Thursday, November 26, 2020

આધુનિક સામ્યતાવાદના પિતા કાર્લ માર્ક્સ (Karl Marx, the father of modern communism)


મૂડી પૈસા છે, મૂડી ચીજવસ્તુઓ છે. તેનું મૂલ્ય હોવાને કારણે તેને પોતાનું મૂલ્ય ઉમેરવાની ગુપ્ત ક્ષમતા પ્રાપ્ત કરી છે.તે જીવંત સંતાન લાવે છે અથવા ઓછામાં ઓછું સોનેરી ઈંડા આપે છે.  ~ કાર્લ માર્ક્સ  


karl marx image


 
   કોઈ પણ સમયમાં માનવસમાજને તેમની જીવન જરૂરિયાત પૂર્ણ કરવા માટે આર્થિક રીતે મજબૂત હોવું જરૂરી છે અને જો તે મજબૂત ના હોય તો થવાના પ્રયત્ન કરતાં હોય છે. માનવ સ્વયંની જરૂરિયારોને પુર્ણ કરવા માટે પરિશ્રમ કરે છે અને તે પરિશ્રમ કરવા માટેના માનવ દ્વારાં અલગ અલગ વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. દરેક માનવીને પરિશ્રમ કે પ્રારબ્ધ દ્વારાં સધ્ધરતા પ્રાપ્ત થાય છે. માનવે પાડેલ વિભાગોના સામાન્ય રીતે બે સ્તર ઉત્પન થાય છે જેમાં એક વર્ગ સત્તામાં હોય છે જે આર્થિક રીતે વધુ મજબૂત હોય છે. માનવ સ્વભાવગત જે વ્યક્તિઓ સમાજમાં આગળ પડતાં મોભા ઉપર બિરાજમાન છે તે તેમનાથી આર્થિક રીતે નીચા સ્તર ધરાવતા વ્યક્તિનું શોષણ કરે છે અને આમ સમાજનો એક મોટો વર્ગ અન્યાય સહન કરી રહ્યો છે. માનવતાને નેવે મૂકનાર વ્યક્તિઓ સમાજમાં અશક્ત વ્યક્તિઓ સાથે બેફામ વર્તન કરે છે અને પરિણામે સમાજમાં દૂષણો ઊભા થાય છે. જ્યારે કેટલાક લોકો એવા પણ છે જે આવા દૂષણો અને શોષણ ને રોકવા માટે પ્રયત્નશીલ રહે છે. કોઈ ક્રાંતિ દ્વારાં તો કોઈ ક્રુતિ (શાબ્દિક સમજાવટના રસ્તા)  દ્વારાં અશક્ત લોકોને સહાય કરવા તથા તેમનું શોષણ ના થાય તેવા પ્રયત્નો કરતાં હોય છે અને સમાજને સમયે સમયે આવા લોકો મળતા પણ રહ્યા છે. આવા જ એક આધુનિક સામ્યતાવાદના પિતા, પ્રણેતા ગણાતા વ્યક્તિ એટલે કાર્લ માર્ક્સ. 
    
   કાર્લ માર્ક્સ મૂડીવાદની વિચારધારના પ્રખર વિરોધી હતાં. તેમના મતે ઉત્પાદનોનાં તમામ સાધનોમાં ''માલિકી હદ'' ના સિદ્ધાંતના કારણે કામ કરતાં મજૂર અને માલિકો વચ્ચે અવારનવાર ઘર્ષણ સર્જાય છે  કારણ કે કામ કરતાં શ્રમજીવીઓ સાથેનો સબંધ માત્ર ને માત્ર કામના સમયગાળા પૂરતો હોય છે અને તેને આધારે તેમણે વેતન પૂરતું પાડવામાં આવતું હોય છે, પરિણામે શ્રમજીવીઓ ઉપર માત્ર કામનું ભારણ વધતું હોય છે પરંતુ કોઈ પ્રકારની મૂડી પ્રાપ્ત થતી નથી, અર્થાત ઓછું વેતન આપવામાં આવે છે. ઉત્પાદન દ્વારાં થતાં નફામાં મજૂર વર્ગનો કોઈ હિસ્સો રહેતો નથી. તેથી વિપરીત જ્યારે ખોટ જાય છે ત્યારે પણ કામ કરતાં મજૂરોને જ પૂરતું વેતન આપવામાં આવતું નથી અને કેટલીક પરિસ્થિતિઓમાં તેમણે છૂટા કરવામાં આવે છે. તેઓ માનતા કે ઉત્પાદન દ્વારાં થતાં નફામાં પણ શ્રમજીવિયાત વર્ગને એક હિસ્સો આપવો જોઈએ જેથી ગરીબી તથા અમીરી વચ્ચે સંતુલન જળવાઈ રહે.  

   કાર્લ હેન્સિક માર્ક્સ એક જર્મન યહૂદીના પુત્ર હતા અને તેનો જન્મ હાઈનલેન્ડના ટ્રીઝ નામના શહેરમાં  ૫ મી મે , ૧૮૧૮ ના દિવસે થયો હતો. તે છ વર્ષના હતા ત્યારે તેના પિતાએ સહકુટુંબ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. ઈ.સ. ૧૮૩૫ માં ૧૭ વર્ષની ઉંમરે તે કાયદાનો અભ્યાસ કરવા બોન યુનિવર્સિટીમાં ગયા અને ત્યાર પાછીના વર્ષે તે બર્લિન યુનિવર્સિટીમાં ગયા. ત્યાં તેમણે કાયદાની સાથે ઇતિહાસ અને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. ઈ.સ. ૧૮૪૧ માં તેમણે જેના યુનિવર્સિટીની તત્ત્વજ્ઞાન વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. અભ્યાસ દરમીન બેરન વોન વેસ્ટફાલન નામે એક કર્મચારી હતા જેની ગણના ત્યાની સરકારના ઉચ્ચ કક્ષાના અધિકારીઓમાં થતી હતી. તેમણે એક દીકરી હતી જેનું નામ જૈની હતું. કાર્લ માર્ક્સ તેમના પ્રેમમાં પડ્યા. કાર્લ માર્ક્સ તત્વજ્ઞાનીના અભ્યાસી અને એક સારા ચિંતનશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા અને તેમના ચિંતનમાં જૈની નું આગમન થયું. જૈની ને લઈને તે કાવ્યો રચતા અને તેમની પત્નીને રિજવતા.

  ઈ.સ.  ૧૮૪૧ માં તેમનાં બે ઊર્મિકાવ્યો પ્રસિદ્ધ થયાં. ઈ.સ. ૧૮૪૨ માં તે એક જર્મન વર્તમાનપત્રમાં કામ કરવા લાગ્યાં અને ભવિષ્યમાં તે વર્તમાનપત્રના તંત્રી પણ થયાં. ઈ.સ. ૧૮૪૩ માં તેમના કામને કારણે તેમના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ તેમના જીવનનો કપરો સમય હતો. તે દરમિયાન જર્મનીમાં રહીને કામ ન થઈ શકે તેવું  હોવાના કારણે તે પેરિસ ગયાં. ત્યાં પણ કેટલીક નિષ્ફળતા બાદ પેરિસમાં પ્રસિદ્ધ થતાં એક પત્રમાં ક્રાંતિકારી લેખો લખવા લાગ્યાં. પેરિસમાં તેમણે ફ્રેડરિક એન્જલ્સ નામનો એક મિત્ર બન્યો જે તેમના અંત સમય  સુધી તેમનો મિત્ર રહ્યો. અમુક સમય પછી તેમને પેરિસમાંથી પણ બહાર કરવામાં આવ્યા. ત્યાથી તે બ્રસેલ્સ ગયાં, પરંતુ બ્રસેલ્સમાંથી પણ ત્યાની સરકારે તેમને બહાર કર્યા. તે ફરીથી ફ્રાંસ અને જર્મની ગયાં પણ ત્યાં તેમને કોઈ સ્વીકારે કે કામ આપે તેવું કોઈ મળ્યું નહીં. 

    છેવટે ઈ.સ. ૧૮૪૫ માં તે કાયમ માટે લંડનમાં સ્થિર થયાં. આટલો બહિષ્કાર થયાં પછી પણ લંડનમાં તેના દિવસો ભયંકર ગરીબીમાં પસાર થયા. આટલું ઓછું હોય તેમ ઘરમાં બીમારીઓ એ વર્ચસ્વ જમાવ્યું અને પરિણામે બંને બાળકો મૃત્યુ પામ્યાં. કાર્લ માર્ક્સના જીવનમાં બનેલી કપરી ઘટનાએ તેમણે વધુ આક્રમક બનાવવ્યા. બાળકોના ગયાં પછી તે અને તેમની પત્ની બન્ને એ માંદગીનો સામનો કરવો પડ્યો. માર્કે આ બધી મુશ્કેલીઓ હોવા છતાં તેમનું લેખન કાર્ય ચાલુ રાખ્યું. તેમને જીવન ભર રાજકીય કાર્ય અને ઉચ્ચસ્તરીય વૈચારિક લેખન કાર્ય ચાલુ રાખ્યું. ઈ.સ. ૧૮૪૭ માં લંડન, બ્રસેલ્સ અને પેરિસના સામ્યવાદીઓની એક પરિષદ લંડનમાં મળી હતી , જેના પરિણામે આંતરરાષ્ટ્રીય ‘ સામ્યવાદી જાહેરનામું ' બહાર પાડ્યું હતું. ઈ.સ. ૧૯૪૮માં લખેલ કોમ્યુનિસ્ટ મેનફેસ્ટો વિશ્વપ્રસિદ્ધ થયું. લંડનના બ્રિટિશ તેના મિત્ર એન્જલ્સ સંપાદન કરીને ‘ દાસ કેપિટલ ' નો બીજો ભાગ ૧૮૮૫ માં અને ત્રીજા ભાગ ૧૮૯૪ માં પ્રસિદ્ધ કર્યો.‘ દાસ કેપિટલ ’  તેમણે આપેલ મહાન ગ્રંથ છે.‘ દાસ કેપિટલ ’ ‘'સામ્યવાદી જાહેરનામું ” ચાર વિભાગમાં વહેંચાયેલું હતું. માર્ક્સની પત્ની જૈની ઈ.સ. ૧૮૮૧ ની ૨ જી ડિસેમ્બરે કેન્સરના રોગથી મૃત્યુ પામી અને પંદર માસ પછી કાર્લ માર્ક્સ પણ ૧૮૮૩ ની ૧૪ મી માર્ચે ૬૫ વર્ષની ઉંમરે લંડનમાં મૃત્યુ પામ્યા. 

   કાર્લ માર્ક્સના સમયમાં નવી ઉધ્યોગપ્રધાન અર્થવ્યવસ્થા યુરોપમાં સ્થિર થવા લાગી. તે જ સમયે ગરીબી અન્યાય કારખાના અને ખાનગી મિલકતના વિરોધમાં નૈતિક,ધાર્મિક તેમજ આર્થિક ભૂમિકામાંથી અનેક વિચારક અને જુથ ઊભા થયાં હતાં. તેમની છબી એક સમાજવાદી જુથ તરીકેની હતી. તેમના કહેવા પ્રમાણે ક્રાંતિને ભૌતિક અને સાત્વિક પાયો હોવો જોઈએ અને શિષ્ટબદ્ધ પદ્ધતિએ સંઘર્ષ કરીને નવા સમાજની રચના કરવી જોઈએ અને તે મુદ્દા પર ભાર મૂક્યો. તે માને છેકે સામાજિક વ્યવહારના ગતિ નિયમ શોધી શકાય. કાર્લ માર્ક્સના વિચારો સમજવામાં એમ તો જટિલ છે અને વ્યવહારમાં તેમનો કોઈ ખાસ ઉપયોગ પણ નથી પરંતુ સરળ ભાષામાં સમજવા જઈએ તો તેમણે જીવન ભર ભોગવેલ પીડાઓ અને અન્યાય ને ખૂબ બારીકાઈથી જોયા , સમજ્યા અને અનુભવ્યા.     

   આ વર્ગીય અન્વેષણ પદ્ધતિ અનુસાર માર્ગે મૂડીવાદશાહીની અર્થશાસ્ત્રીય ટીકા કરનાર અભ્યાસપૂર્ણ ગ્રંથ લખ્યા. મૂડીવાદશાહીમાં બે વર્ગ વચ્ચેનો સંઘર્ષ અંતિમ અને પરિણાત્મક બનતો હોય છે અને કામદાર વર્ગે સંગઠિત થઈને લડત આપવાથી રાજસત્તાનો કબજો કામદારવર્ગ પાસે આવી શકે એમ તેમનું કહેવું હતું, જોકે તે સંપૂર્ણ સત્ય નથી અને શક્ય પણ નથી. પ્રસ્થાપિત ઉત્પાદન સંબંધ બદલીને ઉત્પાદનનાં સાધનોની જેવા કે યંત્ર , કારખાના, ખાનગી મિલકત સંકેલવી જરૂરી હોય છે. તેમ થાય તો જ સામાજિક ક્રાંતિ થઈ શકશે એમ માર્ક્સવાદ માનતા. યુરોપમાં એકાદ  દેશમાં સંસદીય માર્ગે ક્રાંતિકારી બદલાવ કરી શકશે , પણ અન્યત્ર સંગઠિત કામદારવર્ગે લડત આપીને, વખત આવ્યું રાજ્યક્તઓના બળનો પ્રતિકાર કરીને ક્રાંતિ કરવી પડશે, એમ તેમને લાગતું હતું કારણ કે તેમના કહેવા પ્રમાણે કોઈ પણ રાજ્ય સંસ્થા એ મૂડીવાદીઓને અનુકૂળ છે. તેમના સમયમાં યુરોપમાં જ વિવિધ બળવા થયા, તેનો માર્કે ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો તે પોતે તેમાંના કેટલાક પ્રયત્નો સાથે સંકળાયેલા હતાં.

   ઈતિહાસ અને તત્ત્વજ્ઞાન વિષયના લેખનનો પણ સમાવેશ માર્ક્સવાદી વિચારોમાં અર્થશાસ્ત્ર અને ક્રાંતિને પ્રાધાન્ય થાય છે. કોઈ પણ વ્યક્તિ મેહનત કરીને પોતાનું  ભરણપોષણ કરે છે અને  વસ્તુ ઉત્પાદન કરે છે. જ્યારે તે ઉત્પાદન દરમિયાન તેમની સાથે થતા બિનજરૂરી અન્યાય સામે કાર્લ માર્ક્સ એ ક્રાંતિની મસાલ સળગાવી છે. માર્ક્સના વિચારો પર અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા છે તથા સંપૂર્ણ પણે તેને સ્વીકૃત કરવામાં પણ નથી આવ્યાં. ૨૦ મી સદીમાં તેમના વિચારો ને વધુ વખોડવામાં આવ્યાં છે કેમ કે કેટલીક હદે તે એક પક્ષતા સાબિત કરનાર વિધાન હતાં. આર્થિક સંઘર્ષને દૂર કરવા બળવો કરવો તે કેટલી હદે શક્ય બની શકે અને તદુપરાંત મૂડીવાદીશાહીને દૂર કરવાના તે એક માત્ર માર્ગ ન જ હોય શકે. તેમ છતાં આજે પણ કેટલાય સામાન્ય વર્ગ ના શ્રમજીવી વ્યક્તિ માટે તેમના વિચાર ખૂબ મહત્વના અને અનુસરવા જેવા છે. ગમે તેટલા આક્ષેપો હોવા છતાંય તેમના સિદ્ધાંતોને સાવ અવગણી નાખવા તે યોગ્ય ના જ કહી શકાય કારણ કે સાંપ્રદ સમયમાં પણ ગરીબી રેખા હેઠળ જીવતા તથા સામાન્ય માણસને બે સમય શાંતિનું ભોજન પણ મળી રહેતું નથી અને સર્વાંગી વિકાસ પણ થઈ શકતો નથી તે સ્વીકારવું રહ્યું. માર્કનું મોટા ભાગનું લેખન કાર્ય તેના મૃત્યુ પછી તેમના મિત્ર એ પ્રકાશિત કર્યું છે. 

