી. માંગવું તે આપણી ફિતરત બની ગઈ છે પછી તે માણસની સામે હોય કે ઈશ્વરની સામે. કલ્પના કરો કે જગતના તમામ સુખો ઈશ્વર તમારી ઝોળીમાં નાખી દે તો તમારામાં તેટલી આવડત, ક્ષમતા કે કુશળતા છે કે તમે તેને ભોગવી કે મેનેજ કરી શકો. સવારે ખીલેલા પુષ્પની નિયતિ સાંજ સુધીમાં કરમાય જવાની હોય છે તે છતાં તે આખો દિવસ સુગંધ ફેલાવતા હોય છે. આપણે આટલી સરળ વાત કેમ સમજી શકતા નથી. શરીર અને સુખના ભોગે કોઈ કામ ન થાય. સમુદ્રનો કાંઠો ગમે તેટલો સુંદર હોય પરતું ત્યાં વ્યક્તિની કિલકારીઓ ન સંભળાય તો તે સમુદ્ર ભયાનક જ લાગે. જીવન પણ તેવું જ છે. હસતા, કુદતા, ખીએલા, કિલકારીઓ કરતા ચહેરે જીવન ના જીવીએ તો તે ઉજ્જડ અને વેરાન જ લાગે. તેવા જીવનનો શું અર્થ જ્યાં પળોનો આનંદ લેતા ન આવડતો હોય?      

                                                                                                                            જૈમિન  જોષી.


Tuesday, January 16, 2024

શું ખરાબ વર્તન માટે પણ અન્ય જવાબદાર હોઈ શકે? (Can others be held responsible for bad behavior?)

  •  ખરેખર તો મનુષ્ય ક્યારેય મુક્ત નથી હોતોતે હંમેશા બંધનમાં   જ હોય છે.

bed behaviour image

 

   માણસ મૂળભૂત રીતે અવિરત સંઘર્ષમાં રહેવાનું પસંદ કરતો હતો. અલબત, તે માટે તેની ઈચ્છા કે અનિચ્છા હોવી જરૂરી નથી. માનસવૃતિ સામાન્ય રીતે સંઘર્ષ ઈચ્છતી નથી અથવા તેનો વિરોધી છે પરંતુ ન ઈચ્છવા છતાં પણ જાણે અજાણે તેને તેવા પગલાં ભરવા પડતા હોય છે કે સંઘર્ષથી બચી શકતો નથી. અંગત રીતે અત્યંત પ્રેમાળ કે લાગણીશીલ વ્યક્તિ પણ જાહેર કે સામુહિક જીવનમાં ક્રોધી, તોછડો કે બીનવિવેકી બની જતો હોય છે. જયારે તેને તે વિષયક શાંત મને વાત કરવામાં આવે ત્યારે તે સરળતાથી કહી દેતો હોય છે કે હું તો સાવ સીધો હતો પણ આ કપટી અને નિર્દય સમાજે મને આવો કરી દીધો અથવા સમાજમાં જીવવું હોય તો આવું થવું પડેપરંતુ તે પણ આ સમાજનો એક ચહેરો છે આ વાત ને તે ભૂલી જાય છે. દરેક વ્યક્તિ આ જ વિચારીને એક અભદ્રતા સ્વીકારી લેતો હોય છે કે જીવન જીવવું હોય તો આવું થવું પડે અને પોતાના જીવનમાં ઉભી કરેલી જડતા તે અન્યને પણ વાઇરસની જેમ ફેલાવતો હોય છે. આ એક પ્રકારની જાત છેતરામણી છે જીવન જીવવા માટે આવું કરવું પડે તે માણસે ઉપજાવી કાઢેલી સ્વ બચાવ પ્રયુક્તિ છે. 

   શું ખરાબ વર્તન માટે પણ અન્ય જવાબદાર હોઈ શકે? જો આ વાતને માની લઈએ તો જગતમાં કોઈ પણ ગુનેગાર દોશી ના કહેવાય. ન તો ઇન્દ્રિયો ઉપર નિયંત્રણની વાત આવે, ન તો પીડા માટે કોઈ જવાબદાર કહેવાય. આપણે તે ભૂલી જઈએ છીએ કે આપણે  જયારે મૌલીકતા અને સ્વતંત્રતાની વાત કરીએ છીએ, જયારે આપણે પોતાનાં નિર્ણયો જાતે કરવાની જવાબદારી લઈએ છીએ ત્યારે  તેની સાથે સુખ અને દુઃખ બંનેની જવાબદારી આપણા  ભાગે લખાવી લઈએ છીએ.આ કંઈ કાચમાંથી એકમેકને મન ભરીને નિહાળવાની વાત નથી આતો જવાબદારી ઉઠાવી તેના ભાગે આવતી પીડા કે પ્રેમ સહજ રીતે સ્વીકારી લેવાની વાત છે.

   ખરેખર તો મનુષ્ય ક્યારેય મુક્ત નથી હોતો, તે હંમેશા બંધનમાં જ હોય છે પરંતુ તે જાત બંધનથી ટેવાઈ ગયેલ છે. અન્ય જયારે તેના ઉપર અંકુશ લાદવાની વાત કરે ત્યારે તે બોખલાઈ જતો હોય છે? માનવ સ્વભાવનું એક પાસું તે પણ છે કે તે અન્ય ઉપર હાવી થવાનાં સપનાં પણ જોતો હોય છે. અન્યની સ્વતંત્રતા પર તરાફ મારતા પહેલાં તે ક્યારેય વિચારતો  નથી કે આ કેટલું યોગ્ય છે. આ જ તો છે માનવ સ્વાભવ, અન્યની સામે જે મૃદુ હોવાનો ડોળ કરે છે તે ખરેખર અંદરથી છીછરો અને દ્રવિડ છે. વિરોધ કરનાર તો પાંડવોનો પણ વિરોધ કરતા અને કૃષ્ણનો પણ. કૌરવોનો વિરોધ કરનાર પણ એક સમયે બોલતા હોય છે કે યુદ્ધ તો કૃષ્ણનાં કારણે જીત્યા બાકી સૌર્યવાન તો કર્ણ અને કૌરવો હતા. વાત સાચી પણ માની લઈએ પરંતુ કૃષ્ણએ યુદ્ધ માટે પાંડવોનો જ સાથ કેમ આપ્યો? અર્જુનના જ સારથી શા માટે બન્યા? યુધ્ધનાં ભોગે તેમને શું પ્રાપ્ત થવાનું હતું?

 લાયક બનવું પડતું હોય છે જીવનમાં...  અમથા જ ઈશ્વર પડખે આવીને ઉભા નથી રહેતા. પોતાને  સુખી કરવા અન્યની સહાયતા લઇ શકાય પરંતુ આધાર નહિ. પોતાના ખરાબ વર્તન, વૃત્તિ, વિરોધ, ક્રોધ, વ્યભિચાર કે ઝંઝાવાત માટે અન્યને દોશી ઠેરવવા મૂર્ખતા છે. જો જીવન જીવવું છે તો જવાબદરી પણ લેતા શીખવી પડેશે. માણસને ચપળતા અને ચાલાકી બંને ઈશ્વરે જ આપ્યા છે પરંતુ આપણે તેને જાત નિર્મિત સમજી બેસીએ છીએ. મુર્ખ વ્યક્તિ બરબાદ થવા માટે ભ્રમ પાળી લેતો હોય છે જયારે ચતુર વ્યક્તિ અહંકારથી કોસો દુર રહેતો હોય છે.

 

                                                                                                                            જૈમિન જોષી.

 

Monday, September 4, 2023

કુશળ થવું છે તો એકાગ્ર ચિત્ત વાળા બનો. (If you want to be skilled, be focused.)

  •  એકાગ્રતા જ છે જે તમને જીવનમાં ઉત્તમ રસ્તાઓ પર ચાલવા માટે પ્રેરિત કરી શકે છે.

Concentration


   જીવનમાં એકાગ્રતાનું મહત્વ કેટલું તેવો વિચાર આવે ત્યારે સહજ રીતે પ્રશ્ન થાય કે એકાગ્રતા જેવું કોઈ તત્વ હોઇ છે પણ ખરું કે માત્ર સામાજિક માળખાઓમાંથી ઉત્પન થયેલો એક માત્ર શબ્દ જે માત્ર કલ્પના પુરતો સીમિત છે. શું મગજની તેવી કોઈ અવસ્થા ખરી કે આસપાસનું ભૂલી માત્ર એક જ વસ્તુ ઉપર આપણું ધ્યાન રહે. કોઈ વસ્તુ પુરતું જકડાઈ રહેવું તે જડતા ન કહેવાય? આમ તો એકાગ્રતા વીશે ન જાણનાર લોકો ભાગ્યે જ હશે. જાત જાતની સલાહો આપનાર મોટે ભાગે એકાગ્ર ચિત્ત, ધ્યાન અને લક્ષ વિશે  ભાત ભાતની શિખામણો આપતા હોય છે. તેમ છતાં એકાગ્રતાની વાસ્તવિકતા વિષે કોઈ ચોક્કસ નિયમો નથી. આમ જોવા જઈએ તો એકાગ્રતાનો સીધો સંબંધ આધ્યાત્મ સાથે છે. તમે આસ્તિક હોવ કે નાસ્તિક પરંતુ મગજની આ અવસ્થા સુધી પોહચવા માટે ધાર્મિક હોવું આવશ્યક નથી ન તો તેની કોઈ શિક્ષા, પદ્ધતિ કે તપ છે. કેટલાક લોકોને તે જન્મજાત મળતી હોય છે તો કેટલાકે માગને ટેવડાવવું પડતું હોય છે. કોઈ એક વસ્તુ, બાબત કે ઘટનામાં તેટલું ઊંડું ઉતરી જવું કે અન્ય કોઈ બાબત માટે આપણે સજાગ ન હોઈએ. એક રૂપ બુદ્ધિ મન જ્યારે  સ્થિરતા પ્રાપ્ત કરે ત્યારે આપણું જ્ઞાન પાપ રહિત થઈ શકે. કોઈ પણ કાર્યમાં પાપ અને પુણ્યની ગહનતા સમજી શકવા ચિત્ત એકાગ્ર હોવું આવશ્યક છે. જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણ એકાગ્રતા અને નિષ્ઠા બાબતે જવાબદાર સજાગ હોય ત્યારે તેની નિર્ણય શક્તિમાં સચોટ ગુણોનું સંચાર થાય છે. પોતાની ખૂબી અને ખામીઓ વિશે જાગૃત હોવું જરૂરી છે.

     જ્યારે કોઈ સાધક(વ્યક્તિ) વિચારે છે, લક્ષ નક્કી કરે છે અને પોતાની બધી શક્તિઓને પોતાના લક્ષને પૂર્ણ કરવામાં લગાવી દે છે. પોતાની દિશા નક્કી કરી લે છે અને પોતાના નક્કી કરેલ ધ્યેયને એટલી ઉત્કંઠા અને ઉત્કૃષ્ટતા વરે છે કે સાધક પોતે ઉત્કૃષ્ટ બની જાય છે. પોતાનાં સપનાઓ પૂર્ણ કરવાની તીવ્ર ઈચ્છાઓ જીવનની કોઈ પણ સુવિધા અસુવિધાથી પર રાખે છે. ન માન સન્માન, ભૂખ તરસ, ગંધ, સુગંધ ,પીડા, પ્રેમ, સ્નેહ, સમર્પણ, સત્કર્મ, કુકર્મ, સત્ય, અસત્ય તમામ બાબતોથી પર આ વ્યક્તિની માત્ર કર્મ કરવાની જ વૃતિ કે જડતા હોય છે.

    પોતાની જાતને ઉત્તમ સાબિત કરવા આ જડતા જરૂરી છે. કોઈ પણ સર્જનાત્મક કાર્ય કરવા માટે આપણું મન એકાગ્ર હોવું જરૂરી છે. સફળતા કોઈ મંદિરનો પ્રસાદ નથી કે માત્ર લાઇનમાં ઊભા રહેવાથી આપણાં હાથમાં આવી જાય. આ એક તપ છે જે રાતોરાત પ્રાપ્ત થતું નથી. કુશળ થવું છે તો એકાગ્ર ચિત્ત વાળા બનો. પોતાની વાણી,વર્તન ઉપર સંયમ રાખી પોતાનાં સપનાં, પોતાનાં ધ્યેયને પ્રાપ્ત કરવા પોતાનાં મન ઉપર અંકુશ રાખતા શીખો.  

 

                                                                                                                    જૈમિન જોષી.


Saturday, April 22, 2023

પરશુરામ એક જ્વાળા (Parashurama a flame)

  • જે બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિય છે, જે કોમળ હોવા છતાં પ્રચંડ જ્વાળા છે તે પરશુરામ છે. 


Parsuram image


   ત્રિદેવમાના એક દેવ ભગવાન વિષ્ણુના દસાવતારમાના છઠ્ઠા અવતાર એટલે પરશુરામ. જેની આંખો હમેશાં ક્રોધથી લાલ રહેતી,  જેની છાતી હમેશાં ચટ્ટાન જેવી મજબૂત અને ભુજાઓ જાણે હજાર હાથીઓને એક સાથે પછાડી શકે તેવી બળશાળી હતી. જે ચાલે તો લાગતું કે જાણે સાક્ષાત પ્રચંડ જ્વાળા પ્રવેશી રહી હોય. યુદ્ધમાં તેમની ફરસી તેવી ચાલતી જાણે સાક્ષાત મહાદેવનું ત્રિશૂળ તાંડવ કરી રહ્યું હોય.
    
  ભૂર્ગુ ઋષિ જમદાગ્નિ અને રેણુકાના પાંચ પુત્ર હતા. રૂક્મવાન, શુષેનું, વશુ, વિશ્વવશુ અને પરશુરામ. જેમનું મુખ્ય નામ તો રામ હતું પરંતુ ભગવાન શિવ દ્વારા પ્રાપ્ત થયેલ પરશુ(ફરસી)ના કારણે તે પરશુરામ કહેવાયા. એક વખત પરશુરામ ની માતા રેણુકા જળ ભરવા માટે નદીએ ગયા ત્યાં નદીમાં સ્નાન કરતાં સુંદર રાજ કુમારને જોઈને તે વિચલિત થઈ ગયા. તેમના મનમાં રાજ કુમારને લઈને અનેક કૂવિચારો આવવા લાગ્યા. તે ત્યાં રાજકુમારને જોવામાં એટલા મગ્ન થઈ ગયા કે તેમણે સમયનું જ્ઞાત ન રહ્યું, બીજી તરફ ઋષિ તેમની રાહ જોઈ ચિંતિત હતા. ત્યાં માતા રેણુકા આશ્રમમાં પાછા આવ્યા ત્યારે ઋષિએ તેમણે મોડા આવનું કારણ પૂછ્યું પરંતુ માતા રેણુકા જૂઠું બોલી ઝૂપડીમાં જતાં રહ્યા. ઋષિ પ્રકાંડ વિદ્વાન હતા એટલે તેમને આંખ બંધ કરી સમગ્ર ઘટનાને જોઈ લીધી. પોતાની પત્નીને રાજકુમાર ઉપર મોહિત થયેલી જોઈને તે ક્રોધે ભરાયા. ક્રોધિત થયેલ ઋષિએ તેમના મોટા પુત્ર રૂક્મવાનને પોતાની માતાને મારવાનો આદેશ આપ્યો પરંતુ તેને પોતાની માતાને મારવાનો ઇનકાર કરી દીધો. ઋષિએ અન્ય પુત્રોને પણ કીધું છતાં પોતાની માતાને મારવાનું પાપ કોઈ કરવા તૈયાર ન હતું. અંતે વધુ ક્રોધિત ભરાયેલ ઋષિએ પરશુરામને પોતાની માતા અને તેમની વાતનો અનાદર કરનાર પુત્રોની હત્યા કરવાનું કીધું. પિતાની આજ્ઞાનુ પાલન કરતાં તેમણે માતાનું માથું ધડથી અલગ કરી દીધું સાથે પોતાના મોટા ભાઈઓનો પણ વધ કરી દીધો. પિતાની આજ્ઞાનુ પાલન કરનાર પરશુ પર તે ખૂબ પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવાનુ કીધું ત્યારે પરશુરામએ વરદાન માગતા કહ્યું કે તેમની માતા અને ભાઈઓ પુનર્જીવિત થાય અને આ આખી ઘટના કોઈ ને યાદ ન રહે. પુત્રની આ સુજબૂજને બિરદાવતા અને આશીર્વાદ આપતાં ઋષિએ માતા રેણુકા અને પુત્રોને જીવિત કરી દીધા.
   
   હિન્દુ ધર્મના ચાર યુગો પૈકી ત્રણ યુગોમાં પરશુરાનો ઉલ્લેખ છે. તેમની માતા ક્ષત્રિય પરિવારના હતા જ્યારે પિતા ઋષિ હતા. ભગવાન વિષ્ણુ ભારતીય પૌરાણિક કથાઓ અને ધર્મમાં એક અભિન્ન સ્થાન ધરાવે છે.  ભગવાન વિષ્ણુ તેમના અનેક અવતાર માટે જાણીતા છે.  પરશુરામને તેમનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે. પરશુરામની વાર્તા ત્રેતાયુગની છે.  પરશુરામ શબ્દનો અર્થ થાય છે કુહાડીવાળા ભગવાન રામ.
  
   પરશુરામને ભગવાન શિવ તેમની યુદ્ધની પદ્ધતિઓ અને અન્ય કુશળતા શીખવી હતી.  બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા તેઓ અન્ય બ્રાહ્મણોથી વિપરીત હતા.  તેના બદલે, પરશુરામ ક્ષત્રિયના લક્ષણો ધરાવે છે.  તેઓ સંખ્યાબંધ ખટરિયા લક્ષણો ધરાવતા હતા, જેમાં આક્રમકતા, યુદ્ધ અને બહાદુરીનો સમાવેશ થાય છે.  તેથી, તેમને 'બ્રહ્મ-ક્ષત્રિય' તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમની પાસે બંને કુળમાંથી કુશળતા હતી. (પરશુરામના જન્મનો એક અલગ ઇતિહાસ છે જે અલગ આર્ટીકલમાં જણાવીશ. ભૂતકાળના ગર્ભમાં કેટકેટલા ભેદો રહેલા છે તેનાથી હજુ આપણે અજાણ છીએ)
 
પરશુરામ

   પરશુરામ સાથે જોડાયેલી એક વાર્તા એ છે કે એકવાર રાજા કાર્તવીર્ય સહસ્રાર્જુન અને તેની સેનાએ પરશુરામના પિતાની કામધેનુ નામની જાદુઈ ગાયને બળજબરીથી છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ક્રોધિત અને બદલો લેવાથી તેણે સમગ્રસેના અને રાજા કાર્તવીર્યને મારી નાખ્યા. તેમના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે, રાજાના પુત્રએ પરશુરામની ગેરહાજરીમાં પિતા જમદગ્નિની હત્યા કરી.  તેમના કૃત્યથી ગુસ્સે થઈ અને દુઃખી થઈને, તેમને બધા રાજાના પુત્રો અને ભ્રષ્ટ રાજાઓ તથા પૃથ્વી પરના ક્ષત્રિય યોદ્ધાઓને મારી નાખ્યા.
 