                                                                                                                                                                                                                                                                                    જૈમીન જોષી.    

 



















 


Sunday, November 22, 2020

ગુજરાતી મહિના અને કેલેન્ડર (Gujarati months and calendars)


પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર હિન્દુ જ્યોતિષ શાસ્ત્ર અને ભારતીય કેલેન્ડરમાં પથદર્શક અને મૂળ કેન્દ્ર સ્થાને છે:-   




Earth orbit



   માનવ જેમ જેમ વિકાસ પામતો થયો તેમ તેમ નવા નવા સંશોધન કરતો થયો અને કેટલીક હદ સુધી સ્થાયી થયો અને સ્થાયી જીવનમાં સમયનું મહત્વ સમજમાં આવતું ગયું. કામ કરવાનો સમય, યોગ્યતા, ઋતુચક્ર વગેરે ને સમજતો થતો અને ખોરાક માટે અનાજની ખેતી કરતો થયો તેવા સમયમાં અમુક પ્રકારની નોંધણીની જરૂરિયાત હતી એટલે તેને સમયની નોંધ કરવાનો વિચાર કર્યો. તે પ્રતિદિનની નોંધ કરતો થયો તેમાં તેને કુદરતની અમુક ચોક્કસ ઘટના વિષે અભ્યાસ કર્યો. સવારે એક ચોક્કસ સમયે સૂર્ય ઊગે અને આથમે તે પરથી તેને એક દિવસ ઠેરવ્યો. રાત્રિના સમયે તે ચંદ્રની કળા અને તારાઓની નોંધ લેતો. તારાઓ પોતાની દિશા બદલે છે કે નહીં તેની ખાતરી હતી નહીં કારણ કે આકાશમાં તારા અસંખ્ય હતા અને તેમની વચ્ચે અંતર પણ ઓછું હતું એટલે તેના વિશે કઈ ચોક્કસ અનુમાન ધારી લેવું યોગ્ય ન હતું પરંતુ કેટલાક તારાઓ ચોક્કસ દિશામાં અને ચળકાટ ધરાવતા હતા જેમ કે ઉત્તર દિશામાં ધ્રુવનો તારો, તો કેટલાક તારાઓ એક ચોક્કસ પેટર્ન ધરાવતા હતા જેમ કે સપ્તર્ષિના સાત તારની હરોળ વગેરે...  

   તદુપરાંત માનવીએ જોયું કે ચંદ્ર પંદર દિવસ ઘટતી કળા કરતો અમાસે ખોવાઈ જાય છે. તે જ રીતે પંદર દિવસ ચડતી કળા કરતો પૂનમે ચંદ્ર પૂર્ણ રૂપે પ્રકાશે છે. આ ઉપરથી માણસે ૩૦ દિવસનો મહિનો નક્કી કર્યો. વિશ્વમાં અન્ય સંસ્કૃતિઓમાં પણ આવી રીતે મહિનાનું માપ ગણાયું. પ્રાચીન રોમમાં કેવળ સૂર્યની ગતિ પરથી ૩૬પ દિવસનું વર્ષ ગણવામાં આવ્યું અને તેના આડાઅવળા બાર ભાગ પાડીને મહિના ગણાવ્યા. હિન્દુ સંકૃતિના ગુજરાતી મહિના જે કારતકથી આશો સુધીના ગણાય છે અને હિન્દુ ધર્મમાં ગ્રહો અને તારાઓ તથા ચંદ્ર કળાનું પોતાનું એક વિજ્ઞાન છે. જ્યારે અન્ય દેશ પાસે આ વિષયે પૂરતું જ્ઞાન ન હતું પરંતુ શરૂઆતમાં અરબોનો હિંદુઓ સાથે સારો વ્યવહાર હોવાથી હિંદુ વિજ્ઞાનનો તેમને લાભ મળ્યો પણ પછી ઇસ્લામમાં વિજ્ઞાનની અવગણના થતાં અરબો પાછળ રહી ગયા. તેમણે ચંદ્રથી એટલે મોટે ભાગે બીજનો ચંદ્ર દેખાય તે ઉપરથી મહિનો ગણવાની રીત અપનાવી. તેમણે વર્ષ અને મહિનાનો મેળ મેળવવાનો વિચાર કર્યો નહિ અને દિવસ, મહિના અને વર્ષનો મેળ મેળવવાના બધા પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા ત્યારે હિંદુ વિજ્ઞાનીઓએ એક અદ્દભુત શોધ કરી અને સમયનું ચક્ર પૂર્ણ રૂપે વૈજ્ઞાનિક સાબિત થયું. 

astrology



   તેમણે સમયનાં સ્થાને અંતરને અધિકરણ રાખી સમયના માપ નક્કી કર્યા એટલે કે ચંદ્ર એક પ્રદક્ષિણા કરે તેને મહિનો ગણવો. તેમાં પૃથ્વી તેની ધરી પર કેટલા આંટા ફરે છે, તે ચર્ચાને અવગણવામાં આવી. મહિનાના ત્રીસ દિવસ તેમણે ૩૬૦ અંશ - ૩૦ = ૧૨ અંશની ચંદ્રની ગતિ પ્રમાણે લઈ તેમને તિથિ નામ આપ્યું. ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે તે ગાળામાં પૃથ્વી સૂર્યની ફરતી કક્ષામાં આગળ ગતિ કરતી હોવાથી ચંદ્રને ૩૬૦ અંશ કરતાં થોડું વધારે અંતર કાપવું  પડે છે. તેથી દિવસ ૧૨ અંશ એટલે કે ૭૨૦ કલાનો નહિ પણ, ૮00 કળાનો લેવાયો. ચંદ્રનો નક્ષત્ર સમય ૨૭ દિવસનો છે એટલે કે આકાશમાં એક તારાથી ગતિ કરતો ચંદ્ર ફરી તે જ તારા પાસે ૨૭ દિવસે આવે છે, પરંતુ પૃથ્વીની ગતિને લીધે અમાસથી અમાસ થતાં ૨૯  દિવસ લાગે છે એટલે વિજ્ઞાનીઓએ દિવસની ગણતરી ૨૪ કલાકના વારનાં બદલે ૮00 કળાની તિથિ પ્રમાણે લેવાનું નક્કી કર્યું. આ રીતે ચંદ્રનો દરેક મહિનો બરાબર ૩૦ દિવસનો થયો. દરેક મહિનામાં ૧ થી ૧૪ સુદ વેદ નિશ્ચિત કળા, પૂર્ણચંદ્રની પૂનમ અને વદ ૧૪ પછી અદશ્ય ચંદ્રની અમાસ એમ પૂરા 30 દિવસ લેવાયા. દર મહિનાની પૂનમે ચંદ્ર નિશ્ચિત નક્ષત્રમાં જ આવે છે.
Nakshtra


   આમ ચંદ્ર કળા અને નક્ષત્રોને આધારે મહિનાનું નામ અપાયું. આમ એક એવી વ્યવસ્થા થઈ જેમાં મહિનાનાં નામ અને તિથિ ઉપરથી. ચંદ્ર કેવો હશે, ક્યારે ઊગશે, તેની કઈ કળા હશે તે જાણી શકાયું. ચંદ્રની તમામ ગતિવિધિ ઉપર નજર રખાઇ તેથી વિરુદ્ધ આકાશમાં ચંદ્રને જોઈને તેની તિથિ તથા મહિનો પંચાંગમાં કયા હશે તે જાણવાનું પણ શક્ય બન્યું. તેના આધારે આખું કેલેન્ડર નક્કી થયું કયા દિવસે કયો વાર આવશે, કઈ ઋતુમાં કયો મહિનો તથા પ્રકૃતિ તેમાં કઈ રીતે ભાગ ભજવે છે તે નક્કી કરવામાં આવ્યું. સૂર્યોદર અને સૂર્યાસ્થનો સમય ગાળો તેના ઉપરથી જ જાણી શકાય. આપણે સૂર્ય, ચંદ્ર, તારાની ગતિ વિધિઓ જોઈને દિશાઓ નક્કી કરવાની પદ્ધતિ પણ શીખી. કયો મહિનો કયો નક્ષત્ર તથા કયા માહિનામાં ચંદ્રની કળા કેવી હસે તેની તિથી વાર તથા દર પૂનમે સૂર્ય ચંદ્ર વચ્ચે અંતર કેટલું હસે તે નક્કી કરવાનું વિજ્ઞાન પણ નિર્માણ પામ્યું તથા કઈ રાશિ પર કેવો પ્રભાવ પડે છે તથા રાશિઓનું સર્જન અને તેમાં ભાગભજવતા નક્ષત્રો નું પણ એક ઉમદા ગણિત બહાર પડ્યું

   પ્રાચીનકાળથી હિંદુઓ દ્વારા ભારતમાં બે પ્રકારની ઘટનાક્રમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમ માટે વર્ષોને કેટલીક ઔતિહાસિક ઘટનામાંથી ગણવામાં આવે છે. બીજા કેટલાક સ્વર્ગીય શરીરની સ્થિતિથી ગણતરી શરૂ કરે છે.

  ઔતિહાસિક  ઘટનાની ગણતરીની તારીખો સમય-સમય પર અને ભારતના જુદા જુદા ભાગોમાં બદલાય છે. ગુજરાતમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી સૌથી ઔતિહાસિક ઘટના, દક્ષિણના કેટલાક ભાગ અને આસપાસના ક્ષેત્રમાં વિક્રમ યુગ છે.  સક ઉપર રાજા વિક્રમાદિત્યની જીત બાદ વિક્રમ યુગની સ્થાપના થઈ હતી. આ યુગમાં ગણાયેલા વર્ષો સામાન્ય રીતે શબ્દ વિક્રમસંવત અથવા ફક્ત સંવત દ્વારા દર્શાવવામાં આવ્યા છે. તેઓ વીતેલા વર્ષો છે. ઉત્તરમાં રિવાજ દર વર્ષે ચૈત્ર (માર્ચ - એપ્રિલ) અને દરેક મહિનામાં પૂર્ણ ચંદ્રથી શરૂ થવાની છે, પરંતુ દક્ષિણના કેટલાક ભાગોમાં અને ગુજરાતમાં વર્ષ કાર્તિક (ઓક્ટોબર - નવેમ્બર) થી અને મહિનાઓ નવા ચંદ્રથી શરૂ થાય છે.  સક અથવા સાલિવાહન યુગનો ઉપયોગ હજી પણ ભારતના કેટલાક ભાગોમાં થાય છે.


Earth circulation



   સ્વર્ગીય સંસ્થાઓના સમયની ગણતરીમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને તારાઓ શામેલ છે.  જ્યારે રિપબ્લિક ઓફ ઇન્ડિયાએ તેના બિનસાંપ્રદાયિક જીવન માટે સૌર કેલેન્ડર અપનાવ્યું છે, તેમનું હિન્દુ ધાર્મિક જીવન પરંપરાગત હિન્દુ કેલેન્ડર દ્વારા સંચાલિત રહ્યું છે.  આ કેલેન્ડર, મુખ્યત્વે ચંદ્ર ક્રાંતિ પર આધારિત, સૂર્ય ગણતરીમાં અનુકૂળ છે.  લગભગ 29/2 દિવસની બરાબર ચંદ્ર મહિનો એ એક નવી ચંદ્રથી પછીના નવા ચંદ્ર સુધીનો સમયગાળો છે.  જે  ચંદ્ર સૂર્યના સંબંધમાં પૃથ્વીની આસપાસ એક ક્રાંતિ પૂર્ણ કરવા માટે લે છે. આ ચંદ્ર મહિનાને લગભગ બે અઠવાડિયા પ્રકાશ (એસઓઓડી) અને લગભગ બે અઠવાડિયાના અંધકાર (વીએડી) માં વહેંચવામાં આવે છે.  આ ચંદ્ર મહિનો વર્ષને સૂર્ય વર્ષ કરતા 11 દિવસ જેટલો ટૂંકા બનાવે છે, અને તેથી દર 30 મહિનામાં એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે જેથી 365 દિવસના સૌર વર્ષ અને 354 દિવસના ચંદ્ર વર્ષ વચ્ચેનો તફાવત સુધારી શકાય.  આ વર્ષને ચંદ્ર લીપ વર્ષ કહેવામાં આવે છે.

  જ્યારે સૌર્ય સિસ્ટમ જ્યોતિષશાસ્ત્ર માટે ખૂબ મહત્વ ધરાવે છે, જેનો દાવો કરવામાં આવે છે કે તે વ્યક્તિના જીવનને વ્યક્તિગત અથવા સામાજિક પ્રણાલીના ભાગ રૂપે સંચાલિત કરે છે, ત્યારે પવિત્ર સમયને ચંદ્ર દિવસ દ્વારા ગણવામાં આવે છે. ચંદ્ર મહિનાનો 30 મો ભાગ, મૂળ એકમ રહે છે.  આમ, ચંદ્રમાસ લગભગ 291/2 સૌર દિવસો છે.  તિથિ કુદરતી દિવસ સાથે સુસંગત નથી.  સંમેલન એ છે કે, તે તિથિએ પ્રાકૃતિક દિવસ માટે અમલમાં છે જે તે દિવસે વહેલી તકે થાય છે.  તેથી, એક તિથિ એક દિવસ પૂર્ણ થાય છે. નક્ષત્રના નામ જે મહિનાના ચંદ્ર ચક્રમાં તિથિને અનુરૂપ છે અને વાર્ષિક સૌર ચક્રમાં મહિનાના ભાગો છે તે સમયે ક્ષિતિજ પર નક્ષત્રોમાંથી ઉતરી આવ્યા છે અને તે પ્રમાણે મહિનાઓનાં નામ છે.

 ગુજરાતી ચંદ્ર મહિના:-

  •  કારતક 
  •  માગશર 
  •  પોષ 
  •  મહા
  •  ફાગણ
  •  ચૈત્ર
  •  વૈશાખ
  •  જેઠ
  •  અષાઢ 
  •  શ્રાવણ 
  •  ભાદરવો
  •  આસો 

   મૂળ રોમન વર્ષમાં 10 નામવાળી માર્ટિઅસ "માર્ચ", એપ્રિલિસ "એપ્રિલ", માઈસ "મે", જુનિયસ "જૂન", ક્વિન્ટિલિસ "જુલાઈ", સેક્સ્ટિલિસ "ઓગસ્ટ", સપ્ટેમ્બર "સપ્ટેમ્બર", ઓક્ટોબર "ઓક્ટોબર", નવેમ્બર "  નવેમ્બર ", ડિસેમ્બર" ડિસેમ્બર ", અને શિયાળામાં મૃત્યુ પામેલા બે અનામી મહિના, જ્યારે કૃષિમાં ઘણું ન થયું. વર્ષની શરૂઆત માર્ટીયસ "માર્ચ" થી થઈ. રોમન આશરે 700 બીસીના બીજા રાજા નુમા પોમ્પિલિયસે જાન્યુઆરીઅસ "જાન્યુઆરી" અને ફેબ્રુઆરીસ "ફેબ્રુઆરી" એમ બે મહિના ઉમેર્યા.  તેણે વર્ષની શરૂઆતમાં મરિયસથી જાનુઅરિયસમાં પણ સ્થળાંતર કર્યું અને કેટલાક મહિનાઓમાં દિવસોની સંખ્યા બદલીને વિચિત્ર, નસીબદાર નંબર બનાવ્યો.  ફેબ્રુઅરિયસ પછી ત્યાં ક્યારેક ક્યારેક ઇન્ટરકેલેરિસ "ઇન્ટરકેલેન્ડર" નો અતિરિક્ત મહિનો હતો. આ ફેબ્રુઆરીમાં લીપ-યર દિવસનો મૂળ છે.  46 બીસીમાં, જુલિયસ સીઝરએ ઘણા મહિનાઓમાં દિવસોની સંખ્યા બદલતા અને ઇન્ટરકેલેરિસને દૂર કરીને રોમન કેલેન્ડર (તેથી જુલિયન કેલેન્ડર) માં સુધારો કર્યો..