   પરશુરામને અમર તરીકે પણ ઓળખવામાં આવે છે( પૃથ્વી પર કોઈ અમર નથી અહી અમરનો અર્થ બ્રહ્માના સમય કલ્પ અને મનવંતર પ્રમાણે) જેમણે આગળ વધી રહેલા મહાસાગરનો સામનો કર્યો હતો, જે કોકન અને મલબારની ભૂમિને અથડાવા જઈ રહ્યો હતો.  મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો વિસ્તાર પરશુરામક્ષેત્ર તરીકે ઓળખાય છે.
 
   પરશુરામ તેમના સત્ય અને પ્રેમ માટે જાણીતા હતા.  તેઓ ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણના ગુરુ પણ હતા. ત્રેતાયુગની શરૂવાતના અવતાર પરશુરામ અને ત્રેતાયુગના અંતિમ અવતાર પ્રભુ શ્રી રામ. પ્રભુ શ્રી રામએ પરશુરામનો ક્રોધ પણ શાંત કર્યો હતો અને પછી તેમણે રાવણના વધ માટે હેતુસર થયેલ જન્મનું કર્તવ્ય પૂર્ણ કરવા તરફ પ્રયાણ કર્યું હતું.
 
પરશુરામ

   લોકવાયકા મુજબ પરશુરામે ભગવાન કૃષ્ણને સુદર્શન ચક્ર આપ્યું હતું.  એવું માનવામાં આવે છે કે વિષ્ણુના છઠ્ઠા અવતારનો મુખ્ય સૂત્ર તેમના કર્તવ્યોની ઉપેક્ષા કરનારા પાપી અને અધાર્મિક રાજાઓની હત્યા કરીને પૃથ્વીના ભારને મુક્ત કરવાનો હતો. તેમણે 21 વખત પૃથ્વીને ક્ષત્રિય વિહોણી બનાવી હતી. હવે એક સવાલ તેમ થાય કે 21 વખત થોડું વધારે ના કહેવાય શું ત્યાં સુધી કોઈ જીવિત રહી શકે? તો જણાવી દઉં કે ત્રેતાયુગનો સમય લગભગ 8,64,000 વર્ષનો હતો. મહાભારત કાળ એટલેકે દ્વાપરયુગમાં પણ તેમનો ઉલ્લેખ મળે છે. તે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને સૂર્ય પુત્ર કર્ણના ગુરુ હતા.   
 
     બીજી દંતકથા અનુસાર, ગણેજીનો એક દાત ખંડિત કરનાર પણ પરશુરામ છે.
 
    કલ્કિપુરાણ પ્રમાણે પરશુરામ આજે પણ પૃથ્વી પર રહે છે.  તે જણાવે છે કે પરશુરામ શ્રી કલ્કિના યુદ્ધ ગુરુ હશે, જે ભગવાન વિષ્ણુના અંતિમ અવતાર બનવા જઈ રહ્યા છે.  તે કલ્કીને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે યોગ્ય સંસ્કાર આપશે.  પ્રસન્ન થયા પછી ભગવાન શિવ કલ્કીને આકાશી શસ્ત્રોથી વરદાન આપશે.
 
    પરશુરામ એક એવા દેવ છે જેમનું નામ ભગવાન વિષ્ણુના દસાવતારમાં પણ છે અને અષ્ટચિરંજીવીમાં પણ છે. ઝારખંડની રાજધાની રાંચિમાં તંગીનાથ ધામમાં એક પહાડી ઉપર તેમની ફરસી અને પદચિન્હ હોવાની માન્યતા પણ છે.    
 
                                                                                                     જૈમીન જોષી.

Friday, April 14, 2023

બાબા સાહેબ , ગાંધીજી અને હિન્દુ ધર્મ (Baba Saheb, Gandhiji and Hinduism)

    

  • જે  જ્ઞાતીથી નહીં જ્ઞાનથી ઓળખાય છે, તે જ આંબેડકર. 



ambedkar image


   

   1930 માં નવેમ્બરમાં ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આખા ભારતમાંથી બધા મત અને સંપ્રદાયના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.  તે સમયે અગ્રેજ કાર્યકાળ હોવા છતાં કોંગ્રેસ પાર્ટીનું  સારું એવું પ્રભુત્વ હતું. તેના પ્રતિનિધિ રૂપમાં  ગાંધીજીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે મુસ્લિમ લીગના નેતા મોહમ્મદ અલી ઝીણા તથા અન્ય મુસલમાન નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. બ્રિટિશ સરકાર પહેલાથી દલિત સમાજ સાથે છૂટ અછૂતનો વ્યવહાર કરવામાં આવતો. શાળામાં અભ્યાસ ના કરી શકાય ન તો સ્વતંત્ર રીતે ફરી શકાય. ગામના કૂવાથી તેમણે પાણી પીવાનો પણ અધિકાર ન આપવામાં આવતો, પરંતુ આ પરિષદમાં મુદ્દો તે હતો કે બ્રિટિશ સરકારે દલિત સમાજ માટે શું કર્યું હતું? ભારતની આબાદીમાં પાંચમો ભાગ ધરાવતી પ્રજાના પ્રતિનિધિ સ્વરૂપે ડો. બાબા સાહેબ આંબેડકર ઊભા હતા. અહી યાદ કરાવી દઉં કે આપણાં હિન્દુ સમાજમાં જે વર્ગને અન્યાય થયો છે કે તેમના અધિકારોનું શોષણ થયું છે તેવું લાગે ત્યારે શિક્ષિત થયા પછી અને એક ચોક્કસ હોદ્દા પર પહોંચી  તેમણે હિન્દુ ધર્મ તરફી પોતાનું મોઢું ફેરવી લીધું છે. સ્પષ્ટ  વાત હતી કે જ્યાં આપણું સન્માન નહીં ત્યાં ઊભા રહીને પોતાનું અપમાન કરાવવાનો કોઈ અર્થ રહેતો નથી. મહાભારતમાં કર્ણ સાથે થયેલ દૂરવ્યવહારથી આપણે અવગત છીએ. પ્રત્યેક પેઢી દર પેઢી એવી પ્રજા કે જ્ઞાતિએ અમુક અન્યાયનો સામનો કર્યો છે અને કરતી રહી છે. આખો ઇતિહાસ આ ઘટનાઓનો સાક્ષી રહ્યો  છે.    
     
    1930 માં પહેલી ગોળમેજી કોન્ફરન્સ થઈ હતી. 1931, ઓગસ્ટમાં બીજી ગોળમેજી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ.આંબેડકર પહેલી ગોળમેજી કોન્ફરન્સમાં સામેલ થઈ ચુક્યા હતા. તેમને પુરો વિશ્વાસ હતો કે આ વખતે પણ તેમને સભામાં આમંત્રિત કરવામાં આવશે. ગાંધીજી પણ તેમાં સામેલ થવાના હતા. તે કોન્ફરન્સમાં સામેલ થતા પહેલા ડૉ.આંબેડકરને કેટલીક વાતો કરવા ઈચ્છતા હતા. આગળ ભરાયેલ સભામાં આંબેડકર દ્વારાં દલિતોના અધિકાર વિષે પાડેલ પડઘાનો સારો એવો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. આંબેડકરે કહ્યું હતું કે કોંગ્રેસ જે ખર્ચ કરે છે તે માત્ર દેખાવ પૂરતું છે. દલિતોની સહાયનાં ભાગ રૂપે વપરાતું ધન ક્યારેય તેમના સુધી પોહચતું જ નથી અને પોહચ્યું હોય તો પણ અમારી માતૃભૂમિ ઉપર જ અમારા સાથે કુતરા બિલાંડા જેવુ જ વર્તન કરવામાં આવે છે. ગાંધીજીની ધારણા હતી કે તેમના જેવો દલિતોનો ઉધ્ધારક અને ઉચ્ચારક સંસારમાં બીજો ન હોય શકે. ડો. બાબા સાહેબ આંબેડકરને કોંગ્રેસના વલણ પ્રત્યે એક અણગમો હતો જેનો તેમણે પ્રચંડ વિરોધ પણ કર્યો હતો. ગાંધીજીનો દ્રસ્તિકોણ કોંગ્રેસી માટે કઈક અલગ હતો. એ જ વાત સમજાવવા માટે તેમણે બાબા સાહેબ આંબેડકર સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

     એ દિવસોમાં ગાંધીજી મુંબઈમાં મણિભવનમાં રોકાયા હતા. ડૉ.આંબેડકરના પહોંચવાથી ગાંધીજીએ ઘણી ઉદારતાથી બતાવ્યું કે કોંગ્રેસે અછૂતોના ઉદ્ધાર માટે 24 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. છતાં પણ ડૉ.આંબેડકર કોંગ્રેસથી નારાજ કેમ છે? ગાંધીજીએ ત્યાં સુધી કહ્યું હતું કે જેને ડૉ.આંબેડકર અછૂત કહે છે તેમને ગાંધીજી પોતે હરિજન કહે છે.

     ડૉ.આંબેડકરે તેમના જવાબમાં એ કહ્યું કે જે 24 લાખ રૂપિયાની વાત ગાંધીજી કરી રહ્યા છે તે રૂપિયા તેમણે અછૂતો મતલબ હરીજનોમાં વહેંચી દીધા હોત તો તેનાથી તેમનો મહાન ઉપકાર હોત. તેમણે માત્ર હરિજન નામ પર ધન આમથી તેમ ખર્ચ કર્યુ છે. એટલું જ નહીં આંબેડકરે એ પણ કહ્યું કે જે રીતે કોંગ્રેસીઓને ખાદી પહેરવાનું અનિવાર્ય છે. શું ગાંધીજીએ અછૂતને અછૂત ન માનવાનું અનીવાર્ય કર્યુ છે? ગાંધીજીને ખબર છે, આંબેડકરે જ્યારે નાસિકના કાલારામ મંદિરમાં પ્રવેશ માટે સત્યાગ્રહ કર્યો હતો તો નાસિક કોંગ્રેસ અધ્યક્ષે તેનો વિરોધ કર્યો હતો. અભિપ્રાય એ છે કે આંબેડકરે ગાંધીજીને સ્પષ્ટ કહી દીધુ કે તેમને  ન તેમની કોંગ્રેસ પર ન તો તેમના પર વિશ્વાસ છે. આમ, ક્યાકને ક્યાક બાબા સાહેબ ગાંધીજીનાં વિરોધી બની ગયા હતાં અને હિન્દુ ધર્મનાં પણ.

   ગાંધીજીએ જ્યારે આ વિષયમાં વધારે વાત કરી તો આંબેડકરે કહ્યું કે ગોળમેજી કોન્ફરન્સમાં કોંગ્રેસે મુસલમાનોના અલગ પ્રતિનિધિત્વને તો સ્વીકારી લીધું. પરંતુ અછૂતોના પ્રતિનિધિત્વનો સ્વીકાર કેમ ન કર્યો? તેના જવાબમાં ગાંધીજીએ સ્પષ્ટ કહ્યુ કે તે અછૂતોના અલગ રાજનીતિક અધિકાર આપવાની વિરૂધ્ધમાં છે. કારણકે આ હિન્દુઓ માટે એક પ્રકારનો આત્મઘાત સાબિત થશે. ગાંધીજી હિંદુત્વને વધુ માન આપતાં હરિજનને હિન્દુ સમાજનો એક અહમ ભાગ સમજતા હતાં.

   ગાંધીજી તથા ડૉ.આંબેડકરની આ મુલાકાત 1931ની શરૂઆતમાં થઈ હતી. તે જ મહિનામાં મતલબ 24 ઓગષ્ટ ગાંધીજીએ પંડિત મદન મોહન માલવીયા અને સરોજીની નાયડુને લઈને બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે લંડન પહોંચ્યા. તે કોન્ફરન્સમાં ગાંધીજીએ બતાવ્યું કે કોંગ્રેસે તો અછૂતો માટે શરૂઆતથીજ પોતાના હાથોથી કામ કર્યુ હતું. ત્યાં પણ તેમણે તેના કાર્ય માટે 24 લાખ રૂપિયા ખર્ચ કરવાની વાત દોહરાવી. તેમણે એ પણ કહ્યું કે અસ્પૃશ્યતા નિવારણને કોંગ્રેસે પોતાના રાજનીતિક કાર્યક્રમમાં પણ સામેલ કરી લીધા છે.

   જ્યારે ડૉ.આંબેડકરની બોલવાનો વારો આવ્યો તો તેમણે પોતાના સ્વભાવ પ્રમાણે એ વાતજ દોહરાવી. જે તે પહેલી કોન્ફરન્સમાં કહી ચુક્યા હતા. આ કોન્ફરન્સમાં તેમણે પોતાનું માંગ પત્ર પણ રજુ કર્યું. આ માંગ પત્રની  પહેલી શર્ત એ હતી કે અછૂતોને તેની વસ્તીના આધારે પ્રાંતિય વિધાનસભાઓ તથા કેન્દ્રીય સંમેલનોમાં પ્રતિનિધિત્વ આપવામાં આવે. તેમણે બીજી શર્તના રૂપમાં અછૂતો માટે અલગ ચુંટણી ક્ષેત્રની માંગ કરી તેની સાથે ત્રીજી શર્તના રૂપમાં તેમણે વીસ વર્ષ માટે અનામતની માંગણી કરી.

   બાબા સાહેબની આવી અલગ ધારા પાડતી માંગને ગાંધીજી એ તો કડક વિરોધ કર્યો. પરંતુ કમનસીબે ગાંધીજીની વાત તરફ સમ્રાટે કોઈ ધ્યાન ન આપ્યું અને બાબા સાહેબ આંબેડકરની બધી શર્તો સ્વીકારતા કહ્યુ, ‘“આંબેડકરની બધી શરતો સ્વીકારવામાં આવે છે. તથા ભારતના અછૂતોને અલગ ચુંટણી ક્ષેત્રો દ્વારા અનામત પણ આપવામાં આવશે.’ આમ મુસ્લિમ લીગની જેમ એક અલગ વર્ગ પણ હિન્દુ સમાજમાંથી અલગ થવાની તૈયારીમાં હતો. ભારત દેશની કમનસીબી હતી કે તેના જ સંતાનો અલગ અલગ મત અને અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા હતાં. અહી એક વાતનો ઉલ્લેખ કરી દઉં એ બાબા સાહેબે માત્ર દલિત સમાજ અને દલિત દીકરીઓ માટે કામ નથી કર્યું પરંતુ તે તમામ દીકરીઓ અને વર્ગ માટે કામ કર્યું છે જેને ઘરની ચાર દિવાલમાં રાખી સામાજિક પરંપરાના નામે અશિક્ષિત અને આભડછેદ રાખવામાં આવતી. 


ambedkar with wife



   1935 -મે માં તેમની પત્ની રમાબાઈનું અવસાન થયું. પત્નીના અવસાનની બાબા સાહેબ ઉપર ખૂબ ઊંડી અસર પડી. તે મોટા ભાગનો સમય એકાંતમાં કાઢતા હતાં. કોઈ જગ્યા એ આવવા જવા ઉપર પણ તેમનો રસ ન રહ્યો હતો. અમુક લોકો તો તેવું પણ માને છે કે તે ભગવા વસ્ત્રો ધારણ કરવા લાગ્યા હતાં. પત્નીના અવસાન પછી નાસિક જીલ્લામાં યેવલા ખાતે એક કોન્ફરન્સમાં તેમને અધ્યક્ષ તરીકે બોલાવવામાં આવ્યા હતાં. ત્યાં તેમણે અછૂતોની સમસ્યાનો અને સમાધાન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતાં. બસ આજ કોન્ફરન્સમાં તેમણે પોતાના ધર્મ પરીવર્તન કરવાનો વિચારનો ઉલ્લેખ પણ કર્યો હતો. 

    તેમણે કહ્યું હતું કે હું હિન્દુ પરિવારમાં ભલે જન્મ્યો છું તે મારી મજબૂરી હતી પણ હું હિન્દુ રહીને જ મરુ તે માટે વિવશ નથી. આ ધર્મથી ખરાબ કોઈ બીજો ધર્મ આ સંસારમાં નથી. આ ધર્મમાં લોકો પશુથી પણ ગયેલા છે. બધા ધર્મોને લોકો સારો કહે છે પરંતુ આ ધર્મમાં અછૂત સમાજથી બહાર છે જ્યારે તે સમાજની પૂરી રીતે સેવા કરે છે. 

   આંબેડકરના આવા શબ્દો સાંભળી શ્રોતાઓ અચંબો પામી ગયા. તેમણે આ અંગે પ્રસ્તાવ પણ મૂક્યો કે 'સ્વતંત્રતા અને સમાનતા પ્રાપ્ત કરવાનો એક માત્ર ઉપાય 'ધર્મ પરીવર્તન' જ છે.  તેમણે હિન્દુ ધર્મને ત્યાગી અને અન્ય કોઈ ધર્મની પસંદગી કરી સંતોષ અને સન્માન પ્રાપ્ત કરવાની વાત કરી હતી. 

   આ પ્રસંગે ડો, બાબા સાહેબ આંબેડકરે સફેદ વસ્ત્રો પહેરી લીધા ત્યારે તેમને બાબા સાહેબના નામથી સંબોધવામાં આવવા લાગ્યા. બાબા સાહેબને આવું ન કરવા તથા હિન્દુ વિરોધી ન બનવા માટે અનેક ધર્મ ગુરુઓએ તથા સમાજના તેવા વ્યક્તિઓ જે ઉચ્ચહોદ્દા ઉપર બેઠા હતાં તેમણે રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે એક ના બે ન થયા. તે પોતાના નિર્ણય ઉપર અડગ હતાં. તેમણે ' મહારાસ્ટ્ર અસ્પૃસ્ય યુવક પરિષદ' માં સ્પષ્ટ કહ્યું હતું કે જો બધા દેવી - દેવતાઓ સાક્ષાત આવીને તેમણે કહે કે હિન્દુ ધર્મ ન છોડો તો પણ હું તેમની વાત નહીં માનું. જોકે તેમનાં આ વાક્યો પર દલિત સમજે પણ તેમણે સમજાવ્યા હતાં કે તે આ જીદ છોડી દે. અન્ય કોઈ ધર્મમાં જવાથી કે તેનો સ્વીકાર કરવાથી માન સન્માન કે મોભો મળતો નથી. પ્રત્યેક ધર્મમાં વધતાં ઓછા અંશે સંઘર્ષ તો રહે જ છે. 

   ડો, બાબા સાહેબ આંબેડકરે ભારતના બંધારણમાં ખૂબ અગત્યનો ફાળો આપ્યો હતો. તે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર અને તેજસ્વી હતાં. એક સામાન્ય ધરનો દીકરો જેને પોતાના પરિશ્રમ અને ખંતના આધારે ભારતનો ઇતિહાસ બદલી દીધો. એક એવા સમાજ જેને ન તો જાહેર જગ્યા એ મેળાવડા કરવાની અનુમતિ હતી ન તો શિક્ષા પ્રાપ્ત કરવાની. ન કોઈ સામાજિક પ્રસંગોમાં ભાગ લેવાની ન તો મંદિરોમાં પુજા કરવાની અનુમતિ હતી. બાબા સાહેબએ દલિત સમાજ માટે કરેલ કામ માટે આજે પણ ભારત દેશનો આખો વર્ગ તેમનો ઋણી છે.   