   વર્તમાન સ્થિતિમાં વ્યક્તિ માત્ર અંગેજી મહિનાઓને જ જાણતો હોય છે. કારતક વદ,સુદ કે માગસર સુદ જેવા તહેવારિક તિથિમાં વપરાતા શબ્દો તેને માથા ઉપરથી પસાર થઈ જાય છે. જ્યારે ક્યાંય શુભ કાર્ય કરવાનું હોય તો માત્ર ચોગડિયું જોવા માટે પણ પ્રખર બ્રહ્મનો સહારો લેવો પડે છે. જોકે હજુ પણ હિન્દુ ધર્મના પ્રસંગો પછી તે શુભ હોય કે અશુભ પરંતુ તેમાં વાર, તિથી, મુહરત, નક્ષત્રો વગેરેનો ઉપયોગ થાય છે જે આપણું મૂળ કેલેન્ડર છે.  
                          
  
                                                                                                                                      જૈમીન જોષી .










Thursday, November 19, 2020

પુરુષાર્થ વિહીન ધન (Wealth without manhood)



bramhin story image
                                                                                                                                    pic by google.com



   એક નાનકડું ગામ હતું. તે ગામની પ્રજા રાજાના સાનિધ્યમાં સુખ અને શાંતિથી પોતાનું જીવન જીવતા હતા. તે ગામમાં ભોળારામ કરીને એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. આખા ગામના લોકો સેવાભાવી હતા એટલે બ્રાહ્મણને દક્ષિણા સ્વરૂપે વખતોવખત જીવન જરૂરિયાત વસ્તુ મળી રહેતી હતી. તે બ્રાહ્મણની પડોશમાં મૂળચંદ નામે તેનો મિત્ર રહેતો હતો. પડોશી ધર્મ અને ઉપરથી મિત્રતાના કારણે બંને વ્યક્તિ વચ્ચે એક બીજાનાં સુખ દુઃખનો વાટકી વ્યવહાર રહેતો હતો. ભોળારામને એક દીકરી અને એક દીકરો હતો. દીકરી મોટી હતી. વખતની સાથે બંને બાળકો મોટા થયા અને દીકરીને લગ્ન કરવાની ઉંમર થઈ અને  સદનસીબે દીકરીને યોગ્ય મુરતિયો પણ મળી ગયો પરંતુ બ્રાહ્મણ પાસે તો બીજા અઠવાડિયાની જમવાની ગોઠવણ પણ ના હોય ત્યાં પ્રસંગ કાઢવાં જેટલી મૂડી તો ક્યાંથી હોય..?

  તે સાંજે ભોળારામ ગહન વિચારોમાં રસ્તાની એક કોરે બેઠો હતો ત્યાં તેનો મિત્ર મૂળચંદ આવ્યો. મિત્રને દુવિધામાં જોઈ તેને પૂછ્યું. 
 'કેમ ભોળા..?' શું થયું...? કેમ આમ રસ્તાની કોરે બેઠો છે..? કઈ તકલીફ છે... મિત્ર નો અવાજ સાંભળી તેને એક નજર  મૂળચંદ ઉપર ફેંકી અને પછી એક ઊંડો શ્વાસ છોડ્યો અને  મિત્રને પોતાની મૂંઝવણ વિશે પેટછૂટી વાત કરી. મૂળચંદએ ભોળારામ ની વાત સાંભળીને કહ્યું, દોસ્ત મારી પાસે એક રસ્તો છે. ગામથી લગભગ 4 માઇલ દૂર એક આશ્રમ છે ત્યાં એક સાધુ કહો કે ફકીર.. પણ કોઈ વ્યક્તિ રહે છે. સાંભળ્યું છે કે તેઓ લોકોની મદદ કરે છે. તું ત્યાં એક આંટો તો મારી આવ શું ખબર કદાચ ત્યાંથી કોઈ રસ્તો જડી જાય. 

   આ સાંભળી  ભોળા રામ ઉભો થયો. તેની આંખોમાં આશાનું એક કિરણ ઉતરી આવ્યું અને તે તરત તે ફકીર બાબાના આશ્રમે પહોંચી ગયો. આશ્રમના બહાર એક વૃક્ષ નીચે એક ફકીર શાંતિથી બેઠા હતા. ચાર પાંચ લોકો પણ તેમની તક્લીફની ચર્ચા તેમની પાસે કરતા હતા. ભોળારામ દૂરથી આ બધું જોઈ રહ્યો હતો. બધાના ગયા પછી તે ધીમે ડગલે ફકીર પાસે આવ્યા અને પોતાની મૂંઝવણ વિશે વાત કરી રડવા લાગ્યો. ભોળારામને જોઈ ફકીરને તેની દયા આવી અને તેને આંખો બંધ કરી. થોડીવાર પછી ફકીરે આખો ખોલી અને કહ્યું. અહીંથી બે માઈલ સીધા રસ્તે જા ત્યાંથી જમણી બાજુ વળી ત્યાં ખેતરોની પાસે એક ગામતળની જમીન છે, ત્યાં આંબાનું વૃક્ષ છે. આંબાના વૃક્ષની પૂર્વમાં બે ડગલે ખાડો ખોદ જે. તને તારી તકલીફોનુ સમાધાન ત્યાં મળશે અને હા આ વાત વિશે કોઈને જાણ કરીશ નહીં. 

   ભોળારામ ઉભો થયો ફકીરને પ્રણામ કરી તેના કહેવા પ્રમાણે તે દિશામાં ચાલવા લાગ્યો. આંબા પાસે પહોંચી તેને ફકીરે કહ્યું તે પ્રમાણે પૂર્વમાં બે ડગલે ખાડો ખોદી નાખ્યો. ખાડામાંથી એક નાનો ધન ભરેલો માટીનો ઘડો નીકળ્યો. આ જોઈ ભોળારામની આંખોમાં આંસુ આવી ગયા. તે ખુશ થઈ પોતાના ઘરે ગયો પત્ની ને વાત કરી અને દીકરીના લગ્ન માટે તૈયારી કરવા લાગ્યો. 

   મૂળચંદએ દીકરીની લગ્નની તૈયારી થતી જોઈ એટલે તેને ભોળારામને બોલાવી અને આટલા પૈસા ક્યાંથી આવ્યા તેમ પૂછ્યું. ભોળારામએ કહ્યું.. દોસ્ત તે કહ્યું તે પ્રમાણે હું ફકીર બાબા ને ત્યાં ગયો હતો અને તેમને મને જગ્યા બતાવી તે જગ્યા પરથી મને ધન મળ્યું. ફકીર બાબા અને તારો બંનેનો હું આભારી છું પણ તું આ વાત કોઈને કહીશ નહિ. આટલું કહી ભોળારામ આભારનેત્રે મૂળચંદને ભેટી પડ્યો. 

   મૂળચંદને આ વાત જાણીને ખુશી થઈ અને તેને પણ મિત્રને આલિંગન આપ્યું. તે સાંજે મૂળચંદ એ તેના અન્ય એક વ્યક્તિને વાતવાતમાં ભોલારામ સાથે બનેલ ઘટના વિશે વાત કરી. મૂળચંદના મિત્ર હરિપ્રસાદ ખેડૂત હતો  અને તેની જમીન  પેલા આંબાની બાજુમાં જ હતી  એટલે તે આંબા વૃક્ષ પાસે પહોંચી ગયો અને ત્યાનું પૃથક્કરણ કરી થોડા ખોટા સભૂત એકઠા કરી અને બે દિવસ પછી ભોળારામ પાસે આવી તેના ઉપર ચોરીનો આરોપ લગાવ્યો. ભોલારામ સાવ ડઘાઈ ગયો તેને થયું ફકીર બાબા એતો મને આવી કોઈ જાણકારી આપી ન હતી અને જમીન તો ગામતળની હતી તો ત્યાં દાટેલું ધન હરીપ્રસાદનું કઈ રીતે હોઈ શકે. ભોળારામે સામે વિરોધ કર્યો પરંતુ હરિપ્રસાદએ જરા પણ ઢીલ ન મૂકી અને મોટા મોટા અવાજે ઝઘડવા લાગ્યાં. લોકો ભેગા થવા લાગ્યા અને આખીય ઘટના રાજાના દરબારના સમક્ષ હાજર કરવામાં આવી.

   રાજાએ ભોળારામની આખી વાત સાંભળી પછી તેમને તે ધનનો ભરેલો ઘડો જોયો પછી મનોમંથન કરી તેને ફકીર બાબા, મૂળચંદ અને હરિપ્રસાદને બોલાવ્યાં. તેમને ફકીર બાબા ને પૂછ્યું કે તમને આ ધન વિશે ક્યાંથી ખબર પડી તો તેમને કહ્યું મને ભોળારામ ની પરિસ્થિતી પર દયા આવી એટલે મે ભગવાન નું ધ્યાન ધાર્યું અને મને ધ્યાન દરમિયાન ઈશ્વરે માર્ગ બતાવ્યો અને આ ગરીબ બ્રાહ્મણની વ્યથા જોઈ ઈશ્વરે તેમના ઉપર કૃપા કરી. 

   રાજાએ ધન સમક્ષ એક નજર કરી અને પછી સિપાહીઓને ઈશારો કર્યો... થોડી વારમાં સિપાહીઓ પાછા આવ્યા અને રાજાના કાનમાં ધીમેથી કઈ કહેવા લાગ્યાં.

   રાજાએ ફકીર સામે જોયું અને પછી બોલ્યા સિપાઈઓ મૂળચંદને એક મહિના કારાવાસમાં રાખવામાં આવે. હરિપ્રસાદને છ મહિનાની કેદ અને પચાસ કોડા મારવામાં આવે. ફકીર બાબાને 100 કોડા અને બે વર્ષનો કારાવાસ કરવામાં આવે. આવો ન્યાય જોઈ  દરબારીઓ ઉભા થઈ ગયા. કોઈને કાંઈ સમજમાં આવતું ન હતું બધા એકબીજાને સમક્ષ જોવા લાગ્યા. 
 
   આ જોઈ હરિપ્રસાદ બોલ્યા રાજા આમા મારો શું વાંક..? ધન તો ભોળારામે ચોર્યું. ફકીર બોલ્યા મેતો આ બ્રાહ્મણની સહાયતા કરી છે માટે હું દંડનો અધિકારી ક્યાંથી થયો? મૂળચંદ તો સીધો રાજાના પગે જ પડ્યો. રાજા હું તો મિત્રોને સહાય કરતો હતો. મેતો  ધન ઉપર નજર સુદ્ધાંએ નથી કરી અને મિત્રના કોઈ કાર્યમાં હસ્તક્ષેપ પણ કર્યો નથી તો હું કયા આધારે દંડને પાત્ર ગણાવું?

   રાજા આ સાંભળી હસવા લાગ્યા અને કહ્યુ કે ફકીર તને કોઈ ઈશ્વરનો સાક્ષાત્કાર થયો નથી. તે ભલે ભોળારામની સહાયતા કરવા માટે માર્ગ બતાવ્યો પરંતુ આ ધન ચોરીનું છે જે તે આજથી બે વર્ષ પહેલાં ચોરાવ્યૂ હતું અને તેના પુરાવા મારી પાસે છે.તે અત્યારે ભલે ફકીર ધર્મ અપનાવ્યો હોય પરંતુ તેનાથી તારા જૂના કર્મો નાશ થતાં નથી. હરિપ્રસાદ તે પર ધન જોઈને  લોભને વશ થઈ, તે આ ધન ઉપર ખોટો અધિકાર જમાવવાનો પ્રયત્ન કર્યો માટે તુ દોષિત છે. આ જોઈ મૂળચંદ રાજા સામે નિર્દોષભાવે જોઈ રહ્યો ત્યારે રાજાએ કહ્યું હે મુલચંદ.. તે પાડોશી અને મિત્ર ધર્મનો અનાદર કર્યો છે. તે ભોળા રામ ને ખોટો માર્ગ બતાવ્યો અને તેને તારા ઉપર મુકેલ વિશ્વાસ ને પણ તોડ્યો માટે તું વિશ્વાસઘાતી છે માટે તું દંડ ને યોગ્ય છે. 
 
   આ સાંભળી દરબારીઓ રાજાનો જયનાદ બોલાવવાં લાગ્યાં. રાજાની જય જયકાર કરવા લાગ્યા ત્યારે રાજાએ ભોળારામ સામે જોયું અને કહ્યું  ભોળારામ તે પારકા ધન ઉપર છૂપી રીતે અધિકાર જમાવ્યો અને અંધશ્રદ્ધાને વસ થઈ ચોરીના ધનને છુપાવવાનો ગુનો કર્યો છે માટે આ ધન તારી પાસેથી લેવામાં આવે છે અને તને સાત દિવસની કારાવાસની સજા કરવામાં આવે છે. વાત રહી તારી દીકરીના લગ્નની તો તે આ રાજ્યની દીકરી છે અને તે પ્રમાણે હું પણ તેના પિતાતુલ્ય છું માટે તારા દીકરીના લગ્ન હું કરાવીશ. રાજાનો ફરી એક વાર જય જય કાર  થવા લાગ્યું. 

   આ કહાની આમતો સાવ નાની છે પરંતુ આપના જીવનને બોધ આપનારી છે. આ કહાની આપણને ત્રણ વાત શીખવે છે એક કે ક્યારેય પારકા ધન ઉપર નજર ના કરવી અને લોભ ના કરવો ,બીજું  માણસ એ વર્તમાન સમયમાં ગમે તેટલા પુણ્ય કર્યા હોય પરંતુ ભૂતકાળમાં કરેલ ખરાબ કર્મ તેનો પીછો છોડતા નથી.. કર્મના સિદ્ધાંતમાં ક્યારેય બાદબાકી થતી નથી સમય સમયે સારા નરશા કર્મોના ફળ માનવએ ભોગવવવા જ પડે છે અને ત્રીજું કે ક્યારેય સ્વજન સાથે વિશ્વાસઘાત ના કરવો. કોઈ પણ સંબંધ વિશ્વાસ નામના પૈડાં ઉપર સવાર હોય છે એમાં જરા પણ તિરાડ માનવતાને ઊથલાવી નાખે છે. આપણાં ઉપર કોઈ દ્વારા કરેલ ભરોસો એ માનવતાએ આપણને સાચવવા આપેલ જવાદારી છે. 

                                                                                                                                 જૈમીન જોષી. 