                                                                                                                             જૈમીન જોષી.

Sunday, March 12, 2023

માનસિક શિક્ષણ (સ્વયંને જાણવું) / Mental Education (Knowing the Self)

માનસિકતાનો એક સીધો અર્થ થાય છે તમારામાં ઉચ્ચ વ્યક્તિત્વ રૂપી ચેતતાનું સર્જન કરવું. 



   
   માનસિકતામાં રહેવાનો અર્થ એ છે કે તમામ લોભથી ઉપર ઉઠવું. આ રીતે સાયકિકમાં પોઈઝ થવાનો અર્થ એ છે કે પરમાત્મા સાથે વાતચીતની રેખાઓ ખુલ્લી હોવી જોઈએ અને ત્યાં કોઈ અસ્વસ્થતા હોઈ શકે નહીં પછી કોઈ અફસોસ, કોઈ બળવો નહીં કોઈ વ્યર્થ સવાલો કે દલીલો નહીં. "માનસિક એ એક સ્થિર જ્યોત છે જે તમારામાં સતત બળે છે, પરમાત્મા તરફ વાળે છે અને તેની સાથે શક્તિની ભાવના ધરાવે છે જે તમામ વિરોધોને તોડી નાખે છે. જ્યારે તમને તેની સાથે ઓળખવામાં આવે છે ત્યારે તમને ડાઇવિંગ સત્યની અનુભૂતિ થાય છે, પરંતુ એ કેવી રીતે બરાબર છે. તે જાણવું કે વ્યક્તિ ખરેખર ઉચ્ચ ચેતનામાં ઊગ્યો છે? તમે જે પણ કરો છો તેમાં દૈવી ચેતનાનો સીધો અનુભવ એ સાચી કસોટી છે. તે એક અસ્પષ્ટ કસોટી છે, કારણ કે તે તમારા અસ્તિત્વને સંપૂર્ણપણે બદલી નાખે છે. મનીલો કે સમગ્ર બ્રહ્માંડ એક નવો ચહેરો ધારણ કરે તો તમે પોતે તમારી ધારણા અને વસ્તુઓની દ્રષ્ટિનું રૂપાંતર કરવામાં અટવાઈ જશો. ધરતીનું જીવન એ પ્રગતિનું સ્થાન છે અને તે માનસિક છે. જે તેની પોતાની ઉત્ક્રાંતિને વ્યવસ્થિત કરીને એક જીવનથી બીજા જીવનમાં પ્રગતિ કરે છે અને પોતે જ વિકાસ કરે છે. એકલા માણસમાં જ માનસિકતા તેના સંપૂર્ણ કદ સુધી વધવાની સંભાવના છે, જ્યાં સુધી તે અંતમાં એક ઉતરતા અસ્તિત્વ સાથે, ઉપરથી એક દેવતા સાથે જોડાવા અને એક થવા માટે સક્ષમ છે. તે કોઈ શંકા નથી. વ્યક્તિ સામાન્ય રીતે માનસિક અસ્તિત્વ વિશે જાણતો નથી, જેમ કે વ્યક્તિ શરીર, જીવન આવેગ અથવા માનસિક પ્રક્રિયાઓથી વાકેફ છે. તે વિશ્વાસ છે જે સૌ પ્રથમ માનસિક અસ્તિત્વ અથવા આત્મા અથવા સાચા સ્વની શોધ કરે છે. 
   
   એક માનસિક કિલ્લામાં પ્રવેશવા માટે અને માનસિક કેન્દ્રમાં પોતાને સ્થાને હોઈએ ત્યારે આગળ શું થાય છે? તમે અંદરની વસ્તુઓને બહારથી જુઓ છો, અને બાહ્ય અસ્તિત્વ એક અભિવ્યક્તિ બની જાય છે, જે તમે અંદર જુઓ છો તે વધુ કે ઓછા વિકૃત થઈ જાય છે. 

   શારીરિક, મહત્વપૂર્ણ અને માનસિક શિક્ષણ પોતે એકીકૃત થઈ શકતું નથી, અને બીજું, તેમનો સરવાળો પણ માત્ર નિરાશાજનક અપૂર્ણતા હશે. તે એકલું માનસિક શિક્ષણ છે જે અન્ય ત્રણને હેતુપૂર્વક એકસાથે જોડી શકે છે અને તેમને સર્જનાત્મક કેન્દ્ર સાથે પણ જોડી શકે છે. કમનસીબે, વર્તમાન શૈક્ષણિક પ્રણાલીઓમાં માનસિક શિક્ષણનો કોઈ ખ્યાલ નથી. વાસ્તવમાં તેમના પ્રારંભિક વર્ષોમાં, બાળકોને ઉચ્ચ ચેતનાની સૂચનાઓ હોય છે જે તેમના માતાપિતા અને વડીલોને કોયડારૂપ અથવા ચોંકાવી શકે છે. માનસિક શિક્ષણ સાથે આપણે અસ્તિત્વના સાચા હેતુ, પૃથ્વી પરના જીવનના હેતુની સમસ્યા પર આવીએ છીએ. 

    આ જીવનને સત્યની શોધ તરફ દોરી જવું જોઈએ. મહત્વની બાબત એ છે કે અનુભવને જીવવું. "પ્રારંભિક બિંદુ એ છે કે તમારી જાતમાં તે શોધવાનું છે જે શરીર અને જીવનના સંજોગોથી સ્વતંત્ર છે, જે તમને આપવામાં આવેલી માનસિક રચના, તમે જે ભાષા બોલો છો, પર્યાવરણની આદતો અને રિવાજોથી જન્મ્યું નથી. તમે જે દેશમાં રહો છો , તમે જે દેશમાં જન્મ્યા છો અથવા તમે જે વયના છો. તમારે તમારા અસ્તિત્વના ઊંડાણમાં એવી વસ્તુ શોધવી જોઈએ જે તેમાં સાર્વત્રિકતા, અમર્યાદિત વિસ્તરણ, અખંડ સાતત્યની ભાવના વહન કરે છે પછી તમે વિકેન્દ્રિત કરો , વિસ્તારો અને તમારી જાતને વિસ્તૃત કરો, તમે દરેક વસ્તુમાં અને તમામ જીવોમાં રહેવાનું શરૂ કરો છો; વ્યક્તિઓને એકબીજાથી અલગ કરતી અવરોધો તૂટી જાય છે. તમે તેમના વિચારોમાં વિચારો છો, તેમની સંવેદનાઓમાં કંપન કરો છો, તેમની લાગણીઓમાં અનુભવો છો, બધાના જીવનમાં જીવો છો. ચિત્ત અચાનક જીવનથી ભરપૂર બની જાય છે, પ્રાણીઓ વધુ કે ઓછા અસ્પષ્ટ ભાષામાં બોલે છે, પરંતુ સ્પષ્ટ અને અભિવ્યક્ત છે: બધું વિના અદ્ભુત ચેતના દ્વારા એનિમેટેડ છે. સમય અથવા મર્યાદા... અને આ માનસિક અનુભૂતિનું માત્ર એક જ પાસું છે: અન્ય છે, અન્ય ઘણા છે. આ બધું તમને તમારા અહંકારના અવરોધો, તમારા બાહ્ય વ્યક્તિત્વની દિવાલો, તમારી પ્રતિક્રિયાઓની નપુંસકતા અને તમારી ઇચ્છાની અસમર્થતાથી આગળ વધવામાં મદદ કરે છે. અન્ય નિબંધ "પરિવર્તન" માં માતાએ માનસિક ચેતનાના જાગૃતિનો ઉલ્લેખ કર્યો છે જે સાચી ચેતના કેન્દ્રમાં છે, વાસ્તવિકતાના કેન્દ્રમાં છે અને તમામ હિલચાલની ઉત્પત્તિની પ્રત્યક્ષ દ્રષ્ટિ ધરાવે છે. 
  તમારી અંદર કંઈક ખુલે છે અને બધા એકવાર તમે તમારી જાતને નવી દુનિયામાં શોધી લો છો. "પરંતુ તેણી ચેતવણી આપે છે," જે જરૂરી છે તે તેને વ્યવહારિક જીવનની વિગતોમાં ધીમે ધીમે વ્યક્ત કરવાની છે. " અજાયબીઓ ઘણી છે , મહાન શોધો થઈ છે , પરંતુ કંઈ વધુ અદ્ભુત નથી , અથવા કોઈ મોટી શોધ નથી , આઇકોનિક એજ્યુકેશન કરતાં આત્માની શોધનું સર્વોચ્ચ મૂલ્ય તેની સ્વયંસ્ફુરિતતા , તેની ચતુરાઈમાં રહેલું છે અને તે તમામ સામાન્ય માનસિક કાયદાઓથી બચી જાય છે ." પરંતુ વ્યક્તિ અનંત ધીરજ સાથે રાહ જુએ છે; વ્યક્તિ તમામ તણાવને ટાળે છે અને બધી ચિંતાઓ અને આશંકાઓને દૂર કરે છે; સમાનતા કેળવવા માટે દરેકમાં આનંદ શોધવાનો પ્રયાસ કરે છે. કોઈ બજારના વજન અને માપદંડોના માપદંડોને ટાળે છે, કોઈ ઊભો થઈને ચાલે છે. કોઈ સપનાં જોવે છે અને તેને પૂર્ણ પણ કરે છે.

કોઈ પણ માનસિક સ્થિતિમાં વ્યક્તિ પ્રફુલ્લિત હોવો જોઈએ. જો તે સતત પોતાનાં કાર્યો, કર્મો અને વૃત્તિથી ઉદ્વિગ્ન રહેતો હોય તો તેને પોતાનાં વૈચારિક મૂલ્યોની ગુણવત્તામાં સુધારો કરવો રહ્યો.

                                                                                                                                  જૈમીન જોષી. 

Monday, September 12, 2022

માનસ વિકૃતિઓ દ્વારાં થતાં સંભોગને શું નામ આપીશું / (What name will we give to intercourse caused by mental disorders?)


  • માનશિક વૃતિઓ જ્યારે એક હદ કરતાં વધી જાય છે ત્યારે તે મોટા ગુનાહનું રૂપ ધારણ કરી લેતી હોય છે.



sexual harassment




      શારીરિક રીતે સશક્ત હોવાનો અર્થ આપણે પોતાની મરદાનગી સાથે સરખાવી છીએ. જ્યારે કોઈ સ્ત્રી પુરુષના થાકી જતાં શરીર કે નબળાઈ દ્વારાં પોતાને જાતીય રીતે અસંતોષ રાખવાના કારણરૂપ સતત ટોકયા કરે છે ત્યારે પુરુષનો ઇગો સાતમા આસમાને પોહચીને ગુના કરવા માટે પ્રેરાય જાય છે.  માનવની દરેક વિકૃતિઓ માટે કાયદો હોતો નથી. કેટલાક ગુનાઓ માટે કાયદામાં કલમ બનાવી પણ ના શકાય. માનશિક ગુનાઓ વાયરસ જેવા હોય છે તેની દવા શોધીએ ત્યાં સુધીમાં તે નવા વેરિયન્ટમાં પરિવર્તિત થઈ જતો હોય છે.  જ્યારે માનશિક રોગીને સંભોગતા સાથે સરખાવી ત્યારે ?  

      મનોવિકૃતી અને સંભોગ : -

      
         આપણાં સમાજમાં ઘણાં પ્રકારની મનો - વિકૃતિ અને તેને લઈને સંભોગ કરવાના જુદા જુદા પ્રકાર છે  અને તેનો ઉપયોગ થતો જોવામાં આવે છે પરંતુ સજાની કોઈ જ જોગવાઈ ક૨વામાં આવેલ નથી , તેમાંથી એક પ્રકાર એટલે “ મેસોચીઝમ ' ' ઈજા– પહુંચાડવી  અને બીજો પ્રકાર એટલે  “ ટ્રાન્સવેરાટીઝમ ” યાને ક્રૂ૨ પ્રકારે સંભોગ ક૨વો ( માનવતા વિહોણો ), ' ' સેકસ્યુઅલ લો ' ' સંબંધેના કાયદામાં (સંભોગ અંગેના અપરાધ કે જે શ્રી આર.પી.કટાટીયા અને જીદ્વછ – નકની , લેખકો દ્વા૨ા લખવામાં આવેલ છે , તેનાં પાના નં . ૧૯૧ માં મજકૂરનાં મેસોચીજમ અને ટ્રાન્સવેસમેન્ટ અંગે નીચે મુજબની માહિતી આપેલ છે.

( ૧ ) “ મેસોચીઝમ ” :- એટલે કે એ ખૂબ જ ભયાનક પ્રકારનો મનોવિકૃતિ અને સંભોગનો પ્રકાર છે , જેમાં સંભોગ કરનાર વ્યકિત કે સંભોગ ક૨વા માંગનાર  વ્યકિત તેનાં સહભાગીદાર પાસેથી શારીરીક સતામણીનાં અધારો / શારીરીક હેરાન પરેશાન કરીને સંભોગનો આનંદ લેવા માંગે છે. તે સ્ત્રીને મારઝૂડ કરે છે તેને ગમે તે ખવડાવે છે , તે ને ગમે તે જગ્યાએ દબાવે છે. તેને ચોળી ચગદાળી નાખે છે, ખુબ દુ:ખ આપે છે . યાનેકે શારીરીક સતામણી કરીને સ્ત્રી સાથે સંભોગ કરે છે અને આમ કરીને સંભોગ કરનાર સંતોષ અનુભવે છે . ધણાં ખરા તો આની કરતાં પણ વધુ ભયજનક પ્રકા૨થી સંભોગ કરતા હોય છે અને ધણાં ખરા તો માત્ર સ્ત્રીને હે૨ાન - પરેશાન કરીને સંભોગનો આનંદ મેળવતા હોય છે  .


( ૨ ) "ટ્રાન્સવેરાટીઝમ" :- એ પણ ભયાનક પ્રકારનો સંભોગ કરીને આનંદ માણવાનો પ્રકાર છે , અત્રેનાં પ્રકા૨થી સંભોગ ક૨તી વખતે માણસનું વર્તન અને રિતીરિવાજ ખૂબજ ભયાનક અને અતિશય વિકૃત પ્રકારનાં હોય છે  અને ઈન્ડીયામાં અત્રેનાં પ્રકાર સામાન્ય છે હિજડાઓ ( ઈયુનુચ ) એ માણસો સાથે પોતાના ગુહ્યંગમાં સંભોગ કરાવે છે ( કુદરત વિરુધ્ધનું કૃત્ય કરાવે છે ) આપણે જોયેલું હશે કે મજકૂરનાં હિજડાઓ બૈરાનો ડ્રેસ / પહે૨ણ ૫હે૨ીને આ પ્રમાણે ગો૨ખધંધો ક૨તાં હોય છે. તેઓ પોતાના શ૨ી૨ ઉ૫૨ લોભામણો અને ખોટો વેશ ધા૨ણ કરે છે . જેવા કે મહિલા જેવાં મોટા વાળ રાખવા , શ૨ી૨ ઉપ૨ ખોટા સ્તન  તેમજ તેઓ બાઈ માણસ લાગે તે માટેનાં સૌદર્ય પ્રસાધનોનો વપરાશ કરે છે અને આપણા ઈન્ડીયામાં આના વિરુદ્ધમાં કોઈ કાયદા – કાનૂનની જોગવાઈ ક૨વામાં આવેલ નથી અને અત્રેનો પ્રકાર ખૂબ જ પ્રચલિત છે. હાલના નવા યુગમાં આપણે જોયું છે કે ઘણી મહિલાઓ પોતાના વાળ કપાવી નાંખે છે , વાળ નાના રાખે છે .શરી૨ ઉ૫૨ શર્ટ પહેરે છે , નાની ઘૂંટણ સુધીની પેન્ટ પહેરે છે. અત્રેની ચાલચલત એટલે બીજુ કાંઈ જ નથી પરંતુ સૂચિત મહિલાઓ દ્વારા આચરાતી ભયાનક પ્રકારની મનોવિકૃતિ છે ફેન્ટીસીઝમ / આકર્ષવાની પ્રવૃત્તિ , પ્રદર્શન કરવું , તેમજ ક્રૂરતામાંથી સંભોગનો આનંદ માણવો પણ સંભોગની મનોવિકૃતિનાં ભયાનક પ્રકા૨ છે અને ઘણાં વિકૃત માણસો આ પ્રમાણેની સંભોગ પ્રવૃત્તિ ક૨ીને મનોવિકારી પ્રવૃત્તિ કરીને માનસિક આનંદ કે  સંતોષ મેળવતા હોય છે. ડૉકટર શ્રી બી.આર . શર્માએ પોતાના “ ફોરેન્સીક સાયન્સ ઈન ક્રિમીનલ ઈન્વેસ્ટીગેશન એન્ડ ટ્રાયલ ” નામનાં પુસ્તકમાં મજકૂરના પ્રકારો અંગેની નીચે પ્રમાણેની માહિતી આપેલ છે.

sexual harassment


  
      ( ૧ ) ફેન્ટીસીઝમઃ- અત્રેનાં પ્રકા૨માં યાને કે વિકૃતિના પ્રકારમાં વિકૃત વ્યકિત  પછી તે મહિલા તેઓ કૃત્રિમ કપડાં પહેરીને, બાઈનાં દાગીના પહેરીને, કે બાઈનાં બુટ પુરૂષ ,પહેરીને અત્રેનાં પ્રકરણે પ્રદર્શન કરે છે . આપણે જોઈએ તો આ પ્રકાર કોઈ ગુનાહિત પ્રકાર નથી , પરંતુ અત્રેનાં આરોપીઓ મોટા ભાગે મજકૂરની ચીજ વસ્તુઓ મેળવવા માટે ચો૨ી-ચકારી કરતાં હોવાનું માલૂમ પડેલ છે – અને પરીણામ સ્વરૂપે તેવા માણસો ગુનેગાર બની જાય છે. 

    ( ૨ ) “ એકઝીબીશોની ઝમ"   "પ્રદર્શન કાટીતા" :- અત્રેનો પ્રકાર એટલે, અમુક પ્રકા૨નાં માણસો અત્રેનાં મનોવિકૃતિનો આનંદ મેળવવા માટે , પોતના શ૨ી૨માં ગુપ્તાંગોનું પ્રદર્શન ક૨ીને જાહે૨ જનતામાં તેનું પ્રદર્શન દેખાવ કરીને કે અમુક ખાસ વ્યકિત માટેનો તેવો દેખાવ કરીને / બીજી વ્યકિતને આકર્ષવા માટે વિકૃત પ્રકારની હાલ ક૨ીને, વિકૃત પ્રકારનો આનંદ લેવાનો પ્રયત્ન કરે છે . તેઓનામાંથી ઘણાં એ અત્રેની હ૨કત જેવી કે પોતાનાં ગુપ્તાંગો જાહે૨માં ચોળીને પ્રદર્શિત કરતાં હોય છે. એ રીતે આ પ્રકારનાં માણસો જાહેરમાં પોતાની મનોવિકૃતિ પ્રગટ કરીને ગુનાહિત કૃત્ય કરતાં હોય છે . સબબ “ ભારતીય દંડ સંહિતાની કલમ ( I.P.C.) ૨૯૪ ની જોગવાઈ મુજબ સમાજને ઉપાધી પહોંચાડીને તેવા ગુના માટે સજાને પાત્ર બની જાય છે. 