Thursday, November 12, 2020

માનવ જીવન અને મૂલ્યો (Human life and values)


  • મૂલ્ય એટલે આપણી  ભાવનાઓ માન્યતા, આદર્શો, સંસ્કાર, સંસ્કૃતિ, સમજણ અને જ્ઞાનની જળવાયેલ એકસૂત્રતા: - 


Human life and values image


   માનવજીવનમાં મૂલ્યોનું આગવું મહત્વ છે. માનવમૂલ્ય તો છે જ પરંતુ માનવ જીવનમાં ઘટિત ઘટનાઓમાં મૂલ્યનો ફાળો મોટો છે. માનવીય મૂલ્યો અને જીવનના મૂલ્યો નો પાયો શૈક્ષણિક મૂલ્યો પર આધારિત છે. શિક્ષણની મહત્વની ફિલસૂફીઓમાં જ્ઞાન તરીકે  પ્રસ્થાપિત માત્ર માહિતી અને ઉપભોગી તરીકે વસ્તુનું જ્ઞાન મેળવી શકાય. માહિતીનું વિતરણ શાબ્દિક છે, અનુભવી જ્ઞાનને  શબ્દોના સ્વરૂપમાં પ્રગટ કરીએ ત્યારે શ્રોતાને શીખ કે પ્રેરણા મળે છે પરંતુ તે અનુભવીત વ્યક્તિ એ ભોગવેલ પીડા, એકાંત, નફરત, ધૃણા અને શીખ તથા ઉત્પન્ન થયેલ લાગણીઓ શ્રોતા અનુભવી શકતો નથી. પીડાને ક્યારે શાબ્દિક રૂપમાં ઢાળી  ન શકાય. તે અનુભવવાતી જ હોય. હા... ચોક્કસ  પીડા ઉપર ચર્ચા થઈ શકે, તેનું અલગ અલગ વિભાવનાઓમાં પ્રદર્શન કરી શકાય. અનુભવને શિક્ષણના કેન્દ્ર સ્થાને મૂકી શકાય. મૂલ્યહીન જીવન અને મૂલ્યહીન શિક્ષણ મૃત શરીર સમાન છે. પૃથ્વી ઉપરથી સૂર્યને દૂર કરી દેવામાં આવે તો પૃથ્વીનું શું થાય તે જ પ્રમાણે જીવનમાંથી શૈક્ષણિક મૂલ્યોને ખસેડી દેવામાં આવે તો પરોક્ષ રીતે તેની અધોગતિ જ કહેવાય.
  
   મૂલ્યોના સ્વરુપ અને પ્રકાર વિશે શિક્ષણવિદ્ શાબ્દિક કે અક્ષરીય છણાવટ થઈ જ છે. શૈક્ષણિક ઉદ્દેશોની પ્રસ્તાવનામાં શૈક્ષણિક મૂલ્યોની અભિવ્યક્તિ છે. શિક્ષણ દ્વારા જ્ઞાનનું વિતરણ થાય છે. વયસ્ક  વ્યક્તિ પાસે અનુભવ છે... મૂલ્યસહ કે મૂલ્યવિહીન માટે તેમની પાસેથી લીધેલી જ્ઞાનની છણાવટ કરવી જરૂરી છે અને તે છણાવટ માટે બૌદ્ધિક મૂલ્યોની આવશ્યકતા છે. સમજણ હોવી, સમજવું, સમજાવી લેવું, સમજાવી દેવું, સમજવું કે સમજી જવું આ છોએ શબ્દોની વ્યાખ્યા કરવા જઈએ તો જીવનનો અડધો બોધ પ્રાપ્ત થઈ જાય. મૂલ્યોનો વિચાર કરતાં મૂલ્ય આંકવું અને અન્ય ને મૂલવવું બંને શબ્દો ના અર્થ ઘટનો અલગ છે. વૈયક્તિક આકાંક્ષા એ મૂલ્યનું સ્વતંત્ર પાસું છે અને તે આવશ્યક પણ છે. કેટલાક મુદ્દાઓને અવગણી નાખવું તે મૂર્ખામી છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે વાસ્તવિક અર્થ જુદા જુદા હોય તેનું કારણ શૈક્ષણિક મૂલ્યોનો કેળવાવું તેઓ થતો હોય છે. મનમાં ઉઠતી ઈચ્છાઓને મૂલ્યવિહીન રથમાં સવાર કરીએ તો તેનો પ્રવાસ ટૂંકો જ હોય. 

   મૂલ્યોમાં સ્વીકૃતિ છે. મૂલ્ય જીવનના હેતુઓની છણાવટ કરતાં શીખવે છે. આચાર, વિચાર, મૂલ્યાંકન,  શિક્ષણ, જ્ઞાન, સામાજિકતા, સ્વીકારતાં, મૂલ્યનિષ્ઠતા, અર્થ, અનર્થ, રુચિ, ઈચ્છાઓ, અનૈચ્છાઓ, એકસૂત્રતા, એકશબ્દતા, નિંદા, સુંદરતા, વર્તન, વાણી, વલણ, અભિમાન, હેતુ, વિચારભેદ, મનભેદ, મતભેદ, અનુભવ, અમલીકરણ, અલગીકરણ, એકવાક્યતા, પ્રત્યક્ષીકરણ, પૃથક્કરણ, પ્રવિધિઓ, પદ્ધતિઓ, પ્રવૃત્તિઓ-પ્રયુક્તિઓ, સમયબદ્ધતા, સિદ્ધાંત, નિયમ, માપદંડ, ચર્ચા, પરીક્ષણ, પ્રભાવ, મૂલ્યાંકન, આંકલન, માન્યતા, ગેરમાન્યતા, પારંગતતા વગેરે મૂલ્યને આધિન છે. માનવજીવનના સ્વયંના  મત, જ્ઞાન કે સમજણ ન હોય તો તે કોઈ પણ ઘટના, શીખ, અનુભવ કે શાબ્દિક જ્ઞાનનો અર્થઘટન કરી શકતો નથી. જ્ઞાન પ્રાપ્ત કરવાના સ્ત્રોતોના માધ્યમો અલગ અલગ હશે પરંતુ તેને સમજવા વ્યક્તિના સ્વયંમના અર્થો સાથે સાથે મૂલ્યો પણ જરૂરી છે. વ્યક્તિ જ્યારે મનોવલણને વ્યાવહારિક જ્ઞાન સાથે જોડાણ કરે તો શૈક્ષણિક મૂલ્યોની પવિત્રતા જાળવાવવી જરૂરી છે. અલગ અલગ મુદ્દાઓના અલગ અર્થ, અલગ અર્થઘટન અને તેના અનુસંધાનમાં ધર્મ-અધર્મ, સત્ય-અસત્ય, નીતિ-અનીતી, હિંસા-અહિંસા, સકર્મ-અકર્મ જેવા કાર્યો થતાં હોય છે અને તેના આધારે પાપ અને પુણ્યના મુદ્દાઓ ઊકેલતા હોય છે. કોઈ પણ કાર્યના પાયામાં વ્યક્તિના સ્વયં કેળવેલ સુવિચારીત મૂલ્યો હોવા જરૂતિ છે. કોઈને આધીન થઈને લીધેલ નિર્ણય કે કરેલ કાર્ય માનવને નિરાશામાં ધકેલી દેતું હોય છે. 
                            
                                                                                                                                  જૈમીન જોષી.       

Thursday, November 5, 2020

સત્ય અને સામાજિક શિક્ષણ (Truth and social education)


  • જ્ઞાન પિપાસાને સંતોષવા શિક્ષણની સાથે સત્ય અને નીતિમત્તાનો પણ સ્વીકાર થવો જોઈએ....

Truth and social education


  જીવનની સમસ્યાઓ સામે આવીને ઉભી  ત્યારે વ્યક્તિએ ગહન ઉદાસીનતાનો ચહેરો જોયો. કઈ તૂટયા, છુટ્યા, ગુમાવ્યા કે તરછોડાયેલા સંબંધે વૈરાગ્યતાનો અનુભવ કરાવ્યો. વ્યક્તિ જીવનભર જેને બહાર શોધે છે તે તત્વ સૃષ્ટિમાં અસ્તિત્વ ધરાવતું હોય તેવું ન બને અને જો બને તો સ્વ માટે સર્જિત છે તેવું માની લેવું તે પણ બૌદ્ધિક દ્રષ્ટિએ વ્યર્થ છે. વૈરાગ્યએ વ્યક્તિને યોગી બનાવ્યો અને યોગીઓએ આધ્યાત્મનું સરણ  સ્વીકાર્યું. આધ્યાત્મિકતા ભરેલું જીવન જીવવું અને સાંસારિક જીવન જીવવું બંનેમાં વ્યક્તિ ભોગને જ શોધતો હોય છે. વ્યક્તિ સંસારની તમામ માયાથી પર જવા વસ્તુઓનો કે વ્યક્તિનો ત્યાગ કરે અને અંતે શાંતિ મેળવવા પરમાત્માનો સહારો લે છે. સાંસારિક જીવનની ઇચ્છાઓ અસ્વીકૃત થઈ તો કદાચ આધ્યાત્મિકતા તેને સ્વીકાર્ય ગણે.. માટે વ્યક્તિ છાને ખૂણે ચિંતન તો ભોગનો જ કરતો હોય છે. દરેક દર્પણમાં ચહેરા એક સમાન ન જોવાય તેનો અર્થ તે ચહેરાઓમાં ફેરફાર થાય છે તેવું હોતું નથી. વ્યક્તિ જેવો છે તેવો જ છે. માત્ર ઈચ્છાઓ અને અભિપ્રાયો બદલાયા છે. અભિપ્રાયો કેટલેક અંશે સંઘર્ષને જન્મ આપે છે. સંઘર્ષ વ્યક્તિને કાર્યરત રાખી શકે છે પરંતુ સુખ તો ન જ આપી શકે.

  સામાજિક પરિવર્તન સંઘર્ષ, પ્રગતિ, કર્તવ્ય અને ક્રાંતિ સાથે સંકળાયેલા છે, અલબત માત્ર આ જ પૂરતાં નથી. અવ્યવહારુ પરિસ્થિતિનાં મૂલ્યોમાં સંઘર્ષ કરતાં ક્રાંતિ વધુ હોય છે. સામાજિક પ્રશ્નો કે સમસ્યાઓને એક મતે ઉકેલવી તે પણ શક્ય નથી.વ્યક્તિ મત ક્યારેક એક ના હોય અને એક સમાન મતે લેવાયેલ નિર્ણયમાં ગમેતે એક વ્યક્તિ સ્વીકારક હોય છે. વ્યક્તિ પરિવર્તન માટે જાગૃતિ અને સતર્કતાનો પાયો મજબૂત હોવો આવશ્યક છે. વ્યક્તિ પરિવર્તનની ક્રિયા સામાજિક મોભા ને ઉગતા સૂર્યની જેમ પ્રકાશિત કરી શકે છે. ક્રોધી અને અજ્ઞાની વ્યક્તિ બપોરના તડકા જેવો હોય છે તે માત્ર બાળે છે. બળાપો દૂષણ છે. વ્યક્તિ પ્રતિકૂળતાથી ડરે છે અનુકૂળતાઓને જ સર્વસ્વ માનીને બેસી રહેનાર વ્યક્તિ ક્યારેય બોધ ગ્રહણ ન કરી શકે. સત્યના પાસાનું પૃથક્કરણ કરી અને સ્વીકારવું તે અધ્યયન ક્રિયાનું સાત્વિક કૌશલ્ય છે.

  વિદ્યાકીય સ્વતંત્રતા અધ્યાપનનું શ્રેષ્ઠ પાસુ માની શકાય. અધ્યયન અને અધ્યાપન બંને ક્રિયા માટે વ્યક્તિને મુક્ત વિવેચનનો અધિકાર હોવો જોઈએ. મુક્ત વિવેચનનો અર્થ માત્ર શાબ્દિક સ્વતંત્રતા એવો થતો નથી. શાબ્દિકતા સંવાદને ઉજાગર કરી શકે છે. મૌલિકતા બુદ્ધિને સ્વતંત્રતા બક્ષે છે પરંતુ સર્જકતા કુદરતના કાનૂન સાથે સમકક્ષ બની શકે છે. ખોજ માટે બુદ્ધિચાતુર્યની સાથે સહજ સ્વીકારકતાનો ગુણ પણ જરૂરી છે. સફળ વ્યક્તિએ અનેક નિષ્ફળતાને શિક્ષક તરીકે સ્વીકારી હોય છે. નિષ્ફળતાના પાયાઓ જો પંથ નું નિર્માણ ન કરતાં હોય તો  તે નિષ્ફળતા પણ નકામી જ કહેવાય. જ્ઞાની વ્યક્તિ પ્રયત્નશીલ હોય તે જરૂરી નથી પરંતુ પ્રયત્નશીલ વ્યક્તિ જ્ઞાની બની શકે. જો સૃષ્ટિના સર્જન અને શાસન નો સવાલ હોય તો વ્યક્તિ કેટલેક અંશે શાસક બની શકતો હોય છે પરંતુ તે ઈશ્વરની સર્જકતા ઉપર અધિકાર જન્માવાનો પ્રયત્ન કરે તો તે મૂર્ખામી છે. ઈશ્વરતો સ્વયંને શાસક નથી માનતો તો  માનવીય વલણનું તો અસ્તિત્વ જ અવગણી નાખવું જોઈએ.

  સત્યની તપાસ અંગેનો અધિકાર ઈશ્વરે વ્યક્તિને આપ્યો છે પરંતુ તે નિશ્ચિત માળખામાં ક્યારેય ઢાળતો નથી. આવું હોઈ શકે તેવું માનવું એ ઈશ્વરીય સ્વતંત્રતા છે. માત્ર આવું જ છે તેવું માનીને ચાલવું તે અજ્ઞાનની સ્વતંત્રતા છે. કોઈપણ સંદર્ભમાં માળખાકીય ટીકા કરી શકે એ શિક્ષણની સ્વતંત્રતા છે પરંતુ કોઈ પણ સ્વાતંત્ર  દ્રષ્ટિબિંદુઓનું સન્માન કરવું એ વિદ્યાકીય સ્વતંત્રતા અને સંસ્કાર છે. સામાજિક શિક્ષણના સ્તરને ઉચ્ચ લાવવા માટે સત્ય નો સ્વીકાર થવો જરૂરી છે. સત્ય ક્યારેય શિક્ષણને આધીન નથી હોતું તે માત્ર હોય છે.. તેનું અસ્તિત્વ છે.... તેને શોધવું, જાણવું, પૃથક્કરણ કરવું અને સ્વીકારું તે વ્યક્તિ આધીન હોય છે. સત્ય ને માનવ ક્રિયા સાથે કોઈ લેવાદેવા નથી. સત્ય એ મૂર્ખ અને જ્ઞાની બંને વ્યક્તિ માટે એક સમાન જ હોય એટલે....  તો તે "સત્ય" છે. 


                                                                                                                                      જૈમીન જોષી. 

Sunday, November 1, 2020

માનવ વલણ અને સ્વભાવ (Human attitude and disposition)


  • માનવ પ્રકૃતિના સામાજિક પાસા શૈક્ષણિક પ્રથાને વિભિન્ન રીતે પ્રદર્શિત કરે છે.

Human attitude and disposition


  ઈશ્વરે માનવીની અંદર વિવિધ શક્તિઓનું સંચય કર્યું છે. આધ્યાત્મિકતા તેમાંની એક છે. વ્યક્તિ ઉછેર, સ્વભાવ, કેળવણી, વાતાવરણ સંસ્કાર અને વંશાનુક્રમ વચ્ચે રહેલ ભેદ અલગ તારવી તેને સમજવો જરૂરી છે. માનવી સ્વભાવગત ક્રિયાશીલ છે. આદર્શવાદીઓ મનના કાર્યને પદાર્થમાં જુએ છે, તો કર્મવાદી ક્રિયામાં,  વાસ્તવવાદીઓ શરીર સુખમાં વધુ માને છે. ઈંદ્રિયોના ભોગવિલાસ એ વ્યક્તિમાં બે રીતે ઉતરી આવે છે. એક અનુભવમાંથી અને બીજું આનુવંશિક રીતે. આનુવંશિકતા ઉપર વ્યક્તિ  નિરુપાય હોય છે પરંતુ અનુભવોને વિવિધ દ્રષ્ટિથી જોઈ શકાય.

  બાળક જન્મ પછી માતા પાસેથી શીખે પછી શાળા, કુટુંબ, સમાજ અને મિત્રો પાસેથી શીખે અને અંતે અનુભવથી શીખે. શીખવું એ ગુણધર્મ છે. અનુભવએ એક ક્રિયા છે. તેમાંથી દરેકે પસાર થવું જ પડે. અનુભવ દ્વારાં મેળવેલ જ્ઞાન વ્યક્તિને નિખારે છે. અબોલા પશુઓ માટે જ્ઞાનનો માર્ગ તેજ છે તે શ્રવણ જ્ઞાન કુદરતી રીતે જ અફળ હોય. મનની દોર વ્યક્તિ હસ્તગત હોવી અતિ આવશ્યક છે. મનને કેળવી શકાય, મનને પઢાવીએ તેટલું પઢે. વ્યક્તિ જ્યારે શીખવાની અવધિમાં હોય ત્યારે તેના શરીર સ્નાયુઓ ક્રિયાશીલ હોય છે. કોઈ પણ અધ્યયન પ્રત્યક્ષ રીતે અનુભવીત હોવું જોઈએ તે જ બોધ.. તે જ જ્ઞાન. આવિષ્કાર અલગ વસ્તુ છે તેના માટે ઊંડો અભ્યાસ, તર્ક અને વિશેષ જ્ઞાનની સાથે સાથે માનવી માનશિક રીતે સક્રિય હોવો જરૂરી છે.આળસ અને સ્થૂળતા વ્યક્તિઉર્જાને નષ્ઠ કરતી હોય છે.

  આપણે માનવ પ્રકૃતિ અને પ્રાણી-પશુ પ્રકૃતિનો અભ્યાસ કરીએ તો મોટા ભાગની ક્રિયાઓ મળતાવડી નીકળે. પશુઓ પાસે મર્યાદિત શક્તિઓ છે જે તેમનું જીવન ટકાવી રાખવા પુરતી હોય છે. તે અનુકૂલન સાધી તેમનું અસ્તિત્વ જાળવી રાખે છે. માનવમાં અલગ અલગ પશુઓની વૃત્તિ જોવા મળતી હોય છે. વાઘ શિકાર કરી શકે, હાથી સૂંઢથી પાણી ભરી શકે, સિંહ જંગલમાં રાજ કરી શકે તો શિયાળ બુદ્ધિ ચાતુરાય  વાપરી શકે, ચિત્તો ઝડપી  દોડી શકે. મગર કલાકો શુદ્ધિ પાણીમાં સ્થિર અવસ્થા જાળવી શકે તો દેડકો છો મહિના સુધી જમીનમાં શ્વાસ માત્રથી જીવી શકે. દરેક પશુમાં કોઈને કોઈ ખાસ ચાતુર્ય હોય જ છે. જે પોતાની જાતને અલગ પ્રજાતિ પ્રદર્શિત કરતું હોય છે. હાથી કદાવર અને શક્તિશાળી જ હોય, વાગના નખ અને જીભ ઘાતક અને બરછટ જ હોય, જિરાફની ડોક લાંબી જ હોય, સાબરના  શિંગડા વાંકા જ હોય, ગધેડા એક સ્થાને ઊભા રહી ઊંગ મેળવતા હોય, રીંછના સમગ્ર શરીરે વાળ જ હોય વગેરે વગેરે... પણ માનવમાં આ તમામ ગુણો જોવાતા હોય છે. તેને ઈશ્વરે વધુ આપ્યું છે, તે વિશેષ છે માટે પશુઓથી શ્રેષ્ઠ છે, છતાં તે દુઃખી છે. મનુષ્ય પ્રકૃતિમાં સ્વાભાવિક રીતે શક્તિઓ કોટી ક્રમે રહેલી છે. માનવ તેના અનુકૂળન માટે ઉપયોગી શક્તિનો સંચાર કરી શકે છે. તેનામાં નિર્માણ વૃત્તિ ઈશ્વર જન્મથી સાથે જ આપી છે. વ્યક્તિએ શક્તિનો ઉપયોગ કરવા કેળવાવું જોઈએ. તાલીમને અવગણી ન શકાય.

  હિંસક મનોવલણ એ સમાજ માટે શ્રાપ છે. પ્રાણીઓ માટે હિંસા જરૂરી છે, પશુ માટે નથી પરંતુ માનવ માટે ચોક્કસ કહી ન શકાય. માનવ હિંસા શોખ માટે કરતો થયો છે. પ્રભાવ અને અન્ય પર હાવી થવાના ખોટા આડંબરમાં તે માનવ લક્ષણથી વિપરીત વર્તન કરે છે. હાથી સૌથી શક્તિશાળી પ્રાણી છે પરંતુ તે તેની શક્તિનું પ્રદર્શન ક્યારેય કરતો નથી. સ્વભાવે તે પ્રેમાળ અને ભોળો છે. શરીરશાસ્ત્રનું એક અલગ વિજ્ઞાન છે, તે જટિલ છે પરંતુ તેને સમજ્યા વગર પણ માનવ તેના કાર્યો પાર પાડી શકે છે. દેહ ધાર્મિક છે કે નહીં પરંતુ સ્વભાવ ધાર્મિક હોય તો દેહ ચંદન સુગંધ ફેલાવે. વૈચારિક રીતે માનવ સક્ષમતા ન કેળવી શકે પરંતુ જ્ઞાનની દિશામાં તો તે યંત્રવાદી ન જ બનવો જોઈએ. જ્ઞાનવેગો બદલી શકાય છે પરંતુ તેનાથી ભાગી શકાતું નથી. જીવ છે તો જીવન છે એવું નહીં અધ્યયન છે તો જીવન છે તેવી માનસિકતા ખીલવવી અને કેળવવી ખૂબ જ આવશ્યક છે. ફક્ત વખતો વિતાવવાથી જ્ઞાનના વાયરા ઊંચા ઉડતા નથી. 

                                                                                                                                        

                                                                                                                                            જૈમીન જોષી. 

Saturday, October 31, 2020

શું બૌધિક લક્ષણનું પૃથક્કરણ યોગ્ય હોય છે?(Is the analysis of intellectual trait correct?)


માનવની મૌલિક પ્રકૃતિ સ્થિર કે પરિવર્તનશીલ હોય પણ  તેના સાત્વિક સિદ્ધાંતો વૈચારિક અને બૌધિક હોવા જોઈએ. 


Mind image



   માનવી શું છે? અથવા કેવો છે... તેવો પ્રશ્ન પૂછવામાં આવે તો મન નિર્જીવ અવસ્થામાં સ્થાન મેળવીલે તેવું બને. માનવ જગતમાં વિચારો સ્વયંભૂ છે માટે સ્વભાવગત આ પ્રશ્નનો ઉત્તર પેટા વિભાગો દ્વારા પ્રાપ્ત થાય પરંતુ તેમાં સત્યતા કેટલી તે ભૌતિક રીતે નક્કી ન કરી શકાય. તમને કોઈ પૂછે કે માનવ શરીરમાં મન છે? તો તમે તરત કહો હાઆઆ... હોય જ ને...પરંતુ ક્યાં તેવું પૂછવામાં આવે તો મોટાભાગે જવાબનું અસ્તિત્વ ન મળે. તે મસ્તિષ્કમાં હોય કે રુધિરનું પંપીંગ કરતા હૃદયમાં.? તેનું સ્થાન શરીરના કોઈ પણ ચોક્કસ સ્થાને છે કે કેમ.. તે પણ નક્કી ન કહી શકાય. શરીર ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવે છે પરંતુ મન અભૌતિક છે. મન એ કોઈ પદાર્થ નથી તેથી તેના ગુણધર્મ વિશે વિભાવનાઓ બહાર પાડવી તે અયોગ્ય કહેવાય. મસ્તિષ્કના પેટાવિભાગો અસ્તિત્વ ધરાવે છે તથા મગજમાં ઉત્પન્ન થતા રસાયણોના નામ પણ જાણી અને સમજી શકાય છે. અપૂરતા રસાયણોના સ્રોતમા વધ-ઘટ કરી શકાય કેમકે તે એક ભૌતિકતા ધરાવે છે. માનવ સ્વભાવનું નિયમન મસ્તિષ્કમાં ઉત્પન થતાં રસાયણો કરે છે. માનવ જ્યારે કુટુંબ, સમાજ કે આસપાસના વાતાવરણથી જે રીતે અનુકૂલન સાધે છે તેટલું જ તેના સ્વભાવમાં જોવા મળે છે, પરંતુ મન તે સ્વીકારતું નથી. તેને સ્વયંના પ્રશ્નો છે. ક્યારેક ઉકેલ જડે અને ન પણ જડે. જો જડે તો તે કેટલા અંશે સત્ય છે તેના તર્ક પણ પ્રશ્નાર્થ ચિન્હ સાથે ઉભા જ હોય.
  
  માનવીની પ્રકૃતિ દર્શાવે છે કે  ઈશ્વર અને સૃષ્ટિ એ બે જુદાં છે. ઈશ્વર સમગ્ર  બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે કે તેનું પોતાનું કોઈ અંગત સ્થાન છે તેના તર્કો હોય, માન્યતા હોય કે અંતે સ્વીકારકતા હોય પણ સાબિતી નો છાટો એ ના હોય. શરીર માંસના લોચાનું બનેલું છે અને ઈશ્વર તેમાં આત્માનું રોપણ કરે છે. મન અને તન બંને ભેગા થાય તો ઐશ્વર્ય શક્તિનું પ્રત્યક્ષીકરણ થાય. માનવ સ્વભાવ તથા વારસાઈ લક્ષણો મૃત્યુ સુધી સાથ છોડતા નથી. કેળવણીની પ્રક્રિયા લાંબી છે તે આજીવન ચાલે છે પરંતુ વારસાઈ લક્ષણો કે કુલક્ષણો માનવની પ્રગતિનો દુશ્મન હોય છે. કેટલાક કેળવણીકારો, સમાજવિદ્, શિક્ષણવિદ્  કે વિચારકો માને છે કે માનવ આત્મા તે જ મન. માનવ શરીરમાં થતી વૈચારિક આંતરક્રિયા અટપટી અને જટિલ છે. દરેક વ્યક્તિની પ્રકૃતિમાં ભેદભાવ જોવા મળતો હોય છે. દરેકની ઈચ્છાઓ, વાણી, વર્તન, શોખ, સપનાં વગેરે ભિન્ન હોય છે. તેના પાછળના કારણોની પણ એક લાંબી યાદી છે. મસ્તિષ્ક પાસે કુતુહલતા છે તો મન પાસે સવાલ, મસ્તિષ્ક પાસે ઉત્સુકતા છે તો મન પાસે અસ્વીકારતા, મસ્તિષ્ક પાસે તર્ક છે તો મન પાસે દલીલ. 
  
  આધ્યાત્મ શાસ્ત્ર મુજબ મૃત્યુ પછી આત્મા શરીરથી છૂટો પડે છે ત્યારે તે ઉર્જા વિહીન સાધન માત્ર બની જાય છે. બાળકના મનમાં કુતૂહલતા  હોય અને કુતુહલતા જ શિક્ષણ મેળવવાનું પાસું છે.  જિજ્ઞાસાવૃત્તિ જ વ્યક્તિને જીવંત રાખે છે. ઈશ્વર પ્રાણ એકલા પૂરતો નથી સાથે સાથે કેટલીક ઈચ્છાઓનો પણ સંચાર કરતો હોય છે. શિક્ષણનો અર્થ અહીં  કેળવણી થતો નથી. કેળવણી, સંસ્કાર, શિક્ષણ, જ્ઞાન ભલે પર્યાયવાચક શબ્દો હોય પરંતુ તેમના અર્થો વિશેષ રૂપે અલગ થતાં હોય છે. તેની વ્યાખ્યાઓ વચ્ચે ઊંડો મર્મ અને લાંબી પદ્ધતિનો સમાવેશ થતો હોય છે. મન જે શીખે છે તેનો પ્રભાવ તન  ઉપર પડે તે ચોક્કસ છે. માનવ વૈચારિક રીતે ખૂબ પ્રવાસ કરતો હોય છે. શરીર તે માટે અસમર્થ છે. મસ્તિષ્ક વિચારો દ્વારા ખેડાયેલ પ્રવાસનો રોમાંચ અનુભવી શકે છે અને શરીરમાં તે પ્રકારના રસાયણોનો સ્ત્રાવ કરતો હોય છે. ઈશ્વરએ દરેકના શરીર એટલા સક્ષમ નથી બનાવતો કે તે શારીરિક રીતે પ્રવાસ ખેડી શકે. મનઃક્ષમતા દરેકને અર્પિત કરતો હોય છે. આરોપણ કરે તે ઈશ્વર. 

  માનવ જીવનકાળ દરમિયાન શીખે, અનુભવે અને પ્રેરણા મેળવે છે પરંતુ તેમની કેળવણીનું નિયમન અયોગ્ય રીતે થતું હોય તો તેનો બોજો સમગ્ર પેઢીને અને સમાજને ભોગવવો પડતો હોય છે. વ્યક્તિ વૈચારિક રીતે સ્વતંત્ર છે ક્રિયાઓ માટે સ્વતંત્ર નથી. માનવને જે ધારે તે કરે તેવી છૂટ આપવામાં આવે તો પ્રકૃતિનો નાશ થાય, સમાજ દૂષિત થાય, માનવતા મૃત્યુ પામે. ધારણા અલગ ક્રિયા છે અને તેને અનુસરવું પણ અલગ ક્રિયા છે. મર્યાદા જરૂરી છે. વિચારોને યોગ્ય દિશા મળવી જોઈએ. સહજ પણે સ્વીકાર બુદ્ધિજીવી લક્ષણ છે, દરેક વાતે વિરોધ આજ્ઞાંતનું લક્ષણ છે. યોગ્ય વિચાર માટે ચિંતન જરૂરી છે અને ચિંતન માટે મન:સ્થિત સ્થિરતા ધરાવતી હોવી જોઈએ.   શૈક્ષણિક મનોવિજ્ઞાનનો ઉદ્દેશ્ય સમાનતાની સંકુલ પ્રવૃત્તિનું તેના વિવિધ તત્વોમાં પૃથક્કરણ કરીને મનનું બંધારણ કરવાનો રહે છે. શરીર અને મન એકબીજાના મિત્રો ઓછા શત્રુ વધુ હોય છે. શરીર ઇન્દ્રિયોને આધીન હોય છે જ્યારે મન આ તમામ પરિબળોથી પર હોય છે. માનવ શારીરિક વૃત્તિ ભોગવિલાસની હોય છે મન તેની પરિભાષામાં અસ્તિત્વ ધરાવતું નથી. અલબત્ત મનને યોગ્ય પંથ તરફ વાળી શકાય છે, તેને કાબુ કરી શકાય છે. તે ક્રિયા ચોક્કસ લાંબી અને  અઘરી છે પણ તેનું અસ્તિત્વ છે તે માનવું રહ્યું. ચંચળ મન ધરાવતો માનવી આંખો હોવા છતા અંધ વ્યક્તિ જેવું જીવન જીવતો હોય છે. 

                                                                                                                                જૈમીન જોષી.