    ( ૩ ) સેડીસમ / ક્રૂરતાભર્યો સંભોગ માણવાની પ્રવૃત્તિઃ-  અત્રેનો સંભોગ ક૨વાની પ્રવૃત્તિ એટલે એક દૂરભાગ્યપૂર્ણ ઘટના છે . જેનાં દ્વારા પુરૂષ વ્યકિત ભયાનક / ભયંકર પ્રકારની મનો- વિકૃતિનો ઉપયોગ  આનંદ માણીને તેવો પ્રકાર કરતો હોય છે. અત્રેનો માણસ તેના સહભાગીદાર મહિલા સાથે મનોવિકૃતિની અધમતઃચ૨મ સીમાએ લઈ જાય છે. અત્રેનાં પ્રક૨ણે મજકૂરની મહિલા સાથે સંભોગનો આનંદ / સંતોષ માણવા માટે અત્રેનો માનવી ઘાતક બની જાય છે  અને આક્રમક બની જાય છે. આટલું જ નહિ પરંતુ સૂચીત મહિલા સાથે સંભોગ ક૨વા માટે અત્રેનો માનવી મનોવિકૃતિની ચ૨મસીમાએ પહોંચી જઈને તે મજકૂ૨ની સ્ત્રીનું ખુન પણ કરી નાંખે છે. અત્રેનાં પ્રકારમાં મહિલાને ત્રાસ આપવો , સિતમ ગુજારવો , તેને બચકા ભરવાં , માર મારવો, સોટી / ચાબૂક મારવાં , મહિલાને ઈજા પહોંચાડવી વિગેરે જેવા પ્રકારનો સમાવેશ થાય છે અને અત્રેનાં પાશવી કૃત્યો કરવાથી તેવી વ્યક્તિને સંભોગ કરવામાં આનંદ આવે છે અને તેવી વ્યકિત આમ ન કરે તો તેને સંભોગનો આનંદ મળતો જ નથી વિકૃતિએ પણ એક પ્રકારનો કુદરત વિરુધ્ધનો સંભોગ માટેનો પ્રકા૨ છે  બીજી કોઈ વ્યકિતનો સંભોગ, સ્નાન પ્રક્રિયા, કપડાં બદલતી વખતે છાની છૂપી રીતે જોવાની પ્રક્રિયા અને ''ફ્રોટેજ '' એ પણ મનોવિકૃતિનાં ભયંક૨ પ્રકારો છે અત્રેનાં પ્રકારે કોઈ વ્યકિત બીજાની સંભોગ પ્રક્રિયા ચોરી છૂપીથી જુએ છે અને આનંદ માણે છે. કોઈ મનોવિકૃતિ વ્યકિત બીજી કોઈ પુરૂષ / બાઈ વ્યકિતના ગુપ્તાંગો ઉપર છળ– કપટથી કે ચોરી છૂપીથી હાથ ફેરવે છે તે તેની ' ફ્રોટેજ ' પ્રકારની મનોવિકૃતિ છે અત્રેની બંને પ્રકારની મનોવિકૃતિની માહિતી ડૉકટર બી.આર.શર્માએ તેઓની પુસ્તીકામાં નીચે પ્રમાણેની આપેલ છે.

    ( ૧ ) વાર્યાયૂરીઝમ / છાનીમાની રીતે બીજાની સંભોગ ક્રિયા જોવી:- વાયો ૨ીઝમતી મજકૂરની પ્રક્રિયા એટલે કે કોઈ વિકૃત માનઅર્થે માનવી , બીજા કોઈ સ્ત્રી કે પુરૂષના સંભોગ ક્રિયા ચોરીછૂપીથી  કે છાની – માની રીતે જુએ અને માનસિક આનંદ કે સંતોષ મેળવે તેને વાયોરીઝમની પ્રક્રિયા કહેવામાં આવે છે અત્રેના પ્રક૨ણેતો ઘણાખરા માણસોને, મજકૂરનો આનંદ કે સંતોષ / મનોવિકારી સંતોષ મેળવવા માટે બીજાની ઘ૨માં ચો૨ી છૂપીથી કે છાની માની રીતે ઘૂસણખોરી કરતાં પણ જોવામાં આવેલા છે અને આમ કરવાની સાથે તેની સામે કાયદેસરની કાર્યવાહી માટેનાં ભોગ બનતાં પણ જોવામાં આવેલા છે પરંતુ જયારે મજકૂર મનોવિકૃતિ માનીવ આ પ્રકારની પ્રક્રિયા જયારે પોતાના ઘરમાં બેસી ક૨તો માલૂમ પડે તો તેની સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરી શકાય નહિ. એક વસાહતની જીવનશૈલી દ૨મ્યાન એક વાંઢો માણસ ( બ્રીટીશ ડેપ્યુટી કમીશન૨ ) કે જે સંભોગ બાબતે બીજાને હરીજાતી લેવામાં ખૂબજ માહેર હતો તેણે જનાવરોના દવાખાનામાં ખાસ સૂચના આપી હતી કે જયારે કોઈ જનાવરો / ઘોડાઓ દવાખાનામાં સંભોગ કરાવવા માટે લાવવામાં આવે ત્યારે તેને બોલાવી લેવો અને તેને તે વખતે જયારે બોલાવવામાં આવે ત્યારે તે જનાવરોની સંભોગ ક્રિયાનું ખૂબ જ બારીકાઈથી નિરિક્ષણ કરતો. તે તેની એક પ્રકારની વિકૃત માનસિકતા હતી. 

sexual harassment


    ( ૨ ) ફ્રોટેજ / ગુપ્તાંગો સાથે ચેન ચાળા ક૨વાની પ્રક્રિયા:- અત્રેનાં પ્રકારની વિકૃત માનસિકતામાં એટલે કોઈ વ્યકિત માણસ કે મહિલા , બીજી વ્યકિત સામે જોઈને અને જાણીને , જાણનાં અને પરોક્ષ ૨ીતે  પોતાના શરીરના ગુપ્તાંગો સાથે ચેન ચાળા કરીને પોતાની મનો - વિકૃતિ પ્રગટ કરે અને સામાવાળી વ્યકિતને શ૨મમાં નાખે તેવી પ્રક્રિયા અથવા તો જાહે૨માં પાર્ટીમાં , મેળામાં , બજા૨માં  કે ગિર્દીવાળી કોઈ પણ જગ્યા ઉપ૨ કોઈ મહિલાનાં ગુપ્તાંગો સાથે ચેડા કરે , કે ચેન ચાળા કરે ત્યારે તેવી પ્રક્રિયાને “ ફ્રોટેજ ' નામની માનસિક પ્રક્રિયા કહેવામાં આવે છે અને આ પ્રકારનો વિકૃત માનવી આવા પ્રકા૨ની ઘટીયા હ૨કતો મોટે ભાગે ભરચક ભરેલી બસમાં , ટ્રેનમાં મુસાફરી કરતી વખતે , સિનેમાં હોલમાં ક૨તો હોવાનું જોવામાં આવેલ છે  અને આમ કરીને તે વ્યકિત સ્થળ ઉ૫૨થી ભાગી જાય છે, ઘણીવા૨ તો તેવી વ્યકિતી પકડાઈ પણ જાય છે અને તેને સારી રીતે પાઠ પણ ભણાવવામાં આવે છે.



                                                                                                                        જૈમીન જોષી. 

Wednesday, August 3, 2022

પાર્થિવ લિંગ શું છે? ( What is terrestrial gender?)

  • શિવ સમાન કોઈ દાતા નહીં:






   જો કોઈ વ્યક્તિ સુખ પ્રાપ્ત કરવા અને સમૃદ્ધ બનવા માંગે છે, તો તેણે ભગવાન શિવની પ્રાર્થના કરવી જોઈએ.  ભગવાન શિવ તમામ અભ્યાસ (સર્વવિદ્યાલુ), પંચ ભૂતલુ (5 તત્વો) ના ભગવાન છે.  તે ત્રિદેવમાં સર્વોચ્ચ છે.  આ માનવ જીવનમાં આપણે અસંખ્ય પાપો કરીએ છીએ અને કરેલા પાપોથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની પૂજા સંપૂર્ણ સમર્પણ સાથે કરવાની અને હવેથી સાચા માર્ગને અનુસરવાની ભલામણ કરવામાં આવે છે.

      રાવણને હરાવ્યા પછી ભગવાન રામે  રામેશ્વરમ (તામિલનાડુ) નામના સ્થાને બ્રહ્માહત્યા (બ્રાહ્મણને મારવાનું પાપ) પાપમાંથી મુક્તિ મેળવવા માટે પાર્થિવ લિંગ (રેતીનું બનેલું લિંગ) સ્થાપિત કર્યું;  પુરાણ અને રામાયણમાં તેનો ઉલ્લેખ છે.

   આજે પણ ઘણા લોકો તે મંદિરની મુલાકાત લે છે અને તે હંમેશા ખૂબ જ દિવ્ય છે.  પ્રાચીન હિન્દુ શાસ્ત્રો અનુસાર, ઘણા ભક્તોને જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ આપવામાં આવી હતી.