Sunday, October 25, 2020

શું તમે કારકિર્દી ઘડતરમાં પડકાર ઝીલો છો? (Do you face challenges in shaping your career?)


  • ''સપનાની હકીકતથી તુ વાકેફ છે એ કે , સાગરની લહેરોની કોઇ મંઝિલ નથી હોતી .'' 



challenges


પોતાનો સફળતામાં સ્વહસ્તાક્ષર ભલે ન હોય નિષ્ફળતામાં તો હોવા જ જોઈએ :-


  મારે જીવનમાં ઘણું બધું કરવું છે , પણ દર વખતે આર્થિક તકલીફ વચ્ચે જ આવીને નિમિત બની જાય છે. નવો ફોન લેવો કે મારા બાળકોને બહાર પ્રવાશ કરાવા લઈ જવા હોય, તો એમાં પણ વિચાર કરવો પડે... હમણાં તો હદ થઈ ગઈ ! મારા પિતાજીને અચાનક જ હાર્ટ એટેક આવ્યો, બાય પાસ  સર્જરી કરવી પડી. હવે સારી હોસ્પિટલ અને બેસ્ટ ડોક્ટર માટે પૈસા તો જોઈએ ને .. !! અંતે સગાઓ પાસે મદદ લેવી પડી મને માઠું તો લાગ્યું પણ અન્ય કોઈ રસ્તો નહોતો, થયું કદાચ મારી પાસે પૈસાની સગવડ હોત તો મારે હાથ લાંબો કરવો ન પડત . વીસ વર્ષથી એક જગ્યાએ નોકરી કરીને કશું જ ન મળ્યું .... થાય છે, હવે આ નોકરીને છોડી દઉં. હમણાં જ એક વડીલ  મિત્રએ મનનો રોષ ઠાલવ્યો. તે કહે છે કે હું અમદાવાદમાં જન્મ્યો, ભણ્યો અને નોકરી પણ અહી જ કરી અને હમણાં પણ કરું છું. મારા બાપુજીએ મને મારી નોકરીના પહેલા દિવસે શિખામણ આપી હતી કે, બેટા પ્રમાણિકતાથી નોકરી કરજે વફાદાર રહેજે ...... તને તારા શેઠ કાયમ માટે સાચવી લેશે ! બસ તે  દિવસ અને આજની ઘડી, વીસ વર્ષ થયા હું ત્યાં જ  છું. આમ તો બધું સારૂ છે શેઠ સારા છે પ્રમોશન પણ મળે છે, પરંતુ  કોણ જાણે કેમ કામ કરવામાં મજા નથી આવતી. હવે તો ન્યુ જનરેશન આવી, બધો સ્ટાફ નવો છે હવે કેટલાંય લોકો આવ્યા અને નવી નવી નોકરીઓ લઈ છુટા પડ્યા હું તો ત્યાંનો ત્યાં જ...  અને હતાશા રૂપી ઉદગાર સરી પડ્યો. પેલા કોલેજ વખતના સૌથી સારા ગણાતા બે મિત્રો તો કેટલાંય આગળ નિકળી ગયા ...!! બેય જણ ચબરખીઓ લઈને જ પરીક્ષામાં બેસતા અને અત્યારે એમના નામની ચબરખીઓ લઈને લોકો નોકરી મેળવી છે. વાહ રે... કિસ્મત... !!! અકળામણ  થાય છે. હવે સમજાતું નથી કે શુ કરું? 

   વર્ષો સુધી એક જગ્યા અને અમુક પરિચિત લોકોના સહવાસ બાદ અકળામણ થવી સહજ છે, બંધિયાર પાણી પણ એકની એક જગ્યામાં અમુક સમય બાદ દુર્ગંધ મારતુ હોય છે તો આ તો જીવન છે. વડીલ મિત્રની ગુંગળામણ સમજાતી હતી તે કહે છે કે મારી વીસ વર્ષની નોકરીમાં મને પણ બે ચાર વાર સારી તક આવી હતી. સારો પગાર અને સારૂ કામ, પણ મારાથી સાહસ લેવાયુ નહી ત્યારે જો મે એ તક ઝડપી લીધી હોત તો સારૂ થાત. હમણાં થોડાક મહિના પહેલા તે જ કંપનીના શેઠ મળી ગયા. ઓળખાણ તાજી થઈ. વાતવાતમાં ખબર પડી કે તે કંપની તો કેટલીય આગળ નીકળી ગઈ. કરોડોનું ટર્નઓવર થઈ ગયુ, દેશ - વિદેશમાં બ્રાન્ચ થઈ ગઈ, મને એટલો બધો અફસોસ થાય છે કે કાશ ત્યારે મે ચાન્સ લીધો હોત.... આવેલી તકને જતી કરી પણ એવો વિચાર આવે છે કે મને કામ ન ફાવ્યું હોત તો ? મારા કામથી મારા શેઠ ખુશ ન રહેતા તો ? જે થાય તે સારા માટે (ફરી એક નિશ્વાસ ) મારી નોકરીમાં સાલું  કોઈ ટેન્શન તો નહી જ...આપણે જ આપણા રાજા. મારા ટાઈમે ઓફિસ આવુ તો પણ કોઈ ઉંચા અવાજ સુદ્ધાં ન કરે. વીસ વર્ષ મે કંપનીને આપ્યા છે " કઈ નાની વાત છે કે ? પણ તોય નવા ભણેલા ગણેલા જુવાનિયા આવે છે ને મારા શેઠ તેમને તગડો પગાર આપતા અચકાતા નથી. ચિંતા થાય છે કે આમ ને આમ મારો સ્ટાફ બદલાઈ જશે તો મારી જગ્યા કયાં રહેશે ?  પેલી નોકરી લઈ લીધી હોત તો સારું થાત ! સાથે જ મારા મિત્રોને જોવુ છુ તો જીવ બળે છે. પૈસાની છુટ વિચારોની મોકળાશ અને આત્મવિશ્વાસથી ભરપુર એવા મારા મિત્રો સામે તો હું સાવ તુચ્છ છું. મને એટલો સંકોચ થાય છે કે કામની વાત તેમની સામે કરતો જ નથી, એ લોકો ગાઢ મિત્રો  છે, પણ કયારેક ક્યારેક મને ટોણાં મારે છે. ડોબા  લાઈફમાં રિસ્ક તો લેવું જ રહ્યું હજીયે મોડુ નથી થયુ, કોઈ સારો ચાન્સ મળે તો લઈ લે... હવે તમે જ કહો કે શું કરું ? પેલાં બન્નેય  જીગરવાળા તો હતા. બંનેય જણે રિસ્ક લઈને સંઘર્ષ કરી ને આજે ટોચ પર પહોંચ્યા ... !! 

  શૈક્ષણિક સિદ્ધાંતની ભૂમિકાને સમજનાર ક્યારેક વ્યાવહારિક સિદ્ધાંતોથી પછડાતો હોય છે. આપણી પાસે માત્ર એક જ જીવન છે અને તેમાં પણ મોટા ભાગની પળોનો દોર આપણાં પાસે હોતો નથી. સમય એ સાધન નથી પરંતુ તેની સાથે પ્રવાસ કરવો જરૂરી છે માટે થાય તેટલા પડકાર ઝીલવા જોઈએ. હારેલ વ્યક્તિ પાસે અનુભવ નામક હથિયાર હોય છે જે કઠિન પરિસ્થિતિમાં પણ જીતવા માટે પૂરતો હોય છે. કહેવાય છે કે અનુભવએ સૌથી મોટો  શિક્ષક છે. આવેલી તક ઝડપી લેવાથી બની શકે નિષ્ફળતા મળે પણ તેની સાથે કઈ ન કર્યાનો અફસોસ તો નહીં જ રહે..!  કંઈક કર્યાની કે નવું શીખ્યાનો આનંદ તો ચોક્કસ હશે. જો કે હકીકતમાં શું બધા લોકો પોતાની કારકીર્દીમાં પડકાર લેતા હોય છે ? બાર પંદર વર્ષથી એક જગ્યાએ કમ્ફર્ટ ઝોનમાં નોકરી કરનારાઓને જુની જગ્યા અને જુના મહોલને છોડવાનો ડર લાગે છે, નવી જગ્યા કે નવુ કામ નવા માણસો નવા પડકારોનો સામનો કરવાની તક. આને કારણે જ જીંદગી છુટતી રહે છે. જીંદગી પુરી થઈ જાય છે અને સમી સાંજે કશુ ન કર્યાનો કે આગળ વધી ન શકવાનો અફસોસ થતો રહે છે. વિચારોની ગડમથલ અને ભ્રમરોમાં વર્ષોની નોકરી વેડફયાનો તથા સમય વેડફાયા હોવાનું લાગે છે. કારણ કે જરૂરિયાત સમય પ્રમાણે બદલાય છે અને જ્યારે સંબંધમાં આર્થિક સ્થિતિ ડોકીયુ કરવા માંડે ત્યારે બધુય ભુલાઈ  હોય છે. 

  જીવન જો ઊંડો દરિયો છે તો તરવું એ આપણું કર્મ અને જરૂરિયાત બંને છે. તરતા આપણે જ શીખવાનું છે, હાથ પગ તો હલાવા જ પડશે નહી તો ડૂબ્યા સિવાય કોઈ રસ્તો નથી. ઈચ્છાઓના ઉદ્દીપન વિના નિષ્પક્ષપણા કહેવાતી મુક્તિ ફળ આપી બેસે છે પરંતુ તેમાં વ્યક્તિ વિકાસ થતો નથી. માનવપ્રકૃતિ પરીવર્તનક્ષમ છે અર્થાત્ માનવે પોતાના પરિવર્તનની દિશા પરિબળો અને જરૂરિયાત સ્વેચ્છાએ પ્રાપ્ત કરવા જોઈએ. સંઘર્ષમાં પણ આત્મનિર્ભર  અને સ્વનિર્માણની ભાવના કેળવાઈ  રહે તે સાચી કેળવણી બાકી બધુ પુસ્તકિયા જ્ઞાન. સો વાતની એક વાત છે કે, પડકાર સ્વીકારીને જે પોતાની જીંદગી હંકારે છે. એ પછી સફળ થાય કે નિષ્ફળ, પણ તેનો આત્મવિશ્વાસ  તો અવ્વલ સ્થાને હોય જ છે એ  નક્કી .. !!!

                                                                                                                       જૈમીન જોષી. 

 

Thursday, October 22, 2020

નવરાત્રીના નવ સ્વરૂપ (The nine forms of Navratri)


navratri 2020




  માં અંબાના ઝાંઝરનો ઝણકાર સંભળાઈ કે ના સંભળાય પરંતુ મનમાં ઝાંઝરના ખનકનો નાદ સંભળાયા વગર તો ન જ રહે.આમ તો  નવરાત્રિ એક હિંદુ પર્વ છે. મૂળ નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે . જેનો અર્થ થાય છે . રાત્રીયો, આ નવ રાત્રિ અને દસ દિવસો દરમ્યાન માં અંબાના નવ રૂપોની પુજા કરવામાં આવે છે . તથા દસમો  દિવસ દશેરા તરીકે પ્રસિધ્ધ છે . આ તહેવાર વર્ષમાં ચાર વખત આવે છે . પોષ , ચૈત્ર , અષાઢ , આસો માસથી નવમી સુધી ખુબ જ ધામધુમથી તથા હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે . નવરાત્રિની નવ રાતોમાં ત્રણ દેવી મહાલક્ષ્મી , મહાસરસ્વતી અને દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે .
  દુર્ગાનો અર્થ જીવનના દુઃખોને દુર કરનાર , હરનાર થાય છે . નવરાત્રિ ઉત્સવ દેવી અંબાનું પ્રતિનિધિત્વ છે . વસંત ઋતુની શરુઆત અને શરદ ઋતુની શરૂઆત જલ , વાયુ અને સુર્યના પ્રભાવોનું મહત્વપુર્ણ સંગમ માનવમાં આવે છે . આ બે સમયે માં દુર્ગાની પૂજા માટે સૌથી પવિત્ર અવસર છે. નવરાત્રિના પ્રથમ દિવસે દેવી દુર્ગાની પૂજા કરવા માટે સમર્પિત કરવામાં આવ્યો છે . દરેક દિવસ દુર્ગાના અલગ રૂપને સમર્પિત છે . પ્રથમ દિવસે નાની બાલિકાઓની પૂજા કરવામાં આવે છે બીજે દિવસે સ્ત્રીની પૂજા કરવામાં આવે છે . ત્રીજા દિવસે જે સ્ત્રી પરિપક્વતાના ચરણમાં પહોંચી ગઈ છે તેની પૂજા કરવામાં આવે છે . નવરાત્રીના ચોથાથી છઠ્ઠા દિવસે વ્યક્તિ જ્યારે અહંકાર , ક્રોધ , વાસના અને મોહ વગેરે પર વિજય પ્રાપ્ત કરે છે ત્યારે તે એક શૂન્યનું અનુભવ કરે છે . આ શૂન્ય આધ્યાત્મિક ધનથી છલકાય જાય છે, અને તમામ સુખ સમૃદ્ધિ માટે લક્ષ્મીજીની પૂજા કરે છે. નવરાત્રિના પાંચમા અને છઠ્ઠા દિવસે સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમા અને આઠમા દિવસે કલા અને જ્ઞાન પ્રાપ્ત કરવા સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે . આઠવા દિવસે એક યજ્ઞ કરવામાં આવે છે તથા માતાજીને વિદાય કરવામાં આવે છે . નવરાત્રીમાં નવમો દિવસ અંતિમ દિવસ હોય છે . આ દિવસને મહાનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પણ કન્યા પૂજન કરવામાં આવે છે. માં દુર્ગાના નવ સ્વરૂપઃ નવરાત્રિના નવ દિવસોમાં જુદા જુદા સ્વરૂપે  સ્થિતિ જગદંબાની પુજા અર્ચના કરવાથી માનવાંચિત ફળ મળે છે .    

  • નવદુર્ગા નામ :-

( ૧ ) માં દુર્ગાનું  પ્રથમ સ્વરૂપ શૌલપુત્રી છે . આનો અર્થ પહાડોની પુત્રી થાય છે . હિમાલયને ત્યાં જન્મ લેવાથી તેનું નામ શૈલપુત્રી પડ્યું હતું તેનું વાહન વૃષભ છે . નવરાત્રીના પહેલા દિવસે આ માતાજીની ઉપાસના કરવામાં આવે છે.
( ૨ ) માં દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારીણી નું છે. માં ના આ સ્વરૂપની ઉપાસના કરવાથી અનંદ ફળની પ્રાપ્તી થાય છે. આ માં ની ઉપાસના નવરાત્રીના બીજે દિવસે થાય છે. 
( ૩ ) નવરાત્રીના ત્રીજે દિવસે માં ચંદ્રધરા નું પૂજન થાય છે. આનો અર્થ ચંદ્રની જેમ ચમકવાવાળી થાય છે. આ માંની પૂજા ત્રીજા દિવસે કરવામાં આવે છે. માતાનાં આ સ્વરૂપને દશભુજા તથા મસ્તક ઉપર અર્ધચંદ્ર છે. તેની ઉપાસના કરવાથી બધી વિપત્તિ નાશ પામે છે , તથા જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. 
( ૪ ) માં દુર્ગાનું ચોથું સ્વરૂપ દુષ્માંડા છે જેનો અર્થ પુરૂ જગત એના ચરણમાં છે તેમ થાય છે. આ જ માતાજી સૃષ્ટિની આદ્યશક્તિ સ્વરૂપ છે. આ સ્વરૂપ અષ્ટભુજા છે. તેના હાથમાં કમળનું ફુલ , કમંડળ , ધનુષ્ય બાણ , ચક્ર , ગદા તથા સિદ્ધિ પ્રદાન કરનારી વૃદ્ધ થાય છે. 
( ૫ ) માં દુર્ગાનું પાંચમુ સ્વરૂપ સ્કન્દ માતા છે. આનો અર્થ કાર્તિક રેવાણીની માતા થાય છે . તેની ઉપાસનાથી સમસ્ત ઈચ્છાઓનીપૂર્તિ થાય છે. આ માંનુ પૂજન પાંચમા દિવસે કરવામાં આવે છે. 
( ૬ ) માં નું છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની નું છે આનો અર્થ કાત્યાયન આશ્રમમાં જન્મનાર એવો થાય છે . તેનું વાહન પણ સિહ છે . તે ચાર ભુજાધારી છે . આની ઉપાસનાથી રોગ કષ્ટભય નષ્ટ થાય છે . તેની છઠ્ઠા દિવસે પુજા કરવામાં આવે છે . 
( ૭ ) માં નું સાતમું સ્વરૂપ કાળરાત્રિ છે આનો અર્થ કાળના નાશ કરવાવાળી એવો થાય છે તેનું સ્વરૂપ ભયાનક છે ભક્તોને તે ડરાવતી નથી પણ દુષ્ટોનો વિનાશ કરે છે દાનવ , દૈત્ય , ભુતપ્રેત વગેરે સ્મરણ માત્રથી ભાગી જાય છે . સાતમાં દિવસે તેની ઉપાસના થાય છે . 
( ૮ ) માં દુર્ગાના આઠમાં સ્વરૂપને મહાગૌરીના નામથી ઓળખવામાં આવે છે . તેનો અર્થ સફેદ રંગવાળી માં તેવો થાય છે . વૃષભ ઉપર સવાર થયેલી માં દુર્ગાના આ સ્વરૂપની મુખમુદ્રા અત્યંત શાંત છે . તેની આઠવા દિવસે આ સ્વરૂપની મુખમુદ્રા અત્યંત શાંત છે . 
( ૯ ) માં દુર્ગાનું નવમુ સ્વરૂપ સિધ્ધિદાયીની છે . અને તેની કૃપાથી અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે . તેનો અર્થ સર્વસિધિનવમાં દિવસે સંપુર્ણ શ્રધ્ધાથી તેની સાધના કરનારને બધી સિધ્ધિઓ પ્રાપ્ત થાય.
   નવરાત્રિ દરમ્યાન પ્રકૃત્તિના આનંદકોષને ખુશીથી માણી  માતાની આરાધનાના આ અનેરો અવસરને પૂરી ભકિત તથા હર્ષોલ્લાસ સાથે માણીએ એવી અપેક્ષાઓ આ સમયે ખોટી પડી છે કદાચ  પ્રથમ વખત હશે પરંતુ માતા પોતાના બાળકો પર  હરહંમેશ પ્રેમ વરસાવતી હોય છે તે પણ હકીકત છે. દરેક ને IIappy Navratri ... માં અંબાની કૃપા સર્વે પર હંમેશા રહે તેવી શુભકામના.

                                                                                                                                   જૈમીન જોષી.



 

Sunday, October 18, 2020

કલમ 376 (IPC Section 376- Punishment for Rape )

IPC 376  બળાત્કારી ગુનેગારોનો અંતિમ અંજામ. 


section 376



 [ કલમ ૩૭૬ - એ ]: - ભોગ બનનારનું મૃત્યુ નિપજાવવું અથવા નિરર્થક સ્થિતિમાં રહેવાની શિક્ષા :-
   જે કોઈ કલમ -૩૭૬ ની પેટાકલમ- ( ૧ ) અથવા પેટાકલમ- ( ૨ ) પૈકીની શિક્ષાને પાત્ર ગુનો કરે તેવા કાર્ય દરમ્યાન કરેલ ઈજાથી સ્ત્રીનું મૃત્યુ થાય અથવા સ્ત્રીને નિરર્થક સ્થિતિમાં રહેવું પડે તે માટેની સ્થિતિમાં સખત કેદની સજા જે વીસ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદની શિક્ષા જેનો અર્થ વ્યક્તિની બાકીની કુદરતી જિંદગી સુધીની અથવા મૃત્યુદંડની થશે
સજા - :સખત કેદ ૨૦ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદ જેનો અર્થ વ્યક્તિની કુદરતી બાકી જિંદગીના વર્ષો સુધીની કેદ અથવા મૃત્યુદંડ - પોલિસ અધિકારનો - બિનજામીનપાત્ર - સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર. 

 [ કલમ ૩૭૬ - એબી ]: - ૧૨ વર્ષથી નીચેની ઉંમરની સ્ત્રી ઉપર કરેલ બળાત્કાર માટે સજા : 
  જો કોઈ ૧૨ વર્ષથી નીચેની ઉંમરની સ્ત્રી ઉપર બળાત્કાર કરે તો તેને ૨૦ વર્ષથી ઓછી નહીં તેટલી સખત કેદની સજા કરવામાં આવશે , જે સજા આજીવન કારાવાસ સુધી વિસ્તારી શકાશે . આજીવન કારાવાસનો અર્થ વ્યક્તિના મૃત્યુપર્યત સુધીની સજા થશે અને દંડને પાત્ર અથવા મૃત્યુપર્યંતની સજાને પાત્ર થશે. જોગવાઈ કરવામાં આવે છે કે આવો દંડ ભોગ બનનારની તબીબી સહાય અને પુનરુત્થાન મેળવવા માટે ન્યાયી અને વ્યાજબી રહેશે . વધુમાં જોગવાઈ કરવામાં આવે છે કે આ કલમ હેઠળ કરાયેલ કોઈ દંડ ભોગ બનનારને ચૂકવવામાં આવશે. 
સજા-: જેને ૨૦ વર્ષથી ઓછી નહીં તેવી સખત કેદની સજા પરંતુ તે દંડ સાથે આજીવન કેદ સુષી થઈ શકશે જેનો અર્થ વ્યક્તિની બાકી રહેલ કુદરતી જીવન સુધી થશે અથવા દેહાંત દંડ સાથે પોલીસ અધિકારનો - બિન - જામીની - સેશન્સ કોર્ટ .

[ કલમ ૩૭૬ - બી ]: - જુદા રહેવાના સમય દરમ્યાન પતિએ પત્ની સાથે કરેલ જાતીય સંભોગ .
  જો કોઈ તેની પોતાની પત્ની જે જુદા રહેવાના હુકમનામા અનુસાર કે અન્ય કોઈ રીતે જુદા રહેતી હોય તેની સાથે તેન્નીની સંમતિ વિના જાતીય સમાગમ કરે તેને વિલ મધની ૬ બે વર્ષ કરતાં ઓછી નહીં પરંતુ સાત વર્ષ સુધીની કેદની શિક્ષા અને દંડને પાત્ર થશે . ] 
સ્પષ્ટીકરણ : - આ કલમમાં “ જાતીય સંભોગ ” એટલે કે , કલમ -375ની પેટાકલમ ( એ ) થી ( ડી ) પૈકીનું કોઈ પણ કૃત્ય . 
સજા - :બે વર્ષથી ઓછી નહીં પરંતુ ૭ વર્ષ સુધીની શિક્ષા અને દેઢ- પોલીસ અધિકારનો ( પરંતુ ભોગ બનનારની ફરીયાદ પરથી માત્ર ) -જામીન - સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર . " 

[ કલમ - ૩૭૬ ] - સીઃ- સત્તામાં હોય તેવા વ્યકિતએ કરેલ જાતીય સમાગમ .
( એ ) સત્તાની સ્થિતિમાં અથવા જે કોઈ વ્યક્તિ કે , જે વિશ્વાસજન્ય સ્થિતમાં હોય , અથવા 
( બી ) જાહેર સેવક , અથવા 
( સી ) જેલ , રીમાન્ડ હોમ અથવા તત્કાલીન અસરમાં હોય તેવા કાયદા નીચે સ્થપાયેલ સંભાળ રાખવા માટેનું સ્થળ અથવા સ્ત્રીઓ અને બાળકો માટેની સંસ્થાના મેનેજર અથવા અધિક્ષક , અથવા 
( ડી ) દવાખાનાના વહીવટમાં હોય અથવા દવાખાનાના કર્મચારી હોય અથવા વિશ્વાસજન્ય સંબધનો દુરૂપયોગ કરી કોઈપણ સ્ત્રી તેના તાબામાં અથવા તેને સોંપાયેલ હોય અથવા જગ્યામાં માજર હોય તેની સાથે જાતીય સમાગમ કરવા લલચાવે અથવા ભ્રષ્ટ કરે જે જાતીય સમાગમ બળાત્કારનો ગુનો ગણાતો ન હોય તેમાં વર્ણન કર્યા મુજબની પાંચ વર્ષથી ઓછી નહીં પરંતુ દસ વર્ષ સુધીની સખત કેદની શિક્ષા અને દંડને પાત્ર થશે. 
સ્પષ્ટીકરણ -૧ : - આ કલમ અનુસાર “ જાતીય સમાગમ ' ' માં કલમ -૩૭૫ ની પેટા કલમ ( એ ) થી ( ડી ) માં દશવિલ કોઈપણ કૃત્ય 
સ્પષ્ટીકરણ - ર : - આ કલમના હેતુ માટે કલમ -૩૭૫ નો ખુલાસો -૧ પત્ર લાગુ પડશે . 
સ્પષ્ટીકરણ -3: - “ અધિક્ષક " જેલ , રીમાન્ડ હોમ અથવા સ્ત્રીઓ અને બાળકો માટેની સંસ્થા અથવા અન્ય સંભાળ માટેનું સ્થાનના સંબંધમાં જે કોઈ વ્યકિત આવી જેલ , રીમાન્ડ હોમ, સ્થાન અથવા સંસ્થામાં હોદાની રૂએ આવી વ્યકિત તેમાં રહેનાર ઉપર સત્તા કે અંકુશ વાપરી શકતી હોય તેનો સમાવેશ થાય છે .
 સ્પષ્ટીકરણ -૪ : - શબ્દો ‘ હોસ્પિટલ ’ અને ‘ સ્ત્રીઓ તથા બાળકોની સંસ્થા'નો અનુક્રમે અર્થ કલમ -૩૭૬ ની પેટા કલમ- ( ૨ ) ના ખુલાસામાં દર્શાવ્યા પ્રમાણેનો ગણાશે . ] 
સજા-:સખત કેદની શિક્ષા પ વર્ષથીઓછી નહીં પરંતુ ૧૦ વર્ષ સુધીની અને દંડ - પોલીસ અધિકારનો બિનજામીન સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર , ' 

[ કલમ ૩૭૬ - ડી - : - સામૂહિક બળાત્કાર : 
  જયાં એક અથવા વધુ વ્યક્તિઓના બનેલા સમૂહ દ્વારા સામાન્ય ઈરાદો પાર પાડવાની મદદગારીમાં સ્ત્રી પર બળાત્કાર કરવામાં આવે તે વ્યકિતઓ પૈકીના દરેકે બળાત્કાર કર્યો હોવાનું ગણાશે . અને તેઓ વીસ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન સખત કેદ જેનો અર્થ તે વ્યકિતની કુદરતી બાકી જીંદગી સુધીની કેદ અને દંડને પાત્ર થશે . 
   પરંતુ આવો દંડ ભોગ બનનારની સારવાર અને પુનર્વસન માટે જરૂરી હોય તેટલો વ્યાજબી અને યોગ્ય હશે. 
  પરંતુ વધુમાં આ કલમ નીચે કરવામાં આવેલ દંડ ભોગ બનનારને ચુકવવામાં આવશે . ]
સજા - :સખત કેદની શિક્ષા ૨૦ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદ જેનો અર્થ વ્યક્તિની બાકીની કુદરતી જિંદગી સુપી કેદ અને દેડ જે ભોગ બનનારને આપવો - પોલિસ અધિકારનો બિન જમીન - સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર , '

 [કલમ ૩૭૬ - ડીએ ]:- ૧૬ વર્ષથી નીચેની ઉંમરની સ્ત્રી ઉપર સામૂહિક બળાત્કાર કરવા માટે સજા
  જે કોઈ એક અથવા વધુ વ્યક્તિઓ એક સમૂહમાં ભેગા થઈને કે સામાન્ય ઈરાદાને પ્રોત્સાહન આપવામાં કાર્ય કરતા ૧૬ વર્ષથી ઓછી વયની સ્ત્રી ઉપર બળાત્કાર ગુજરે તો તે વ્યક્તિઓને દરેકના વિશે એવું માનવામાં આવશે કે તેણે બળાત્કારનો ગુનો કર્યો છે અને જેને આજીવન કારાવાસની જૈનો મતલબ તે વ્યક્તિની બાકી રહેલ કુદરતી જિંદગીની જેલની સજા દંડ સાથે કરવામાં આવશે .
   જોગવાઈ કરવામાં આવે છે કે આવો દંડ ભોગ બનનારની તબીબી સહાય મેળવવા અને પુનરુત્થાન મેળવવા માટે ન્યાયી અને વ્યાજબી રહેશે . 
  વધુમાં જોગવાઈ કરવામાં આવે છે કે આ કલમ હેઠળ કરવામાં આવેલ દંડની રકમ ભોગ બનનારને ચૂકવવામાં આવશે . ]
 સજા-: આજીવન કેદની સખ્ત સજા થશે . આજીવન કારાવાસનો અર્થ વ્યક્તિના કુદરતી  મૃત્યુપર્યત સુધિનો થશે અને દંડને પાત્ર ઠરશે . - પોલીસ અધિકારનો - બિન - જામીની સેશન કોર્ટ. 

[ કલમ ૩૭૬ - ડીબી ] ૧૨ વર્ષથી નીચેની ઉમરની સ્ત્રી ઉપર સામૂહિક બળાત્કાર કરવા માટેની શિક્ષા :    જે કોઈ એક અથવા વધુ વ્યક્તિઓ એક સમૂહમાં ભેગા થઈને કે સામાન્ય ઈરાદાને પ્રોત્સામાન આપવામાં કાર્ય કરતા ૧૨ વર્ષથી ઓછી વયની સ્ત્રી ઉપર બળાત્કાર ગુજારે તો તે વ્યક્તિોને દરેકના વિશે એવું માનવામાં આવશે કે તેણે બળાત્કારનો ગુનો કર્યો છે અને જેને આજીવન કારાવાસની જેનો મતલબ તે વ્યક્તિની બાકી રહેલ કુદરતી જિંદગીની જેલની સજ દંડ સાથે અથવા ફાંસી સાથે થશે . 
   જોગવાઈ કરવામાં આવે છે કે આવો દંડ ભોગ બનનારની તબીબી સહાય મેળવવા અને પુનરુત્થાન મેળવવા માટે ન્યાયી અને વ્યાજબી રહેશે . 
   વધુમાં જોગવાઈ કરવામાં આવે છે કે આ કલમ હેઠળ કરવામાં આવેલ દંડની રકમ ભોગ બનનારને ચુકવવામાં આવશે . ]. 
સજા-: આજીવન કેદની સખ્ત સજા થશે , આજીવન કારાવાસનો અર્થ વ્યક્તિના કુદરતી મૃત્યુપર્યંત સુધીનો થશે અને દંડને પાત્ર ઠરશે અથવા મૃત્યુ દંડ - પોલીસ અધિકારનો બિનજામીની - સેશન્સ કોર્ટ.