   પાર્થિવ શિવ લિંગનો અર્થ ભીની માટી /રેતી (પાર્થિવ એટલે પૃથ્વી) વડે બનાવેલ લિંગ.  તેથી જ જ્યારે ભગવાન શિવને લિંગના રૂપમાં પ્રાર્થના કરવામાં આવે છે જે સીધી રેતી/માટીમાંથી બનાવેલ હોય છે તે આપણે જે પ્રાર્થના કરીએ છીએ તેના કરતાં તે વધુ મૂલ્યવાન, દિવ્ય, શુદ્ધ અને પવિત્ર હોય છે.  આ જ કારણ છે કે જે લોકોને નવગ્રહ દોષ, શનિ દોષ, તેમની કુંડળીના કારણે સમસ્યાઓ છે તેઓ તેમની સમસ્યાઓ દૂર કરવા માટે પૂજાવિધિનું પાલન કરી શકે છે.
    
  12 શક્તિશાળી જ્યોતિર્લિંગ પર પાર્થિવ શિવ લિંગ પૂજા કોઈપણ મનોકામના પૂર્ણ કરવા અને ગ્રહ શાંતિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

 જ્યોતિર્લિંગને પૃથ્વી પર ખૂબ જ શક્તિશાળી સ્થાન માનવામાં આવે છે. વિશ્વમાં આવા માત્ર 12 જ્યોતિર્લિંગ છે- ઓમકારેશ્વર, મહાકારેશ્વર, બૈદ્યનાથ ધામ, ભીમાશંકર, સોમનાથ, રામેશ્વરમ, નાગેશ્વર, વિશ્વનાથ, ત્રયંબકેશ્વર કેદારનાથ, ઘુશ્મેશ્વર અને શ્રીશૈલેમ.  એવું કહેવાય છે કે જ્યોતિર્લિંગની મુલાકાત તમને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે!  લાખો લોકો દર વર્ષે જ્યોતિર્લિંગની મુલાકાત લે છે અને શાંતિ, સુખ મેળવે છે અને ભગવાન શિવ દ્વારા અપાર આશીર્વાદ અને પુરસ્કાર અનુભવે છે.

શનિ દોષ નિવારણ અને સકલ મનોકામના સિદ્ધિ માટે જ્યોતિર્લિંગ ખાતે પાર્થિવ શિવલિંગ પૂજા:  

   એકવાર ભગવાન શનિદેવે ભગવાન શિવને જાણ કરી કે તેમને ભગવાન શિવના ચંદ્ર પરથી પસાર થવાનું છે.  ભગવાન શિવે તેમને તેવું ન કરવાની વિનંતી કરી, પરંતુ શનિદેવે એમ કહીને ના પાડી દીધી કે તે તેમની ફરજ છે અને જો તે ભગવાન શિવને બચાવશે, તો તે અન્ય લોકો સાથે અન્યાય થશે અને વિશ્વમાં કોઈ તેમની વાત માનશે નહીં!  પરંતુ, ભગવાન શિવ શનિદેવના ગુરુ છે, તેથી શનિદેવને ફરજ પડી હતી અને તેમને વચન આપ્યું હતું કે તેઓ તેમના ચંદ્રને માત્ર 3 કલાક 45 મિનિટ માટે જોશે.  ભગવાન શિવ સંમત થયા અને વિચાર્યું કે જો શનિદેવ તે કલાકો સુધી સ્નાન કરવા જાય તો તે કંઈ કરી શકશે નહીં.  ભગવાન શિવ સાધુનું રૂપ ધારણ કરીને સ્નાન કરવા ગયા.  રસ્તામાં તેણે એક તરબૂચ વેચનારને જોયો (જે ખરેખર શનિદેવ હતા).  તેણે વિક્રેતા પાસેથી 2 રસદાર તરબૂચ ખરીદ્યા અને તેને તેની થેલીમાં રાખ્યા.

   દરમિયાન, રાજાના પુત્રો ગુમ થયા હતા અને તેમની શોધ  સાધુના રૂપમાં ભગવાન શિવને મળી હતી.  તેઓએ તેની થેલીમાંથી લોહી ટપકતું જોયું અને તેને ખોલવાનો આદેશ આપ્યો.  ભગવાન શિવે આગ્રહ કર્યો કે તે તરબૂચનો રસ હતો, પરંતુ તેઓએ બળજબરીથી તેને ખોલ્યો અને 2 રાજકુમારોના માથા મળી આવ્યા!  અરે, ભગવાન શિવ પર હત્યાનો આરોપ હતો અને તેને અંધારકોટડીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. જ્યારે રાજાને ખબર પડી કે તે સ્વયં ભગવાન શિવ છે, ત્યારે તેમના પુત્રો પાછા ફર્યા કારણ કે ભગવાન શિવની સાડા સાતી થઈ ગઈ હતી.  રાજાએ ભગવાન શિવની માફી માંગી.  ભગવાન શિવે સમજાવ્યું કે થોડા કલાકો માટે તેમના ચંદ્ર પર શનિની નકારાત્મક અસર હતી જેણે તેમનું જીવન અવિશ્વસનીય રીતે મુશ્કેલ બનાવી દીધું હતું.  પછી ભગવાન શનિદેવે તેમના ચંદ્રને જોવા માટે ભગવાન શિવની ખૂબ જ માફી માંગી અને શનિ લોકમાં પાછા ફર્યા.

   કલ્પના કરો, જો શનિદેવ દ્વારા ભગવાન શિવનું જીવન થોડા કલાકો માટે આટલું મુશ્કેલ બનાવી શકાય છે, તો શનિ દોષ અને સાડા સાતીવાળા લોકોનું શું તેમના જીવનમાં 7.5 વર્ષ ચાલે છે!  શનિ દોષના સમયગાળામાં જે લોકો ભગવાન શિવની પ્રાર્થના કરે છે તેમને ભગવાન શિવની કૃપા મળે છે અને તેનાથી રાહત મળે છે.  શનિ દોષથી મુક્તિ મેળવવા માટે સ્વયંભૂ 12 જ્યોતિર્લિંગમાં ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ.  હજારો વર્ષોથી સંતો અને રાજાઓએ શનિ દોષથી રક્ષણ માટે જ્યોતિર્લિંગોમાં પૂજા કરી છે.

  • પાર્થિવ લિંગ કેવી રીતે બાનવવું:

   નદી કિનારે, તળાવનાં કિનારે, શિવાલય કે જંગલ અથવા પવિત્ર સ્થળમાં શુધ્ધ જગ્યાએ ભૂમિ અને પાર્થિવેશ્વરનું પુજન કરી માટી લેવી. ત્યારબાદ પાર્થિવ લિંગનું બનાવવું. તેમાં બ્રાહ્મણે ધોળી, ક્ષત્રિયે લાલ, વૈશ્યએ પીળી અને ક્ષુદ્રએ કાળી માટી લેવી. તે માટીને ગંગાજળ કે શુદ્ધ જળ થી શુદ્ધ કરી જળ મિશ્રણ કરી લિંગ બનાવવું. ત્યારબાદ તમામ પુરુષાર્થોને સાધનાર તથા ત્રિવીધ તાપોને બાળનાર એવા પાર્થિવ લિંગનું ષોડષોપચાર, દશોપચાર, રાજોપચાર વિગેરે ઉપચારો દ્વારા પુજન કરવું.

  • શિવપુરાણમાં પાર્થિવલિંગની પુજા વિધીનું સંક્ષિપ્તમાં વર્ણન:

   
   શિવ સહસ્ત્રનામ, શતરુદ્રિય, અષ્ટાધ્યાયી, શિવ સ્તોત્રો વિગેરેના પાઠ કરી જળમાં વિસર્જન કરવું. શિવપુરાણમાં પાર્થિવલિંગની પુજા વિધીનું સંક્ષિપ્તમાં વર્ણન કરેલુ છે. જે સામાન્ય મનુષ્ય પણ કરી શકે તેમ છે. તેમાં શિવજીનાં આઠ નામો હરયે નમઃ, મહેશ્વરાય નમઃ, શંભવે નમઃ, શુલપાણ્યે નમઃ, પિનાકધારણે નમ, શિવાય નમઃ, પશુપતયે નમઃ અને મહાદેવાય નમઃ આ આઠ નામોનો અનુક્રમે ઉચ્ચાર કરી માટી લાવી પીંડ બનાવી તેનું લિંગ બનાવવું. તેની પ્રતિષ્ઠા અને આવાહન કરી ષોડષોપચાર પુજન કરવું.

  • બ્રાહ્મણે પાર્થિવ લિંગનું પુજન વેદોક્ત રીતે જ કરવું:

   
   પ્રાર્થના કરી અને ક્ષમા માંગી વિસર્જન કરવું. ત્યારબાદ શિવ પંચાક્ષર મંત્રનો વિધિપૂર્વક જાપ કરવા. જયારે બ્રાહ્મણે પાર્થિવ લિંગનું પુજન વેદોક્ત રીતે જ કરવું. પાર્થિવ લીંગ એકથી માંડીને કોટીલિંગ સુધીની સંખ્યામાં બનાવી શકાય છે. તેનું ફળ પણ અલગ અલગ પ્રકારે છે. તેમાં એક લિંગ સર્વ પાપોથી મુક્તિ આપનારું છે. બે લિંગ અર્થસિદ્ધિ આપનાર, ત્રણ લિંગ કામનાપૂર્તિ કરનાર છે. વિદ્યાની ઇચ્છા રાખનારે એક હજાર પાર્થિવ લિંગનું પુજન કરવું.

                                                                                                    
                                                                                                                            જૈમીન જોષી. 

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...