[ કલમ ૩૭૬ - ઈ ] :- વારંવાર ગુના કરનારાઓ માટેની શિક્ષા : 
   જે કોઈને ક્લમ -૩૭૬ અથવા કલમ -૩૭૬ ( એ ) અથવા ' ક્લિમ -૩૭૬ ( એબી ) અથવા કલમ ૩૭૬ ( ડી ) અથવા કલમ -૩૭૬ ( ડીએ ) અથવા કલમ -૩૭૬ ( ડીબી ) ] હેઠળના શિક્ષાપાત્ર ગુનામાં પહેલા ગુનેગાર ઠરાવેલ છે અને ત્યાર પછી આમાંની કોઈ પણ કલમો હેઠળના શિક્ષાપાત્ર ગુનામાં ગુનેગાર ઠરે તો તે આજીવન કેદની શિક્ષાને પાત્ર ઠરશે , જેનો મતલબ વ્યક્તિની બાકી રહેલ કુદરતી જિંદગી સુધીની કેદ થશે અથવા દેહાંત દંડ થશે . ]

સજા -: આજીવન કેદની શિક્ષા જેનો અર્થ વ્યક્તિની કુદરતી જિંદગીનો બાકીનો સમય અથવા મૃત્યુ દંડ - પોલિસ અધિકારનો - બિન - જામીન - સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર. 
      
                 
IPC Section 376- Punishment for Rape

[કલમ ૩૭૭]:-  સૃષ્ટિકમ વિરુદ્ધના ગુના -:
   જે કોઈ વ્યક્તિ , કોઈ પુરુષ , સ્ત્રી કે પશુ સાથે સૃષ્ટિક્રમ વિરુદ્ધ સ્વેચ્છાપૂર્વક શરીર સંભોગ કરે તેને આજીવન કેદની અથવા દસ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. 
સ્પષ્ટીકરણ : - આ કલમમાં વર્ણવેલો ગુનો બનવા માટે જે શરીર સંભોગ થવો જોઈએ તે માટે લીંગ પ્રવેશ થવો એ પુરતું છે.

સજા -: જન્મટીપ અથવા ૧૦ વર્ષ સુધીની કેદ અને દેડ - પોલિસ અધિકારનો - બિન - જામીની - પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ - બિન - સમાધાન લાયક. 

                                                                                                                   જૈમીન જોષી.

Thursday, October 15, 2020

બળાત્કારની વ્યાખ્યા અને ભારતીય કાયદો ( Definition of rape and Indian law )



law  image wekimedia


  મનોવૈજ્ઞાનિક રીતે તો બળાત્કારની અલગ અલગ વ્યાખ્યાઓ થતી હોય છે પરંતુ જ્યારે કાયદાની વાત આવે ત્યારે એક ચોક્કસ પ્રકારની પદ્ધતિ અને સજાનું પ્રાધાન્ય હોય છે. મોટા ભાગે સામાન્ય વ્યક્તિ કાયદાકીય ભાષાથી અવગત હોતા નથી માટે તે સહજ રીતે બળાત્કારીઓ સાથે કેવા પ્રકારનું વલણ અપનાવવું જોઈએ અથવા  કયા પ્રકારની સજા થવી જોઈએ તે વિષે રોષ ઠાલવી દે છે, પરંતુ કાયદો ચોક્કસ પ્રકારની પધ્ધતિને અનશરતો હોવાથી તે એક આગવું વલણ અપનાવી ચુકાદા આપતો હોય છે જે બની શકે કે જનતાને ન પણ ગમે પરંતુ તેને આપણે સ્વીકાર્ય સિવાય કોઈ અન્ય રસ્તો હોતો નથી. આવી પરિસ્થિતીમાં કાયદાકીય રીતે ખરેખર બળાત્કાર કોને કહેવાય અને તેની સજા શું છે તે જાણવું જરૂરી બની રહે છે. બળાત્કાર અલગ અલગ રીતે થતો હોવાથી તેની પણ અલગ જોગવાઇઓ છે જેની તમામ માહિતી નીચે પ્રમાણે છે.  

નીચે વર્ણવેલ સાત પૈકી કોઈપણ સંજોગમાં બળાત્કાર થયો તેમ જાણવું.

  • પ્રથમ : - તેણીની ઈચ્છા વિરૂદ્ધ
  • બીજુ : - તેણીની સંમતિ વિના
  • ત્રીજુ  : - તેણીની સંમતિથી જયારે તેણીની સંમતિ તેણીને અથવા તેણીનું હિત હોય તેવી વ્યકિતના ઈજા અથવા મૃત્યુના ભય નીચે મેળવેલ હોય.
  • ચોથું :- તેણીની સંમતિથી જયારે પુરૂષ જાણતો હોય કે તે તેણીનો પતિ નથી અને તેણીની આપેલ સંમતિનું કારણ તે બીજો પુરૂષ જેની સાથે તેણીના કાયદેસરના લગ્ન થયાનું તેવી માનતી હોય ,
  • પાંચમું :- તેણીની સંમતિથી જયારે સંમતિ આપતી વખતે અસ્થિર મગજ અથવા નશો અથવા તેણીને જાતે અથવા અન્ય મારફતે કોઈ નશાયુક્ત અગર મૂર્છિત પદાર્થ કરનાર આપવામાં આવે જેથી તેણીએ આપેલ સંમતિનો અર્થ અને તેનું પરિણામ સમજી શકવા અશકિતમાન હોય .
  • છઠું : - તેણીની સંમતિ અથવા સંમતિ વિના જયારે તેણી અઢાર વર્ષથી નાની ઉંમરની હોય .
  • સાતમું : - જયારે તેણી સમંતિ આપવા અસમર્થ હોય .

સ્પષ્ટીકરણ -૧ : - આ કલમના હેતુ સારૂ સ્ત્રીના પ્રજનન ભાગમાં ‘ લીબીયા અને મેજોરા ’[Labia majora ] બંને ભાગો નો સમાવેશ થાય છે . 
સ્પષ્ટીકરણ -૨ :- સંમતિ એટલે સ્પષ્ટ સ્વૈચ્છિક સંમતિ જયારે સ્ત્રીએ શબ્દથી, ઈશારાથી અથવા બોલાવાના અથવા નબોલાવાના કોઈપણ પ્રકારે પ્રસારીત કરી ખાસ જાતીય કૃત્યમાં ભાગ લેવાની ઈચ્છા પ્રદર્શિત કરી હોય , પરંતુ સ્ત્રી જે યોનિ પ્રવેશના કૃત્યનો શારીરિક પ્રતિરોધ કરી શકે તેમ ન હોય ત્યારે જાતીય પ્રવૃતિ માટે તેણીની સંમતિ હતી તેવું કારણ માની શકાશે નહીં . 

  • અપવાદ -૧ : - તબીબી કાર્યવાહી અથવા દરમ્યાનગીરીથી બળાત્કાર બનતો નથી . 
  • અપવાદ -૨ : - જે પુરૂષનું તેની પોતાની પત્ની કે જે પત્ની પંદર વર્ષની ઉંમરથી નાની ન હોય તેની સાથેનો જાતીય સમાગમ અથવા જાતિય કૃત્ય બળાત્કાર નથી.

બળાત્કાર માટેની શિક્ષા : 


punishment  wikimedia


( ૧ ) જે કોઈ વ્યક્તિ , પેટાકલમ- ( ૨ ) થી જોગવાઈ કરેલા કેસોમાં હોય તે સિવાય બળાત્કાર કરે તેને સામે વર્ષની મુદત કરતા ઓછી ન હોય પણ આજીવન કેદની અથવા દસ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારના કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે , સિવાય કે બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી તેની પોતાની પત્ની હોય અને બાર વર્ષથી ઓછી વયની ન હોય તેવા દાખલામાં તેને બે વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા દંડની અથવા એ બંન્નેની શિક્ષા કરવામાં આવશે. પરંતુ ન્યાયાલય , ફેંસલામાં જણાવવાના પૂરતા અને ખાસ કારણોસર સાત વર્ષની મુદત કરતા ઓછી મુદત માટે કેદની સજા થઈ શકે .
( ૨ ) જે કોઈ વ્યક્તિ - 
     
 [ ક ] પોલિસ અધિકારી હોઈને 
         ( ૧ ) જયાં તેની નિમણૂક થઈ હોય તે પોલિસ સ્ટેશનની હદમાં , અથવા
      ( ૨ ) જયાં તેની નિમણૂક થઈ હોય તો પોલિસ સ્ટેશનમાં આવેલું હોય કે ન હોય તેવા થાણાની મકાનની જગ્યામાં , અથવા
         ( ૩ ) પોતાની કસ્ટડીમાં અથવા પોતાના તાબાના કોઈ પોલિસ અધિકારીની કસ્ટડીમાં હોય તે કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરે , અથવા 
   
[ ખ ] રાજ્ય સેવક હોઈને પોતાના સત્તાવાર હોદ્દાનો લાભ ઉઠાવે અને એવા રાજ્ય સેવક તરીકે પોતાની કસ્ટડીમાં અથવા પોતાના તાબાના રાજ્ય સેવકની કસ્ટડીમાં હોય તે સ્ત્રીનો ઉપર બળાત્કાર કરે , 
  
[ ગ ] જેલ, રિમાન્ડ હોમ અથવા જે તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદાથી અથવા તે હેઠળ સ્થપાયેલ કસ્ટડીના અન્ય કોઈ સ્થળના અથવા સ્ત્રીઓ કે બાળકોની સંસ્થાના સંચાલન અથવા કર્મચારીવર્ગમાં હોઈને , પોતાના સત્તાવાર હોદાનો લાભ ઉઠાવે એ એવી જેલ , રિમાન્ડ હોમ , સ્થળ અથવા સંસ્થાની કોઈ સ્ત્રી અંતેવાસી ઉપર બળાત્કાર કરે , અથવા 
 
[ ઘ ] હૉસ્પિટલના સંચાલન અથવા તેના કર્મચારી કોઈ વર્ગમાં હોઈને , પોતાના સત્તાવાર હોદાનો લાભ ઉઠાવે અને તે હૉસ્પિટલમાંની કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરે , અથવા

[ ચ ] તે સ્ત્રી સગર્ભા હોવાનું જાણીને તેની ઉપર બળાત્કાર કરે , અથવા

[ છ ] બાર વર્ષથી ઓછી વયી હોય તેવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે , અથવા 

[ જ ] સામૂહિક બળાત્કાર કરે . 
   તેને દસ વર્ષની મુદત કરતાં ઓછી ન હોય તેટલી પણ આજીવન કેદની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે ; 
  પરંતુ ન્યાયાલય , ફેંસલામાં પૂરતા અને ખાસ કારણો દર્શાવીને દસ વર્ષ કરતાં ઓછી મુદત સુધીની બેમાંથી ગમે તે પ્રકારની કેદની સજા કરી શકશે .

સ્પષ્ટીકરણ -1 - પોતાનો સામાન્ય ઈરાદો બર લાવવા કામ કરતી એક અથવા વધુ વ્યક્તિોએ સમૂહમાં કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કર્યો હોય ત્યારે તે દરેક વ્યક્તિએ આ પેટાકલમના અર્થ મુજબ સામૂહિક બળાકાર કર્યો છે એમ જણાશે . 

[ ૨ ] જે કોઈ 
  ( એ ) પોલીસ ઓફિસર હોય અને બળાત્કાર કરે 
  ( i ) જ્યાં તે પોલીસ ઓફિસરની નિમણૂંક થઈ હોય તે પોલીસ સ્ટેશનની હદ અથવા 
  ( ii ) કોઈ પણ સ્ટેશન હાઉસની જગ્યામાં અથવા 
 ( iii ) તેવા પોલીસ ઑફિસરની અટકાયતમાં અથવા તેવા પોલીસ ઑફિસરના તાબાના પોલીસ ઑફિસરની અટકાયતમાં હોય તેવી સ્ત્રી પર બળાત્કાર કર્યો હોય , અથવા

[ બી ] જાહેર સેવકે તેની અટકાયતમાં હોય અથવા તેવા જાહેર સેવકના તાબાના સેવકની અટકાયતમાં હોય તેવી સ્ત્રી પર બળાત્કાર કર્યો હોય , અથવા 

[ સી ] હથિયારધારી દળના સભ્ય તરીકે કેન્દ્ર સરકાર કે રાજય સરકારે તહેનાત કર્યા હોય તેવા વિસ્તારમાં બળાત્કાર કર્યો હોય , અથવા 

[ ડી ] વ્યવસ્થાપક તરીકે અથવા જેલના કર્મચારી રિમાન્ડ - હોમ અથવા જે તે સમયમાં અમલમાં હોય તેવા કોઈ કાયદા નીચે સ્થપાયેલ અટકાયતના બીજા સ્થળ અથવા સ્ત્રીઓની અથવા બાળકોની સંસ્થાના તેવી સંસ્થા જેલ , રિમાન્ડ હોમ , સ્થળ , અથવા સંસ્થાના ‘ સહનિવાસી પર બળાત્કાર કરે , અથવા

[ ઈ ] દવાખાનાના વ્યવસ્થાપક વહીવટદાર તરીકે અથવા કર્મચારી તરીકે તે દવાખાનામાં સ્ત્રી પર બળાત્કાર કરે , અથવા

[ એફ ] સંબંધી , વાલી અથવા શિક્ષક તરીકે અથવા સ્ત્રી માટેના ટ્રસ્ટના ટ્રસ્ટી અથવા સત્તાધિકારી તરીકે હોય તે , તેવી સ્ત્રી પર બળાત્કાર કરે , અથવા 

[ જી ] કોમી , જાતિ અગર વંશીય હિંસા દરમિયાન કરવામાં આવેલ બળાત્કાર , અથવા 

[ એચ ]સ્ત્રી ગર્ભવતી છે તેવું જાણવા છતાં તેણી ઉપર બળાત્કાર કરેલ હોય , અથવા 

[ જે ]  સંમતિ આપવા અસમર્થ હોય તેવી સ્ત્રી પર બળાત્કાર કર્યો હોય , અથવા 

[ કે ] સ્ત્રી ઉપર અંકુશ અથવા પ્રભાવ ધરાવનારે તેવી સ્ત્રી પર બળાત્કાર કર્યો  હોય  , અથવા 

[ એલ ] શારીરિક અને માનસિક રીતે અસમર્થ સ્ત્રી પર બળાત્કાર કર્યો હોય અથવા 

[ એમ ] બળાત્કાર કરતી વખતે સ્ત્રી ને શારીરિક ગંભીર ઈજા અથવા અપંગતા અથવા વિકૃતિ અથવા  સ્ત્રી  ની જીંદગી જોખમાય તેવું કૃત્ય હોય અથવા 

[ એન ] તે જ સ્ત્રી પર વારંવાર બળાત્કાર કર્યો હોય , તેને દસ વર્ષથી ઓછી ન હોય પરંતુ આજીવન કેદ જેનો અર્થ તે વ્યક્તિના કુદરતી બાકી જીવન સુધીની કેદ અંગેની સખત કેદની શિક્ષા અને દંડ થશે.

  • સજા - :બળાત્કાર - સખત કેદની ૧૦ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદ જેનો અર્થ વ્યક્તિની કુદરતી બાકી જિંદગી સુધી અને દંડ , - પોલીસ અધિકારનો - બિન - જમીની - સેશન્સ કોર્ટ.
                                                   જૈમીન જોષી. 

સીપીઆર શું છે ? ( What is CPR?)

  સીપીઆર શું છે ?  What is CPR?             વધતો જતો સ્ટ્રેસ અને અતિ વ્યસ્તતાના કારણે  આપણે પોતાના શરીર અને તેની રચના વિશે  અજાગૃત થઇ ગયા ...